Pakshep books and stories free download online pdf in Gujarati

પક્ષેપ

સંજય ની પત્ની વેકેશનમાં તેના પિયર ગઈ હતી. ઘરનું કામ કાજ સંજય ના મમ્મી પપ્પા પર આવ્યું હતું. તેની ઉમર થઈ જવાથી કામ કરવામાં તકલીફ પડી રહી હતી. સંજય તેની પત્નીને અહીં આવી જવાનું કહ્યું પણ તે ન આવતા બન્ને વચ્ચે થોડો મત ભેદ ઉભો થયો. સંજય ને પત્ની કલ્પના વેકેશન માં ગઈ હતી તે વેકેશન પુરૂ થવા છતાં પિયર થી પાછા આવવા નું નામ નહોતી લેતી. સંજય કલ્પના પર નારાજ થયો. 

સંજય તેના સાસુ સસરા પાસે જઈ કલ્પનાને ત્યાં ન આવવાનું કારણ પૂછ્યું કલ્પના તો ન બોલી પણ તેના માતા પિતા કહી દીધું તમારા માઁ બાપ થી તમે જુદા થાવ તો મારી દીકરી ને ત્યાં મોકલું. આ સાંભળી સંજય મૂંઝાઈ ગયો. છતા પણ સ્વસ્થ થઈ. સંજય સામો સવાલ કર્યો અને નહીં થાઉ તો...?
સસરા બોલ્યા...દીકરી અહીં અમારે ત્યાં રહેશે...

સંજય : આ તમારી ધમકી સમજી લઉ ?

સસરા : એવું સમજી લ્યો..
 
સંજય : તો..મારી ચેતવણી પણ સાંભળી લ્યો..આ નિર્ણય તમારો છે મારો નહીં હવે પછીના આવનાર દરેક પરિણામો માટે ફક્ત તમે જવાબદાર હશો.

સસરા : એટલે આનો મતલબ? 

સંજય : મતલબ સાફ છે..માઁ બાપ મારા છે જુદા થવું કે  ન થવું ..એ મારી અંગત વાત છે. આ તમારો વિષય નથી. જેથી તમે તમારી મર્યાદા મા રહો  અંને હું મારી મર્યાદા માં રહુ  તેમાં આપણા બંન્ને નું માન સન્માન રહેશે. એમ વાત સંજય ઘરે પરત ફર્યો.

સંજય ચિંતા માં લાગ્યો એટલે પપ્પાએ પૂછ્યું સંજય કોઈ તકલીફ છે? 

સંજય બધી વાત કરી. આ સાંભળી નારાજ થઈ ગયા. પણ પછી સંજય ને વાત કરે છે. તમારી જિંદગી માટે અમે તમારા થી અલગ રહેવા ત્યાર છીએ. આંખો ભીની થઈ.  આવા નાના કારણો ને લીધે લગ્ન જીવન ઉપર કોઈ અસર ન થવી જોઈએ 
આટલું બોલી પપ્પા તેની રૂમમાં જતા રહ્યા. 

સંજય મનમાં વિચાર કરવા લાગ્યો. મારા લગ્ન જીવન ને ફક્ત એક વર્ષ જ થયા છે તેમાં મારા સાસુ સસરા ને આવું બોલવા નો હક્ક કોણે આપી દીધો ?
તમે દીકરી આપી છે તો મારા માઁ  બાપે કમાતો દીકરો આપ્યો છે એટલે દિકરી આપી ને મારા ઉપર તમે ઉપકાર કરતા હોય તેવું વાણી વર્તન તો હું કદી નહીં ચલાવું એવો સંજય મન ની અંદર  નિર્ણય લઈ લીધો.

સંજય રાત્રે સૂતી વખતે તેના સસરા નો ફોન આવ્યો. સીધો સવાલ હતો તમે શું વિચાર્યું? સંજય કહી દીધું હું તમારી દીકરી માટે મારા મા બાપ થી જુદો થાવ છું. અને સાંભળો મારો સામાન લઈ હું ત્યાં રહેવા આવું છું એકલો. આ સંભાળી સસરા બોલ્યા  એ શક્ય નથી દીકરી અને જમાઇ કાયમ માટે અમારા ઘર માં સારા ન લાગે.

સંજય સાદાઈ થી જવાબ આપ્યો પણ મારે તમારી સાથે જ રહેવું છે જેથી મને અને તમને તમારી લાડકી દીકરી નું સાચા સ્વરૂપ ની ખબર પડે. 

સસરા : દીકરી જમાઈ.. પિયર માં  સારા ન લાગે સાસરા મા જ સારા લાગે.

સંજય : મારૂ. કેહવા નું એજ છે વડીલ દીકરી સાસરે જ સારી લાગે. તમારી દીકરી છે. તો તે મારી પત્ની પણ છે. જેટલી ફરજ તમારી દીકરી ને મારે સુખી રાખવાની છે. તેટલી જ ફરજ મારી મારા માઁ બાપ પ્રત્યે પણ છે  એ કેમ તમે ભૂલી જાવ છો ?
તમારી દીકરી ને જયારે મોકલવી હોય ત્યારે દિવસ રાત અમારા ઘર ના બારણાં ખુલ્લા છે. બાકી એક સલાહ તમને આપું  તમે દીકરી ના ઘર મા માથું ના મારો એ આપણા એક બીજા ના હિત માં છે.

સંજય છેલ્લે સત્ય અને કડવું બોલે છે તમારી દીકરી ને એકલું એટલે રહેવું છે મોડું ઉઠવું છે, પાર્ટી ઓ કરવી છે. અને સહેલીઓ સાથે રખડવું છે નાસ્તા ઓ કરવા છે. તમને તો તેની ખબર જ હસે. તમારી વહુ હસે તેની પણ આ પ્રકારની પસંદગી હસે. બાકી તમારી મરજી મોકલવી હોય તો ભલે ને ન મોકલવી હોય તો ભલે હું મારા મા બાપ થી જુદો નહીં થાવ. 

સવાર થયું એટલે સસરા કલ્પના ને મુકવા સંજય ના ઘરે આવ્યા. સસરા સંજય ને તેના મા બાપની સેવા કરતો જોઈ જાય છે. ત્યારે સસરા ની આંખમાં આંસુ આવ્યા.
જમાઈ તમે એક દમ સાચું કહ્યું. જે રીતે મારી દીકરીએ કર્યું તેવી રીતે મારી વહુ એ પણ કર્યું. ખરેખર જો હું મારી દીકરી ને ન મોકલેત તો કદાચ મારી વહુ પણ ન આવેત. 
મને ભાન થયું તેમ જો દરેક દીકરી ને ભાન થાય તો કદાચ વૃદ્ધાશ્રમ કે જુદા ન થવું પડે.

જીત ગજ્જર