bhul - 3 books and stories free download online pdf in Gujarati

ભૂલ - 3

[ આગળના પાર્ટમાં નિલને મિત , રાજ ને તેનો મિત્ર અને નીરવ ને મોનીકા દેખાઈ. ]

" દીપ ચાલને સાયકલ પર રેશ કરીએ. " દીપને લાઈબ્રેરી માં પાછળ થી કોઈકે કાનમાં કહ્યું. દીપ ને અવાજ સાંભળેલો લાગ્યો. " પછી ક્યારેક. " દીપ વાંચવામાં મશગુલ હતો. " ના ચાલ ને . " ફરી એ જ આવજે કાન પાસે આવીને કહ્યું. દીપને થોડો ગુસ્સો આવ્યો. તેને નકારમાં માથું ધુણાવ્યું. પાછળથી ખભા પર હાથ રાખ્યો. દીપ ઉભો થઇ ગયો. પાછળ ફરીને જોયું. થોડુંક આશ્ચર્ય અને થોડો ભય મોઢા પર છવાઈ ગયો. " તું.. " દીપ બોલ્યો. " હા ચાલને પેલા ઢાળીયા પર જઈએ. " સામે ઉભેલ છોકરાએ કહ્યું.

ઢાળીયો સાંભળતા દીપને તે દિવસ યાદ આવી ગયો. દીપ અને તેનો મિત્ર રિધમ સાઇકલ લઈને જતા હતા. બન્ને એ એકબીજા સાથે રેશ લગાવી. એમાં ઢાળીયા પરથી નીચે ઉતરતા રિધમથી વળાંક ન વળતા તે સામેથી નીચે પડી ગયો. રિધમના માથા પર વાગતા રિધમનું ચેપટર પૂરું થઈ ગયું. દીપે કોઈને ના કહ્યું કે બન્ને એ રેશ લગાવી હતી. અચાનક રિધમનું તે શરીર તેની સામે ઉભું હતું. કપડાં મેલા હતા. માથા પર વાગેલું હતું. ઘાવ પરથી બે ત્રણ લોહીની નાની નદી ગાલ પરથી થઈ ગળા સુધી પહોંચતી હતી. કેટલીક એકબીજા સાથે મળીને મોટા પ્રવાહ બનાવતી હતી.

દીપ ગભરાઈ ને ચિલ્લાયો. " શી..ઇ...ઇ..ઇ.. " લાઈબ્રેરી માં બેઠેલા બધાએ ચૂપ રહેવાનો ઈશારો કર્યો. દીપ પરિસ્થિતિ સમજીને ત્યાંથી બેગ લીધા વગર ભાગ્યો. મોઢા પર પાણીની જાલક મારી. ફરી એકવાર મારી. અરીસા સામે જોઈ રહ્યો. અરીસામાં પાછળ ફરી એ જ ચહેરો દેખાયો. દીપે પાછળ ફરી ને જોયું. પણ ત્યાં કોઈ ન હતું. ફરી અરીસામાં જોયું. ત્યાં પણ કોઈ ન હતું. બે ત્રણ ફરી મોઢા પર જાલક મારી.
*

" હર્ષ મારે તારી સાથે આવવું છે. " હર્ષ ઘરની બહાર નીકળતા પાછળથી કોઈકે તેને બોલાવ્યો. હર્ષેના મગજના ઘોડા દોડવા લાગ્યા. તેને ધીમા પાડી પાછળ જોયું. " દીપાલી તું... " હર્ષ ઘભરાયેલા અવાજે બોલ્યો.

" મારે તારી સાથે આવવું છે. " દીપાલી બોલી. " ના તું અહીં જ રે'જે. હું જોવ છું કોઈ બીજુ બાકી નથી ને. " હર્ષ બોલ્યો. ભૂકંપના પુરા થયા પછી હર્ષ બધાને બહાર કાઢવામાં મદદ કરતો હતો. નાની વસ્તુ તે ઉપાડી પાસે મુકતો. બચવાયેલા ને યોગ્ય જગ્યાએ બેસાડતો અને પાણી પાતો. દીપાલી તેની સાથે ભણતી હતી. સ્કૂલમાંથી તેને દીપલીને બહાર કાઢી એક દીવાલ પાસે બેસાડી હતી. બીજો આંચકો આવતા દીવાલ દીપાલી પર પડી. દીપાલી ના શરીર પર ભાર આવતા તે કચડાઈ ગઈ.

" મારી સાથે ચાલ. " દીપલીનું ડરાવનું શરીર બોલ્યું. " શુ કામ ? " હર્ષ ધીમા અવાજે બોલ્યો. " મારે તારી મદદ ની જરૂર છે. " " પણ તું તો... " હર્ષ બેભાન થઈ ગયો અને પડી ગયો. ઘરના બારણાં સાથે હાથ ભટકાતા ઘરના સભ્યો બહાર આવ્યા. હર્ષને પડેલો જોઈ તેને અંદર લઈ ગયા.
*

" કુશ... " કુશ રમીને ઘરે જતો હતો ત્યારે પાછળ થી કોઈકે બોલાવ્યો. " હા.. " બોલતા કુશ પાછળ ફર્યો. " ત..ત..તું ? " કુશ ડરી ગયો. " હા ચાલ રમવા. " સામે ઉભેલો મન બોલ્યો.

" ચાલ રમવા. " કુશે મનને કહ્યું. " ના મારે નથી આવવું. " મન લખતો હતો. " ચાલને " કુશ મનનો હાથ પકડીને બહાર લઈ ગયો. હજુ તો રમવાનું ચાલુ જ કર્યું હતું ત્યાં મન પડી ગયો. તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. એમ્બ્યુલન્સ ને કોલ કરીને બોલાવી. હોસ્પિટલે પહોંચ્યા બાદ તેને ઓક્સિજન પર રાખ્યો પણ તે મૃત્યુ પામ્યો. ડોક્ટરે કહ્યું તેના શ્વાસ વાટે એલર્જી ના કણો શ્વાસનળીમાં ગયા. હિસ્ટામીન નીકળતા તેની શ્વાસનળી સંકોચાઈ ગઈ અને મૃત્યુ પામ્યો. કુશ ને થયું કે કદાચ તને રમવાની જીદ ના કરી હોત તો આવું કઈ ના થાત.

" ચાલ રમવું છે ને. આવ મારી સાથે. " મન બોલ્યો. " ક્યાં ? " " જ્યાં રમતા હતા ત્યાં. " વાક્ય પૂરું થાય એ પહેલાં કુશ ભાગ્યો. તેના શરીરના રુવાટા ઉંચા થઈ ગયા. માથા થી પગ સુધી એક લહેર છૂટી ગઈ. કુશ ઘરે પહોંચ્યો ત્યાં સુધી પાછળ ફરી ને જોયું નહિ. ઘરે પહોંચીને બેડ પર બેસી ગયો. " શું થયું બેટા ? " કુશ ના મમ્મીએ પૂછ્યું. " કઈ નઇ. " "પણ તું આટલો હાફે છે કેમ ? " " એ તો દોડીને આવ્યો એટલે બીજું કંઈ નહીં. " " સારું પેલા હાથ પગ ધોઈ લે. " " હા. "
*

કિશને પાછળ ફરી ને જોયું. કિશન રાત્રે પાણી પીવા ગોરા પાસે ઉભો હતો. કિશનને થયું કે પાછળથી કોઈક ગયું. પાછળ કોઈ ન હતું. તેને પાણી પીવા માટે ગ્લાસ ભરવા મુક્યો. અચાનક ફરી પાછળથી કોઈક ગયું. તેને કોઈક બાજુના રૂમમાં જતું હોય તેવું લાગ્યું. કિશન તેની પાછળ ગયો. અચાનક રૂમ નો દરવાજો બંધ થઈ ગયો. કિશન ગભરાઈ ગયો. તેને ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખુલ્યો નહિ. અચાનક લાઈટ ચાલુ બંધ થવા લાગી. કિશનનું ગળું સુકાઈ ગયું. થુંકે પણ ગળા નીચે ઉતરવાની ના પાડી દીધી. અચાનક એક સ્ત્રી તેની સામે ઉભી રહી ગઈ. તેનો ચહેરો વાળથી ઢંકાયેલો હતો. કાળા કલરના કપડાથી આખું શરીર લપેટાયેલું હતું. હાથ પગ પર ચામડી કાળી પડી ગઈ હતી. ધીમે ધીમે તે કિશન તરફ વધતી હતી. પ્રકાશના બનતા નવા નવા મિક્સચર તેને વધારે ડરામણા બનાવતા હતા. કિશન આ જોઈ ભગવાનનું નામ લેવા લાગ્યો.

પ્રતિભાવ આપશો.