bhul - 5 books and stories free download online pdf in Gujarati

ભૂલ - 5

[ આગળના પાર્ટમાં હર્ષ અને કુશ ને નિલ પર શંકા થાય છે. બન્ને એને પૂછવાની વાત કરે છે. ]

" કોણ છે ? " દીપ બોલ્યો. બાથરૂમ માંથી આવાજ આવતા દીપ બોલ્યો. દીપ ઘરમાં એકલો હતો. ફરી ઠક.. ઠક.. આવજ આવ્યો. દીપ થોડો ગભરાઈ ગયો. તે ધીમા પગલે બાથરૂમ તરફ ગયો. અંદરથી આવતા પ્રકાશ અને બનતા પડછાયા પરથી લાગતું હતું કે અંદર કોઈક ચાલે છે. દીપના માથા પર પરસેવો વળી ગયો. તેને ધીમેથી દરવાજા પર હાથ મુક્યો અને ખેંચ્યો. સામે એક કબૂતર કાચપર ચાંચ મારતું હતું. દીપે બારી ખોલી તેને બહાર ઉડાડી દીધું. દીપને મનમાં શાંતિ થઈ. તે થોડીવાર બહાર જોતો રહ્યો. અચાનક દીપના મનમાં વિચારોનું ઘોડાપુર આવ્યો. તે ગભરાઈ ગયો. " આ કબૂતર અંદર કેવી રીતે આવ્યું ? " આ પ્રશ્ન દીપના મનમાં વારંવાર ગુંજવા લાગ્યો. ત્યાં અચાનક દરવાજો જોરથી બંધ થઈ ગયો. દીપ આંખો બંધ કરીને ત્યાં જ ઉભો રહ્યો. પાછળ ફરવા જેટલી હિંમત જ ન હતી. પાછળથી કોઈએ તેના ખભા પર હાથ રાખ્યો. દીપનું શરીર કંપારી મારવા લાગ્યું. " દીપ..." કાન પાસે આવીને કોઈક બોલ્યો. " દીપ કઈના બોલ્યો. " કઈક તો બોલ. " ફરી એવો જ અવાજ આવ્યો. દીપમાં હજુ બોલવાની તાકાત ભેગી થઈ ન હતી. " મારે મદદ ની જરૂર છે. " દીપે આ સાંભળી આંખો ખોલી. પાછળ ફરીને જોયું તો એક સ્ત્રી તેની વિરુદ્ધ બાજુ મોઢું કરીને ઉભી હતી. દીપને તેને બોલાવાની ઈચ્છા તો ન હતી પણ બીજો કોઈ રસ્તો પણ ન હતો. " શ...શ..શું ? " દીપ બોલ્યો. દીપ તને અડવા માટે હાથ લાંબો કરે છે. અચાનક તે ગાયબ થઈ જાય છે. તેના ગાયબ થવાથી દીપ ડરીને ત્યાંથી ભાગી જાય છે. બહાર જઈને બેડ પર બેસી જાય છે.
*

" મને ના મારો. " રાજ ચિલ્લાયો. રાજના હાથ પગ બાંધી દીધા હતા. તે નિસ્તેજ અને નિઃસહાય હતો. આંખો અશ્રુથી ભરેલી હતી. હાથ છોડવા કરેલા પ્રયત્ન ના લીધે ત્યાં ચામડી થોડી છોલાઈ ગઈ હતી અને ક્યાંક લોહી પણ દેખાયું હતું. વધુ કઈ ન કરી શકવાથી તે રડતો હતો. " મને અહીં શા માટે લાવ્યા છો ? " રાજ બોલ્યો. " તારા પ્રાણ હરવા. " હવામાં થોડો વધુ ડર ફેલાઈ ગયો. " પણ શું કામ ? " રાજ બોલ્યો. " મારે બદલો લેવો છે. " અવાજ નજીક થી આવતો હોય તેવું લાગ્યું. " સેનો બદલો ? મેં કઈ નથી કર્યું. " રાજ બોલ્યો. " યાદ છું હું.. " અચાનક એક ઓછાયો તેની તરફ આવ્યો. રાજ તેને જોઈને ચોકી ગયો. તેના હાથમાં ચાકુ હતું. " નઇ... નઇ... " રાજ બોલવા લાગ્યો. ચાકુ તેને રાજના માથામાં વચ્ચે જોરથી મારી દીધું. " નઇ.... નઇ.... " બોલતો રાજ ઉઠી ગયો. " શું થયું બેટા ? " રાજના મમ્મી તેનો અવાજ સાંભળતા ત્યાં આવી ગયા. રાજ તેના મમ્મીને ભેટી પડ્યો અને રડવા લાગ્યો. " કઈ નઇ. ખરાબ સપનું હતું ચિંતા કરમાં. " મમ્મીનો હાથ ફરતા રાજ શાંત થઈ ગયો. " ચાલ હવે ઉઠી ગયો છો તો તૈયાર થઈ જા. " " હા." રાજ એમ બોલી બ્રશ કરવા ચાલ્યો ગયો.
*

" ભાઈ, તમે મારી જોડી મજાક કર્યો? " હર્ષ બોલ્યો. " ના. અને મને તમે કહીને ના બોલાવ કેટલીવાર કેવાનું." નિલ બોલ્યો. " મોટાનો આદર કરવો જોઈએ. " હર્ષ બોલ્યો. " હા ખબર છે મને. તું મજાક વિશે શું કે'તો તો ? " નિલ બોલ્યો. " તમે કર્યો છે તોય મને પુછોછો !" હર્ષ થોડો મુસ્કુરાઈને બોલ્યો. " એ મેં કશું નથી કર્યું. તું નકામો મને હેરાન કરે છે. " નિલ બોલ્યો. " સાઉન્ડ ઇફેક્ટ અને કપડાં બધું જબરું હતું. માસ્ક તો સાચા જેવું...." હર્ષ બોલ્યો. " ..એક એક એક એક એક મિનિટ. શું થયું એ મને પૂરું કે તો. " નિલ હર્ષને પાસેના ઝાડ પાસે લઈ ગયો. " બોલ હવે. " થોડા ગંભીર અવાજે બોલ્યો. હર્ષ પણ મજાક માંથી થોડો ગંભીર થઈ ગયો. " મને દીપાલી દેખાઈ હતી. " " શું. ? ઓલી જે ભૂકંપમાં દીવાલ નીચે આવી ગઈ એ!!" " હા મેં તમને કીધું એ જ. અને કુશ ને મન દેખાયો. " હર્ષ બોલ્યો. " કોણ ? " નિલ આશ્ચર્ય સાથે બોલ્યો. " મન એ કુશ નો મિત્ર હતો. કુશ તેને ધરાર થી રમવા લઈ ગયો. અને તેને કઈક એલર્જી હતી. જેના લીધે તેની શ્વાસનળી બંધ થઈ ગઈ. " હર્ષ ધીમા અવાજે બોલ્યો. " બીજા કોઈને આવું થયું હોય એવી તને ખબર છે ? " નિલે પૂછ્યું. " ના મને અમારા બેની જ ખબર છે. કેમ બીજા કોઈ સાથે પણ આવું થયું છે ? " હર્ષ બોલ્યો.

" બીજા કોઈ નઇ પણ મારી સાથે જ થયું છે. " નિલ બોલ્યો. "શું ? " હર્ષના ચહેરાના હાવ ભાવ ઉડી ગયા. " હા. હું એક વખત ક્યાંક જતો હતો. ત્યાં રસ્તા માં કોઈ પડેલું હતું. હું મદદ કરવા નીચે ઉતર્યો. મેં એમ્બ્યુલન્સ ને કોલ કર્યો પણ એના પેલા તે મરી ગયો. એ મને દેખાયો હતો. " નિલ બોલ્યો. " તમને પણ .... " હર્ષ ચોકી ઉઠ્યો. " હા. કોક આપણી બધા સાથે ગેમ રમે છે. હજુ આપના જેવું કોક હશે. " નિલ બોલ્યો. " પણ આપણી સાથે થયેલી ઘટનાની એને કેમ ખબર ? " હર્ષ બોલ્યો. " મતલબ કોક અંદર નો માણસ હોવો જોઈએ અથવા કોક આપણા પર ઘણા સમયથી નજર રાખતું હશે. " નિલ બોલ્યો. " પણ આપણે તપાસ કેવી રીતે કરશું કે આપણા જેવું બીજા કોઈ સાથે થયું છે કે નઇ ? " હર્ષ બોલ્યો.


પ્રતિભાવ આપશો.