Truth Behind Love - 37 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 37

ટ્રુથ બિહાઇન્ડ લવ
પ્રકરણ-37
સ્તુતિ સવારે ચિંતા સાથે ઊંધી ગયેલી ચિંતા સાથે જ ઉઠી.. સ્તવનનો ફોન જ ના આવ્યો અને કરે છે તો લાગતો જ નથી ખબર નહીં કેમ ? શ્રૃતિની કાલની વાતો સાંભળીને થોડી હૈયા ધારણ થઇ કે એ સાવધ છે. ચિંતાનું કારણ નથી પણ જે રીતે અનારે કહ્યું છે એ પ્રમાણે એ કોઇ રીસ્ક શ્રૃતિ પાસે લેવા દેવા તૈયાર જ નહોતી એણે ઉઠીને જોયું શ્રૃતિ હજી ઊંઘે છે એણે એનો ફોન લઇને ચેક કરી કોઇ નવો મેસેજ નથી ને અત્યારે એણે બધી જ રીતે ફોન ચેક કર્યો એનાં વોટસઅપ કે બીજી એપ બધુ જ ચેક કર્યું. એક જ હતું કંઇ એવું નહોતું કે ચિંતા થાય.
એણે પોતાનો ફોન લીધો એમાં મેસેજ જોઇ લીંધા પેલો મેસેજ છે ? એણે ડીલીટ કરેલાં શ્રૃતિનાં ફોનમાં પોતાનામાં ફોરવર્ડ કરેલાં અને એ મેસેજ ચેક કરી લીધો છે અંદરથી ડીટેઇલ્સ ચેક કરી.
પોતાનાં ફોનમાંથી ફરીથી એ મેસેજ શ્રૃતિનાં ફોનમાં ફોરવર્ડ કર્યો. પોતાનાં ફોનનાં વોટસઅપમાં એનાં અને સ્તવનની ચેટ ડીલીટ કરી.. સૂતેલી શ્રૃતિનો ફોન લીધો એમાં પેલો મેસેજ ફરીથી આવી ગયો જોઇ લીધો. ગઇ કાલે શ્રૃતિ ના જુએ એટલે ડીલીટ કરી પોતાનાં ફોનમાં લઇ લીધેલ આજે પોતાનાં ફોનમાંથી શ્રૃતિનાં ફોનમાં ફોરવર્ડ કર્યો. બંન્ને ફોન અદ્દલ સરખા જ હતાં પોતે જેમ જોડીયાં હતાં એમ જ.. અને સ્તુતિએ પ્લાન મુજબ એનો ફોન શ્રૃતિ પાસે મૂક્યો અને શ્રૃતિનો ફોન પોતાની પાસે રાખ્યો.
સ્તુતિ બાથ લઇને તૈયાર થઇ ત્યાં સુધી શ્રૃતિ ઉઠી જ નહોતી ખબર નહીં શેનો થાક ઉતારતી હતી.. સ્તુતિને એટલો સમય મળી ગયો અને એણે શ્રૃતિનાં વોર્ડરોબમાંથી એનો સરસ ડ્રેસ લીધો પહેર્યો અને બધુ શ્રૃતિ જેવું જ પહેરી તૈયાર થઇને નીકળી. માં પાપાને કહ્યું "હું આવુ છું થોડું સ્તવને કામ સોંપ્યુ છે પતાવીને ચિંતા ના કરશો મોડું થાય તો પણ.. પાલિકા જવામાં માં પણ ઉતાવળમાં હતાં એમણે કહ્યું ? ઓકે પણ શ્રૃતિનો ડ્રેસ પહેર્યો ? સ્તુતિએ કહ્યું "હા માં ચેન્જ.. એમ હસતી હસતી નીકળી ગઇ માં એ પ્રણવભાઇને કહ્યું "તમે શ્રૃતિ ઉઠે પછી નીકળજો એમ કહી એ પણ નીકળી ગયાં.
………………….
સ્તવનની અકળામણ વધી ગઇ હતી એનાં ફોનમાં ખબર નહીં શું ખરાબી થઇ કે ના મેસેજ આવે ના જા.ય.. ના ફોન આવે ના જાય .. એ અકળાયો એણે વિચાર્યુ પહેલાંજ એ મોબાઇલ બતાવી આવે….. નથી સ્તુતિ સાથે વાત થતી ના ચેટ.. એણે ન્હાઇ ધોઇને તૈયાર થઇ ચા નાસ્તો કર્યો અને તરતજ સીટીમાં જવા નીકળી ગયો અને મોબાઇલ સર્વિસ સ્ટેશન પર પહોચ્યો ત્યાં વેઇટીંગ હતું ટોકન લીધો થોડીવાર રાહ જોયાં પછી એનાં નંબર આવી ગયો. એણે ફોન બતાવ્યો પેલાં મીકેનીક ફોન ચેક કરતાં પૂછ્યું "ફોન પછડાયો હતો કે પડી ગયેલો ?
સ્તવને કહ્યું "કંઇ ખબર નથી પણ કદાચ એવું કંઇ થયું નથી ફોન તો કાયમ જ સામે હોય છે પેલાએ એવુ કવર કાઢીને ફોન ઓપન કરીને વાયર અને મોનીટર પર ચેક કરીને કહ્યું કે સરકીટ જ આખી બંધ થઇ ગઇ છે અને ડેમેજ થઇ છે તમે મૂકીને જાવ મારે જોવું પડશે અને આખો પાર્ટ નવો જ નાંખવો પડશે.
સ્તવનની ધીરજ ઘૂટી એણે કહ્યું મૂકીને જવો પડશે ? કેટલી વાર થશે ? કલાકમાં તો થઇ જશે ને ? હું વેઇટ કરતો બેઠો છું ડોન્ટવરી... પેલાએ કહ્યું મારી પાસે આગળ પણ ઘણી કંપલેઇનનાં ફોન પડ્યાં છે એણ રાહ ના જુઓ સાંજે જ તાપસ કરજો..
સ્તવન માંથુ ખંજવાળવા માંડ્યો બોલ્યો તમારી પાસે કોઇ ડમી ફોન છે ટેમ્પરરી ત્યાં સુધી હું એનાથી કામ ચલાવી લઊં.. મારું કામ એવું છે કે મારે સતત ફોનની જરૂર પડે.. કેન યુ.. પેલાએ કહ્યું "સર આવા અમારી પાસે દિવસ 100-200 ફોન આવે બધાને ડમી ફોન આપીએ તો ઉઠી જ જઇએ સોરી અહીં એવી કોઇ વ્યવસ્થા નથી પણ સાંજ સુધીમાં કરી આપીશ લો આ તમારું સીમ.. તમારે કોઇ એરેજમેન્ટ કરવી હોય કરી શકો એમ કહીને એણે સ્લીપ બતાવીને સ્તવનનાં હાથમાં પકડાવી..
સ્તવન નિરાશ થઇને બહાર નીકળ્યો.. એણે પાછા ફરીને કહ્યું સોરી પણ મારે અંદરનાં ડેટા લેવાનાં છે એનું શું કરીશું ? પેલાએ કહ્યું તમારી પાસે USB હોય તો આપો હું એમાં ટ્રાન્સફર કરીને આપી દઉં.. સ્તવને અકળાઇને કહ્યું ના નથી પણ તમારી પાસે તો એ વ્યવસ્થા તો હોય જને પેલા એ સ્તવનની અગવડ અને અકળામણ સમજી ને કહ્યું ઠીક છે હું અમારાં USB માં કરુ છું જેટલા લેવાશે એટલા લઇશ તમે સાંજે આવજો. પણ તમારે તમારાં ફોનની કાળજી રાખવી જોઇએ અને તમારે તમારાં ડેટા સાચવવા હોય તો મારી USB લાવવી જોઇએ અથવા હાર્ડડીસ્ક અમારી પાસે હાર્ડડીસ્ક છે એમાં નાંખીશું જોઇએ ઠીક છે સાંજે આવજો.
સ્તવન પોતાનાં ઉપર પણ અકળાયો. અને રૂમ પર બધું પડેલું મારે યાદ કરીને લાવવું જોઇતું હતું મારો જ વાંક છે એકતો કોલેજ અને રૂમ એટલો દૂર છે કે ઠીક છે સાંજે વાત હવે શું કરું ? રૂમ પર જઊં કે સીટીમાં જ ટાઇમ પાસ કરું ? ચાલને આજે સમય મળ્યો છે.. બીયર પીવા જઊ પછી બહાર જ જમી લઈશ એમ કરતાં બપોર થઇ જશે થોડી વોક લઇશ અને ફોન લઇને જ જઇશ.
સ્તવનને વિચાર આવ્યો કે બીજો સાવ સાદો નવો ફોન લઇ લઊ સ્માર્ટ ફોન નહીં લઊં વાત તો થાય.. સ્તુતિ રાહ જોતી હશે... પણ ફોન લઇને શું કરું.. કોઇ ફોન નંબર પણ નથી મારી પાસે પણ સીમમાં સેવ કરેલાં તો હશે ને અને સ્તુતિને ફોન થઈ શકેને ? એમ વિચાર કરતાં કરતાં આગળ વિચારી રહેલ એ થોડીવારમાં જ જાણે માનસિક થાકી ગયેલો ત્યાં એણે બીયર બાર જોયો અને બધાં વિચાર બાજુમાં મૂકીને અંદર ગયો અને બાર ટેબલ પાસે જ બેસી ગયો અને ડ્રોટ બીયરનો આખો જગ જ ઓર્ડર કર્યો અને બાર ટેન્ડરે આપ્યો સાથે સ્નેક્સ પણ આપી.
સ્તવને પહેલી જ સીપ લીધી અને જાણે ફ્રેશ થઇ ગયો. આહા.. મજા આવી ગઇ અને એણે બીયર પીવાનો ચાલુ કર્યો. પાછો સ્તુતિનો વિચાર આવ્યો અને મનોમન બબડયો હમણાં સાંજે ફોન મળી જ જશે હમણાં રીલેક્ષ થવા દે.. આમ પણ સ્તુતિ અત્યારે તો ઓફીસ જવા નીકળી ગઇ હશે. શનિવાર છે છેલ્લો દિવસ કામનો આજે રાત્રે મોડીરાત સુધી વાતો કરીશું.. મનાવી લઇશ.
આમ સ્તવન ટીવી પર મ્યુઝીક શો એનાં જોતાં બીયરની મજા માણી રહ્યો.. એને મજા આવી રહી હતી અને ટીવીમાં આવતાં માદક ડાન્સની મજા લઇ રહ્યો હતો આમને આમ એનાં બે કલાક નીકળી ગયાં અને પછી બીલ ચૂકવીને જો લંચ લેવાં ગયો... મન પર બીયરે બરોબર કાબૂ કરે છે એનાંથી કંઇક વધારે જ પીવાઇ ગયુ હતું એણે પંજાબી લન્ચ લીધું અને પછી તો એની આંખો સાવ જ જાણે ઘેરાવા લાગી એને થયું મને તો ખૂબ ઘેન અને નશો ચઢ્યો છે આમ મારાથી ક્યાંય જવાશે નહીં રૂમ પર જ જવું પડશે એમ વિચારીને એણે ઉબર બોલાવીને બેસી ગયો અને રૂમ પર પહોચ્યો ઉબરનાં પૈસા ચૂકવીને એ રૂમ પર આવી લોક ખોલીને દરવાજો ખોલીને દરવાજો બંધ કર્યોં ના કર્યો અને સીધો બેડ પર લંબાવી દીધું.
**************
સ્તવનની આંખ ખૂલી ત્યારે એણે જોયું કે ઓહ આતો સાંજના 7.00 વાગી ગયાં સફાળો ઉઠ્યો મો ધોઇને ફ્રેશ થઇને કપડાં બદલી રૂમ લોક કરી ફટાફટ ટેક્ષી બોલાવે સીટીમાં પહોંચ્યો એણે પહોચીને જોયું સર્વિસ સ્ટેશનતો બંધ થઇ ગયું હતું સવારે 9.30 થી 6.30 નું બોર્ડ લગાવેલું હતું એને પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો.. અરે આમ ઐયાશી કરવામાં મેં બધુજ ગુમાવ્યું કાલે સનડે.. હવે છેક સોમવારે ફોન સવારે મળશે.. એણે ગુસ્સામાં પગ પછાડ્યાં અને પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો હવે શું કરું ? હાર્યો જુગારી બમણું રમે એમ જ એણએ ફરી બીયર બારની વાટ પકડી અને પાછો બીયર પીવા બેઠો.. એને સ્વયં ખબર નહોતી કે એની નિટકાળજી અને નશામાં એનાં જીવનમાં કેવી મોટી ઉથલ પાથલ થશે ? માત્ર 800 રૂ. નો સાદો મોબાઇલ લઇ લીધો હોત તો ? પણ કોણ જાણે કાલે સવારે શું થવાનું ? આજે કહેવત યાદ આવી ગઇ ન જાણ્યુ જાનકી નાથ કાલે સવારે શું થવાનું છે?
**********
સ્તુતિએ ફોન કરેલા પ્લાન પ્રમાણે શ્રૃતિનો ડ્રેસ પહેરી એનો જ મોબાઇલ લઇને પોતાનાં મીશન પુરુ કરવા ઘરેથી નીકળી..
વધુ આવતા અંકે... પ્રકરણ-38