25 forgetful dating incidents books and stories free download online pdf in Gujarati

૨૫ તકલીફભર્યા ડેટિંગ અનુભવો જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ

યુવાન અને યુવતી એકબીજાને ગમવા લાગે ત્યારે તેઓ ડેટ પર જતા હોય છે. ટેક્નોલોજીના આજના જમાનામાં ડેટિંગ ફિક્સ કરવું પણ ઓનલાઈન થઇ ગયું છે. આ રીતે જ્યારે ડેટ નક્કી થતી હોય છે ત્યારે યુવાન કે યુવતી એકબીજાને હજી રૂબરૂમાં મળ્યા નથી હોતા આથી ઘણીવાર એવા કિસ્સાઓ આપણી સામે આવે છે જેમાં ઓનલાઈન ડેટિંગ નક્કી કરીને મળેલા યુવક કે યુવતીને ખૂબ ભોગવવાનું આવે છે.

આ તકલીફભર્યા અનુભવોમાં ઘણીવાર તો કોઈ યુવક કે યુવતીનો જીવ પણ ગયો છે. વિશ્વભરમાંથી આવા તકલીફભર્યા ૨૫ ડેટિંગ અનુભવો આજે તમારી સમક્ષ અમે લાવી રહ્યા છીએ જે વાંચીને તમારે તેમાંથી શીખ લેવી જરૂરી છે જેથી તમે કોઇપણ પ્રકારની તકલીફથી દૂર રહી શકો.

૨૫ – કેરોલનું અપમાન

કેરોલ અને માર્ટિન ઓનલાઈન ડેટિંગ એપ પર મળ્યા હતા. કેરોલને કાયમ એવું લાગતું હતું કે માર્ટિનને ભગવાને માત્ર તેના માટે જ બનાવ્યો છે અને તે જ તેના માટે યોગ્ય જીવનસાથી છે. પરંતુ કેરોલનો આ ભ્રમ ત્યારે તૂટી ગયો જ્યારે માર્ટિને તેને રૂબરૂમાં મળવા બોલાવી. જ્યારે આ બંને મળ્યા ત્યારે માર્ટિને કેરોલની અભદ્ર છેડછાડ કરી જેનાથી કેરોલ એટલીતો ગુસ્સે થઇ ગઈ કે તેણે પોતાની પાસે રાખેલી છરી માર્ટિનની છાતીમાં બે વખત મારી અને તેને ૧૩ વર્ષની જેલની સજા થઇ ગઈ.

૨૪ – મોટેલમાં વિશ્વાસઘાત

ભારતીય મૂળના અને અમેરિકામાં રહેતા વેંકટ કટ્ટામાંચી જેસિકાને ઓનલાઈન મળ્યો. થોડા સમય બાદ તેણે અને જેસિકાએ એક મોટેલમાં મળવાનું નક્કી કર્યું. આ બંને જ્યારે મોટેલના રૂમની અંદર પહોંચ્યા કે જેસિકાના બે પુરુષ સાથીઓ વેંકટની રાહ જોઇને પહેલેથી જ ત્યાં બેઠા હતા. જેવા વેંકટ અને જેસિકા રૂમમાં પહોંચ્યા કે ત્રણેય જણાએ વેંકટને માત્ર લુંટી જ ન લીધો પરંતુ તેનું ખૂન પણ કરી દીધું.

૨૩ – વૃદ્ધા અને યુવકનો પ્રેમ!

જેટ્ટે જેકબ્સ ૬૪ વર્ષીય વૃદ્ધા હતી જે સાઉથ આફ્રિકામાં રહેતી હતી. જેકબ્સ વર્ષોથી એકલી હતી અને તેને જેસ્સી ઓરો ઓમોખો નામનો ૨૮ વર્ષનો યુવાન ઓનલાઈન મળ્યો. બંને વચ્ચે ઓનલાઈન ઘણી વાતો થતી અને રોમાન્સ પણ થતો. જેકબ્સને એવું લાગવા લાગ્યું કે ઓમોખો ભલે મોડો મળ્યો પરંતુ યોગ્ય જીવનસાથી તરીકે મળ્યો છે.

થોડા સમય બાદ જેકબ્સ ઓમોખોને મોંઘી મોંઘી ભેટ મોકલવા માંડી. એક વખત જેકબ્સ અને ઓમોખોએ રૂબરૂ મળવાનું નક્કી કર્યું. ઓમોખોએ જેકબ્સને પોતાના ઘરે બોલાવી અને તેની પાસે રહેલા બધાજ નાણા અને ઘરેણાં લૂંટી લઈને તેની હત્યા કરી દીધી અને ઘટના સ્થળેથી ભાગી ગયો. પોલીસ તપાસમાં ખબર પડી કે જેકબ્સ ઓમોખોને મળવા જ્યાં ગઈ હતી તે ભાડાનો રૂમ હતો અને ઓમોખો એ તેના હત્યારાનું ખોટું નામ હતું જે તેણે ઓનલાઈન ફેક આઈડી બનાવવા માટે ઉપયોગમાં લીધું હતું.

૨૨ – ડાયાબીટીસથી આવું મૃત્યુ થાય?

મોરોક્કોમાં રહેતી ડાયાબીટીસની રોગી એક મહિલા એક પુરુષને ફેસબુક પર મળી. બંને વચ્ચે પ્રેમ થયો અને પેલા પુરુષે આ મહિલાને પોતાને ઘરે ડિનર માટે બોલાવી. ડિનર અગાઉ મહિલાને ડાયાબીટીસનો એટેક આવ્યો. પેલો પુરુષ આ જોઇને એવો તો ગભરાઈ ગયો કે તેણે એમ્બ્યુલન્સ બોલાવવાને બદલે પોતાના ઘરની પાછળ ખાડો ખોદીને પેલી મહિલાને એમાં દાટી દીધી. મહિલાનું ત્યારબાદ શ્વાસ રૂંધાઇ જવાથી મૃત્યુ થયું.

૨૧ – રીજેક્શનનો અસ્વીકાર

શેરોન સીમેન્સ અને જેસન જ્હોન ડીન્સ્લે ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા મળ્યા અને ડેટ પર જવાનું નક્કી પણ કર્યું. પરંતુ પહેલી જ ડેટમાં શેરોનને ખબર પડી કે જેસન જ્હોન પર ૧૦૦થી પણ વધુ ગુનાઓ નોધાયા છે જેમાં છરીની ધાર પર બળાત્કાર કરવાનો આરોપ પણ સામેલ છે. આથી બીજી ડેટ પર પોતાને ઘરે આવેલા જેસન જ્હોનને શેરોને ત્યાંથી જતા રહેવાનું અને ફરીથી ન મળવાનું કહ્યું. સ્વભાવ પ્રમાણે જેસન જ્હોન આ સાંભળીને ગુસ્સે થઇ ગયો અને નજીક પડેલા ક્રિકેટ બેટથી શેરોનનું માથું ભાંગી નાખ્યું. બદનસીબે આ સમગ્ર ઘટના પડદા પાછળ છુપાયેલા શેરોનના નાનકડા દીકરાએ જોઈ લીધી.

૨૦ – વિશ્વાસઘાતથી બચીને ભાગવું ભારે પડ્યું

૨૯ વર્ષનો માઈકલ સેન્ડી ગે હતો. તે એન્થોની ફોર્ચ્યુનેટો નામના એક અન્ય ગે યુવકને ઓનલાઈન મળ્યો. બંને એ થોડા દિવસની વાતચીત પછી મળવાનું નક્કી કર્યું. જ્યારે સેન્ડી નક્કી કરેલી જગ્યા પર પહોંચ્યો ત્યારે એન્થોનીએ તેને લુંટવા માટે ત્રણ બીજા વ્યક્તિઓને રોકી રાખ્યા હતા. થોડી હાથાપાઈ બાદ માઈકલ સેન્ડીને ભાગવાનો મોકો મળ્યો અને તે ભાગીને જેવો હાઈવે પર પહોંચ્યો કે એક કાર સાથે અથડાઈ પડ્યો અને તેનું મૃત્યુ થયું.

૧૯ – મુવી ડેટ કે પછી મુવી ડેથ?

૨૦૧૧ની ૨૪મી ડિસેમ્બરની સાંજે લાંબા સમય સુધી ઓનલાઈન રોમાન્સ કર્યા બાદ એશ્લે લેવીલ અને લવાર વોટ્સન ડેટ માટે સાથે ફિલ્મ જોવા ગઈ. બંનેએ સાથે જ ફિલ્મ જોઈ અને ફિલ્મ પૂરી થયા બાદ વોટ્સન જ્યારે એશ્લેને ઘેરે મુકવા તેની કારમાં બેઠો ત્યારે કારની પાછલી સીટ પર એશ્લેનો જૂનો પ્રેમી સ્ટીવન રૂપનારીન બેઠો હતો જેણે વોટ્સનના કપાળમાં બંદૂકની એક

૧૮ – પ્રેમ માટે જન્મટીપની સજા મળી

મારિયા એક્સપોટો નામની ઓસ્ટ્રેલીયન મહિલા મલેશિયામાં ડ્રગ્સ સાથે એરપોર્ટ પર પકડાઈ ગઈ. તેના બોયફ્રેન્ડે તેને ગુનો કબુલી લેવા માટે ભારે મહેનત બાદ સમજાવી દીધી. મલેશિયામાં ખરેખર તો ડ્રગ્સનું સ્મગલિંગ કરનારને મૃત્યુદંડની સજા થતી હોય છે. પરંતુ આશ્ચર્યજનક ઘટના એ બની કે જ્યારે મારિયાએ જજ સામે પોતાના ગુનાનો એકરાર કર્યો ત્યારે જજ માની ગયા અને તેને મૃત્યુદંડને બદલે જન્મટીપની સજા આપી.

૧૭ – સુખી અને પરણિત હત્યારો

ગ્રેહામ ડાયરને જોઇને કોઈને પણ ન લાગે કે તે હત્યારો છે. એકદમ સજ્જન જેવી છાપ ધરાવતો ગ્રેહામ ૨૦૦૭માં એલીન ઓ’હારાને મળ્યો અને એ પણ ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા. એલીન માનસિક હતાશાના રોગથી પીડાતી હતી. થોડો સમય ડેટિંગ કર્યા બાદ ગ્રેહામ અને એલીન વચ્ચે લાગણીના સંબંધો વધુ મજબૂત બન્યા. પરંતુ એક દિવસ અચાનક શું થયું કે ગ્રેહામે એલીનના પેટમાં છરીના ઊંડા ઘા કરી દીધા!

૧૬ – સિરિયલ માટે ખૂન

માર્ક ટ્વીનચેલ એક ઉભરતો ફિલ્મ ડિરેક્ટર હતો. માર્કને ટીવી સિરિયલ ડેક્સટર ખૂબ ગમતી હતી, એટલી ગમતી હતી કે તે આ સિરિયલ પાછળ પાગલ હતો. માર્કે એ સિરિયલની એક ઘટનાને સાચી બનાવવા ઓનલાઈન ડેટિંગ એપ પર છોકરીની પ્રોફાઈલ બનાવી અને જોની અલ્ટીગરને ફસાવ્યો. જોનીને ઘરે બોલાવીને માર્કે તેની હત્યા એ જ રીતે કરી જે રીતે ડેક્સટરના એક પાત્રએ અન્ય પાત્રની કરી હતી.

૧૫ – એ તો માત્ર અકસ્માત જ હતો

એશ્લે પેલગ્રામ જે ૨૮ વર્ષની હતી તે પોતાની માતાને એમ કહીને ગઈ કે તેને કીક નામની એપ પર એક વ્યક્તિ મળ્યો છે જેનું નામ એડવર્ડ બોનીલા છે અને પોતાનાથી સાત વર્ષ નાનો છે તેની સાથે ડેટ પર જાય છે. મોડી રાત્રી સુધી એશ્લેની કોઈ ખબર ન મળતા તેની માતાએ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ કરતા એશ્લેની કાર મળી આવી જેમાં તેના લોહીના ડાઘ પણ હતા.

પોલીસે એડવર્ડ બોનીલાની ધરપકડ કરી ત્યારે પહેલા એડવર્ડે જણાવ્યું કે તેણે અકસ્માતે જ એશ્લેનું માથું કાર સાથે અથડાવી દીધું હતું. પોલીસે વધુ દબાણ કરતા વળી એડવર્ડે એમ કહ્યું કે એશ્લે અત્યંત ગુસ્સે થઇ ગઈ અને અચાનક જ તે તેને ભેટી પડી અને મરી ગઈ. પોલીસ અને કોર્ટે એડવર્ડની આ વાર્તા માની નહીં અને તેને જન્મટીપની સજા કરી.

૧૪ – ડેટિંગની કોશિશ

નિકોલ વ્હાઈટે લાંબા સમયના એકાંતપણાને દૂર કરવા અંતે ડેટિંગની કોશિશો શરુ કરી. આ માટે તે કોઈ ઓનલાઈન ડેટિંગ સાઈટ પર ગઈ અને અહીં તેને જોનાથન હેરીસ પસંદ પડ્યો. જોનાથને નિકોલને એક બારમાં મળવા બોલાવી. બારમાં થોડો સમય વાતચીત કર્યા બાદ બંને જોનાથનને ઘરે ગયા. અહીં જોનાથને નિકોલને ખૂબ માર માર્યો અને તેની હત્યા કરી દીધી. નિકોલ બે બાળકોની સિંગલ મધર હતી.

૧૩ – ડેટ પર દારૂ પીવો ખતરનાક

૨૦૧૫માં માઈલ્સ ડોનલી અને ઉષા પટેલ એક ઓનલાઈન ડેટિંગ વેબસાઈટ પર મળ્યા. માઈલ્સ ઉષાને ઘરે ડેટ માટે આવ્યો. અહીં ઉષા અને માઈલ્સે ચિક્કાર દારુ પીધો. ઉષાએ બાદમાં પોતાના નાના પુત્રને સુવાડ્યો અને માઈલ્સ અને ઉષા સહશયન કરવા માટે તૈયારી કરતા જ હતા કે દારૂના નશામાં માઈલ્સ ડોનલી ભાન ભૂલ્યો અને તેણે ઉષાની હત્યા કરી દીધી. હાલમાં ડોનલી જેલમાં ૨૩ વર્ષની સજા કાપી રહ્યો છે.

૧૨ – પ્રેમ શોધતો પિતા

સિંગલ ફાધર નામે આડમ હિલેરીએ એકાંતનો અંત આણવા એક ઓનલાઈન ડેટિંગ વેબસાઈટનો સહારો લીધો. અહીં તેને હેઈલી બસ્ટોઝ નામની મહિલા મળી. બંને ડેટ માટે એક જાહેર સ્થળે મળ્યા. બંને એકબીજાને ગમવા પણ મંડ્યા. ત્યારબાદ હેઈલીએ આડમને પોતાને ઘેર ડેટ માટે બોલાવ્યો. અહીં હેઈલીએ પોતાનો અસલી રંગ બતાવ્યો. હેઈલીએ પહેલેથી જ અહીં ત્રણ પુરુષોને સંતાડી રાખ્યા હતા જેણે આડમને લુંટી લીધો, માર માર્યો અને છેવટે મારી નાખ્યો.

૧૧ – સાયકો સિરિયલ કિલર

ડેન્યુએલ ડ્રેટન સાયકો હતો તેને મહિલાઓ પર જાતિય બર્બરતા આચરીને તેમની હત્યા કરવામાં પાશવી આનંદ આવતો. પોતાની આ જરૂરિયાતને કારણે ડેન્યુએલ વિવિધ ડેટિંગ વેબસાઈટનો સહારો લેતો. એક વખત તેણે સામંથા સ્ટુઅર્ટની આ જ પ્રમાણે હત્યા કરી. ત્યારબાદ પોલીસે ડેન્યુએલને ટ્રેસ કરવાનું શરુ કર્યું અને છેવટે તેને એક હોટેલમાંથી પકડી પાડ્યો જ્યાં તેણે એક અન્ય મહિલાને જેને તે ડેટિંગ વેબસાઈટની મદદથી મળ્યો હતો તેને બંધક બનાવી રાખી હતી.

૧૦ – ન્યુઝીલેન્ડમાં બનેલી ઘટના

વેરીએના રાઈટને ટીંડર પર ગેબ્રિયલ ટોસ્સી મળ્યો. બંને એકબીજાને ગમ્યા અને આથી રાઈટ ટોસ્સીને ઘરે પહોંચી. અહીં વાતો કરતા કરતા બંને વચ્ચે મતભેદ થયો અને મતભેદ લડાઈમાં પરિણમ્યો. આ લડાઈ હિંસક બની અને ટોસ્સીએ વેરીએનાનું ગળું દબાવી દીધું. ગળું દબાવતા દબાવતા ટોસ્સી વેરીએનાને ગેલેરી સુધી ખેંચી ગયો અને અહીં વેરીએનાનું બેલેન્સ જતા તે નીચે પડી ગઈ અને તેનું મૃત્યુ થયું. પોલીસે ગેબ્રિયલ ટોસ્સીની ધરપકડ કરી પરંતુ કોર્ટે પુરાવાના અભાવમાં તેને નિર્દોષ છોડી મૂક્યો.

૯ – એક મહિના બાદ...

૧૫ નવેમ્બર ૨૦૦૭ના દિવસે સિડની લૂફ બહુ ખુશ હતી. તેને ટીંડર દ્વારા એક મેચ મળ્યો હતો જેનું નામ હતું બેઇલી બોસવેલ. આજે સિડની બેઇલી સાથે ડેટ પર જવાની હતી. સિડનીએ ફેસબુક પર પણ સેલ્ફી પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે “Ready for the date.” બીજે દિવસે સિડની લૂફ પોતાની નોકરીના સ્થળે મળી નહીં. ઓફિસે તેણે ફોન પણ ન કર્યો. બરોબર એક મહિના પછી પોલીસને સિડની લૂફની લાશ કોઈ ગ્રામીણ વિસ્તારની નજીક કપાયેલી હાલતમાં મળી. પોલીસે બેઇલી બોસવેલ અને તેના રૂમ પાર્ટનર ઉબરે ટ્રેઈલની કડક તપાસ કરી જેમાં આ બંનેએ કબૂલ કર્યું કે તેઓ બંને સિડની સાથે જાતીય સંબંધ બાંધવા માંગતા હતા પરંતુ સિડનીએ ઇનકાર કરતા તેમણે ગુસ્સે થઈને તેની હત્યા કરી દીધી.

૮ – ડેટ માટે હત્યાનો પ્રયાસ

અત્યારસુધી આપણે એવા કિસ્સાઓ જોયા જેમાં ડેટ કરતી વખતે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિનું ખૂન કરી નાખે છે. પરંતુ બ્રિટનમાં એક સાવ અલગ કિસ્સો જોવા મળ્યો. એમિલી સીલીયર્સ જે બ્રિટીશ આર્મીમાં સાર્જન્ટ હતો તેણે ટીંડર પર નક્કી થયેલી ડેટથી પ્રભાવિત થઈને પોતાની જ પત્નીની હત્યાની કોશિશ કરી હતી. પેરાશૂટ ડાઈવીંગની શોખીન એવી સીલીયર્સની પત્નીની પેરાશૂટમાં તેણે કાણા પાડી દીધા હતા, પરંતુ નસીબજોગે તેની પત્નીને થયેલો અકસ્માત જીવલેણ ન હતો અને તે બચી ગઈ હતી.

૭ – અગાઉના પતિએ હત્યા કરી

જોવી પીલાપીલે છૂટાછેડા લીધા હતા. થોડા સમય બાદ તેને ટીંડર પર ડેટ મેળવવાની કોશિશ કરવાની શરુ કરી. અહીં તેને કીથ કોલીન્સ નામનો વ્યક્તિ મળ્યો. આ બંને એક બાર્બેક્યુ રેસ્ટોરન્ટમાં મળ્યા જ્યાં જોવીના પતિ એલેકઝાન્ડર પીલાપીલે આ બંનેનો પીછો કર્યો. એલેકઝાન્ડરે રેસ્ટોરન્ટમાં જ કીથ કોલીન્સ પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે જોવી પર પણ હુમલો કર્યો પરંતુ નસીબજોગે જોવી બચી ગઈ અને એલેકઝાન્ડરને ત્રીસ વર્ષની સજા થઇ.

૬ – હત્યા નહીં પરંતુ હુમલો

એલેના જોન્સને પોતાની ટીંડર ડેટ પર હુમલો કરવાના આરોપસર સજા થઇ હતી. એલેના એક પુરુષને ટીંડર દ્વારા મળી હતી. આ બંને એલેનાના જ ઘર પર પહેલીવાર મળ્યા અને બંનેએ થોડા સમયની વાતો બાદ સહશયન માણ્યું. ત્યારબાદ એલીનાએ તેના ડેટનો મોબાઈલ ચેક કર્યો જેમાં તેણે તેની ગર્લફ્રેન્ડનો મેસેજ વાંચ્યો જેમાં તે તેને ક્યારે મળી શકે છે તેમ પૂછવામાં આવ્યું હતું. એલેના ગુસ્સે થઇ ગઈ અને તેણે પોતાના ડેટના ગળા પર ચાકુથી ઘા મારીને તેને ત્યાંથી જતા રહેવાનું કહ્યું.

ત્યારબાદ એલેના પોલીસ સ્ટેશને ગઈ અને તેણે આત્મસમર્પણ કરી દીધું. કોર્ટે એલેનાને ૧૮ મહિનાની સજા કરી તરતજ પેરોલ પણ આપી દીધી.

૫ – એક સાથે ત્રણ ત્રણ ડેટ

એક સાથે ત્રણ ત્રણ યુવતિઓ સાથે ડેટ કરવા મળે એ કોઇપણ યુવકનું સપનું હોઈ શકે. ઘાનાથી ઓસ્ટ્રેલીયા આવેલા એક વ્યક્તિએ એક સાથે ત્રણ યુવતિઓને ડેટ માટે બોલાવી હતી. આ ત્રણેય યુવતિઓ જ્યારે આ યુવકને મળી અને તેની યોજનાની તેમને જાણ થઇ કે તેમણે ત્રણેયે ગુસ્સે થઈને તેના પેટમાં છરીના ઘા મારી દીધા અને તેને મરવા છોડી દીધો. પરંતુ આ યુવકના નસીબ સારા કે તેણે બુમો પાડીને પડોશીઓને બોલાવ્યા અને પડોશીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો અને તેનો જીવ બચાવ્યો.

૪ – પીછા કરો

ઓસ્ટ્રેલીયામાં એન્જલ જે નામની યુવતી જે લેમ્બાર્ટ નામના વ્યક્તિને ઓનલાઈન ડેટિંગ સાઈટ પર મળી. બંને વચ્ચે પ્રેમ થયો. બંને રેગ્યુલર ડેટિંગ પર જવા લાગ્યા. બે અઠવાડિયા બાદ એન્જલ વેકેશન માટે પોતાના શહેરથી દૂર ગઈ અને જે તેને મીસ કરવા લાગ્યો અને ધીરેધીરે તે એન્જલ બાબતે પઝેસીવ પણ થવા લાગ્યો. એન્જલ કોઈ અન્ય પુરુષ સાથે વાત કરે તે પણ જે ને ગમતું ન હતું. આથી એન્જલે જે સાથે બ્રેકઅપ કરી દીધું.

ત્યારબાદ જે એન્જલનો સતત પીછો કરવા લાગ્યો અને હેરાન કરવા લાગ્યો. એક દિવસ તે એન્જલના ઘરમાં ઘુસી ગયો અને તેણે એન્જલને છરી મારી અને તેનું ગળું દબાવ્યું. મહામહેનતે એન્જલે પોલીસને ફોન કરીને બોલાવી અને પોલીસના આવ્યા બાદ જે ભાગવા જઈ રહ્યો હતો ત્યાંજ તે પોલીસની ગોળીથી માર્યો ગયો.

૩ – ખોવાઈ છે

૨૦૧૬ના ડિસેમ્બરમાં ઈમાન્યુએલ અને ફ્રાન્સીયાએ ડેટિંગ શરુ કર્યું. આ બંને ટીંડર દ્વારા મળ્યા હતા. મહિનાઓ સુધી આ બંને ડેટિંગ માટે જુદાજુદા સ્થળોએ મળ્યા હતા અને બંને વચ્ચે બધુંજ સારું ચાલી રહ્યું હતું. પરંતુ એક દિવસ ઇમાન્યુએલે ફ્રાન્સીયાને ડેટ માટે પોતાના ઘરે બોલાવી અને ત્યારબાદ ફ્રાન્સીયા ક્યાંય મળી નહીં. પોલીસે તપાસ કરતા ઇમાન્યુએલના ઘરમાંથી એક પ્લાસ્ટિકની મોટી બેગ મળી જેમાં હાડકાં હતા. પોલીસે ઇમાન્યુએલની કડક તપાસ કરતા જાણવા મળ્યું કે તેણે ફ્રાન્સીયા પાસે શારીરિક સંબંધ બાંધવાનો ફોર્સ કર્યો હતો જેનો તેણે ઇનકાર કર્યો આથી ગુસ્સે થઈને તેણે ફ્રાન્સીયાઈ હત્યા કરી. ત્યારબાદ તેણે ફ્રાન્સીયાના શરીરને હાઈડ્રોક્લોરિક એસીડ દ્વારા ગાળી નાખ્યું અને આ રીતે કોથળીમાં તેના હાડકાં સંતાડી દીધા.

૨ – નોટિફિકેશનથી મીસઅન્ડરસ્ટેન્ડિંગ

જોર્ડન મેથ્યુઝ અને શી શી લી ટીંડર દ્વારા ભેગા થયા હતા. આ બંને જ્યારે ડેટ પર પહેલીવાર મળ્યા ત્યારે શી શી લીના મોબાઈલ પર ટીંડરનું નોટિફિકેશન આવ્યું જેમાં કોઈ પુરુષનું નામ હતું. આ જોઇને જોર્ડન એટલો તો ગુસ્સે થયો કે તેણે છરી મારી મારીને શી શી લીની હત્યા કરી દીધી. પોલીસે જોર્ડનની ધરપકડ કરી ત્યારબાદ ખ્યાલ આવ્યો કે શી શી લી એવી કોઈ વ્યક્તિને જાણતી ન હતી જેનું નામ તેના મોબાઈલ પર પેલા નોટિફિકેશનમાં જોવા મળ્યું હતું!

૧ – ઓકે નોટ ક્યુપીડ

ડેવીન રિચર્ડ હાર્ટવિન અત્યંત હેન્ડસમ યુવક હતો. તે ઓકે ક્યુપીડ નામની ડેટિંગ એપનો ઉપયોગ કરીને યુવતિઓને તેમજ મહિલાઓને ડેટ પર બોલાવતો, તેમને ફસાવતો અને થોડા સમય બાદ તેમના પર બળાત્કાર કરીને તેમની હત્યા કરી દેતો. ડેવીન આ કાર્ય ત્યારેજ કરતો જ્યારે તે કોઈ મહિલા કે યુવતિને એકલો મળતો. પોલીસને અમુક હત્યા બાદ ડેવીન પર શંકા ગઈ અને તેને તરતજ પકડી લીધો. ૨૦૧૫માં ડેવીન રિચર્ડ હાર્ટવિનને કોર્ટે જન્મટીપની સજા કરી.