Shikar - 33 books and stories free download online pdf in Gujarati

શિકાર : પ્રકરણ 33

આશ્રમમાં ગામે ગામેથી લોકો આવવા શરૂ થયા. સાંજ સુધીમાં તો આશ્રમમાં એક ઇંચ જગ્યા ખાલી રહી નહિ. શોકાતુર ચહેરા લઈને બધા શ્રદ્ધાળુઓ ભક્તો આશ્રમમાં ઠેર ઠેર ઉભા બેઠા વાતો કરતા હતા.

અજય મહારાજ, ચંદ્રાદેવી, બીજા અનુયાયીઓ, ડોકટર મનોહર, સી.એ. હરીશ બધા જ લોકોએ આચાર્યના દેહને અગ્નિસંસ્કાર આપવા માટેની બધી જ તૈયારીઓ કરી લીધી પછી આચાર્યની સ્મશાનયાત્રા હજારો લોકોના ટોળા સાથે નીકળી ત્યારે અમદાવાદ ગાંધીનગર જ નહી છેક મુંબઈ સુધીના નેતાઓ આવી પહોંચ્યા. કરોડો રૂપિયાની ગાડીઓ લઈને ઘણા ભક્તો અને બિઝનેસમેનસ પણ આવ્યા. નજીકનું પરિવારનું કોઈ સગુ ગુજરી ગયું હોય એવા ચહેરા લઈને બધા યાત્રામાં જોડાયા.

આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા. આશ્રમ ઉપર કાળા ડિબાંગ વાદળો છવાયા. કોઈ આફતની એંધાણી આખુંય આકાશ દઈ રહ્યું હોય એમ ભાસતું હતું. ખુદ પ્રકૃતિ શિકાર કરવા નીકળી હોય એવું ભૂતળ વાતાવરણ સર્જાયું હતું!

*

આદિત્ય, રુદ્રસિંહ, મનું, પૃથ્વી, સમીર, સરફરાઝ, ટોમ, ટ્રીસ, દીપ, શીલા, લખુંભા, સુલેમાન, નિધિ, જુહી, સોનિયા બધા જ સુનમુન એજન્ટ એ’ના ફાર્મ હાઉસ ઉપર બેઠા હતા. બીજા એજન્ટો પણ આસપાસ ફરતા હતા. નિધિ અને જુહીને એક રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા. પૃથ્વીની ટ્રીટમેન્ટ થઇ ગઈ હતી.

"આપણી બધી જ મહેનત પાણીમાં ગઈ છે." સમીરે આખરે સન્નાટો તોડ્યો. અહીં પણ બહાર ભયાનક મેઘ ગર્જના અને વીજળીના કડાકા થતા હતા. વાદળો પડું પડું થઈ રહ્યા હતા.

"નહિ આપણે કોઈ રસ્તો તો નીકાળી લઈશું." જીન્સના પોકેટમાં હાથ ખોસીને સોનિયા ઉભી થઇ ગઇ, "કોઈને કોઈ રસ્તો તો હોવો જ જોઈએ."

"પણ આચાર્ય જ ગુજરી ગયો હવે શું રસ્તો થઈ શકે? ગુનેગાર જ નથી રહ્યો તો પછી હવે આપણે કોને પકડી શકીએ?" પૃથ્વીએ દુઃખતા હાથને ટેબલ ઉપર ટેકવીને ટેબલ ફરતે બેઠેલા બધા ઉપર એક નજર ફેરવી. તે ઉદાસ થઈ ગયો કારણ તેમાંથી કોઈ જાણતા ન હતા કે આ બધું રેકેટ આચાર્ય નહી પણ તેનો ચેલો અજય મહારાજ ચલાવે છે.

"રાઈટ, પૃથ્વી બરાબર કહે છે. વી ડોન્ટ હેવ એની પ્રુફ ટુ સિલ ધ આશ્રમ. નિધિ આશ્રમની કોઈ માહિતી લઈ નથી આવી. કદાચ દર્શન જાણતો હશે તો ય એ હવે આપણી વચ્ચે નથી." મનુએ પણ કહ્યું.

રુદ્રસિંહ સાંભળતા રહ્યા. ચશ્મા ઠીક કરીને સિગારેટ સળગાવી એ ધુમાડા કાઢતા રહ્યા. કશું જ બોલ્યા વગર આદિત્યને જોઈ રહ્યા. ટોમ, ટ્રીસ, દિપ, શીલા બધા સુનમુન હતા.

"આચાર્યને બ્લેક મેઈલ કરવા માટે મેં ટોમને પરબીડિયું લઈને મોકલ્યો હતો. એમાં મેં લખ્યું હતું કે આશ્રમમાં શુ ચાલે છે એ મને ખબર છે. એન્જી સોનિયા કઈ રીતે મર્યા એ હું જાણું છું, મરતા પહેલા એ લોકોએ આશ્રમમાં દાન કેમ કર્યું એ પણ હું જાણું છું, અનુપ જેવી તમારી પાસે કેટલી ટોળકી છે એ પણ હું જાણું છું, તમારા કેટલા બ્લોગ્સ ચાલે છે એ બધું જ રજે રજ હું જાણું છું."

"પણ આચાર્ય કઈ રિએક્શન આપે એ પહેલાં તો એ ગુજરી ગયો." દીપ અને ટોમ એક સાથે જ બોલી ઉઠ્યા.

"એ કઈ રીતે ગુજરી ગયો એ જ તો નથી સમજાતું ને. હમણાં છેલ્લા દિવસ સુધી તો અનુપ એની સાથે વાત કરતો હતો એની પાસેથી ઓર્ડસ લેતો હતો." સમીરે અસમંજસમાં માથું ધુણાવી દીધું.

"રાઈટ, સમીર બરાબર કહે છે. અનુપ બાપુ સાથે વાત કરતો જ રહ્યો છે કન્ટીન્યુ." હવે સરફરાઝને પણ સમીરે સમજાવ્યું હતું કે બાપુ એટલે બીજું કોઈ નહિ પણ આશ્રમના આચાર્ય.

ફરી એકવાર સન્નાટો વ્યાપી ગયો. બહાર થતી મેઘ ગર્જના અને વાદળોના ગડગડાટ સિવાય આખાય મિટિંગ હોલમાં પિન ડ્રોપ સાઈલન્સ તોળાઈ રહી!

"તે કોન્ટેકટ કરવા કશુંક કહ્યું હશે ને?" રુદ્રસિંહે ખાસ્સી બે ત્રણ મિનિટ પછી પૂછ્યું.

"હા કોન્ટેકટ નંબર પણ આપ્યો છે અને વીસ ટકા હિસ્સો પણ માંગ્યો છે." આદિત્યએ જવાબ આપ્યો.

"કદાચ એવું નહિ બન્યું હોય કે લેટર વાંચતા પહેલા જ આચાર્ય ગુજરી ગયો હોય કશુંક કારણ સર? એને કોઈ બીમારી હોય." સોનિયાએ એજન્ટ સામે આંખો માંડી, "ઇજન્ટ ઇટ પોસીબલ?"

"નો ઇટ્સ નોટ પોસીબલ." ટોમ વચ્ચે બોલ્યો, "હું હાથો હાથ લેટર તો આચાર્યને આપીને આવ્યો છું."

"તો પછી..." ટ્રીસ કશુંક કહેવા જતી હતી ત્યાં એકાએક આદિત્યએ એને રોકી.

"તું ગયો ત્યારે આચાર્ય બીમાર હોય એવું લાગ્યું તને? કશુંક તો તે નોંધ્યું હશે ને?"

"નો સર આચાર્યના મોઢા ઉપર તો તેજ હતું. ગાદી ઉપર અલમસ્ત બેઠા જોગી માફક હતા."

"એટલે બોસ તમે એ વિચારો છો જે હું વિચારું છું?" હવે સમીરને પણ થોડોક અણસાર આવવા લાગ્યો.

"યસ સમીર." જાણે એકબીજાના મનની વાત વાંચી શકતા હોય તેમ એજન્ટ બોલ્યા, "આચાર્યને એના કોઈ સાગરિતે જ મારી નાખ્યો હોય એવું શક્ય છે. કારણ જો આચાર્ય બીમાર હોત તો જરૂર છાપાઓમાં આવોત. અથવા છાપાઓમાં ભલે ન આપ્યું હોય આચાર્યે ના કહી હોય તો પણ કમસેકમ જે માણસ રાત્રે ગુજરી જવાનો હોય એને જોતા એ જ દિવસે સાંજે ટોમ જેવા જાસૂસને કઈ પણ અણસાર ન આવે બલકી એના ચહેરા ઉપર તેઝ દેખાય ઇટ ઇઝ નોટ પોસીબલ."

હવે બધાના મનમાં એક સવાલ ભમવા લાગ્યો. જો ખરેખર આચાર્યને કોઈએ મારી નાખ્યો હોય તો એ કોણ હોઈ શકે? એના અનુયાયીઓની હાજરીમાં એને કોણ મારી શકે?

પણ કોઈને વધારે વિચારવું પડે એ પહેલાં જ એજન્ટ એનો ફોન રણક્યો...

*

ત્રણેક કલાક પહેલાં...

સ્મશાનયાત્રા અગ્નિસંસ્કાર કરીને પરત ફરી એ સાથે જ નેતાઓ, બિઝનેસમેન અને ભક્તો ચાલ્યા ગયા. આશ્રમમાં માત્ર અનુયાયીઓ, દૂરથી એકાગ્રતા માટે કે પ્રવચન સાંભળવા આવેલા ભક્તો, ડિપ્રેશનથી રાહત મેળવવા આવેલા અમીરો અને આશ્રમના ગોવાળ અને એક ઓરત સિવાય ફરી આશ્રમ ખાલી થઈ ગયો.

અજય મહારાજ એના ખંડમાં બેઠો હતો. એ જ સમયે ચંદ્રાદેવી એના ખંડમાં ધસી ગઈ. દરવાજો બંધ કરીને એક જ ઝાટકે એની સફેદ સાડી અને બ્લાઉઝ ફગાવી દીધા અને ભયાનક શેતાની સ્મિત વેરીને અજય મહારાજ તરફ ધસી. એને પકડીને એને વળગી પડી.

"અજય હવે બધું આપણું છે. લેટ વી એન્જોય ધ મોમેન્ટ."

પણ અજય મહારાજ કઈ બોલ્યો નહિ. કમરથી ઉપરના એના ઉઘાડા શરીર ઉપર ધ્યાન આપવાની બદલે એમ જ દરવાજે તાકીને એ કઈક વિચારતો જ રહ્યો.

"શુ થયું ડાર્લિંગ? આરન્ટ યુ હેપી નાઉ? આપણું સપનું તો સાકાર થઈ ગયું હવે શું છે અજય?" કહીને અજયના સફેદ ઝભ્ભાને ખેંચવા લાગી કારણ તે આખીયે વાત જાણતી નહોતી.

"સાલી રંડી તને મારો ચહેરો નથી દેખાતો?" અજય મહારાજ તાડુક્યો, "તને દેખાતું નથી હું કશુંક ટેનશનમાં છું? કાન્ટ યુ સી માય એક્સપ્રેસન્સ? તને સાલી ખાટલા સિવાય કંઈ સૂઝતું જ નથી?"

"એટલે અજય? તું તો એમ બોલે છે જાણે તું સાલા છક્કો હોય તે ક્યારેય મને કે કોઈ બીજીને..." છંછેડાયેલી ચંદ્રાએ ચોખ્ખા શબ્દોમાં ગાળ બોલી નાખી.

આશ્રમમાં દેવી બનીને રહેતી આ સ્ત્રી આટલી હલકટ હશે અને આચાર્યનો મુખ્ય ચેલો અજય મહારાજ આવો હલકો માણસ હશે એની લેશ માત્ર કલ્પના પણ કોઈને આવે તેમ ન હતી. અરે આ ખંડમાં અને આ આશ્રમમાં કેટલીયે પરિણીત સ્ત્રીઓ શોખથી અહીં આવીને અજય મહારાજ સાથે કે બીજા માણસો સાથે સેક્સ સંબંધો રાખતી હતી પણ એ બધું બીજા ભક્તોથી ખાનગી હતું. આ એક જ નહીં એવા હજારો આશ્રમો છે જ્યાં વીસ વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીની ઉંમરની યુવતીઓ સ્ત્રીઓ આવીને અહીં જિનસી આવેગો સંતોષતી. અહીં લખવું પણ યોગ્ય ન લાગે એવા હજારો કામ આશ્રમમોમાં થતા હોય છે પણ અંધ પ્રજા એ બધું ક્યાં દેખે જ છે ? અરે એક આશ્રમમાંથી આ બધું પકડાય તો લોકો બીજા આશ્રમમાં જાય છે. કારણ આપણો દેશ અંધશ્રદ્ધાની ભક્તિની આડશમાં માત્ર ઐહિક સંબંધો રાખે છે. કોઈ અમર બનવા જાય છે. અને અમુક ભોળા માણસો ડિપ્રેશનથી દૂર જવા કે સાચા ભક્તિ ભાવથી પણ આવતા હોય છે.

અહીં આ આશ્રમમાં પણ આ બધું જ હતું.

"આ જો." કહીને અજયે નજીક જઈને એના હાથમાં એક કાગળ આપ્યું એટલે છંછેડાયેલી ચંદ્રાએ મોઢું બગાડીને હાથમાંથી કાગળ લઈ લીધો. બારણે ફગાવેલું બ્લાઉઝ પહેર્યું અને કમર સુધી ઉતારેલી સાડી સરખી કરીને કાગળમાં ડોકુ કર્યું.

અને એની આંખો ફાટવા લાગી. જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ એની આંખો ફાટવા લાગી. એના કપાળ ઉપર પરસેવો થવા લાગ્યો.

"આ શું છે અજય? કોણ છે એ માણસ? આપણી વર્ષોની મહેનત સાલો આ મફતમાં તફડાવી લેશે?" ચંદ્રાની ભાષા બંધ કમરામાં અલગ જ હતી. કોઈ વાહિયાત બજારુ ઓરત કરતા પણ ખરાબ ભાષામાં એ બોલતી. અરે બોલતી જ શુ કામ કરતી પણ ખરા.

"ખબર નથી. બરોડાનો કોઈ દાણચોર છે. પોતાનું નામ કાળું પ્યારે કહ્યું છે."

"એનો વિનાશ કરવો પડશે ને." દાંત કચકચાવીને એ બોલી અને કાગળનો ડૂચો એના હાથમાં વળી ગયો.

"ગાંડી થઈ ગઈ છે તું?" અજયની આંખો ધારદાર થઈ ગઈ, "એ કોઈ ખતરનાક માણસ છે. ધોળા દિવસે આ લેટર આપવા એનો માણસ રબૂરું આવ્યો હતો અહીં આશ્રમમાં. તને એની ડેરિંગ એના પ્લાનિંગ વિશે કઈ સમજાય છે?"

"અરે પણ પ્રોફેશર..."

પ્રોફેશર શબ્દ સાંભળતા જ અજય એની પાસે ધસી ગયો, "તને કેટલીવાર કહ્યું છે કે મને પ્રોફેશર ન કહીશ. એ ભૂતકાળ છે હવે."

"સોરી અજય તો હવે શું કરીશું?"

"એણે આ લેટર આચાર્યને મોકલ્યો હતો. એટલે કે એ જે પણ છે તે એમ સમજે છે કે આચાર્ય આ બધું કરે છે. પણ એ અનુપને ઓળખે છે, અનુપ જેવી બીજી કેટલી ટિમ છે એ પણ જાણે છે. એન્જી, સોનિયા કઈ રીતે મરી એ પણ જાણે છે." ચાલીસ વર્ષીય અજયના તેજસ્વી ચહેરા ઉપર ભયાનક ભય તરવરવા લાગ્યો. ચંદ્રાના હાથમાંથી પેલું કાળું પ્યારેએ (એજન્ટ એ)એ મોકલેલું કાગળ લઇ, બંને હાથ કમ્મર પાછળ ગોઠવી એ ખંડમાં ચક્કર મારવા લાગ્યો.

"એટલે કાલે એને એ પણ ખબર પડશે જ કે આ બધું આચાર્ય નહીં આપણે કરીએ છીએ એમ જ ને?" ચંદ્રા અજયનો ભય ચહેરા પરથી વાંચી ગઈ હોય એમ બરાબર અનુમાન કરીને પૂછ્યું.

"હા એમ જ. ઈકજેકટલી એમ જ થશે."

"પણ હવે આપણે આ કામ જ બંધ કરી દઈએ તો? આટલી બધી પ્રોપર્ટી તો છે જ ને આપણી પાસે. હવે આ બધું બંધ કરી દઈએ તો?"

"નહિ એનાથી કશું ફેર પડવાનો નથી. કારણ એણે આ બધી માહિતી કઢાવવા કઈ ઓછી મહેનત નહિ કરી હોય, ઓછા રૂપિયે આ પગેરું નહિ કાઢ્યું હોય. અને કોઈ પણ માફિયા કોઈ પણ બ્લેકમેઇલર કે ગુંડો પોતાની મહેનત એમ આસાનીથી જવા નથી દેતો."

"પણ એ કરી શુ શકે?"

"એની પાસે જે છે તે બધું જ પોલીસને આપી શકે છે. તને સમજાય છે ને હું શું કહું છું? જો આશ્રમમાં ખોદકામ થાય તો કેટલી લાશ મળી આવે એ તને ખબર છે ને? આવડા મોટા આશ્રમમથી કઈક મળતું હોય તો સાલી પોલીસ એ મોકો ચુકે ખરા?"

અને એ સાંભળતા જ સફેદ સાડીમાં ઉભી ચંદ્રા ઉપર જાણે વીજળી પડી હોય એમ સ્તબ્ધ થઈ ગઈ પણ અજય મહારાજ વિચારતો રહ્યો. એ ગાદી પર બેઠો. સિગાર સળગાવી અને વિચારવા લાગ્યો.

ધીમે ધીમે હોશમાં આવી હોય એમ એ પણ એની પાસે આવીને બેઠી.

"તો ભાગી જઈએ અજય?"

"નહિ હવે માંડવાલી કરવી પડશે."

"એટલે અજય?"

"એટલે એણે જે હિસ્સો માંગ્યો છે એ આપી દેવાનો. આપતા રહેવાનું અને ક્યારેક એનું કાશળ કાઢી નાખવાનું. એક વાર બે વાર પાંચ વાર હિસ્સો આપીને વિશ્વાસમાં લઈને એને ખતમ કરી દેવાનો. આ જ આશ્રમમાં એને પણ ધરબી દશીશ." એટલું કહેતા તો અજયના ચહેરા ઉપર ભેડિયા જેવી ચમક આવી એની આંખોમાં ભૂખ્યા વાઘ જેવી લાલાશ ઉપસી આવી. અને પેલી આ ભયાનક પ્રોફેશર અજય મહારાજને જોઈ રહી.

અજય ઉભો થયો અને ફોન લીધો. પેલીએ ડૂચો કરેલા કાગળમાં લખેલા નંબર એણે ક્યારનાય ગોખી લીધા હતા. એણે નંબર ડાયલ કર્યો. થોડીવાર રિંગ વાગતી રહી. પછી સામેથી એક વૃદ્ધ પણ તેજસ્વી ભારે અવાજ સંભળાયો.

"હેલો."

"બોલો."

"હું આશ્રમમાંથી અજય મહારાજ બોલું છું."

"હું તમારી જ રાહ જોઇને બેઠો હતો." અને અજય ભડક્યો. તો આ માણસે આચાર્ય નથી કરતો બધું કરવાવાળો અજય છે એ પણ જાણી લીધું હશે.

"વેલ, કાળું પ્યારે અથવા તારું જે નામ હોય તે. હું હિસ્સો આપવા તૈયાર છું. પણ હું એકલો નથી એટલે તને દસ ટકાથી વધારે હિસ્સો નહિ મળે."

"એકલો નથી એ તો મને પણ ખબર છે." એટલું બોલીને સામેથી આવતો એજન્ટ એનો અવાજ અટક્યો એટલે અજય વધારે ભડક્યો.

"પણ છતાં આ પગેરું લેવામાં મેં લાખો રૂપિયા બગાડ્યા છે એનું વળતર મને આપીને પછીથી પંદર ટકા લઈશ."

"પંદર નહિ દસ." અજયે કરડાકીથી કહ્યું.

"પંદર એટલે પંદર કેમ કે તે જેટલી મહેનત કરી એટલી જ મેં કરી છે."

"ઠીક છે ટેબલ ઉપર બેસીને ફિક્સ કરીએ. હું બીજા માણસોને બોલાવી લઉં છું. પરમદિવસે ડીલ થશે. આશ્રમમાં જ."

"ઓકે ઠીક છે વિજયી ભવ." સામેથી ફોન મુકાઈ ગયો.

પણ "વિજયી ભવ" શબ્દ અજયના આખે આખા શરીરમાં ધ્રુજારીનું એક લખલખું નિપજાવી ગયો.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky