Kalyan Mitra books and stories free download online pdf in Gujarati

કલ્યાણ મિત્ર

કલ્યાણ મિત્ર

વિજય શાહ

જાનકી બહુ જ ખુશ હતી. બીજે દિવસે સિનિયર સિટિઝન નાં ફંક્શનમાં ફીલ્મી ગીત ગાવાની હતી કેરૉઓકી ઉપર

પ્રેક્ટીસ કરી કરી ને કંઠસ્થ કર્યુ હતુ. જાહેરમાં પહેલી વખત ગાવાની હતી તેથી નરવસ પણ હતી. આગલી રાત્રે બે બુટ્ટીનાં ચાક ગુમ થઇ ગયા હતા તેથી નરવસ્નેસ માં વધારો થયો હતો. રામ જાણતો હતો પણ “ચિંતા ન કર મળી જશે.” કહીને પડખુ ફેરવીને સુઈ ગયો. પણ જાનકીની ઉંઘ ઉડી ગઈ હતી.

દીકરી પણ મમ્મીને ગાવા પ્રોત્સાહીત કરતી હતી . મમ્મી તું મારા ચાંદીનાં દાગીના રાસ માં પહેરજે,,, આગળ ગરબાની પ્રેક્ટીસમાં પહેરેલા ડ્રેસ્માં જ સ્ટેજ ઉપર ગીત ગાવાનું નથી. ડ્રેસ બદલજે અને સોનાનો દાગીનો પહેરજે અને વટ પડવો જોઇએ તારો અને તારી જોડે અમારો પણ વટ પડવો જોઇએને..

દીકરીને ત્યાં વહેલું જવાનું નક્કી હતું પણ ઉંઘ વેરણ થઈ હતી.

ચાલ ઉંઘ નથી આવતી તો કપડા ભરી ને બેગ તૈયાર કરી ગરાજ્માં ગાડીમાં ગોઠવી દ ઉ એમ વિચારીને બીજા દિવસની તૈયારી કરી બેગ અને પર્સ ગાડીમાં ગોઠવી દીધી..બેગમાં બે જોડી કપડા અને દીકરીને ત્યાં પરત કરવાનાં દાગીના બોક્ષ અને વારસા માં આવેલ સિક્કા, સોનાની લગડીઓ અને રોકડ વિગેરે મુક્યા સવારે ૬ વાગે તો નીકળવાનું હતું બે કલાકમાં આંખ મળી આય તો મોડું ના પડાય તેમ વિચારીને જાનકી ઘરમાંથી ગેરેજ્માં દાખલ થઈ. બેગ ગાદીમાં મુકી ગાડી બંધ કર્યા વિના ઘરમાં પરત થઈ,. એને વિચાર પણ આવ્યો કે ગાડી બંધ નથી કરી પણ હમણા બે કલાક્માં નીકળી જવાનું છે ચાલશે .. બંધ નહી કરે તો..

સવારે ચારનાંટકોરા પડ્યા ત્યારે ગરાજ્માંથી થોડો ક અવાજ આવ્યો.. જાનકીએ રામને જગાડતા કહ્યું ગરાજમાંથી વિચિત્ર અવાજ આવે છે.. અને હું કહી કહીને થાકી ગઈ છતા તમે અર્થીગ નું કરાવતા નથી મને બીક લાગે છે કંઈ શોર્ટ સર્કીટ નહીં થઈ જાય ને? ત્યાંજ લાઈટ બંધ થઇ ગઈ. જાનકીનો ગુસ્સો બીકમાં પુનરાવર્તીત થઇ ગયો. હું કહ્યા કરતી હતી પાણ તમે સાંભળ્તા જ નહોંતા. ઉંઘ્માં આંખ ચોળ્તા ચોળ્તા ઉભા થઈને બહાર જોયું તો બધાની લાઈટ ચાલુ હતી. “ બધાની લાઈટ ચાલુ છે. આપણા ઘરની લાઈટ બગડી છે,”

ઓફીસમાં જઈને ડાયરીમાંથી નંબર શોધીને જાનકીએ ફોન કર્યો. થોડીવારમાં લાઈટ ચાલુ થઈ ગઈ અને જાનકીએ બુમ પાડી રામ કોલ નાઇન વન વન. અવર ગરાજ ઇઝ બ્રોકન આ કાળીયો મારી બેગ લઈને ભાગે છે કોલ નાઇન વન વન.

હાંફળો ફાંફળો રામ ફોન ઉપર નાઇન વન વન ને કોલ કરે છે અને ગરાજ્ડોર ખોલી નાખે છે, કે જેથી તે ચોર ને પકડી શકે, કે તે ચોરાયેલ માલ પકડી શકે,

ચોરનાં હાથમાં રીવોલ્વર હતી. તે ડરેલો હતો અને તેણે બે રાઉંડ રામ ઉપર ચલાવ્યા. જાનકી રામ ઉપર ગુસ્સે થતી હતી કે “ગરાજ ડોર કેમ ખોલ્યુ?”

રામ જવાબ આપી શકતો હતો પણ ન આપ્યો,તેને રીવોલ્વરની હવે બીક લાગી ત્યાં મોટી પોલીસની કાર આવી, પહેલા કોપે પ્રશ્ન પુછ્યો મારું નામ કોપન હેગન ૯૧૧ ઉપર તમે ફરિયાદ કરી? જાનકી બહાર આવી ત્યારે લેડી કોપ જેનીફર પણ કોપન હેગન સાથે આવીને ઉભી.

જાનકી પોલીસને સમજાવવા બેઠી કે શું થયુ હતુ.

જેનીફર સામે જોઇને કોપન હેગન બોલ્યો “ ઍગ્રી વેટ્ડ રોબરી ની ફરિયાદ નોંધ.” વાતાવરણ ઠંડુ હતુ

રામ અને જાનકી બંને ધુજતા હતા. ગરાજ્માં થી ઘરમાં ગયા જેથી ગરમાટો મળે.

જાનકીએ અને રામનાં ડ્રાઈવીંગ લાય્સંસ ની નકલ કાઢી ફરિયાદ નોંધાવા માંડી.

કોપન હેગન ગરાજ અને ઘરની બહાર કાર્તુસ શોધવા માંડ્યા. ગરાજ માં અને ઘરનાં લાઈટ્નાં મૂલ સ્થાનો જોયા પછી કહે

મોટી ફરિયાદ અમે નોંધી લીધીંહજી પણ તમને કશું ક યાદ આવે તો ૨૪ કલાક્માં અમ્ને ફોન ઉપર નોંધાવજો આ તમારો ફરિયાદ નંબર અને અમારા સંપર્ક નંબર,

જેનીફર કહે સૌથી પહેલા લોકર બદલાવી નાખો અને જેટલા ક્રેડીટ કાર્ડ છે તે બધા બંધ કરાવી લો. અને યાદ રાખો કે અમે તમે આપશો તે વિગતોને આધારે ચોર ને શોધવા મથીશું તેથી ક્યારે પણ કશું ક યાદ આવે તે જણાવજો. ખુબ જ ઉષ્મા પુર્ણ વહેવાર હતો બંને પોલીસનો.;

સવાર પડી ગઈ હતી. કોપન હેગને જતા જતા એક પ્રશ્ન પુછ્યો આ ચોર ને હું જહોન નામ આપી શ આ જહોન તમારા જોવામાં આવે તો તેમને ઓળખી જશોને જાનકી બહેન?

જાનકી નું મન કહેતું હતું તે ફોગટીયાને તો હું ક્યારેય ના ભુલુ પણ વહેવાર બુધ્ધીથી કહેતી હતી “ અંધારુ બહું હતુ અને હું ડરેલી પણ બહુ હતી તેથી તેને ઓળખી ના શકું, રામ મનમાં બોલ્યો

આ જહોની તો કલ્યાણ મિત્ર હતો,બધુ લઇ ગયો પણ તે સંપતિ માટેનો મોહ છોડાવી ગયો.

****