Raah books and stories free download online pdf in Gujarati

રાહ...






( એક નામ મુજને સાંભર્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ,
પાર્વતીના અંગથી ઉપજયો,તાત્ તણો ઉપદેશ.)

નમ્ર નિવેદન : આ મારી પ્રથમ નવલકથા આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરતાં એક અનેરો આનંદ અનુભવ કરી રહી છું , જે મારા માટે વર્ષોથી સેવેલું સ્વપ્ન સાકાર થતાં અને પ્રતિલિપિ દ્વારા એ સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે નો માર્ગ મળતાં આજે હું એને પૂર્ણ થતાં જોવું છું..!! હજી આગળ વધવા માટે આપ સૌના સાથ , સહકારની જરૂર છે. માર્ગદર્શન આપવા યોગ્ય હોય તો જરૂર આપશો. આપ સૌનો તહે દિલથી આભાર માનું છું. !!






' ચાલ ટ્રેન નીચે કૂદી ને આપઘાત કરી લઈએ,' રવિ બોલ્યો
પૂજા એકટક રવિ ના ચહેરા સામું જોઈ રહી, ભાવવિહોણા એ ચહેરા પર ઉદાસી જ છવાયેલી હતી.

અત્યારે એ લોકો લખનૌ ના સ્ટેશન પર ઊભા હતા. ટ્રેન ની રાહ જોતાં હતાં . પૂજા ને લઈ જવા એના મોટા ભાઈ આવ્યા હતા. પૂજા ના હૃદયમાં માં પણ ઘમસાણ મચી રહ્યું હતું, પણ એ ઢીલી પડે તો રવિ ને સમજાવું અઘરું હતું. એટલે એ ધીરે થી રવિ ને સમજાવી રહી હતી,.' થોડા દિવસો માં બધું સરખું થઈ જાય ,પછી હું પાછી આવી જઈશ. '

રવિ ને જાણે અંજામ દેખાતો હોય તેમ ખૂબ ભારે અવાજે કહ્યું ' પૂજા, તું માને કે ના માને હવે આપણે ફરી નહીં મળી શકીએ, માટે જ કહું છું , આપણે આપઘાત જ કરી લઈએ. સાથે જીવી ના શકીએ, મરી તો શકીએ જ , એકબીજા માટે,' મને તારા ભાઈ ઉપર જરા પણ વિશ્વાસ નથી, જેવી રીતે એમણે સમાજ ના પાંચ લોકોને ભેગા કર્યા, અને તને લઈ જાય છે,. મને તો એમાં કોઈ કાવત્રા ની ગંધ આવે છે.'

થોડે દૂર પોતાના ભાઈ ગુજરાતી સમાજ ના કહેવાતાં અગ્રણીઓ સાથે ઊભા હતા. ટ્રેન આવવાને વાર હતી. ઠંડી પણ પકડ જમાવી રહી હતી. પ્લેટફોર્મ પર ચહલપહલ મચી રહી હતી. 'ચા ચા ' ના અવાજો બંનેને વાત કરવામાં ખલેલ પાડી રહ્યા હતા. એ લોકો એ બંનેને વાતચીત કરી શકે એ આશયથી જ દૂર ઊભાં હતાં. પણ... રવિ કોઈ અલગ જ દિશામાં વિચારી રહ્યો હતો.

આટલાં દિવસ થી પૂજા સાથે લગ્ન કરી ઘરમાં રહી રહ્યો હતો. લગભગ ૨૦ દિવસ થયાં , સાંજે જમી ને પરવારી ને સૂવાની તૈયારી કરી રહ્યાં હતાં,. અને અચાનક જ પૂજા ના કાકા ના દિકરા ભાઈ પરેશભાઈ ગુજરાતી સમાજ ના પાંચ જણની સાથે ઘરમાં આવ્યાં,
' તમારે તમારા ઘરે જવાનું છે. ' તેની સામું જોઈને એક જણે કહ્યું.
' તમારા પપ્પાની તબિયત સારી નથી, ' 'હંમણા જ નીકળવાનું છે.'
બીજા એક જણ બોલ્યાં, હજી કંઈક સમજણ પડે એ પહેલાં તો જલ્દી થી નીકળવા માટે ઉતાવળ કરવા લાગ્યા. પૂજા ને કશું લેવાનું તો હતું જ નહીં, પહેરેલા કપડામાં જ તે રવિ સાથે પ્રેમલગ્ન કરવા ઘરે થી ભાગીને આવી હતી. એ અણધાર્યા આ પ્રહાર ને માટે તૈયાર જ નહોતી.

છેવટે ઘરના બધા ની સમજાવટથી પૂજા ને જવાનું નક્કી થયું. રવિ ના મમ્મી એ ' ઠંડી લાગશે. આ શાલ લેતાં જાવ ' કહી શાલ આપી.અને અત્યારે સ્ટેશન પર ઊભાં હતાં .અને રવિ આ ફાની દુનિયા છોડવાની વાત પૂજા ને કરી રહ્યો હતો. અને પૂજાના અપ્રતિભાવ થી વિચલિત થઈ રહ્યો હતો. પૂજા સાથ આપે તો એને દુનિયાને બતાવી દેવું હતું , પ્રેમ કરવા વાળા સાચા પ્રેમીઓને જુદા પાડવાનો અંજામ શું હોય..!!!!

પૂજા સમજદારી થી કામ લેવાનું જણાવી રહી હતી, '' રવિ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે લગ્ન કરેલાં છે. હવે તો એમણે પણ સ્વીકારી જ લીધું હોય, હું જરૂર પાછી આવીશ, તને મારા પર તો વિશ્વાસ છે ને ?? "

રવિ : " તારા પર મને કોઈ અવિશ્વાસ નથી, તારા ભાઈ ઉપર મને બિલકુલ જ વિશ્વાસ નથી. એ તને ફરી પાછી નહીં આવવા દે, એવું મને દેખાય છે. " ત્યાં જ ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી નું ઍનાઉસમેન્ટ સંભળાતા પરેશભાઈ આવ્યાં , ''ચલો, ટ્રેન આવી ગઈ છે, આપણે નીકળવાનું છે ," એમણે રવિ સાથે હાથ મિલાવી , આભાર માન્યો,. અને ટ્રેન માં પૂજા ને લઈ ચઢી ગયા.

રવિ ટ્રેન ની બારી પાસે આવી , અંદર પૂજા બેઠી હતી. ત્યાં આવી , પૂજા નો હાથ પકડી બોલ્યો : "પૂજા મારી વાત માની લે, ઉતરી જા ,મને તો આપણી જુદાઈ જ દેખાઈ રહી છે. પછી પસ્તાવવા સિવાય કંઈ નહીં બચે.કયારે કયાં કેવી રીતે મળીશું, કોઈ રસ્તો જ નહીં રહે આપણા પાસે ." પૂજા નું મન અવઢવમાં હતું એક બાજુ પપ્પા ની વાત, એકબાજુ પતિ ની વાત, શું થશે ?એને પણ નહોતી ખબર , પણ અત્યારે જો નહીં જાય તો કયારેય પપ્પાને મળી નહીં શકાય, રવિ ને મળવા ધણો ટાઈમ મળશે, અને રસ્તા પણ કોઈક શોધી લેવાશે .તેણે મક્કમતા થી કહ્યું :" રવિ હું ચોક્કસ પાછી આવીશ જ ચિંતા ના કરો. " ટ્રેન ચાલુ થઈ , રવિ નિરાશા થી તેના સામે જોઈ રહ્યો , હાથ છૂટી ગયો. પૂજા એ જોયું તેની આંખો માં આસું આવી ગયા હતા.

ધીરે ધીરે ટ્રેન પોતાની રફતાર વધારી રહી ,.રવિ આંખોથી દેખાવાનો બંધ થયો. સ્ટેશન પણ દેખાવાનું બંધ થયું ત્યાં સુધી પૂજા એકટક બહાર જોતી રહી. એને પણ શરીરમાંથી આત્મા અલગ થઈ ગયો નો અહેસાસ થવા લાગ્યો. રવિ સામે મક્કમતાથી વાત કરેલી હવે વામળી લાગી રહી હતી. એને પણ પાછા ફરવા ની વાત પર શંકા થવા લાગી. બે દિવસ ટ્રેન માં જ પસાર કરવાના હતા. એણે મનમાં ગણતરી કરી આજે શુક્રવારે નીકળી છું તો રવિવારે જ અમદાવાદ પહોંચે,. ઉફ્ફ બે દિવસ કેવી રીતે કાઢીશ ટ્રેન માં ??

"તને કંઈ જમવું છે ?? " પરેશભાઈ એ પૂછ્યું.
" ના, જમી જ લીધું હતું ઘરે. " પૂજા બોલી. " મારું માથું દુઃખે છે. સૂઈ જવું છું. " બોલી સીટ પર આડી પડી સૂઈ ગઈ, અંધકારમય ભવિષ્ય દેખી ખુદને કોસતી વિચારી રહી. શું થશે મારું ? લગ્ન કર્યા ની ખબર પડતાં જ એના પપ્પા એને લેવા આવ્યા હતાં, લગ્ન ના બીજા જ દિવસે લેવા આવ્યા હતાં, પણ ત્યારે તેણે પપ્પાને ચોખ્ખું કહ્યું હતું , " મેં મારી મરજી થી લગ્ન કર્યું છે. અત્યારે હું ના આવી શકું . " ત્યારે જ પપ્પાની ઈચ્છા નહોતી રવિ સાથે લગ્ન સંબંધ સચવાય, તો શું અત્યારે એ માટે જ પાછી લઈ જવામાં આવે છે ?? તો હવે શું થશે. ? સાચેજ રવિની વાત સાચી જ હતી.તો હવે તો રવિ ને આ જીદંગી માં જોવા પણ નહીં મળે, પત્ર પણ હવે નહીં લખી શકાય. એના ઘરે ફોન પણ નથી. !!!!

હજારો સવાલો થી માથું ભારે થઈ ગયું હતું, ઊંઘ તો કોસો દૂર ભાગી ગઈ હતી. એને પણ હવે અંધકાર જ દેખાઈ રહ્યો હતો. ટ્રેન એની ગતિ થી વધી રહી હતી,. એમ પૂજા પણ વિચારો ની ગતિ થી પાછળ પહોંચી ગઈ , એક વર્ષ પહેલાં જયારે એ હરિદ્વાર ગઈ હતી. જયાં એની મુલાકાત રવિ સાથે થઈ હતી ..!!!!!!!!!!