Raah -10 books and stories free download online pdf in Gujarati

રાહ... - ૧૦





( ગયા ભાગમાં પૂજા એના મામા સામે પોતાની મનોવ્યથા રજૂ કરે છે પણ કોઈ નતીજો નહીં મળતા ભાંગી પડે છે.)

પૂજા થોડી નોર્મલ થઈ ને :" મામા તમે મને સાથ ના આપો ? મારે રવિને ફોન કરવો છે . એમનાં પાડોશી ને ત્યાં ઘરમાં ફોન છે .( એ જમાનામાં ઘરના જ ફોન હતા, જે પાડોશીઓ પણ સહિયારો વાપરતા હતાં) મને તમે નંબર મેળવી આપો ને ...!!!! અચાનક ઘરેથી નીકળતા આ નંબર લેવાનું રહી ગયું .. તમે તમારી છોકરી સમજી ને પણ મદદ કરો... પ્લીઝ..."

પૂજા ને એનાં મામા એ સમજાવતાં કહ્યું , " જો હું પણ નંબર ક્યાંથી લાવી શકું ? અને બીજી વાત નંબર મળશે તો પણ તું શું કરીશ ? તારા પપ્પાને ખબર પડે તો આપણા બન્ને નું આવી બને.હવે જે થઈ ગયું એ ભૂલી ને તું નવેસરથી નવી જિંદગી ને અપનાવી લે...!!! " પૂજા ને રવિ સિવાય કંઈ દેખાતું જ નહોતું. એણે મામા ને બે હાથ જોડી પગે લાગતાં કહ્યું : " તમે મને જે પણ મદદ કરી એ માટે હું તમને પગે લાગી આ વાત કોઈને પણ ના કહેવા વિનંતી કરું છું."

પૂજા ને ઘરે પહોંચાડી એણે મામાને ફરી બે હાથ જોડીને વિનંતી કરી.પણ પૂજા ની આશા નિરાશામાં ફરી ગઈ. હવે શું રવિ ની રાહ.... ક્યાં સુધી જોવું ? બધાં પપ્પા નું જ વિચારે છે મારું કોઈ જ નથી .એ પાકી ખાત્રી પૂજા ને થઈ ગઈ.પૂજા ને કંઈ નહીં સૂઝતાં એનાં પ્યારા પ્રભુ ની પાસે બેસી ગઈ. : " હવે તમે જ રસ્તો બતાવો મારા પ્રભુ , હું શું કરું ? મને રવિ સુધી પહોંચવા નો રસ્તો શોધી આપો પ્રભુ...!!!!! તમારા સહારે આવી છું. કાલ સુધી રવિ સુધી પહોંચવા નો રસ્તો મળશે તો તેમાં તમારી સહમતિ છે જ. એ સ્વીકારી હું એને મારો જીવનમાર્ગ સમજી સ્વીકાર કરીશ."

સવારે નાહી તૈયાર થઈ પૂજા કરીને પૂજા નાસ્તો કરવા બેઠી. એણે મમ્મી સાથે નોર્મલ થઈ વાત કરી. હવે એને કોઈ ચિંતા નહોતી . ઘરમાં પહેલાં ના જેમ કામ કરવા લાગી . બધાં ને પણ હવે પૂજા પાછી નહીં જ જાય સમજી નોર્મલ વાત કરવા લાગ્યા. બહાર કોઈ એડવટાઈઝ કરવા માટે આવ્યા , પૂજા ની બહેન નીમા એમની સાથે કયારની પૂછપરછ કરી રહી હતી .ઘણી વાર લાગી અવાજ પણ ઘણો આવતાં પૂજા પણ દરવાજા પાસે ગઈ. આગળની જાળી પકડી પૂજા પણ એમની વાતો સાંભળવા લાગી.બ્યુટી પાર્લર નું સમજાવી રહ્યા હતાં .

પૂજા ને આંગળીમાં ચીટી ભરાઈ હોય એવું લાગતાં કીડી સમજી , હાથ હટાવી નીચે હાથ કર્યો.ફરી જાળી પકડી ત્યાં જ ફરી ચીટી ખણાતા બાજુમાં બીજી છોકરી નો હાથ હતો પૂજા એ એનાં સામું જોયું . એણે આંખ મારતા પૂજા ના હાથમાં કંઈક દબાવી દીધું . તરત જ વાત પતી ગઈ હોય એમ ફરી આવીશું કહી નીકળી ગયાં. એમનાં જતાં જ પૂજા બાથરૂમમાં ગઈ. હાથમાં નાનો કાગળ હતો .

પૂજા ના શરીર માં ધુ્જારી પસાર થઈ ગઈ. એણે કાગળ ખોલ્યો , રવિ ના અક્ષર જોઈ ખુશ થઈ ગઈ. એક એડ્રેસ લખ્યું હતું અમદાવાદ નું જ હતું કોઈ પણ રીતે એ એડ્રેસ ઉપર પહોંચી જવા લખ્યું હતું.રવિ ત્યાં જ છે .એમ એણે (રવિએ) લખેલું હતું . પૂજા ની આંખોમાંથી આંસુ આવી ગયાં. પ્રભુ ની કૃપા થી ધન્ય ધન્ય થઈ ગઈ.

પૂજા હવે શું કરશે.? પૂજા ને કોણ મદદ કરશે?
કે પૂજા ને ખૂબ લાંબી રાહ......જોવી પડશે રવિ ની ????