Raah - 7 books and stories free download online pdf in Gujarati

રાહ... - ૭







(ગયા ભાગમાં પૂજા હિંમતનગર થી અમદાવાદ આવવા નીકળે છે.નર્વશ થઈ જાય છે અને ઘરમાં આવતાં જ ત્યાં ની પરિસ્થિતિ થી આઘાત લાગતાં પડી જાય છે.)

પૂજા જ્યારે ઘરમાં પહોંચી ત્યારે તેણે તેના પપ્પાને પથારીમાં સૂતેલા જોયાં . ત્રણથી ચાર રજાઈ ઓઢીને વર્ષોથી બિમાર હોય એમ સારવાર ચાલતી હોય એવાં માહોલમાં સૂતાં હતાં.પૂજા એમનો સીરીયસ પરિસ્થિતિ જોઈને ગભરાઈ ગઈ, આ બધાનું કારણ પોતેજ છે, તેવું લાગી આવતાં ગભરામણ થવા લાગી.સહન ના થતાં બેભાન થઈ ને ઢળી પડી.

ઘરનાં બધાં એની સારવાર માં લાગી ગયાં.એને અંદર રૂમમાં સૂવડાવી પંખો કરીને એના મોં પર પાણી છાંટી મોકળાશ કરી જેથી ગભરામણ વધુ ના થાય , થોડી વારમાં પૂજા ભાનમાં આવી ત્યારે તેણે જોયું ઘરનાં બધાં એની સારવાર માં લાગી ગયા હતા. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એની મમ્મી એ એને રડવા જ દીધી, એનાં માથે હાથ ફેરવતાં ફેરવતાં મમ્મી પણ રડી પડ્યા.

' પપ્પાને શું થયું છે ???' પૂજાએ પૂછી લીધું..... પછી ખ્યાલ આવ્યો....એ તો મારી ચિંતામાં જ બિમાર થયાં છે.... તરત નીચું જોઈ ગઈ.... હવે શું થશે ?? મનમાં રવિની વાત પડઘાઈ.... " મને નથી લાગતું હવે આપણે ફરીથી મળી શકીશું !!!!! પૂજા મનથી અત્યારે પપ્પા માટે જ વિચારવાનું પ્રથમ કર્તવ્ય પોતાનું હોવાનું સ્વીકારી રહી....

પૂજા આત્મ ગ્લાનિ અનુભવી રહી હતી, અત્યારે એને એવું જ લાગી રહ્યું હતું કે મારા પપ્પા ની હાલત ની જિમ્મેદાર હું જ છું. થોડીવાર એમ જ બેસી રહી , ઊભી થઈ મમ્મી ને બાઝી પડી. કશું જ વાત વગર એમ જ ચૂપચાપ ગળે વળગી રહી, મમ્મી એને પંપાળી રહ્યાં , થોડીવારમાં સ્વસ્થ થઈ પાણી પીને ઘરમાં અંદર ગઈ, સાંજે બધાં સાથે જમ્યા . કોઈએ કોઈ વાત પૂજા ને પૂછી નહીં કંઈ થયું જ નથી એમ નોર્મલ જ બધું ચાલી રહ્યું હતું . એ જ વસ્તુ પૂજા ને વધારે ગૂંગળાવી રહી હતી.

બીજા દિવસે સવારે ઊઠી ત્યારે એણે પપ્પાને બાથરૂમમાં જતાં જોયાં , પૂજા ને ઘણું સારું લાગ્યું પપ્પાને સ્વસ્થ જોઈને , પણ એક જ દિવસમાં આટલું જલ્દી સારું થઈ ગયું એ જોઈને નવાઈ પણ લાગી . હવે શું થશે એ જ એને ખબર નહોતી . રવિ અમદાવાદ માં જ છે , એ વાત થી બેખબર પૂજા અનિશ્ચિત ભવિષ્ય થી ચિંતિત થઈ ગઈ .

રવિ પણ પૂજા હજુ સુધી ઘરે પહોંચી નથી , એ માટે તેના પપ્પા ની કોઈ ચાલ છે એમ જ સમજી રહ્યો હતો . એટલે એને ફરીથી પૂજા ને લઈ આવવા માટે કોઈ પ્લાન બનાવી રહ્યો હતો .

સવારે પૂજા નાહીધોઈ ને પોતાની પૂજા કરવા ભગવાન ના રૂમમાં ગઈ , એણે જોયું એનાં પપ્પા પૂજા કરી રહ્યા હતા .એ પણ ત્યાં બેસી ગઈ , અજાણતાં પપ્પા ના પગને અડી ગઈ હોય એમ જાણી જોઈને અડી પગે લાગી લીધું . એનાં પપ્પા એ એના માથે હાથ ફેરવ્યો . એ જ પળની રાહ જોતી હોય એમ પૂજા પપ્પાને ગળે વળગી પડી. એનાં પપ્પા એ એને પાણી આપ્યું . અને કહ્યું : " હવે તું ક્યાંય નહીં જાય , મને વચન આપ. " પૂજા આ માટે તૈયાર નહોતી , એ નીચું જોઈને બેસી રહી . વિચારવા લાગી , હવે રવિ ને કેવી રીતે અને ક્યાં મળાશે ??????

પૂજા અને રવિ પાછાં મળશે ????? જાણવા માટે બીજો ભાગ ટૂંક સમયમાં......