Truth Behind Love - 50 books and stories free download online pdf in Gujarati

ટ્રુથ બિહાઇન્ડ લવ - 50

પ્રકરણ-50
ટ્રુથ બિહાઇન્ડ લવ
શ્રૃતિએ અનાર સાથે વાત કર્યા પછી મનનું સમાધાન થતું નહોતું એ વિચારમાં પડી ગઇ પછી અત્યારની સ્થિતિ પર વિચાર કરવા માંડી... ઘરે પાપા સમજે હું સ્તુતિ છું.. પાછી મનમાં લુચ્ચાઇએ ઉછાળો માર્યો કાશ સ્તવન પણ એવું સમજે તો ? પછી એણે બધાં વિચાર ખંખેરી સ્તવનની રજા લઇને ઘરે જવા નીકળી અને નીકળતાં કહ્યું હું ટીફીન લઇને આવીશ.. હું અહીં તમારી સાથે જ જમીશ જીજુ તમે એકલાં કંઇ ખાતા નથી જો સવારનું પણ એમનું એમજ રાખ્યું ચે માત્ર 1 કપ કોફી પીધી છે.
સ્તવને કંઇ જવાબ ના આપ્યો. જાણે મૌનમાં કંઇક જવાબ હશે અને શ્રૃતિ ત્યાંથી નીકળી ગઇ.
*************
મુંબઇનાં બીયર બારમાં જોર જોરથી મ્યુઝીક વાગી રહ્યું હતું. બધાં મદમસ્ત વાતાવરણમાં ઝૂમી રહ્યો હતાં. ક્યાંક ડરક પર નાચી રહ્યાં હતાં. બાકીનાં બેસે પોતાની પસંદમાં બીયર અને વ્હીસ્કીની મજા માણી રહ્યાં હતાં.
ત્યાં છેલ્લાં કોર્નરનાં ટેબલ પર ચાર-પાંચ જણાં બેસીને દારૂ અને બીજો નશો કરી રહ્યાં હતાં અને ત્યાંજ બીયર બારમાં અનારે એન્ટ્રી લીધી અને એને ત્યાં બધાં બેઠાં છે એની પહેલેથી જ ખબર હોય એમ સીધી જ એ ટેબલ પાસે પહોચી. ત્યાંજ અંધારામાં બેઠેલાએ કહ્યું "ઓહ ડાર્લીગ આવી ગઇ તારી જ રાહ જોતો હતો. ચાલ આવીજા હવે સાથે જ છીએ ઘણાં સમયથી મસ્તી નથી કરી ચલ મજા લૂંટીએ.
અનારે બીજાં લોકોને સાથે બેઠેલા જોઇ કહ્યું"ના મને અહીં નહીં ફાવે આપણે બીજે બેસીએ. પેલાએ કહ્યું ડોન્ટ વેરી સ્વીટહાર્ટ આ લોકો તો જાય જ છે મને કંપની આપવા બેઠાં હતાં અને એણે બીજોને ઇશારો કર્યો એ સાથે જ એ લોકો ઉભા થઇને જતાં રહ્યાં અને જતાં જતાં અનાર સામે કતરાતી આંખે જોઇ રહ્યાં.
અનારે આછાં અંધારામાં પારખી લીધું કે મારી હાજરી આ લોકોને ખટકી છે પણ એણે ગણકાર્યું નહીં અને બેઠેલા સાથે એકદમ ચીપકીને બેસી ગઇ. પેલાએ અનારને ગાલે ચૂમી ભરી કહ્યું એય ક્યારનો મીસ કરતો હતો. તુ આવી ગઇ હવે પાર્ટી સાચી શરૂ થઇ.
"કેમ આમ મને જોયાં કેર છે ? કેમ આજે નવી લાગું છું ? અનારે પોતાનાં ડ્રેસ માટે સભાન થતાં કહ્યું.
"અરે તું તો આજે જન્નતની હુંર લાગે છે મારી ચીપકું નજીક આવ મારે તને માણવી છે કેટલાય સમયથી મારી સાથે સાતતાળી જ રમે છે. આવ એમ કહીને અનારને નજીક લઇને વ્હાલથી દબાવી અને એનાં હોઠ પર હોઠ મૂકીને દીર્ધ ચુંબન લઇને એનાં ઉરોજ પર હાથ ફેરવ્યો.
અનારે કહ્યું એય બસ કર આમ ઉતાવળો ના થાય મારે તારી સાથે ખૂબ અગત્યની વાત કરવાની છે પહેલાં એનાં જવાબ આપ.. તેં મને જે કરવા કીધેલું અને તારે જે કરવું હતું તે કર્યુ પણ તેં પ્રોમીસ કરેલું તોતું છે.
"કેમ મેં શું પ્રોમીસ કરેલું કે તોડ્યું ! પેલે અજાણ્યો બનીને પૂછવા માંડ્યો અને એકજ ઝાટકે બધી જ વ્હીચકી પી ગયો.
અનારે કહ્યું "તું તારી પીવાની બધી મજા લૂંટે પ્હેલાં જવાબ આપ તારી જીભ-લથડ્યા કરશે આજે મારે જાણવું છે. તેં મને કેટલી ટેન્શનમાં નાખી છે. અને મેં તને કામ સોંપેલું કેટલું પત્યું ?
"અને ખાસ કે પાપાને ખબર પડી ગઇ છે કે હું તારી સાથે.... છોડ એ પછી વાત મને એનું ટેન્શન નથી. એ પણ તમારાં બધાની કંપની એન્જોય કરે છે મને ખબર છે પણ તું ફક્ત મારી પાછળ કે સામે પ્રેમની વાતો કરે છે તો મેં કીધેલું એ રીતે કામ નથી થયું બગાડ્યું છે. એમ મારી ફ્રેન્ડની બહેન છે તમે તો એને જીવન મરણમાં ઝોલા કરતી કરી દીધી એમાં કંઇ એને થઇ ગયું તો તમે બધાં ફસાસો અને મને જીંદગી ભરની ગીફ્ટ... આવું કરવા નહોતું જ કીધું.. મારાં મનની ભડાશ કાઢવામાં મારાથી તમને સહકાર અપાઇ ગયો.
પેલાએ હવે પુરાં સ્વસ્થ થઇને કહ્યું "ડાર્લીંગ આમાં મારો ક્યાંય વાંક નહોતો હું પીક્ચરમાં ક્યાંય છું જ નહીં મને કેમ આરોપી બનાવે ? મારાં નિયંત્રણ બહાર જ બધી વિના બની ગઇ એ છોકરીને અકસ્માત થયાં એનુ મને પણ દુઃખ છે... તપાસ ચાલુ છે પણ મને ક્યાંય વાંધો નહીં આવે મેં બધુ પાકુ કર્યું ચે બધી તપાસ કરી છે જે પકડાશે એજ કે જેણે ગુનો કર્યો છે.
અનાર પાછી વિચારમાં પડી ગઇ.. જેણે ગુનો કર્યો હશે એજ પકડાશે.... શુ રેલાં મારાં સુધી આવશે ? અને જે સાચો અપરાધી છે એવું બહાર આવસે ?
અનારે કહ્યું "સાચેને તને પૂરો ભરોસો છે ને ? પછી પાછી વિચારમાં પડી... સાવ નાની ચનગારી આટલી માંટી આગ લગાડશે ખબર જ નહોતી.
અનારે વાત બદલતાં કહ્યું "મારા વીડીયો અને ફોટાનું કામ સોંપેલુ તે મેળવી લીધા ? કેટલો સમય લીધો તે ?
પેલાએ બીજો વ્હીસ્કીને પેગ બનાવતા બનાવતા હસ્યો અને બોલ્યો બધુ જ મેળવી લીધુ છે તું સાવ જ હવે સેફ છે એની પાસે બધુ જ ઓકાવીને કઢાવી લીધુ છે તને ખબર છે આ બધું કરવા માટે મારે કેટલાં પાપડ બેલવા પડ્યાં ?
અનાર એકમદ ખુશ થઇને બોલી સાચે ? તે બધાં જ કઢાવી લીધા ? હું હવે સેફ છું એની પાસે હવે એવું કંઇ જ રહ્યુ નથી ને ? એ મને ધમકાવી કે બ્લેકમેઇલ નહીં કરી શકે ને ? પ્રોમીસ ? એમ કહી અનાર સામેથી પેલાને વળગી ગઇ... એય આઇ લવ યુ કહીને એણે પેલાના હોઠ પર હોઠ મૂકી દીધાં.
બંન્ને જણાં ક્યાંય સુધી ચૂમતાં રહ્યાં... ખૂબ પ્રેમથી એકબીજાનાં હોઠ અને જીભ વગોળતાં રહ્યાં બંન્નેનાં મોઢાંમાંથી લાળ નીકળી ગઇ. પેલો ઉતેજીત થઇ ગયો એણે ક્યું"તારે પાર્ટી આપવી પડશે અને ક્યારે આપીશ ? આ પાર્ટી ગ્રાન્ડ હશે એમાં તું કશામાં ના નહીં જ પાડે. અનારે કહ્યું "આપીશ પ્રોમીસ.. પણ પ્હેલાં બધાં જ વીડીયો ફોટા શું શું કઢાવ્યું મને આપવું પડશે.
પેલાએ કહ્યું "નીચે ગાડીમાં જ છે બધુ જ તું કહેતો આજે જ બધુ આપી દઊં. તારું જ છે અને તને જ આપવાનું છે. બોલ પાર્ટી ક્યારે ઉજવીશું ?
અનારે કહ્યું "નેકી ઓર પૂછ પૂછ... અત્યારે આતો અત્યારે પાર્ટી... પેલો ખુશ થઇ ગયો. ત્યાં પેલાનાં મોબાઇલ પર ફોન રણક્યો. મોબાઇલમાં નંબર જોઇને એ ભડક્યો એય તારે મારાં ફોન પર ફોન નહીં કરવાનાં ક્યારેય નહીતર તારી હાલત એવી થશે કે તું ક્યાંયનો નહીં રહે તારા કામ હોય તો રૂબરૂ મળજે અને એ પણ ઓફીસની બહાર જ ત્યાં રીસેપ્નીશને કહેવાનું કે મારે બોસને મળવું છે એ તને સમય આપે ત્યારે મળીશું અને હાં આમતો તારે મને મળવાની જ જરૂર નથી... મારાં સુધી છાંટા ઉડયા તો તું દુનિયાથી જ જઇશ સમજી લે.
પેલાએ ફોન કાપી નાંખ્યો. આનો અહી મૂડ સાવ ગયો જાણે દારૂનો અને પ્રેમનો નશો ઉતરી ગયો. એણે અનારને કહ્યું "બેબી પાર્ટી ફરી રાખીએ આજે નહીં.
અનારે કહ્યું કેમ એવું શું થયું ? કોનો ફોન હતો. પેલાએ કહ્યું "તારી ફ્રેન્ડનો આરોપી... રાસ્કલ મને ફોન કરે છે મારે શું લેવા દેવા ? એમાં કંઇ આગળ વધે પ્હેલાં હું મારી સેઇફટી કરી લઊં સાલા તકલીફ એ લોકોએ બધી ઉભી કરી.. હવે ક્યાંક સપડાયા લાગે છે એટલેજ ફોન કર્યા હશે. ઠીક છે હું જાણી લઊં ચું બધુ પછીથી મળીશુ આવા ટેન્શનમાં કંઇ એન્જોય નહીં થાય સોરી પછી મળીએ એમ કહીને એણે કાઉન્ટર પર કાર્ડ આપી પેમેન્ટ કરીને નીકળી ગયો.અનાર એને જોતી જ રહી.
*********
ચીફ સિધ્ધાર્થ એનાં પી.એસ.આઇને કીધુ સીસીટીવ કેમેરા ત્થા આ ઘાયલ છોકરીનાં ફોનની ડીટેઇલ કઢાવો એને નંબર જાણીને કોની કોની સાથે વાત થઇ કોનાં ફોન આવ્યાં ક્યા સમયે કઇ જ્યાથી ફોન કર્યો આવ્યો બધી જ મારે ડીટેલ્સ જોઇએ ક્યાંય કાચુ કપાય નહીં જોજો કોઇ ભૂલ થઇ હું કોઇને માફ નહી કરું. મને આ બધી જ ડીટેલ્સ સાંજ સુધીમાં મારાં ટેબલ પર જોઇએ.
વધુ આવતા અંકે --- પ્રકરણ-51