Blogs And Poems books and stories free download online pdf in Gujarati

Blogs And Poems

BLOG

Life Is A Game આવું કેમ કહેવાય છે એ છેક હવે સમજાયું કારણ કે જેમ Gameમા એક Level પાર કર્યા બાદ બીજો અઘરો Level આવે છે એમ Lifeમા પણ એક સંઘર્ષ પછી બીજા અઘરા સંઘર્ષો આવતા જ રહે છે અને એ આવતા રહેવાના જેમ Gameમા દરેક Level અઘરા હોય છે એ રીતે. Gameની શરૂઆત બહુ સહેલી હોય છે એમ જિંદગીની શરૂઆત પણ સહેલી હોય છે. જેમ Levelને પાર કરવા માટે આપણે Boosterની મદદ લઈએ છીએ એજ રીતે આપણે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ વડીલની મદદ લઈએ છીએ જે આપણા માટે Booster જેવાં જ હોય છે. Gameમા એક Level સહેલાઈથી પાર થઈ જાય તો બીજો Level પાર કરતાં વાર લાગે છે,એમ જિંદગીની સમસ્યાઓનું પણ એવું જ છે.કોઈ એક મૂંઝવણ જલ્દી દૂર થઈ જાય તો બીજી મુસીબતો દૂર કરતા સમય પણ લાગી શકે છે.Gameમા Level પાર કરવા માટે આપણને 'Life' મળતી હોય છે, પણ Lifeના Level પાર કરવા આપણને કેટલી 'Life' જોઈશે એ આપણને જ ખબર નથી હોતી.




આપણે આપણી ભૂલ સ્વીકારી નથી શકતા એટલે જ દર વખતે નસીબની ભૂલ કાઢીએ છીએ.આપણામા ક્યારેક હિમ્મત નથી હોતી આપણી ભૂલ કબૂલ કરવાની એટલે દોષનો ટોપલો નસીબ કે સંજોગ ઉપર નાાંખી છીએ.દર વખતે ભૂલ અનાયાસે નથી થતી ક્યારેક આપણને પરિણામ ખબર હોવા છતાં એ ભૂલ કરી બેસીએ છીએ અને જ્યારે એનું પરિણામ ખરાબ આવે ત્યારે નસીબનો વાંક કાઢીએ છીએ.





POEM
એક વખત શૈક્ષણિક વર્ષમાંથી પરીક્ષા રદ કરીને જોઈએ,
એની જગ્યાએ બાળકોની પ્રતિભા જોવાની પરીક્ષા રાખીએ,
તો ખ્યાલ આવશે આપણને કે કેટલાય બાળકો પોતાની અંદર કેવી પ્રતિભાઓ લ‌ઈને બેઠા છે,
પણ આપણે માત્ર આ માર્ક્સના લીધે, એની અંદરની પ્રતિભાને ખીલવાનો મોકો ન આપ્યો,
આપણે બાળકની એ પ્રતિભા વિકસાવતા રહ્યા, જે ક્યારેય એનામાં હતી જ નહીં,
જો આ શૈક્ષણિક પરીક્ષાની જગ્યાએ, બાળકને વર્ષના અંતે એમની કોઈ કળા બતાવવાની એવું જો આયોજન થાય દરેક શાળાઓમાં,
તો કેટલાય બાળકો નાપાસ થવાનાં ડરથી બચી જશે અને કિસ્સા ઓછા થતાં જશે બાળકોની આત્મહત્યાના,
કારણ કે એને તો ખબર જ હોય છે કે એની કળા ક્યારેય ફેલ જવાની જ નથી,
બાળકોના નૈપુણ્યની હત્યા કરીને આપણે,કરે ભૂલકાઓ એ કારણથી આત્મહત્યા કે એ જો નાપાસ થશે પરીક્ષામાં તો?
આપણે ન શીખવ્યું એમને નિષ્ફળતા જીરવતા,
નિષ્ફળ જવાનો ડર પ્રેરે એમને જીવનનો અંત લાવવા માટે,
ન કરી શક્યા કદર આપણે આપણા જ લોકોની કળાને,
માટે જ નિપુણ થઈને જાય એ વિદેશ પૈસા કમાવવા,
જ્યારે વિકસાવવા દ‌ઈશુ દરેકમાં કળા અને તક આપીશું કળા નિપુણતાની,
તો એવી કેટલીય કળાઓ છે આપણા બાળકોમાં જે પ્રખ્યાત નહીં હોય વિદેશમાં પણ,
અને જ્યારે તક મળશે આપણા જ દેશમાં એમની કળા પ્રદર્શનની,
તો પછી શું જરૂર પડશે એમને સ્વદેશ છોડીને પરદેશ જવાની?







લોકતાંત્રિક દેશ છે ભારત,
અને વર્ષમાં માત્ર અધિકાર બે વખત રાષ્ટ્રીય તહેવાર મનાવવાનો,
અને એમાં પણ જે સંવિધાનના લીધે મળ્યા હક્કો,
એજ દિવસને આપણે સ્વતંત્ર દીવસ કરતા જો ઓછું મહત્વ આપીએ,
તો શું એ યોગ્ય છે?
તો ચાલો સહુ રાષ્ટ્રીય તહેવાર ઉજવવાની રાષ્ટ્રીય તકને ઝડપીએ!











કવિતા એટલે ન કહેવાયેલી વાતો સાદા કાગળ પર ઉતરે,
કવિતા એટલે કોઈના માટે થયેલી લાગણી, ભાવના જે અનુક્ત રહી હોય અને એ કાગળ પર ઉતરે,
કલ્પનાની બહાર પણ આપણને મળેલી વિચારવાની ક્ષમતા એટલે કવિતા,
કવિતા એટલે એવી વસ્તુ છે ન કહી શકાય એવી વાત પણ કવિતા દ્વારા રજૂ થઈ જાય,
કવિતા એટલે જે નવા વિષયો પર લખવા માટે પ્રેરણા આપે આપણને,
કવિતા એટલે જે આપણી વિચારશક્તિને બહોળી કરે,
કવિતા એટલે જે લખવા માટે આપણને અવિરત નવું વાંચવા માટે પ્રેરિત કરે,
કવિતા એટલે જે આપણી હતાશાને એક સકારાત્મક રીતે રજૂ કરવાની કળા,
આપણી જાતને જરૂર પડે બીજાને જેના દ્વારા સમજાવી શકાય એટલે કવિતા!