Andhari Hakikat books and stories free download online pdf in Gujarati

અણધારી હકીકત

"આપણી દુનિયા બહુ અલગ છે અવિક,આપને ક્યારે એક ના થઈ શકીએ"
"અવની, પણ જીવન તારા વગર બીજા સાથે વિતાવવું વિચારી ને જ ડર લાગે છે"
"મને માફ કરજે અવિક..હું જાઉં છું કદાચ આપણે ક્યારે નાં મળીશું એજ સારું રેહશે"
"પણ અવની કારણ તો કહી જા"
"કોઈ કારણ નહિ જાણો તો દુઃખ ઓછું થાય છે મને જવાદે.."

બસ આટલું કહી અવની આંસું ભરી આંખે ત્યાં થી નીકળી ગઈ પણ ક્યારે અવિક નાં મન માં થી નહિ નીકળી શકી.અવિક અને અવની મળ્યા તો હતાં સોશીયલ મીડિયા પર પણ અવિક ને જાણે એને જોડે વાત કર્યા પછી લાગ્યું કે આના કરતા સમજુ અને પ્રેમાળ જીવનસાથી શોધતા પણ નહિ મળે.

અવિક નાં મન ની દરેક મુંઝવણ નું સમાધાન અવની હતી, એના ગૂંચવાયેલા મન નાં તાર નો છેડો અવની હતી અને અવની પણ એને પસંદ કરે છે એ અવિક ની જાણ બહાર ના હતું, માટે એણે માત્ર ફોટો જોયો હોવા છતાં પેહલી મુલાકાત માં એને જીવનસાથી બનવા માટે પૂછી લીધું..અને અવની કારણ કહ્યા વગર જતી રહી

બંને જાણે સમજી બેઠા હતા કે આ એમની પેહલી અને છેલ્લી મુલાકાત હશે;
અવિક હજુ પણ અવની નો આંસુંભર્યો ભેદમય ચેહરો ભૂલી શકતો ન હતો

થોડા સમય માં અવિક નાં લગ્ન અંકિતા સાથે થાય છે, પણ હજુ પણ અવની ને ભૂલ્યો ના હતો
અવિક નાં મન ની દરેક ગૂંચવણ અને અંધકાર એને ફરી અવની પાસે લઈ જાય છે,
કારણ કે એક માત્ર અવની જ એના મન ની દરેક વાત સમજી શકતી હતી અને સમસ્યા નું સમાધાન જાણે એક બીજા સાથે વાત કરવા થી મળી જતું હતું, બંને સારા મિત્રો બની રહ્યા અને ઈમેલ થી બંને જીવન ની વ્યસ્તતા માં થી સમય કાઢી વાતો કરી લેતા..
અવિક માટે તો એ પણ હંમેશાં સાથે રેહવાં બરાબર હતું..

સમય ને તો ક્યાં પસાર થતા વાર લાગે જ છે..આજે એ વાત ને ૮ વર્ષ વિતી ચૂક્યા હતા પણ જાણે બંને ની લાગણી અકબંધ હતી જે એમની ભાગ્યે જ થતી વાતો માં ભલે કેહવાતી નાં હતી પણ કહ્યા વગર પણ એજ હતી..આજે અવિક ૬ વર્ષ ની દીકરી નો પિતા હતો અને ઘર સંસાર સુખે થી ચાલી રહ્યો હતો.

"ભાઈ તમારી ગાડી તો આગળ વધારો જુઓ ટ્રાફિક વધતું જાય છે"

અવની ના વિચારોમાં ખોવાયેલા અવિક ને જાણે ખબર જ ના પડી કે એ ક્યાં છે અને એના કારણે પાછળ ટ્રાફિક વધી ગયું છે.નજર ની સામે આજે ૮ વર્ષ પેહલા ની અવની ની મુલાકાત તરવરી રહી હતી અને કારણ હતું કે આજે ફરી એટલા વર્ષો પછી અવની ને મળવા જઈ રહ્યો હતો..

ગાડી જેમ જેમ આગળ જઈ રહી હતી એના મન ની આતુરતા બેકાબૂ થઈ રહી હતી જાણે હમણાં ઉડી ને પોહંચી જાઉં!

અને એ સમય આવી ગયો જ્યારે અવની એની સામે હતી.

એજ માસૂમિયત એજ સૌન્દર્ય અને એ જ ધીરજ અને મક્કમતા છલકાય રહી હતી આજે પણ એના ચેહરા પર.. Restarunt નાં ટેબલ પર નજર થાળી જાણે સમય ને ફરિયાદ કરી બેઠી હતી.અવિક એ એને દૂર થી જોઈ ને હૃદય ધબકારો ચૂકી ગયું જેમ ૮ વર્ષ પેહલા થયું હતું..આજે પણ એના ચેહરા પર એ જ સ્મિત હતું અને એજ શાલ ઓઢી આવી હતી જ્યારે તેણે પેહલા વાર મળ્યા ત્યારે પેહરી હતી, ૮ વર્ષ પેહલા ની માસુમિયત જાણે પરિપક્વતા માં ફેરવાઈ ગઈ હતી અને આંખો ની ચમક નિશબ્દ ફરિયાદો માં...

અવિક નજીક આવ્યો તો આવકાર ભર્યા સ્મિત સાથે અવની "કેવું છે અવિક?"
અવિક "હવે ઘણું સારું છે તને જો જોઇ લીધી.."
અવિક જોર માં હસી પડ્યો પણ અવની નું ગંભીર સ્મિત અવિક થી છુપી ના શક્યું.

" તો મેડમ જણાવો એટલા વર્ષે અમને યાદ કર્યા ? કેમ છે તમારા પતિદેવ? "
"બધા સારા છે તારે બધાં કેમ છે અંકિતા અને તારી નાનકડી દીકરી અદિતિ ?"

આ બધી ઔપચારિક વાતો વચ્ચે અવની વારંવાર અવની નાં હાથ માં રહેલું બોક્સ આમતેમ કરી રહી હતી એ અવિક નાં ધ્યાન બહાર ના રહી..

"શું લાવી છે મારા માટે?"

"તારા માટે જ છે બસ જઈશ એ પેહલા તો આપી જ જઈશ"

"રાહ જોવડાવી તને બહુ ગમે કેમ?"

"બધું આપણા હાથ માં નથી હોતું ને અવિક"

"મમ્મી......પપ્પા.... મમ્મી...પપ્પા..." એક ૫ વર્ષ નો બાળક એ બંને તરફ દોડી રહ્યો હતો ને રસ્તા વચ્ચે ઢળી પડ્યો.અવની હાફળી ફાફળી થતા રઘવાય ગઈ. અને અવિક નાં હાથ માં પેલું બોક્સ પકડાવી જવા જ માંડી ત્યાં એને ઓઢેલી શાલ અવિક ની ખુરશી સાથે ભેરવાઈ જતા નીકળી ગઈ અને જે અવિક એ જોયું એ જોઈ એના પગ નીચે જમીન ખસી ગઈ..
છતાં એ પણ અવની સાથે પેલા બાળક પાસે દોડી ગયો..અવની તેના એક હાથે અભિનવ ને ઊંચકવા સક્ષમ નાં હતી; અવની નો ડ્રાઈવરે અભિનવ ને જલ્દી થી ગાડી માં સુવડાવ્યો અને અવિક પણ પાછળ આવી રહ્યો હતો ને અવની એ રોકી લીધો

"બસ અહીંયા સુધી જ સાથ હતો અવિક, તારે જવું પડશે જો હમણાં ની જશે તો ક્યારે પાછો નહિ જઈ શકે."

"પણ, તારા આ સમય માં તારો સાથ નાં આપુ એટલો પણ સ્વાર્થી નાં સમજ; એમ નાં સમજ તારી આ હકીકત જાણી હું તને એકલી મૂકી દઈશ"

"વાત મારી સ્થિતિ ની નથી રહી હવે પણ હવે જે પરિસ્થિતિ સર્જાશે એની છે અવિક, મારી પાસે સમય નથી અવિક મને જવાદે"

અને એજ આંસું અને ફરિયાદ ભરી આંખે અવની પાછી અવિક ને મૂકી જતી રહી પણ આ વખતે મૂકી ગઈ રહસ્યો નું "બોક્સ"…

હવે અવિક અધીર થઈ રહ્યો એ "બોક્સ" જોવા અને અંદર જઈ ધબકતા હ્રદય સાથે બોક્સ ખોલ્યું અને સૌથી ઉપર હતો Visiting Card અને ઉપર નામ હતું "ડૉ. અવની મેહતા"

રહસ્ય નાં દરેક પાના જાણે અવિક નાં અસ્તિત્વ ને ચિરી રહ્યા હતા ને આગળ વધવાની અસમંજસ વધારી રહ્યા હતા, કાર્ડ ની નીચે એક મુલાયમ કપડાં માં નાનું સોફ્ટ ટોય હતું જેના પર નજર પડતાં જ અવિક નાં મન ને જાણે એક રહસ્ય એ ચિરી દીધું....અને એ રમકડાં પાછળ હતી એક ચિઠ્ઠી..

અવિક એ સોફ્ટ ટોય જોઈ એટલો અચંબિત થયો હતો કે જાણે એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મન માં ચાલી રહેલું વંટોળ જાણે આગળ વધવા નાં દેતું હતું પણ અવની ની ભેદ ભરી આંખો જલ્દી થી ચિઠ્ઠી ખોલવા કહી રહી હતી..

અવિક ચિઠ્ઠી વાંચતા જ ત્યાં ટેબલ પર ઢગલો થય પડી ગયો જાણે એક પળ માં એને બધું મળી ખોવાય ગયું હતું...

"વહાલા અવિક,

મને નથી ખબર જ્યારે તને આ ચિઠ્ઠી મળશે ત્યારે તને કેટલી હકીકત ખબર પડી હસે અને કેટલી હકીકત નું કારણ..પણ તને એ વાત તો ખબર પડી જ ગઈ હશે કે અભિનવ એ આપણું સંતાન છે હા, આપના બંને નું અંશ છે અભિનવ.આ જાણ્યા પછી તારા મન માં સવાલો નું વંટોળ ફૂંકાયો હશે એનો જ જવાબ છે મારો આ પત્ર.
તને લગ્ન માટે નાં પાડવાનું કારણ હતું મારું અપંગ શરીર જે તારા પર બોજ બનવા ન માંગતું હતું.તને મે હંમેશા અપેક્ષા વગર પ્રેમ કર્યો છે અવિક અને કરતી રહીશ કારણકે તે હંમેશા મારા વ્યક્તિત્વ ને મહત્વ આપ્યું છે.તને થશે આ જાણવા છતાં પણ શા માટે મારી આ હકીકત છુપાવી અને જીવનસાથી બનવા નાં પાડી? પણ મારે આપણા પ્રેમ પર મોહ ની ચાદર ઓઢાડવી નાં હતી. હું એ જરાય ના ઈચ્છતી હતી કે પ્રેમ ની આડ માં હું તારા પર બોજ બની જાઉં.હું તારા થી તો દૂર થઇ ગઈ પણ તું મારા અસ્તિત્વ થી દુર ના જઈ સક્યો અને આપણે એક સારા મિત્ર તરીકે પાછા નજીક આવ્યા. તું તારા દરેક રહસ્યો અને મન ની વાત મને પેહલા જેમ જ જણાવતો એમાં ની એક વાત હતી કે તારી ઈચ્છા હતી એક ની સંતાન સ્ત્રી ને બાળક આપવા માટે વીર્યદાન ની,અને સંજોગ વશ તું એ હોસ્પટલ માં આવ્યો જ્યાં હું મારા IVF medical study માટે ટ્રેનિંગ ચાલી રહી હતી. તને ત્યાં જોઈ ને જ મે નિર્ણય લીધો હતો આપણા બાળક ને જન્મ આપવા નો.ઘણા પ્રયત્નો કરી ઘર માં બધા ને મનાવ્યા બાદ હોસ્પિટલ માં અરજી કરી તારા એ વીર્યદાન નો લાભ મને મળે. એ સમય એ તારા સાથે દોઢ વર્ષ વાત નાં કરી એ માટે માફ કરી દેજે. હું પરણેલી નથી અવિક, હું મન થી હંમેશા તારી જ હતી અને રહીશ. જ્યારે અભિનવ નો જન્મ થયો ત્યારે ભગવાન એ મને એના રૂપ માં આંખું સંસાર આપી દીધું.પણ એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એના પિતા માટે નાં સવાલ આપવા મારા માટે અઘરા થવા લાગ્યા હતા અવિક..
એક દિવસ રમતા રમતા એ બેહોશ થય ગયો અને સારવાર બાદ બધા રિપોર્ટ નાં તારણ માં આવ્યું કે આપનો દીકરો એક અસાધ્ય બીમારી થી પીડાઈ રહ્યો છે જે એને થોડા સમય માં દુનિયા છોડવા મજબૂર કરી દેશે.અભિનવ ની બગડતી હાલત એને એની તેના પિતા ને મળવાની ઈચ્છા મને પાછી તારી પાસે લઈ આવી.એને વચન આપ્યું હતું કે તારા આ જન્મ દિવસ પર પપ્પા ને બોલાવી સાથે ફરવા જઈશું..આ બસ એ વચન નિભાવવા આવી હતી ફરી એક વાર તારા જીવન માં અને કદાચ હંમેશા માટે જતી રેહવા માટે.આ સોફ્ટ ટોય એ જ છે જે તારા IVF સંતાન માટે હોસ્પટલમાં આપ્યું હતું જે તારા અભિનવ ની યાદગીરી..

તું દરેક હકીકત જાણી લીધા પછી કદાચ મને ધિક્કારે પણ ખરો,પણ મારા મન માં તારા માટે ની લાગણી હંમેશા અકબંધ રેહશેે એ મારું વચન છે.હોઈ શકે તો મને માફ કરી દેજે..જીવન માં આગળ વધવા નું એટલા માટે કહીશ કે આ દરેક પરિસ્થિતિ માટે અંકિતા અને અદિતિ નો કોઈ વાંક નથી બસ એના માટે જીવી લેજે અને હોઈ સકે તો અભિનવ ને છેલ્લી વાર જોવા આવજે તો સમજીશ તે મને માફ કરી..

- માત્ર તારી "અવની"

ફરી એક વાર અવની આંસું ભરી આંખે રહસ્યો નાં પડદા ખોલી એક પીડા ના સમુદ્ર માં વહાવી ગઈ એ અવિક ને.....


And the pain continues.. not every story has happy ending..