Dikto books and stories free download online pdf in Gujarati

દિકરો - A story of strength

સાંજ નો ૭ વાગ્યા નો સમય અને શિયાળા ની સાંજ એટલે રાત્રિ નાં સમય જેવું અંધારું. નગ્મા બેગમ બેચેન થઇ રહ્યા છે અંધકાર થી કે પછી દીકરી ની ફિકર થી!

"બેટા, તું સાચે આજ ની નાઈટ શિપ માં જઈશ?"
"હા અમ્મી, કેમ એટલી ફિકર કરે છે?
"કેમ નાં કરું બેટા, આજે રિક્ષા ને ટેક્સી ની હડતાળ છે ને તારી ગાડી પણ સર્વિસ માટે આપી છે કેવી રીતે જઈશ? કેવી રીતે આવીશ ?" નગ્મા બેગમ નાં અવાજ માં ચિંતા રણકી રહી..
ફલક નગ્મા બેગમ અને યુસુફ પઠાણ નું એક નું એક સંતાન હતી. લગ્ન ના ૧૦ વર્ષ પછી અલ્લાહ નાં રેહમત રૂપે ફલક જન્મી હતી.યુસુફ મિયા એ ફલક ની કેળવણી માં કોઈ કસર રાખી નાં હતી.

જે સંતાન માટે કેટલાય ગાયનેક નાં પગથિયાં ચડ્યા હતા એજ દીકરી આજે પ્રતિષ્ઠિત હોસ્પિટલ માં એક ગાયનેક ડોક્ટર છે.સમય ને પાંખ આવે ત્યારે તો વર્ષો પણ આંખ નાં પલકારે ગુજરી ગયા હોઈ એમ લાગે છે.આજે ફલક ને ઘણાં સમય પછી નાઈટ શિપ માં જવાનું હતું.ચિંતા એ વાત ની નાં હતી પણ ચિંતા એ વાત ની હતી કે એની પાસે ગાડી નાં હતી અને હડતાળ હતી રિક્ષા અને ટેક્સી ની!

"અરે અમ્મી ચિંતા ના કર,મને નીરવ મૂકી જશે અને સવારે તો એમ પણ રિક્ષા મળી જ જશે ને!"
"ઠીક છે બેટા, પોહચી ને એક વાર કોલ કરી દેજે." - નગ્મા બેગમ એ ચિંતભર્યા સ્વરે કહ્યું.

ફલક થોડી વાર માં તૈયાર થઇ હોસ્પિટલ જવા નીકળી જાય છે.ગમે એટલી આધુનિક ડોક્ટર કેમ નાં થઈ હોઈ પણ બુરખા વગર ફલક ઘર ની બહાર નહીં જતી.કોણ જાણે કેમ આજે નગ્મા બેગમ નાં મન માં ચિંતા નાં વાદળ ઘેરાય રહ્યા હતા.એમના ચેહરા પર ની ઉદાસી જોઈ યુસુફ ભાઈ એ કહ્યું, "અરેં બેગમ, નાહક ની ચિંતા કરો છો તમે! આપણી દીકરી ૧૦૦ દીકરા પર ભારે પડે એવી છે."
એમ કહી યુસુફ ભાઈ ખડખડાટ હસી પડ્યા પણ નગ્મા બેગમ એ મન વગર હાસ્ય આપી રસોડા માં જતાં રહ્યાં.

નીરવ ફલક ને લઈ ને હોસપિટલ પોહંચે છે. ફલક ગાડી માં થી નીચે ઉતરી ચેહરા પર થી બુરખો હટાવી,
"thanks યાર, તું નાં હોત તો આજે માટે રજા જ પડી જાતે."
નીરવ હળવું સ્મિત આપી એક પળ માટે ફલક ની સુંદરતા આંખો માં સમાવી રહ્યો. હંમેશા બુરખા માં રેહતી ફલક ની સુંદરતા અપ્સરા ને શરમાવે એવી હતી એ બુરખા માં થી દેખાતી એની તીખી આંખ જોઈ ને કોઈ પણ કહી સકે.
"અરે યાર એમાં શું? કંઇ પણ જરૂર હોય તો એક કૉલ કરજે,હું આવી જઈશ." - નીરવ એમ કહી ત્યાં થી નીકળી ગયો.ફલક હોસ્પિટલ માં જઈ બુરખો હટાવી રોજ ની જેમ ડોક્ટર નાં યુનિફોર્મ માં સજ્જ થઈ ગઈ અને પોતાની ફરજ બજાવવા લાગી.
*. *. *. *.

રાત્રિ નો ૨ વાગ્યા નો સમય છે. કોઈ પ્રસૂતિ પીડિત સ્ત્રી દર્દી નાં હોવા થી હોસ્પિટલ માં શાંતિ છે પણ નવજાત શિશુ નાં રાડવાના અવાજો ગુંજ્યા કરે છે.અચાનક ફલક નાં ફોન ની રીંગ વાગે છે
"હેલ્લો અમ્મી, શું થયું? બધું બરાબર છે ને?"
ફલક પોતાની વાત પૂરી કરે એ પેહલા વિહવળ થયેલ નગ્મા બેગમ એકી શ્વાસે બોલી રહ્યા, "બેટા ફલક જલ્દી ઘરે આવ દીકરા જો તારા અબ્બુ ને શું થયું છે? અચાનક છાતી માં દુઃખાવો ઉપડો છે,મને બહુ બીક લાગે છે જલ્દી આવ બેટા...." અને નગ્મા બેગમ છૂટી પોકે રડી પડ્યા..
"અમ્મી ચિંતા ના કર હું હમણાં જ એમ્બ્યુલન્સ ને બોલવું છું અને ઘરે પોહચું છું જેમ બને તેમ જલદી.." એટલું બોલી કોલ કપાઈ ગયો.
ફલક ને થોડી વાર માટે કઈ સમજાતું ન હતું કેવી રીતે ઘરે જશે અને તરત નીરવ યાદ આવ્યો અને તરત જ નીરવ ને ફોન કર્યો.
"હેલ્લો નીરવ" ફલક નાં અવાજ માં બેચેની સાફ છલકી રહી હતી.
"હા ફલક બોલ કેમ એટલી રાત ના શું થયું? બધું ઠીક તો છે ને? તું એટલી ગભરાયેલી કેમ લાગે છે?" નીરવ એકીશ્વાસે પૂછી રહ્યો હતો.
"નીરવ પ્લીઝ જલ્દી મારી હોસ્પિટલ પોહંચ મારે હમણાં ને હમણાં ઘરે પોહચવા નું છે.અબ્બુ ને હાર્ટ એટેક આવ્યો છે." આટલું બોલતા ફલક રડી પડી.
"હમણાં આવ્યો ફલક તું બહાર ઉભી રેહ બસ પોહાચ્યો."
એમ કહી ફલક ને ફોન મૂકી અને એમ્બ્યુલન્સ ને કોલ કરી બધી વિગત જણાવી ઘર નું એડ્રેસ આપ્યું.

પોતાની હોસ્પિટલ માં થી રજા લઈ બુરખો પેહરી ઘરે જવા હોસ્પિટલ ની બહાર નીકળી.બહાર ઉભી રહી નીરવ ની રાહ જોઈ રહી હતી,૧૫ મિનિટ થી વધુ સમય થઈ ગયો પણ નીરવ આવ્યો ના હતો અને અબ્બુ ની ચિંતા નાં માર્યે ફલક વધુ ને વધુ બેચેન થઈ રહી હતી.એને નીરવ ને કોલ લગાવ્યો પણ નીરવ એ ફોન ના ઉપાડ્યો એટલે એ હોસ્પિટલ ની બહાર આગળ નાં ચાર રસ્તા સુધી એકલી ચાલતી આવી.સૂમસામ રસ્તા પર કૂતરા સિવાય કોઈ માણસ ફરકતું ના હતું. એક પળ માટે સામાન્ય સ્ત્રી ગભરાય જાય એવી કાળી રાત ના સૂમસામ રસ્તા પર ફલક નિર્ભયતા થી ફટાફટ આગળ વધી રહી હતી; ખબર ની આ બહાદુરી હતી કે ચિંતા ના કારણે
હિમ્મત વધી રહી હતી સમજી શકાતું ના હતું.
અચાનક પાછળ થી એક કાર નો અવાજ આવતા એને લાગ્યું નીરવ આવ્યો એમ સમજી પગ રોકી પાછળ જોયું ત્યાં તો પલક નાં ઝપકરા માં એ કાર ઊભી રહી અને એમાં થી એક માણસ બહાર એવી પલક નું મોઢું દબાવી એને કાર માં હડસેલી દરવાજો બંદ કરી દીધો અમે ગાડી ચાલવા લાગી.ફલક થોડી વાર માટે પોતાને છોડવા માટે વ્યર્થ પ્રયત્ન કરવા માંડી. જેમ જેમ ફલક નાં પ્રયત્ન વધી રહ્યા એમ પેલા રાક્ષસ ની શક્તિ વધી રહી હોઈ એમ લાગ્યું.
"કઈ પણ કર છોકરી તને એમ નહિ જવા દઈએ..." અને પેલા યુવાન નું અટ્ટહાસ્ય ગાડી માં ગુંજી રહ્યું.હવસ માં આંધળો થયેલો વ્યક્તિ સ્ત્રી ને જરૂર કરતાં વધુ કમજોર સમજી બેસે છે અને એનો લાભ ફલક એ ઉઠાવ્યો અને યુવક એ માત્ર મોઢું દબ્યું હતું પણ હાથ નહિ, ફલક એ જોર માં યુવક ની છાતી માં કોણી નો એવો જોર માં ઘાવ માર્યો કે એની હાથ ની પકડ છૂટી ગઈ અને તે થોડી વાર માટે કણસી રહ્યો. ફલક એ ચપળતા થી બેગ માં થી કસંકો કાઢ્યો અને નીચે ની પકડ થી ખેંચ્યું તો ધારદાર ચપ્પુ!
આગળ બેસેલા યુવાન ને થોડી વાર માટે કઈ સમજાય એ પેહલા ફલક એ બાજુ વાળા યુવાન નાં ગળા પર ચપ્પુ મૂકી કહ્યું, "નરાધમ ગાડી ઉભી રાખ નહિતર મને ચપ્પુ ગળે ફેરવતા વાર નહિ લાગે." બુરખા માં રહેલી ફલક માં જાણે અદ્ભુત શક્તિ આવી હોઈ એમ રણચંડી બની ગઈ.
"છોડી દે છોકરી તને આ મોંઘુ પડશે સાચું કહું છું.." પેલા યુવાન એ ગાડી ની ઝડપ વધારી એટલે ફલક એ બાજુ માં બેસેલા યુવાન પર ચપ્પુ નો ઘાવ કરી દીધો.
"એક વાર કહ્યું ને ઉભી રાખ ગાડી સમજ નથી પડતી તને!". - ફલક ગુસ્સા માં બોલી.
"ભાઈ ઉભી રાખ ગાડી નહિતર આ પાગલ આપડે બંને ને મારી દેશે!"
જેવી યુવાન એ ગાડી ઊભી રાખી ફલક એ બાજુ માં બેસેલા યુવાન ને દરવાજો ખોલવા કહ્યું અને હડસેલી ને બહાર ધક્કો મારી બહાર કાઢ્યો જ કે યુવાન એ પગ નાં જોરે ફલક ને ઠોકર થી ગુમરાહ કરવા કોશિશ કરે એટલા માં ફલક એ એને બંને પગ વચ્ચે જોર માં ઘૂંટણ નો ઘાવ કરી દીધો અને એ પીડા થી કણસી રહ્યો,
એનો મિત્ર એને બચાવા બહાર આવ્યો ને એ નજીક આવે એ પેહલા ફલક એ બેગ માં થી પેપર સ્પ્રે કાઢી એની આંખ માં છાંટી દીધું. ૨ ઘડી માટે પેલા યુવાન કઈ જોઈ નાં શક્યો અને એને પણ બંને પગ વચ્ચે જોર માં લાત મારી. બંને નરાધમ ને પીડા થી કણસતા મૂકી વીજળી વેગે એ બેસી ગઈ આગળ ની ડ્રાઇવર સીટ પર અને એમની જ ગાડી લઈ ત્યાં થી જતી રહી! પેલા બંને વ્યક્તિ એ પાછળ ભાગવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા..બંને જણા એ શું વિચાર્યું હતું ને શું થઈ ગયું!
ફલક બહું ઝડપ થી ગાડી ચલાવી રહી હતી ત્યાં એનો ફોન વાગ્યો.
નીરવ નો કોલ જોઈ ઉપાડ્યો એ કઈ બોલે પેહલા જ, "હા નીરવ કઈ પણ પૂછયા વગર સિટી હોસ્પિટલ પોહચ સીધો..!" એટલું કહી ફલક એ ફોન મૂકી દીધો.
ફલક ઘરે પોહચી ત્યાં સુધી એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. નગ્મા બેગમ રડી રહ્યા હતા. યુસુફ મિયા ને એમ્બ્યુલન્સ માં સુવડાવી સિટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. આ બાજુ નીરવ પણ હોસ્પિટલ પોહચી ગયો હતો. યુસુફ ભાઈ ને તરત આઇ.સી.યુ માં ખસેડવા માં આવ્યા અને ઇલાજ ચાલુ કર્યો.
નીરવ, ફલક અને નગ્મા બેગમ આઇ.સી.યુ ની બહાર ઊભા ડોક્ટર ની રાહ જોઈ ઊભા હતા. નીરવ નાં મન માં ઘણા વિચારો ઘૂમી રહ્યા હતા પણ પરિસ્થિતિ જાણી ચૂપ રેહવાનું પસંદ કર્યું. નગ્મા બેગમ નાં આંસુ રોકયે રોકતાં ન હતા, માત્ર હીબકાં શાંત થયા હતા.

*. *. *. *. *. *. *. *. *. *. *. *

સવાર ના ૫ વાગ્યાનો સમય છે. યુસુફ ભાઈ નું હૃદય નું ઓપરેશન સફળ રહ્યું હતું અને એમની તબિયત ગંભીર સ્થિતિ થી બહાર છે એ જાણી બધાંને હાશકારો થયો હતો. આંસુ અને થાક થી નગ્મા બેગમ પણ આરામ કરી રહ્યાં હતા. આ બાજુ ફલક નું મન હજુ બેચેન હતું અને હોસ્પિટલ નાં કોરિડોર માં આંટા મારી રહી હતી જાણે કોઈ નિર્ણય લેવા મથી રહી હતી એમ લાગતું હતું. નીરવ બહાર થી ચા લઈ આવ્યો.
" ચાલ ફલક ચા પી લે!"
ફલક ચેહરા પર થી બુરખો હટાવી બાજુ માં ખુરશી પર બેસી ગઈ. બુરખો હટવાની સાથે નીરવ ને એના ચેહરા પર અજાણ્યા ભાવ અને ચિંતા સાફ દેખાય રહી.એમ પણ એ અચાનક એની સાથે આવાના બદલે સીધી હોસ્પિટલ કેવી રીતે પોહચી? હમણાં આટલી બેચેન કેમ છે? અબ્બુ ની તબિયત સારી છે એ જાણીને પણ એની ચિંતા કેમ ઓછી થતી હતી??
નીરવ એ ફલક ને હાથ માં ચા નો કપ આપ્યો. ફલક ચા પીતા પીતા બોલી, "નીરવ તારે મારી સાથે પોલીસ સ્ટેશન આવાનું છે આવશે ને?"

"હા, પણ તું કેહસે શું થયું? હોસ્પિટલ થી પણ કેવી રીતે ઘરે એકલી આવી ગય? મને જરા શું મોડું થયું તું તો ..? ખોટું તો નથી લાગ્યું ને તને??"

"તને બધું પછી કહીશ બસ ચાલ તું."

બંને ચા પિય ને પોલીસ સ્ટેશન જવા નીકળ્યા પણ બંને અલગ અલગ ગાડી માં! નીરવ પૂછવું હતું પણ ટાળી દીધું કે આ ગાડી કોની?


*. *. *. *. *. *. *. *. *. *. *. *

સવાર નો ૬.૦૦ વાગ્યા નો સમય છે. પોલીસ સ્ટેશન માં ફોન ની ઘંટી વાગે છે.
"હેલ્લો કોણ?"
"હલ્લો સાહેબ, હું સિટી હોસ્પટલ થી બોલું છું ગઈ કાલે જેં યુવતી ને બળાત્કાર નાં કારણે તણાવ માં આવી આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો એ યુવતી એ એનો જીવ ગુમાવ્યો છે આખરે! કેસ ની વિગત પૂરી કરવા માટે તમને જાણ કરવા કોલ કર્યો તમને."
" હા ભલે" આટલું કહી ફોન મૂકી દેવાયો.

"સર માટે એક FIR નોંધાવી છે" - ઉપર જોયું તો સામે એક બુરખા વાળી યુવતી અને એક યુવાન ઊભા હતા.
" બોલો મેડમ, શાની FIR?"
"Attamp to Rape and Kidnape"
"કોની સાથે?" - પોલીસ વાળા સાહેબ એ સામે સવાલો ચાલુ કર્યા.
"મારી સાથે" - ફલક એ અડીગતા થી જવાબ આપ્યો.
"વિગતવાર જણાવો મેડમ"

ફલક એ ગઈ કાલે રાતે જે પણ થયું એ બધું વિગતવાર જણાવ્યું અને ગાડી ની ચાવી પોલીસ વાળા સાહેબ ને આપતા કહ્યું,

"ગુનેગાર સામે થી આવશે સાહેબ, આ એની જ ગાડી છે! ચાલ નીરવ જવાના અમ્મી રાહ જોતી હશે!" એમ બોલી FIR ના કાગળ પર સહી કરી જવા માંડી.

અને એ બુરખા માં રહેલી વાઘણ ને જતા બધા ગર્વ ભરી આંખે જોઈ રહ્યા. એક બાજુ હવસ નો શિકાર બનેલી માસૂમ યુવતી ઓ વચ્ચે આ હિમ્મત વાળી દીકરી એ એના માતા પિતા દ્વારા સંબોધતો "બેટા" શબ્દ સાર્થક કર્યો.

*. *. *. *. *. *. *. *. *. *. *. *

સ્વ રક્ષણ ની વાતો બધા કરે છે? કેટલા માતા પીતા પોતાની દીકરી ને સ્વરક્ષણ માટે તાલીમ આપે છે?

બળાત્કાર નું કારણ ટૂંકા વસ્ત્રો છે? તો કોઈ બુરખા વાળી યુવતી પીડિત નાં હોઈ?
સુંદરતા છે બળાત્કાર નું કારણ? તો કદરૂપી યુવતી ઓ સમાજ માં વધુ સુરક્ષિત હશે?
યૌવન છે બળાત્કાર નું કારણ? તો ૪ વર્ષ ની બાળકી ને કેમ છોડી દેવા માં નથી આવતી?

દીકરી ઓ ને સ્વ રક્ષણ શીખવીએ પણ દીકરા ને શીખવીએ મર્યાદા!
બસ પછી જો કેમ નાં સચવાય સમાજ ની "મર્યાદા"