Prematma - 2 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | પ્રેમાત્મા - ભાગ - ૨

પ્રેમાત્મા - ભાગ - ૨

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા અજય સાથે કંપનિ મા જાય છે અને ઓફિસ મા બેસી મોહિત ને બોલાવવા માટે પટ્ટાવાળા ને કહે છે, ધરા મોહિત ની આતુરતા થી રાહ જોવે છે હવે જોઈએ આગળ.
ધરા વિચારે છે કે મોહિત ને એના મન ની વાત કેવી રીતે કરીશ? મોહિત મને સ્વિકારશે કે નહિ? એટલા મા મોહિત આવે છે .
મોહિત : ગુડ મોર્નિંગ મેડમ, આપે મને બોલાવ્યો?
ધરા : ગુડ મોર્નિંગ મિ. મોહિત આવો બેસો.
મોહિત : થેંન્ક યુ મેડમ, કંઈ કામ હતુ મેડમ?
ધરા : હા કામ હતુ હુ આપ ને એક પર્સનલ વાત કરવા માંગુ છુ પણ સમજાતુ નથી કે કેવી રીતે કહુ?
મોહિત : મેડમ જે, હોય કહો હુ તમારી સમસ્યા દૂર કરવા નો પ્રયત્ન કરીશ.
ધરા : મારી એક ફ્રેન્ડ છે એ કોઈ ને લાઈક કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે છે. એને જોયો ત્યાર થી જ મારી ફ્રેન્ડ ની હાલત ખરાબ છે. પણ એ જેને લાઈક કરે છે એને એના મન ની વાત કહેવા માંગે છે પણ એને એ વાત ની બીક છે કે કદાચ એ યુવાન એના મન ની વાત સમજશે એને સ્વિકારશે કે નહિ, એ બોવ ટેન્શન મા છે હવે શુ કરે એ સમજાતુ નથી.
મોહિત : મેડમ મન ની વાત મન મા રાખવાથી ઘુંટાઈ જવાય એને કહી દેવામ જ સારુ છે અને રહી વાત એ યુવાન ના સ્વિકારવાની તો જો મેડમ એ પણ એને લાઈક કરતો હશે તો એને હા પાડશે નઈ તો ના. કેમ કે દરેક ને પોતાની લાઈફ જીવવાનો અધિકાર છે. દરેક પોતાની પસંદ ના પસંદ રજૂ કરી શકે છે.
ધરા : આપની વાત સાચી છે મોહિત. મારી એક વાત નો જવાબ આપો, માની લો કે કોઈ યુવતી તમને પસંદ કરે છે. એની પાસે બંગલો, ગાડી, રુપિયા બધુ જ છે તમને એ એના મન ની વાત કરે તો આપ શુ કરો?
મોહિત : મેડમ, ધન દોલત તો હાથ નો મેલ છે આજે છે ને કાલે નહિ, કિસ્મત સાથે હશે તો ધન દોલત તો ક્યારે પણ કમાઈ શકાય છે, પણ પ્રેમ એ પવિત્ર બંધન છે. એને રુપિયા પૈસા થી માપી ના શકાય. સાચો પ્રેમ કિસ્મત વાળા ને મળે છે પછી એમા અમીરી ગરીબી કશુ રહેતુ નથી.
ધરા : આપની વાત સાચી છે આપનો આભાર મને ગાઈડ કરવા માટે. આપ જઈ શકો છો મિ. મોહિત.
મોહિત : ઠીક છે મેડમ કંઈ કામ હોય તો, જરુર કહેજો.
મોહિત ના ગયા પછી ધરા વિચારે છે કે મોહિત ને હમણા કશુ નય કહેવુ એ, સાચા પ્રેમ મા વિશ્વાસ કરે છે, હમણા કશુ કહીશ તો કદાચ એને એમ લાગશે કે હુ એની સાથે ટાઈમપાસ કરુ છુ એટલે પહેલા એને વિશ્વાસ અપાવીશ કે હુ એને સાચો પ્રેમ કરુ છુ પછી એને લગ્ન નો પ્રસ્તાવ આપીશ. આમ પણ ૩ મહિના માટે ભાઈ સાથે બહાર જવાનુ છે એટલે હુ એટલા સમય દરમિયાન પોતાને તૈયાર કરીશ મોહિત ના લાયક થવા. બસ એ વિચારતી હોય છે, ત્યારે અજય આવી ને ઘરે જવા ની વાત કરે છે , બહાર જવા માટેની તૈયારી કરવાની હોય છે. એ બંન્ને ઘરે જવા નીકળે છે, ઘરે પહોંચી ને બધી તૈયારી કરે છે, અજય મોહિત ને કહી ને આવ્યો, હોય છે કે સાંજે કંપનિ ની ગાડી લઈને બંગલે આવે અને બધા ને એઈરપોર્ટ ડ્રોપ કરે. સમય થતા જ મોહિત આવી પહોંચે છે. અજય, રીના અને ધરા બધા જ સામાન લઈ ગાડી મા બેસી એઈરપોર્ટ જવા નીકળે છે. એઈરપોર્ટ પર પહોંચી ને અજય મોહિત સાથે વાત કરે છે.
અજય : મોહિત મને તારી પર ખૂબ જ વિશ્વાસ છે કે મારી ગેરહાજરી મા કંપનિ ને સારી રીતે સંભાળીશ.
મોહિત : સર આપ બેફીકર થઈ ને જાવ હુ છુ ને બધુ સંભાળી લઈશ.
અજય, રીના અને ધરા એઈરપોર્ટ ની અંદર જાય છે, મોહિત ગાડી લઈ એના ઘર તરફ જાય છે. મોહિત ઘરે પહોંચે છે, બેગ મુકે છે મોહિત ના મમ્મી શારદાબેન પાણી લાવે છે, મોહિત પાણી પી ને ગ્લાસ શારદાબેન ને આપે છે, શારદાબેન જતા હોય છે તો અચાનક પડી જાય છે, એ જોઈ મોહિત અને એના પપ્પા રમણભાઈ તરત જ શારદાબેન પાસે દોડી જાય છે અને એમને ઊભા કરી સોફા પર બેસાડે છે.
મોહિત : મમ્મી આપને વાગ્યુ તો નથી ને!
રમણભાઈ : શારદા તુ પડી કેવી રીતે ગઈ?
શારદાબેન : શુ કરુ હવે ઉંમર એવી થઈ ગઈ છે હવે કોઈ કામ કરવા વાળુ સેવા કરવા વાળુ જોઈએ.
રમણભાઈ : સાચી વાત છે, મોહિત હવે તારી ઉંમર પણ લગ્ન લાયક થઈ ગઈ છે તુ પણ લગ્ન કરી લે તો તારી મા ને થોડી રાહત થાય.
મોહિત : સારુ પપ્પા હુ તમારા બંન્ને ની ખૂ઼શી માટે લગ્ન કરવા તૈયાર છુ, નય તો મારી હમણા ઈચ્છા ન હતી.
રમણભાઈ : આ તો, બોવ સારી વાત છે, હુ કાલે જ તારી માટે તારા લાયક અને આપણુ ઘર સંભાળી શકે એવી એક છોકરી છે એની સાથે તારુ નક્કી કરી દઉ કાલે સાંજે આપણે એને જઈને મળી લઈએ ઠીક છે બેટા. .
મોહિત : ઠીક છે પપ્પા જેવુ તમને યોગ્ય લાગે.
બીજા દિવસે મોહિત જોબ પર જાય છે, સાંજે જોબ પર થી પાછો આવી ને રેડી થાય છે , પછી મોહિત અને એના મમ્મી પપ્પા છોકરી જોવા જાય છે. છોકરી ના ઘરે પહોંચી બેસે છે. થોડી વાતચીત કરી ને રમણભાઈ છોકરી ને બોલાવવા કહે છે, છોકરી ચા ના કપ ભરેલી ટ્રે લઈ ને આવે છે, મોહિત એને જોવે, છે અને એને જોતો જ રહી જાય છે, એકદમ સરળ, સુંદર અને આકર્ષક લાગે છે.નામ એનુ મોહિની હોય છે. મોહિત મનોમન એની સાથે લગ્ન કરવા માટે ની હા પાડી દે છે. ચા પી઼ધા પછી રમણભાઈ એકબીજા સાથે વાત કરવા માટે અલગ મોકલે છે. બંન્ને બીજા રુમ મા બેસે છે અને વાતચીત શરુ કરે છે.
મોહિત : મારુ નામ મોહિત છે તમારુ નામ શુ છે?
મોહિની : મારુ નામ મોહિની છે.
મોહિત : સરસ જેવુ નામ છે એવા જ ગુણ છે, આપ ખરેખર મોહિની જ છો મારુ મન મોહી લીધુ છે.
મોહિની : આપ પણ આપના નામ જેવા જ છો, હુ પણ તમારી પર મોહિત થઈ ગઈ છુ.
મોહિત : તો શુ આપ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છો.
મોહિની : હા તૈયાર છુ પણ એક શરતે.
મોહીત : શરત કઈ શરત?
મોહિની : એ જ કે આપ મને મારા નામ થી બોલાવશો તો?
મોહિત : ઓહ્ આ વાત છે ઠીક છે મોહિની બસ. .
બંન્ને જણ વાત કરી બહાર આવે છે અને એકબીજા સાથે લગ્ન કરવા તૈયાર છે એમ ઘરવાળા ને જણાવે છે, બધા ખૂબ જ ખુશ થાય છે અને મહિના મા જ એમના લગ્ન કરવાનુ નક્કી કરે છે. પછી મોહિત અને એના મમ્મી પપ્પા મોહિની ના ઘરે થી એમના ઘરે જવા નીકળે છે. ઘરે જઈ ને મોહિત આ ખુશખબરી આપવા માટે અજય ને ફોન કરે છે પણ અજય નો ફોન લાગતો ન હતો. મોહિત બીજા દિવસે કંપનિ મા જઈ ને બધા ને ખુશ ખબરી આપે છે. બધા બોવ જ ખુશ થાય છે, કંપનિ ના મેનેજર ને પણ વાત કરે છે એ પણ મોહિત ને શુભકામના પાઠવે છે, મોહિત અજય ને વાત કરવાનુ કહે છે પણ મેનેજર કહે છે કે અજયસર ૩ મહિના સુધી કોન્ટેક્ટ મા નય આવે એ અહિ આવશે ત્યારે જ એમને બધી વાત ની ખબર પડશે. પછી મોહિત એના કામ મા લાગી જાય છે, મેનેજર મોહિત ના લગ્ન ના લીધે મોહિત ને મહિના ની રજા આપે છે. મોહિત ના ટૂંક સમય મા લગ્ન થાય છે , લગ્ન થયા પછી મોહિત અને મોહિની બહાર ફરવા જાય છે, જ્યારે પાછા આવે છે ત્યારે શારદાબેન એમનુ સ્વાગત કરે છે, બંન્ને ની લાઈફ હસી ખુશી થી વિતે છે. પણ મોહિત એક સામાન્ય એકાઉન્ટન્ટ હોય છે એનો પગાર પણ સામાન્ય હોય છે એટલે ઘર ની જવાબદારી પુરી થતી નથી, શારદાબેન પણ મોહિની ને મ્હેણા મારે છે કે એના આવવાથી ઘર મા પનોતિ વધી ગઈ. પણ મોહિની મોહિત ના લીધે ચૂપચાપ બધુ સાંભળ્યા કરે છે કેમ કે મોહિની મોહિત ને સાચો પ્રેમ કરતી હોય છે. ધીરે ધીરે ૩ મહિના વિતી જાય છે, અજય એનુ કામ પતાવી બહારગામ થી પરત આવે છે. મોહિત ને ખબર પડે છે મોહિત બીજા દિવસે અજય ને એના લગ્ન ની ખુશ ખબરી આપવા માટે મિઠાઈ લઈને કંપનિ મા જાય છે.
ક્રમશ:. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

Rate & Review

Payal Chavda Palodara
Rajiv

Rajiv 1 year ago

PARTH

PARTH 2 years ago

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 years ago

Ganshyam Thakkar

Ganshyam Thakkar 2 years ago