prematma - 9 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | પ્રેમાત્મા - ભાગ - ૯

પ્રેમાત્મા - ભાગ - ૯

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા રનજીતસિંગ ને હત્યા વિશે બધુ કહે છે અને એ વાત નો પુરાવો પણ આપે છે, પછી ધરા અજય ના ઘરે જાય છે હવે જોઈએ આગળ. . . . . . . .
ધરા અજય ના ઘરે પહોંચે છે. રીના ધરા ને જોઈ ને બોવ ખુશ થાય છે.
રીના : ધરા બોવ દિવસ થયા તને જોયે, અહી નજીક હોવા છતા પણ તુ મળતી નથી.
ધરા : ભાભી કહેવાય છે કે છોકરી નુ સાચુ ઘર તો એની સાસરી હોય છે, તો આપ જ કહો કે નજીક જ મારી સાસરી છે તો શુ રોજ રોજ અહી આવુ.
રીના : બોવ હોશિયાર થઈ ગઈ છે મારી ધરા તો હવે, મને પણ શિખામણ આપવા લાગી છે.
ધરા : ના ભાભી એવુ નથી પણ મને સંસ્કાર પણ તમે જ આપ્યા છે તો, તમારા સંસ્કાર પર કલંક કેવી રીતે લાગવા દઉ
રીના : સારુ હવે ચાલ ફ્રેશ થઈ ને નાસ્તો કરી લે. તારુ સાચુ ઘર ભલે તારી સાસરી હોય પણ આ ઘર ને પારકુ ના માનીસ આ પણ તારુ જ ઘર છે.
ધરા : હા ભાભી મને ખબર છે, અને એ પણ જાણુ છુ કે તમે અને ભાઈ એ મને દિકરી ની જેમ જ રાખી છે. હુ આવુ ફ્રેશ થઈ ને તમે થોડો નાસ્તો, કાઢો.
ધરા ફ્રેશ થવા જાય છે , આવી ને થોડો નાસ્તો કરે છે પછી એ અને રીના વાતો, કરતા બેસે છે. ઘણો સમય થઈ જાય છે પણ એમની વાતો પુરી નય થતી એટલા ના અજય પણ આવી જાય છે. અજય ધરા ને જોઈને ખુશ થઈ જાય છે અને ધરા ને ગળે લગાવી લે છે.
અજય : ધરા ક્યારે આવી તુ?
ધરા : હુ તો ક્યારની આવી છુ ભાઈ પણ તમારા ઠેકાણા હોય તો ને?
અજય : અરે પણ એક ફોન તો કરવો જોઈએ તો હુ જલ્દી આવી જતો ને.
ધરા : અરે કંઈ નય ભાઈ ચાલો તમે પહેલા જમી લો, પછી બધી વાત.
અજય : સારુ પણ આજે અહી જ રોકાઈ જજે સવારે જતી રહેજે.
ધરા : ભાઈ હમણા રોકાવા જેવુ કંઈ છે નહી એટલે હુ રોકાવુ નહી આમ પણ મારી સાસરી ક્યા દૂર છે મન થશે તો પાછી આવી જઈશ.
અજય : ભલે મારી ઢીંગલી જેવી તારી ઈચ્છા.
અજય ફ્રેશ થવા જાય છે, રીના જમવાનુ પીરસે છે, એટલા મા અજય બૂમ પાડી ને કહે છે કે ટુવાલ ભુલી ગયો છુ જરા મોકલાવજો. રીના જતી હોય છે પણ ધરા કહે છે કે હુ આપી આવુ છુ. ધરા અજય ને ટુવાલ આપવા જાય છે, ટુવાલ આપી ને ધરા નીકળતી હોય છે કે એની નજર બેડ પર પડે છે. જ્યા અજયે એના કપડા મુક્યા હોય છે અને એની ઉપર લોકેટ હોય છે. જે ધરા અજય ના ઘરે લેવા આવી હોય છે. ધરા ખુશ થઈ જાય છે, કે કંઈ પણ મહેનત કર્યા વગર લોકેટ મળી ગયુ. ધરા લોકેટ લઈ ને તરત જ બહાર જતી રહે છે. હોલ મા જઈને એ લોકેટ ધરા સોફા નીચે સંતાડી દે છે અને પછી ડાયનીંગ ટેબલ પર આવી ને બેસી જાય છે. અજય ફ્રેશ થઈને, બહાર આવે છે કપડા પર લોકેટ ને ન જોતા મુંઝાય છે, કે લોકેટ ગયુ ક્યા? એ બધે જ લોકેટ ને શો઼ધે છે પણ મળતુ નથી પછી અજય કપડા ચેન્જ કરી બહાર આવે છે, અને ધરા પાસે જાય છે.
અજય : ધરા તુ હમણા ટુવાલ આપવા આવી હતી તો તે મારુ લોકેટ જોયુ?
ધરા : ના ભાઈ હુ તો, તમને ટુવાલ આપી ને સીધી અહી આવતી રહી મારી નજર નય પડી કશે.
અજય : ક્યા ગયુ હશે આખા રુમ મા શોધ્યુ પણ મળ્યુ જ નહી હવે ક્યા હશે કઈ સમજાતુ નથી.
ધરા : ભાઈ એટલુ ટેન્શન શુ લો છો મળી જશે, નય મળે તો બીજુ નવુ લઈ લેજો.
અજય : ધરા વાત નવા જુના ની નથી એ બોવ ઈમ્પોર્ટન્ટ લોકેટ છે, એ હુ એક ગુરુજી પાસે થી અભિમંત્રિત કરાવી ને લાવ્યો છુ.
ધરા : ભાઈ તમે ટેન્શન ના લો હુ કહુ છુ ને મળી જશે તમે જમી લો હુ નીકળુ છુ.
અજય : ભલે તુ નીકળે આવજે પાછી.
ધરા જતા વિચાર કરે છે કે લોકેટ ને સોફા નીચે થી કાઢુ કેવી રીતે? ભાઈ જોઈ જશે, તો અને લોકેટ અહી જ રહેવા દઉ ને ફરી ભાઈ ના હાથ મા લાગી જશે તો? પછી અચાનક જ એને એક આઈડીયા આવે છે જતા જતા બધા ની નજર બચાવી ને એનો, મોબાઈલ સોફા પર નાખી દેય છે. બહાર જઈ થોડીવાર મા પાછી આવે છે. અજય ધરા ને જોઈ ને પુછે છે.
અજય : અરે ધરા શુ થયુ તુ પાછી આવી?
ધરા : ભાઈ મારો મોબાઈલ મળતો, નથી કદાચ અહી ભુલી ગઈ હોઈશ તો એ જ લેવા આવી છુ.
અજય : કમાલ છે આજે આ થઈ શુ રહ્યુ છે, મારુ લોકેટ નય મળતુ અને મોબાઈલ નય મળતો. સારુ હુ ફોન કરુ છુ તારા મોબાઈલ પર જો ક્યા રિંગ વાગે છે મળી જશે.
ધરા : હા ભાઈ તમે ફોન કરો.
અજય ફોન કરે છે રિંગ સોફા બાજુ સંભળાય છે ધરા બોલે છે, કે મળી ગયો, લાગે છે સોફા પર પડ્યો છે એને મારા પર્સ મા જ મુકી દઉ એટલે બીજે કશે આમ ભુલી ના જવાય ઠીક છે ભાઈ હુ નીકળુ છુ. ધરા સોફા પર થી મોબાઈલ લેવા ના બહાને ધીરે રહીને લોકેટ પણ લઈ લે છે અને મોબાઈલ પણ લઈને પર્સ મા મુકી દે છે અને સીધી એની સાસરી મા જતી રહે છે. શારદાબેન ધરા ને જમવાનુ કહે છે પણ ધરા ના પાડે છે કે ભાઈ ના ઘરે ગઈ હતી તો ત્યા જમી ને આવી. હુ ઼થાકી ગઈ છુ હવે હુ સુઈ જવ છુ એમ કહી ધરા એના રુમ મા જતી રહે છે. મોડી રાત્રે રુમ મા અચાનક પવન ફૂંકાય છે બારી ઓ અથડાય છે, ધરા ની ઊંઘ ખુલે છે એ જેવી પડખુ ફરે છે કે એની સામે ભયાનક ચહેરો જોઈ એ ડરી જાય છે.
ધરા : કોણ છે કોણ છે તુ અહી શુ કરે છે.
મોહિની : અરે ધરા હુ મોહિની તુ મારા થી ડરે છે કેમ?
ધરા : મોહિની તને કેટલીવાર કહુ મારી સામે આવે તો તારા મુળ રુપ મા આવ તને આ રુપ મા જોઈ ને મને ડર લાગે છે, પહેલા તારા મુળ રુપ મા આવીજા.
મોહિની : લે બસ હવે આદત પડી ગઈ છે ને આવા રુપ મા રહેવાની એટલે પણ ચિંતા ના કરીશ હવે થી તારી સામે આવતા પહેલા હુ ધ્યાન રાખીશ.
ધરા : ઠીક છે બહેન, હવે સાંભળ તારુ બીજુ કામ પણ થઈ ગયુ છે મે અજય પાસે થી એ લોકેટ લઈ આવી છુ. હવે તુ અજય ની સામે જઈ શકે છે.
મોહિની : તારો આભાર કે તે મારી આટલી મદદ કરી.
ધરા : એમા આભાર શાનો મારા કારણે જ બધુ થયુ છે ને તો તારી મદદ કરી મારુ થોડુ પાપ તો ઓછુ કરી શકીશ.
મોહિની : સારુ સાંભળ હવે, હુ અજય ના ઘરે જવ છુ અને એને હુ મારી રીતે એ ફેક્ટરી પર લઈ આવીશ જ્યા એણે અમારી હત્યા કરી હતી. તુ રનજીતસિંગ ને લઈને ત્યા પહોંચ અને રનજીતસિંગ ને કહેજે કે એમની તૈયારી સાથે આવે જેથી અજય ના મોઢે નીકળેલુ સત્ય પુરાવા તરીકે આપણી સાથે રહે.
ધરા : હા વાંધો નય પણ અહી મમ્મી પપ્પા જાગી જશે તો?
મોહિની : તુ એમની ચિંતા ના કરીશ એ સવાર સુધી નય ઉઠે હુ મારી રીતે બધુ સંભાળી લઈશ. હુ એમને બેભાન કરી દઈશ એટલે એમને સવારે જ હોશ આવશે.
ધરા : સારુ તો તુ તારુ કામ કર અને હુ મારુ કામ કરુ.
મોહિની શારદાબેન અને રમણભાઈ ને બેભાન કરી અજય પાસે જાય છે. ધરા રનજીતસિંગ ને ફોન કરે છે.
રનજીતસિંગ : હા ધરા બોલો શુ થયુ કેમ આટલી રાત્રે તમે ફોન કર્યો, બધુ બરાબર તો છે ને ?
ધરા : હા બધુ બરાબર છે પણ હમણા મોહિની સાથે મારી વાત થઈ બધી મોહિની અજય પાસે ગઈ છે અને એ અજય ને કંઈ પણ રીતે ફેક્ટરી પર લઈ આવશે. આપણે પણ ત્યા પહોચવાનુ છે કે જેથી તમે અજય ના મોઢે બધુ સત્ય સાંભળો અને પુરાવો ભેગો કરો.
રનજીતસિંગ : ઠીક છે તો તમે આપના ઘર નુ સરનામુ મને મોકલો હુ તમને લેવા આવી જઈશ પછી આપણે સાથે જઈશુ.
ધરા : ભલે હુ સરનામુ મોકલી દઉ છુ.
ક્રમશ : . . . . . . . . . . . . . . . . . . . . . .

Rate & Review

Payal Chavda Palodara
Rajiv

Rajiv 1 year ago

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 years ago

NALINI K MODI

NALINI K MODI 2 years ago

Chetna Bhatt

Chetna Bhatt 2 years ago