Prematma - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમાત્મા - ભાગ - ૪

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે અજય મોહિત ના ઘરે જાય છે, શારદાબેન અજય ને ઘર મા બોલાવે છે સોફા પર બેસવા માટે કહે છે અને એ પાણી લેવા અંદર જાય છે. હવે જોઈએ આગળ. . . . .
શારદાબેન પાણી લઈને આવે છે, અજય થોડુ પાણી પી ને ગ્લાસ ટ્રે મા મુકે છે.
શારદાબેન : સાહેબ અમારા ઘરે આવવાની તકલીફ તમે કરી કંઈ થયુ છે સાહેબ મોહિત થી કોઈ ભૂલ થઈ ગઈ છે સાહેબ
અજય : ના એવુ કંઈ નથી હુ તમારા બધા સાથે વાત કરવા આયો છુ તમારા ફાયદા ની જ વાત છે જો તમે માની જશો તો બોવ જ ફાયદો થશે.
રમણભાઈ : હા સાહેબ તમે કહો તો ખરા ?
અજય : હુ તમને બધા ને કહીશ પણ સાથે નહી અલગ અલગ એકલા મા કહીશ.
શારદાબેન : સારુ સાહેબ તો ચાલો ઉપર રુમ મા બેસી ને વાત કરીએ.
અજય : હા ભલે પણ શરુઆત હુ મોહિત ના પત્નિ થી કરીશ. પછી એના પપ્પા અને પછી તમે.
રમણભાઈ : સાહેબ કંઈ વાંધો નય આપ રુમ મા બેસો હુ અમારી વહુ ને મોકલુ છુ. શારદા જા વહુ ને બોલાવી લાય.
અજય રુમ મા જાય છે અને શારદાબેન મોહિની ને બોલાવા રસોડા મા જાય છે અને મોહિની ને અજયે કરેલી વાત કરે છે અને એને અજય પાસે જવા કહે છે. મોહિની અજય પાસે જાય છે.
મોહિની : સાહેબ શુ વાત છે?
અજય : હુ તમારા ફાયદા માટે જ આયો છુ જો તમે વાત માનશો તો ખુબ ફાયદા મા રહેશો.
મોહિની : હા સાહેબ તમે કહો.
અજય મોહિની ને બધી વાત કરે છે અને મોહિત ને છોડી દેવા કહે છે બદલા મા એ મોહિની ને લાખો રુપિયા આપવાની વાત કરે છે.
મોહિની : સાહેબ અમે સામાન્ય ઘર ના માણસો છીએ અમે બોવ ઉચા સપના નય જોતા અમને માફ કરો. હુ મોહિત ને નય છોડી શકુ હુ એમને બોવ પ્રેમ કરુ છુ, એમની સાથે હુ ગમે તે પરિસ્થિતિ મા રહી લઈશ.
અજય : વિચારી લેજો હુ તમને બોવ રુપિયા આપીશ તમે આરામ થી જીંદગીભર ખાઈ શકશો. અને બીજી વાત તમને ખબર છે ઓફિસ મા મોહિત ને પણ બ઼ધી વાત કરી એ તો માની ગયો પણ હુ તમને નુકશાન થાય એવુ નય કરવા માંગતો એટલે હુ અહી આવ્યો છુ.
મોહિની : સાહેબ શુ લેવા ખોટુ બોલો છો, મોહિત માને જ નય, જો એ માની ગયા હોત તો તમે અહી આવતા જ નય. હુ મોહિત ને જાણુ છુ એ મને પ્રેમ કરે છે અને હુ પણ એમને પ્રેમ કરુ છુ આપ આપનો સમય બગાડો છો સર કઈ નય મળે આપને જતા રહો સર.
અજય : ઠીક છે સમજાવુ મારુ કામ હતુ અને સમજવુ તમારુ કામ હતુ આપ જઈ શકો છો.
મોહિની જતી રહે છે અજય રમણભાઈ ને બોલાવે છે એમને પણ બધી લાલચ આપી સમજાવે છે અને એમને વિચારવા માટે કહે છે પછી શારદાબેન ને બોલાવે છે.
અજય : આંન્ટી આપને હુ જે કહુ ધ્યાન થી સાંભળો તમારી બધાની જિંદગી બદલાઈ જશે, તમે બોવ આગળ આવી જશો તમારી સમાજ મા ઈજ્જત વધી જશે તમે ધનિક બની જશો બસ તમારે સમજવુ પડશે.
શારદાબેન : હા સાહેબ હુ સમજીશ તમે કહો તો ખરા?
અજય : તમે પહેલા એ કહો કે આપની વહુ નો આપ બધા સાથે કેવો વ્યવહાર છે આપને એનો વ્યવહાર ગમે છે?
શારદાબેન : મને તો એ જ નય ગમતી પણ છોકરો માન્યો નય એટલે લગ્ન કરવા પડ્યા, એ આવી ત્યાર થી જ અમારા ઘર ની પનોતિ વધી ગઈ.
અજય : બરાબર માની લો આપને ખુબ જ રુપિયા મળે, બંગલો ગાડી બધુ જ સુખ મળે પણ બદલા મા તમારી વહુ ને મોહિત ની જિંદગી થી દૂર કરી દો તો આપ કરી દેશો?
શારદાબેન : હુ તો આમ પણ એને દૂર કરવા માંગુ છુ અને એની માટે મને આટલુ બધુ મળતુ હોય તો કેમ ના કરુ ?
અજય : ઠીક છે તમે એને દૂર કરી દો તમને બધી જ સુખ સમૃધ્ધિ હુ આપીશ. જે જોઈએ એ આપીશ.
શારદાબેન : પણ એ તો, કહો કે આપ મોહિની ને મોહિત થી દૂર કરવા કેમ માંગો છો?
અજય : મારી બહેન ધરા મોહિત ને ખુબ જ પસંદ કરે છે અને એની સાથે લગ્ન કરવા માગે છે.
શારદાબેન : અમારા સારા નસીબ કે આપની બહેન અમારા ઘર ની વહુ બને મને મંજૂર છે.
અજય : પણ મોહિત મોહિની ને છોડવાની ના પાડે છે તો આપ બંન્ને ને દૂર કેવી રીતે કરશો?
શારદાબેન : એ તમે મારી પર છોડી દો હુ બધુ જોઈ લઈશ.
અજય પછી ત્યા થી જતો રહે છે. શારદાબેન મોહિની બોલાવે છેને
શારદાબેન :અહિ રહેવુ હોય તો તારા બાપ ને કહે કે અમને બંગલો ગાડી આપે નય તો અહિ થી જતી રહે.
મોહિની : મમ્મી આપ એવુ કેમ કહો છો હુ જાણુ છુ મોહિત ના સર આપને લાલચ આપી ને ગયા છે.
શારદાબેન : એ જે હોય એ તુ તારા બાપ પાસે થી લઈ આવ તો, તુ રહી શકે છે.
મોહિની : મારા પપ્પા એટલા અમીર નથી કે તમે જે માંગશો એ બધુ આપી દેશે અને તમને એ બધુ જ જોઈતુ હતુ તો લગ્ન પહેલા જ કહી દેવુ હતુ ને?
શારદાબેન : એ તો કહ્યુ જ હતુ તારા બાપ ને પણ તારો બાપ બહાના કાઢી ને બચતો રહેતો હતો પણ હવે નહી મને રુપિયા જોઈએ છે મને સુખ સમૃધ્ધિ જોઈએ છે. જો તુ કંઈ ના આપી શકતી હોય તો તારી આ ઘર મા પણ જરુર નથી.
આમ મોહિની અને શારદાબેન નો ખુબ જ ઝઘડો થાય છે અને શારદાબેન મોહિની ને ઘરમાથી કાઢી મુકે છે , મોહિની એના ઘરે જતી રહે છે. મોહિત સાંજે ઓફિસ માથી છુટી ને ઘરે આવે છે મોહિની દેખાતી નથી એટલે શારદાબેન ને પુછે છે શારદાબેન મોહિત ને ઊંધુ ચઢાવે છે કે મોહિની શારદાબેન પાસે કામ કરાવે છે, મારે છે , પગ દબાવડાવે છે. પણ મોહિત નય માનતો, એટલે શારદાબેન ને લાગી આવે છે અને એમના રુમ મા જઈ ફાંસી લગાવવા જાય છે રમણભાઈ જોઈ જાય છે અને મોહિત ને બોલાવે છે મોહિત દરવાજો તોડી શારદાબેન ને બચાવે છે. શારદાબેન મોહિત ને કહે છે કે તારે તારા પત્નિ ની જ વાત સાચી માનવી હોય તો મને શુ કામ બચાવી મને મરી જવા દે અને તુ રહેજે તારી પત્નિ સાથે. તુ વિચાર કર તારા સર આજે અહિ આવ્યા હતા એ એમની બહેન ના લગ્ન તારી સાથે કરવા માંગે છે. એ આપણને બધુ જ આપવા કહે છે આપણે સુખી રહીશુ. તારી મોહિની બધુ આપી શકશે? તુ કમાઈ ને બધુ સુખ મેળવી શકીશ. તને મે બધુ જ આપ્યુ તારી બધી જ ઈચ્છા પુરી કરી મારી આટલી ઈચ્છા પુરી નય કરી શકે? આમ પણ મોહિની આપણા ઘર ના લાયક નથી. એટલે કહુ છુ તને. મોહિત પણ શારદાબેન ની વાત મા આવી જાય છે અને માની લેય છે કે મોહિની શારદાબેન ને બોવ હેરાન કરે છે એટલે એ પણ મોહિની ને ફોન નય કરતો ને એની સાથે વાત પણ નય કરતો. એક દિવસ મોહિની ના પપ્પા મોહિત ને ફોન કરે છે અને મોહિની ને લઈ જવાની વાત કરે છે. મોહિત એના પપ્પા પાસે ગાડી બંગલાની માંગ કરે છે ખુબ જ રુપિયા આપવાની વાત કરે છે મોહિની ના પપ્પા કહે છે કે વિચારી ને પછી ફોન કરીશ.
ક્રમશ: . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .