Yaari dosti books and stories free download online pdf in Gujarati

યારી દોસ્તી

" યાદી દોસ્તી " .... " હું સુશીલ...રીટાયર્ડ થયે એક વર્ષ થયું.. આજે મારા એક દોસ્ત ની યાદ આવી ગઈ...આમ તો મારે બાળપણ થી કોઈ દોસ્ત કે મિત્રો નહોતા..કેમ ખબર છે?. આજે હું મારી યાદો ને લખી રહ્યો છું..હા..મારે નાનપણથી કોઈ મિત્રો નહોતા.. એટલે કે કોઈ મારા મિત્રો બનવા જ માંગતા નહોતા..કારણ ખબર છે..નાનપણ થી જ મને પોલિયો થયો હતો... જેને હું મિત્ર બનાવવા માગું એ મારા થી દૂર ભાગે. આમ તો પોલિયો થયા પછી મારા પપ્પા એ દવા દુવા બધું કર્યું હતું.. હું પછી માંડ માંડ ખોડંગાતો ચાલતો થયો..પણ મિત્ર કોઈ નહીં.. દુનિયા કેટલી ક્રુર છે એ ખબર પડી..પણ હિંમત કરી ને સારો અભ્યાસ કરી કોલેજ માં દાખલ થયો..પણ મિત્ર..???.. બધા મારા થી દૂર રહેતા..કારણ શરમ..શરમ...આવે!!. એક પોલિયો વાળો મિત્ર!!!. .. પણ એક સારો દિવસ આવ્યો.. અને કોલેજ ના બીજા જ વર્ષે મને એક મિત્ર મલ્યો.. નામ.. એનું અનુપમ ભાર્ગવ.... એ કોલેજ માં નવો નવો આવ્યો હતો.... એના સાથે ની પહેલી મુલાકાત મને હજુ યાદ છે... કોલેજ ના બીજા વર્ષ નો મારો બીજો દિવસ.. . હું ધીમે ધીમે ખોડંગાતો મારી લાકડી ના સહારે કોલેજ ના કંપાઉન્ડ માં દાખલ થયો અને મારી કોલેજ માં જતો જ હતો ને મારો પગ ખોડંગાયો..પગ ડગમગી ગયો.. અને હું છતાપાટ પડી ગયો..આ જોઈ ને કોલેજ ના બધા સ્ટુડન્ટ્સ જોર જોર થી હસવા લાગ્યા.. થોડીવાર મને ખોટું લાગ્યું ..પણ હશે... હું ઉભો થવાનો પ્રયત્ન જ કરતો હતો...એ જ વખતે એક નવયુવાન મારી પાસે આવ્યો અને મને ટેકો આપી ધીમે થી ઉભો કર્યો... અને મારી લાકડી આપી પાસે એક બાંકડા પર બેસાડ્યો.. અને એની પાસે પાણી ની બોટલ હતી એમાં થી મને પાણી આપ્યું.. અને બોલ્યો.," લાગ્યું તો નથી ને ભાઇ.. દવાખાને લઇ જ ઉ ?." અને એણે મારા શરીર પર લાગેલી ધૂળ એના હાથરૂમાલ થી ખંખેરી... મેં કહ્યું," સારું છે દોસ્ત..તારો આભાર..". અને એ દિવસ થી અનુપમ મારો મિત્ર બની ગયો...એ પણ ખાસ.. એને મારા વગર ના ચાલે અને મને એના વગર....અમે સાથે સાથે મહેનત કરતા...આમ ને આમ અમે બંને બી.કોમ.થયા. મારે સેન્ટ્રલ એક્સાઈઝ ની પરિક્ષા આપવાની હતી.. અને અનુપમ ને બેંક ની..એ વખતે એણે મને બહુ મદદ કરી.. અને આખરે મને વડોદરા જોબ લાગી... અને અનુપમ ને બેંક માં...પણ ઘણો જ દૂર..છેક લખનૌમાં .. અને અમે બંને જુદા પડ્યા... હું એને કાયમ યાદ કરતો..એ પણ કદાચ.. મિત્રતા હતી ને....એ વખતે ટેલીફોન ની સગવડો નહોતી... પોસ્ટ ની ટપાલો તો નિયમિત મલતી જ નહોતી... આમ ને આમ પાંચ વર્ષ થયાં .. અને એક દિવસ મારી ઓફિસમાં અનુપમ આવ્યો.. " મને ઓળખે છે કે નહીં? ભુલી ગયો? " મેં કહ્યું," તને હું કેવીરીતે ભુલુ. તું તો મારો એક માત્ર દોસ્ત." અમે પાસે ની હોટલ માં ગયા..અનુપમ બોલ્યો," યાર.. મેં તો ત્યાં જ લગ્ન કરી લીધા.કોઈ ને બોલાવી શક્યો જ નહીં. પણ તારા મેરેજ થયાં છે કે નહીં?" આ એક વિચિત્ર સવાલ! જેનો જવાબ આપતા હું ખચકાતો..કે.એક પોલિયા ગ્રસ્ત ને કોણ છોકરી આપે!. આખરે હું બોલ્યો.," ના મિત્ર.. હજુ યોગ્ય પાત્ર મલ્યું નથી." અનુપમ હસ્યો અને બોલ્યો," હવે તું ખોટું ના બોલ.તારી આ સ્થિતિ માં કોઈ છોકરી એ હા પાડી નથી.એમ કહે ને!. બોલ એક છોકરી છે.તુ કહેતો હોય તો!" "બોલ બોલ, કોણ? મને તારી પસંદગી પર વિશ્વાસ છે." . " મારા એક મિત્ર ની બહેન છે.. અને એ સરસ પેઈન્ટર છે.પણ..પણ..." ... " હા,હા, બોલ..પણ.. શું!" " એ મારા મિત્ર ની બહેન પણ તારી જેમ ....". " અરે મિત્ર.. તારી પસંદગી હોય અને હું ના પાડું ..છોકરી સારી આવડત વાળી હોય .. અને છો ને મારી જેમ પોલિયાગ્રસ્ત હોય ...મારી હા છે મિત્ર." અને એક મહિના માં અનુપમ ના કારણે મારા લગ્ન રાધિકા સાથે થયા..હા.રાધિકા..મારી પત્ની..એક સારી કલાકાર..એના પેઇન્ટિંગ આર્ટ ગેલેરી માં લાગતા.. અમારૂં જીવન સરસ રીતે ચાલતું ... પણ અનુપમ નો સંપર્ક તૂટી ગયો..આજ સુધી એ ક્યાં છે એ મને ખબર નથી... અને હા,... મિત્રો..મારો આ મિત્ર તમને કેવો લાગ્યો?. સરસ છે ને..ભૂલી ના શકાય એવો... અને હા હું કહેવાનું તો ભુલી ગયો..મારો અને રાધિકા ને એક પુત્ર પણ છે.. અને એને પોલિયો નથી..આ વર્ષે જ એ મિકેનિકલ એન્જિનિયર થયો.... મિત્રો તમને મારી વાત કેવી લાગી.. એટલા માં સુશીલ ના મોબાઈલ માં રીંગ વાગી...હા..મારો ફોન આવે છે કોઈ અજાણ્યો નંબર લાગે છે! ના ..ના . મારા મોબાઇલ માં એક નામ આવ્યું... અરે.!!! આ તો..અનુપમ!! મારો મિત્ર..... હવે મારી વાત પછી કહીશ મારા મિત્ર સાથે વાતચીત કરું..મારો યાર...મારો મિત્ર.. દોસ્ત.." હેલ્લો, અનુપમ............ લેખક - કૌશિક દવે