pratham prem - 2 books and stories free download online pdf in Gujarati

પ્રથમ પ્રેમ - ભાગ ૨

કોલેજ નાં દિવસો

રમેશભાઈ થી સહજ બોલાય ગયુ રાજેશકાકા તમે આ સ્ત્રી ને ઓળખો છે? હા, રાજેશકાકા સહજ જવાબ દેતા બોલ્યા હું ઓળખું છું. કોણ છે આ સ્ત્રી? રમેશભાઈ આશ્ચર્ય થી બોલ્યા. તો સંભાળ એમ કહી રાજેશદાદા પાસે પડેલા ટેબલ પર બેસી અને ઊંડા વિચારમાં જાણે ખોવાઈ ગયા બસ થોડો સમય આમજ વિચાર કર્યા બાદ જાણે કોઈ ઈતિહાસ ના પન્ના ફંફોળી બોલતા હોય તેમ બોલવાનું શરુ કર્યુ. હુ અને જય અમે બંને નાનપણ નાં ગોઠિયા અમે પહેલેથીજ ભેગા ભણતા અને અમને બન્ને ને એકજ કોલેજમાં એડમિશન મળ્યું અને અમે બન્ને કોલેજે સવારે સાથેજ જતા એ સમયમા આજના જેવી સવલતો નહતી. બધેજ ચાલીનેજ જવુ પડતુ આથી અમે વહેલી સવારે ચાલતા થવાનું ત્યારે જઈ દોઢક કલાકે કોલેજે પહોચીએ. શરુઆતનો એકાદ મહિનો અમે બન્ને એકલાજ કોલેજે જતા પણ સમય જતા અમારી કોલેજ ની આજુ બાજુ ની કોલેજ નાં છોકરા પણ અમારા મિત્રો બન્યા, જે અમારી સાથેજ ચાલીને કોલેજે આવતા અને અમારું એક મિત્ર મંડળ બની ગયુ, એક દિવસ શિયાળાની સવાર હતી અને રસ્તા પર વહેલી સવારે ધુમ્મસ નું પ્રમાણ થોડું વધારે હતું માંડ માંડ કરીને થોડે દુર સુધી જોઈ શકાય એવામાં ચાલતા ચાલતા જય અચાનક થંભી ગયો અને અમે થોડા ડગલા આગળ ચાલ્યા પછી અચાનક મારૂ ધ્યાન ગયું કે, જય રસ્તાની વચોવચ ઉભો છે. મે બુમપાડી કીધુ એલા જયલા શું ઊભો છે? ચાલ મોડું થશે પણ સાંભાળે કોણ મે જૂયુ તો ભાઈ ની નજર રસ્તાની વચ્ચોવચ કોઈ જગ્યા પર મંડાયેલી હતી મે પણ એજ દિશામાં જોયું તો ધુમ્મસ ભરેલા વાતાવરણ માં રસ્તાની વાચો વાચ ફૂલ ગુલાબી ઠંડીમાં આછી ગુલાબી કલર ની સાડી પહેરી કોઈ છોકરી રસ્તાની વચ્ચોવચ ચાલી આવતી હતી, પણ હજુ ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો પણ થોડીજ ક્ષણમા એ છોકરી એકદમ નજીક આવીગઈ અને જય અને એકીટશે નિહાળી રહ્યો હતો એકદમ ગોરો વાન, માંજરી આંખો, એકવડિયું માચ્છલી જેવો બાંધો, લાંબા કાળા-ભૂરા વાળ, અને માપસર ની ઉચાઇ, અને બગલમાં દબાવેલા થોડા પુસ્તકો, આ સુંદર કાયાને વધુ શોભાવતી આછા ગુલાબી કલર ની સાડી. ખરેખર એ દ્રશ્ય કાઈક એવું હતુકે, જાણે કોઈ સ્વર્ગ માંથી ઉતરેલી અપ્સરા કોલેજે નાં જતીહોય તેવું લાગતું, જય ની નજર હટે તે પહેલા એ છોકરી જય ની એકદમ પાસેથી પસાર થઇ ગઈ અને ભાઈ ફરી એની તરફ ની દીશામાજ જોતો રહ્યા ત્યાં સુધી જોયું કે, તે ફરી ધુમ્મસ નાં ઓળામાં સરીગઈ, પછી મેં જય નું ધ્યાન તોડતા કહ્યું ભાઈ ચાલ હવે મોડું થાય છે અને અમે બન્ને મિત્રો પાછા કોલેજ તરફ પગ ઉપાડ્યા. અમારી સાથેના મિત્રો કાદચ કોલેજે પહોચવા પણ આવ્યા હશે, આથી અમે પગ થોડા ઝડપ થી ઉપાડ્યા અને અમે કોલેજે પહોચી ગયા પણ જય હજુપણ કોઈ વિચારો માં ખોવાયેલ હોય એવું લાગતું હતુ. આવીજ રીતે કોલેજમાં આખો દિવસ પસાર થઇ ગયો અને અમે ફરી બપોરે ઘરતરફ વાટ પકડી. પછી તો હું અને જય હરરોજ સવારે અમે કોલેજ જવા નીકળતા અને હરરોજ જય એક જગ્યાએ થોડીવાર ઉભોરહી અને રસ્તાની વચ્ચો વચ્ચ જાણે કોઈ ની રાહ જોતોહોય તેમ ઉભો રહેતો પણ હરોજ નિરાશાજ હાથ લાગતી. આવું થોડો સમય ચાલ્યું અને એકદિવસ અમે સવારના કોલેજ નાં દરવાજામાં બસ દાખલાજ થવાના હતા અને અચાનક જય નાં પગ ફરી થંભી ગયા હું દરવાજામાં પ્રવેશ કરીગયો પછી અચાનક મને ભાન થયું કે જય ક્યા? મેં ફરી જોયું તો ભાઈ ફરી રસ્તાપર એકીટશે જોઈરહ્યા હતા. હું પાછો વળ્યો અને જ્યાં આવી જોઉ ફરી એજ છોકરી લીમ્બુપીળા કલરની સાડી પહેરી આવતી દેખાઈ. એ છોકરી એકદમ નજીક આવી અને માત્ર એક ક્ષણ પુરતી નજર જય સામે નાખી અને એકદમ નજીક થી પસાર થતીજ હતી કે, પવન નાં ધીમા ઝોકાથી તેની સાડીનો પાલવ જય ના મુખને સ્પર્શી ગયો અને એ છોકરી એકદમ પાસેથી પસાર થી ગઈ અને મેં ફરી જય નું ધ્યાન ભંગ કર્યું અને તેને કોલેજ બાજુ ઈશારો કારતા અંદર ચાલવા કહ્યું. અને એ દિવસે પણ જય વિચારોમાં ખોવાયેલો રહ્યો અને દિવસો વિતતા ગયા.

એક દિવસ અમે કોલેજના બગીચા માં બેઠા હતા ત્યાજ અચાનક કોઈ છોકરી આવી અને જય સામે ઉભી રહી અને થોડા ડરતા અવાજે બોલી માફ્કરશો જો તમે ચાહોતો મારી એક મિત્રને તમારું થોડું કામ છે. એટલું કહી એ છોકરી કશું બોલી નહિ. પરંતુ એવું લાગ્યું કે, તે જય નાં જવાબ ની રાહ જોતી હોય અને જયએ મારા તરફ જોયુ મેં જય નાં ચહેરા પર થોડા મુંજવણના ભાવ જોયા પણ થોડીવાર પછી સ્વસ્થ થઇ જયે હકારમાં ડોક હલાવી અને તે છોકરી ત્યાંથી જતિ રહી અને અમે બન્ને અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કોને કામ હશે અને એપણ આપણુ, મે જય ને કીધુ ભાઈ જે હોય તે જોઈયે તો ખરા કોને કામ છે. અને શું કામ છે?. જયે હકાર મા ડોક હલાવી અને અમે ફરી અમારી વાતો મા મશગુલ થઇ ગયા અને થોડી વાર માજ એક મધુર અવાજ કાને પડ્યો માફ કરજો અને અમારું ધ્યાન તે તરફ ગયું અને હું અને જય જોતાજ રહીગયા અને અચાનક જય ના મુખપર એક અનોખું તેજ આવીગ્યું અને એનાથી સહજ રીતે બોલાઈ ગયું, તું?....