pratham prem - 5 books and stories free download online pdf in Gujarati

પ્રથમ પ્રેમ - ભાગ ૫

વેકેશન માં મુલાકાત

નાં આવું નથી પણ મારા મગજ માં પારુલ મેમ ની વાત ઘર કરી ગઈ છે. શું કરવું સમજાતું નથી માધુરી ઉદાસ અવાજે બોલી. જય થોડા નમ્ર અવાજે તેને શાંત પડતા બોલ્યો, જો માધુરી આવું નાં હોય જે પારુલ મેમ સાથે થયું તેવું બધા સાથે થાય એ જરૂરી નથી. આ દુનિયામાં કેટલાબધા એવા લોકો હશે જેણે પ્રેમ કર્યો હોય અને લગ્ન પણ કર્યા હોય અને બન્ને ખુશી થી રહેતા હોય અને એક બીજાનો સાથ નિભાવતા હોય. તો જરૂરી નથી કે, બધા સાથે આવુજ બને. તો તુ હવે તારા મનમાંથી આવા વિચારો કાઢી નાખ અને ચાલો હવે ઘરે જવાનો સમય થઇ ગયો છે. આમ કહી જય તેની જગ્યા એ થી ઉભો થયો અને સાથે બધાજ ઉભા થયા અને ઘર તરફ ચાલવા લાગ્યા, પણ માધુરી નાં મનમાં હજુ પારુલ મેમ ની વાત ચગડોળ ની માફક ઘૂમ્યા કરતી હતી એવું લાગતું હતું. કે, આ વાત જાણે માધુરી નાં મગજમાં ઘર કરી ગઈ હોય. પણ કહેવાય છે ને સમય સમય નું કામ કરી આપે. થોડા દીવસોમાં માધુરી ફરી સામાન્ય બની ગઈ. અને ફરી જય અને માધુરી એક બીજા સાથે ખુશી ખુશી થી વર્તવા લાગ્યા અને જય ના પ્રેમાળ સ્વભાવ ને લીધે માધુરી પણ જય ને પહેલા કરતા વધારે પ્રેમ કરવા લાગી હતી.

હવે કોલેજ પૂરી થવાની અણીએ હતી. કોલેજ નાં છેલ્લા વર્ષ ની પરિક્ષા ને બસ એકજ મહિનો બાકી હતો. અમે ચારેય મિત્રોએ ભણવામાં ક્યાય પણ કચાશ નહોતી છોડી. આથી પરિક્ષા ને લઇ કોઈ ચિંતા નાં હતી પણ જય અને માધુરી ને પરિક્ષા પૂરી થયા પછી ક્યા અને કેવીરીતે મળવું એની ચિન્તા ખુબ હતી. અને એ સમય માં ફોન પણ બહુ ગણ્યા ગાંઠ્યા હતા. આથી બન્ને એ રવિવારે ભીડભંજન માર્કેટ પાસે આવેલા બસસ્ટોપ પાસે મળવાનું નક્કિ કર્યું કેમ કે, આ વિસ્તાર બન્ને નાં ઘર થી થોડો દુર હતો અને ભીડભંજન માર્કેટ હર હમ્મેશ લોકોથી ભરાયેલું રહેતું અને બધા પોત પોતાની ચીજ વસ્તુ ખરીદવા માં વ્યસ્ત હોય આથી કોઈ એમના ઉપર ધ્યાન આપે એવું જવલેજ શક્ય હતું, અને જો કોઈ ધ્યાન આપે તો પણ માર્કેટ વિસ્તાર હોવાથી કોઈ ખાસ ધ્યાન આપવાનું ના હતું આ બધી બાબતો ને ધ્યાન માં રાખી અને બન્નેએ ત્યાં મળવાનું નક્કિ કર્યું હતું.

જોત જોતા માજ કોલેજ ની પરિક્ષાઓ પૂર્ણ થઇ બન્નએ નક્કિ કર્યુ તે પ્રમાણે હવે રવિવારે મળવા નો સમય હતો અને ગોઠવણ પ્રમાણે જ મળવાનું હતું રવિવારે કોઈ ને કોઈ રીતે રેખા અને માધુરી નિયત સમયે ભીડભંજન પહોચી જવાનું. જય અને હું પણ નિયત સમયે પહોચી જવાના હતા. જય ને રવિવાર ની વધુ રાહ જોવી નાં પડી કેમ કે, ત્રણ દિવસ પછીજ રવિવાર હતો અને જોત જોતામાં શનિવાર નો દિવસ ગમેતેમ કરી પસાર થયો અને રાત થઇ. જય જમી પરવારી ને પોતાનો ખાટલો લઇ ઘર ની બહાર સુવા માટે ગયો. ઉનાળાનો સમય હતો, આથી બધા અમદાવાદી પોતાના ઘર ની બહાર ખાટલા પાથરી સુતા. જય જેવો પોતાનો ખાટલો ઢાળી પથારી કરતોજ હતો ત્યાં તેના થોડા શેરી મિત્રો તેની પાસે આવી બેઠા અને બધા વાતો કરવામાં મશગુલ થઇ ગયા એટલામાં બાજુના મકાન ની સામે ઢાળેલા ખાટલા પર થી આવાજ આવ્યો છોકરાવ હવે સુઈ જાવ બાર વાગવા આવ્યા છે. એ અવાજ જય નાં પડોશી કરશનકાકા નો હતો. કરશનકાકા ની ઉમર લગભગ પાસઠ વર્ષ ની હતી કરશનકાકા ને અનિદ્રાનો રોગ હતો. જો કરશનકાકા ને ઝડપ થી ઊંઘ આવેજ નહિ અને જો એકવાર ઊંઘ આવીગ્યા પછી જ કોઈ અવાજ થાય કે કોપણ રીતે કરશનકાકા ની ઊંઘ ઉડી જાય તો પછી ફરી ઊંઘ આવવામાં ખાસ્સો સમય લાગીજાય. આથી કરશનકાકા સુવા નાં સમયે અવાજથી થોડા દુર જ રહેતા આથીજ તેમણે જય અને તેના મિત્રો ને સુઈ જવા કહ્યું. બધા જય પાસેથી ઉઠી પોત પોતાને ઘર બહાર ઢાંળેલા ખાટલા પર લાંબા થયા અને જય પણ પોતાના ખાટલા પર લાંબો થયો. થોડીવાર આમથી તેમ પડખા ફર્યા પણ કાલ ની મુલાકાત ને લઇ વિચારોના વમળ માં ખોવાઈ ગયો અને ઊંઘ આવાની તૈયારી હતી ત્યાં મિલનાં ભૂંગળા નાં અવાજે તેનું ધ્યાન ભંગ થયું અને ફરી પડખા ફરવાનું ચાલુ કર્યુ. થોડી વાર પડખા ફર્યા પછી જય નું ધ્યાન આકાશ માં ચમકતા તારા પર સ્થિર થયું અને તારા જોતા જોતાજ જય ને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર નાં પડી.

સવાર નો કુણો તડકો જય પર પડ્યો અને જયની ઊંઘ ઉડી જોયું તો આજુ બાજુમાં કોઈજ ન હતું બધા ઉઠીને પોત પોતાના ઘરમાં જતા રહ્યા હતા જય ઉઠી ઘરમાં ગયો અને ઘડિયાળ માં જોયુતો નવ વાગવા આવ્યા હતા ફટાફટ પોતાના દૈનિક કામ પતાવી અને માધુરી ને મળવા જવાના સમય ની રાહ જોવા લાગ્યો. બપોરે સરખું જામ્યું પણ નહિ. લગભગ બપોર નાં ચાર વાગવાના હતા હું જય ને બોલાવવા તેના ઘર તરફ જતો હતો ત્યાં જ મને જય સામે મળ્યો અને અમે બન્ને માધુરી ને મળવા ગયા. અમે ભીડભંજન માર્કેટે પહોચ્યા અને ચારે બાજુ નજર દોડાવી તો ન તો માધુરી જોવા મળી ન તો રેખા. અમે નિયત જગ્યા પર ઉભા રહી રાહ જોવા લાગ્યા અને જય ની આખો નિરંતર માધુરી ને ગોતતી હતી ત્યાજ અચાનક માધુરી અને રેખા દુરથી આવતા દેખાયા અને જય ના જીવ ને થોડી શાંતિ વળી. માધુરી અને રેખા પાસે પહોચ્યા અને જય માધુરી ને એવીરીતે જોતો હતો કે, માધુરી ને જોયા ને વર્ષો નો વીતી ગયા હોય. જય થોડી વાર માધુરી સામેજ જોતો રહ્યો અને માધુરી અચાનક બોલી બસ જોયાજ કરીશ કે, કાંઇક બોલીશ પણ ખરા અને બન્ને હસી પડ્યા. અને અમે ચારેય મળ્યા અને ઉભાજ હતા ત્યાં અચાનક માધુરીના પપ્પા અમારી એકદમ નજીક થી પસાર થયા અને એમની નજર અમારા પર પડી અને......