pratham prem - 8 books and stories free download online pdf in Gujarati

પ્રથમ પ્રેમ - ભાગ ૮

અંતિમ મિલન

જય ની ખુશીનું કોઈ ઠેકાણું ન હતું અમારી સામે માધુરી ઉભી હતી. જય અને માધુરી એક બીજાની સામે એકીટશે એવી રીતે જોઈ રહ્યા હતા કે જાણે વર્ષો વીત્યા હોય એક બીજાને જોયાને. બન્ને ની આંખો માંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા બસ બન્ને એક બીજાની સામે જોઈ રહ્યા હતા ના તો જય કશું બોલતો હતો ના તો માધુરી. છેવટે મેં માધુરી ને કહ્યું અરે કશું બોલશો કે બસ આમ એક બીજાની સામે જોયાજ કરશો અને માધુરી બોલી જોઈ લેવા દેને બહું જાજો સમય થયો જય ને નથી જોયો અને જય અચાનક બોલ્યો માધુરી તું ઘરની બહાર આવી કેવીરીતે એતો કે, અરે માધુરી થોડી ઉત્સાહિત થતી બોલી આજે પપ્પા કોઈ કામ થી સવારના બહારગામ ગયા છે અને કાલે આવવાના છે એટલે રેખાએ મારા મમ્મી ને મનાવ્યા કે મને થોડીવાર બહાર જવા દે અને હું અને રેખા તને મળવા આવ્યા. આજે આપણે મળ્યા એ રેખાને લીધેજ શક્ય બન્યું છે બાકી આપડે મળી નાં શકત અને જય બોલ્યો રેખા તારો આભાર હું કેવીરીતે માનું એ સમજાતું નથી. બસ હવે આભાર પછી માનજો અત્યારે બન્ને શાંતિ થી વાત કરી લ્યો કહી રેખા પાસે પડેલા બાકડા પર બેસી ગઈ. માધુરી બોલી જય મારા પપ્પા કોઈપણ સંજોગે આપણા લગ્નની હા નહિ પાડે અને સાચું કહું તો મને હવે કોઈ આશા દેખાતી નથી. મેં મમ્મી ને મનાવવાનો પણ ખુબ પ્રયત્ન કર્યો પણ કોઈ પરિણામ નથી મળતું. ઉલટાના પપ્પા વધારે ગુસ્સે થાય છે. જય મારું તો જે થવાનું હશે તે થાશે પણ તારી જીંદગી બગડી જાશે. મારા પપ્પા ખુબ ખીજાળ સ્વભાવ નાં છે. મારી એક વાત માનીશ તું એવી કોઈ છોકરી જોડે લગ્ન કરીલે જે તને મારી જેટલીજ નજીક થી ઓળખાતી હોય જેથી મારે તારી જીન્દગીભર ઉપાધી નાં રહે. મારું જે થવું હોય તે થાય પણ મારો પ્રેમ તો ખુશ રહે. અને જય બોલ્યો માધુરી તું શું કહે છે એની તને ખબર છે. એ નહિ થાય અને તારા જેટલું મને કોણ ઓળખે અને તારા જેટલું મારું ધ્યાન કોણ રાખે. નાં એતો નહિજ થાય. પણ મારી પૂરી વાત તો સંભાળ માધુરી એ જય ને અધવચ્ચે રોકતા કહ્યું, હું એવી એક છોકરી ને ઓળખું છુ જે તને પ્રેમ પણ કરે છે અને મારા જેટલું તારું ધ્યાન પણ રાખી શકે. નાં માધુરી એવું કોઈજ નાં હોય કે, મારું ધ્યાન તારા જેમ રાખી શકે જય બોલ્યો. જય છે અને એ છોકરી ને તું પણ સારી રીતે ઓળખે છે અને મારા પર વિશ્વાસ કરે એટલોજ વિશ્વાસ તું એના પર કરી શકે છે. એ છોકરી બીજું કોઈ નહિ પણ આપણી રેખા છે. હું અને જય અચંભામાં પડીગયા અને રેખા કશુંજ બોલ્યા વગર માધુરી સામું જોયા કરી અને માધુરી ફરી બોલી જય ખરેખર માધુરી તને પ્રેમ કરે છે મેં એ પ્રેમ એની આંખોમાં જોયો છે અને મેં રેખાને ઘણી વાર સંતાઈને તને જોતા જોઈ છે. એટલેજ તારી ખુશી માટે એ હર રવિવારે મારા સમાચાર તારા સુધી પહોચાડે છે. જય મને લાગે છે કે, રેખા પોતાના પ્રેમને મારી અને આપણો પ્રેમ જીવતો રાખવાનો પ્રયત્ન અત્યાર સુધી કરતી આવી છે. જય આપણો પ્રેમ તો પૂરો નહી થાય પણ આપણા બન્ને ની વચ્ચે રેખાનો પ્રેમ પણ અધુરો રહી જાશે આટલું કહી માધુરી એ રેખા સામે જોયું અને બોલી રેખા ખોટું બોલે તો તને મારા અને જય નાં સોગંદ છે. શું તું જય ને પ્રેમ નથી કરતી? પહેલા તો રેખા કશું નાં બોલી પણ થોડી વાર પછી બોલી હા કરું છુ પણ માધુરી તારા પ્રેમ નાં ભોગે મારે મારો પ્રેમ નથી જોઈતો. પણ રેખા મારો પ્રેમ તો આમપણ પૂરો નથી થવાનો મારા પપ્પા કોઈપણ સંજોગે અમારા લગ્ન નહિ થવા દે તો પછી તું તારા પ્રેમ નેજ પામીલે. અને જય ને પણ તું સારી રીતે રાખીશ એ મને ખાતરી છે. માધુરી એ ખુબ મથામણ કરી અને જય અને રેખાને મનાવ્યા. પણ માધુરી આ બન્ને નાં લગ્ન ની વાત કોણ કરશે એતો કે, મેં અધવચ્ચે થી કહ્યું અને માધુરી બોલી એ કામ હું કરી આપીશ અને એ પણ કાલ સાંજ પહેલા મારા પડોસ માં મારા એક કુટુંબી કાકી રહે છે અને એ જય નાં પરિવાર ને ખુબ સારી રીતે ઓળખે છે અને સાથે એ રેખાના પરિવાર ને પણ ખુબ સારી રીતે ઓળખે છે અને સારી વાત એ છે કે, એને ખબર પણ નથી કે હું જય ને પ્રેમ કરું છુ અને આપણે એક બીજાને ઓળખીએ છીએ હું એને વાત કરીશ. જય મને વચન આપ કે, તું રેખા ને મને કરે છે એટલોજ પ્રેમ કરીશ અને જય બોલ્યો માધુરી તે આ નિર્ણય પૂરો વિચાર કરીને લીધો છે ને. હા કહી માધુરી એ પોતાનું ડોકું હકારમાં હલાવ્યું અને જયે પોતાનો હાથ માધુરીના હાથ પર મૂકી બોલ્યો માધુરી તારી ખુશી માટે હું તને વચન આપું છુ કે હું તને કરુછું એટલોજ પ્રેમ રેખાને કરીશ.

રાજેશકાકા તમે જે રેખાની વાત કરો છો એ મારા મમ્મી તો નહીને? રમેશભાઈએ સહજ પૂછી લીધું. હા એ રેખા એટલે તારા મમ્મી અને એ જય ને પ્રેમ આપવામાં કશું બાકી નથી રાખ્યું પણ દીકરા કહેવાય છે ને પ્રથમ પ્રેમ એ પ્રથમ પ્રેમ જય ને હમેશા માધુરીની ખોટ સારતી પણ શું થાય. માધુરીના પપ્પા એ માધુરીના લગ્ન મુંબઈ રહેતા એક પ્રોફેસર સાથે કરી દીધા અને માધુરી એ મને કમને તેમની સાથે લગ્ન કરી લીધા અને પહેલા આવી સુવિધા ક્યા હતી કે, રેખા અને માધુરી એકબીજાનો સંપર્ક કરી શકે બસ આજ વાત ચાલતી હતી ત્યાં આશા એટલે કે માધુરી સાથે આવેલ છોકરી એ જોરથી બુમ પાડી દાદી એ દાદી અને રમેશકાકા સામે જોઈ બોલી હું જલદી ડોકટર સાહેબ ને બોલાવા જાવ છુ આ બન્ને ને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવું લાગે છે. તમે મારા દાદી નું ધ્યાન રાખજો કહી દોડતી ડોક્ટર સાહેબ ને બોલાવવા જતી રહી અને થોડીજ વારમા પેલી છોકરી અને ડોક્ટર સાહેબ આવતા દેખાયા. ત્યાજ જય દાદાએ પોતાનો હાથ માધુરી જે હવે વયવૃદ્ધ દાદી હતી તેના તરફ લંબાવ્યો અને માધુરી એ પણ માંડ માંડ કરી પોતાનો હાથ જય દાદા તરફ લંબાવ્યો. બન્ને નાં હાથ એક મેકના હાથ ને મળ્યા અને બન્ને નાં ચહેરા પર એક સ્મિત આવીગયુ જાણે બન્ને પોતાની પીડા ન ભૂલી ગયા હોય એ સ્મિત સાથેજ બન્ને એ પોતાની આંસુ થી ભીંજાયેલી આંખો બંધ કરી. ત્યાજ ડોક્ટર સાહેબ ત્યાં પહોચી ગયા અને તેમને જયદાદા અને માધુરી જે હવે વયવૃદ્ધ દાદી હતી તેની તપાસ કરી અને બોલ્યા માફ કરશો હવે આ દાદા અને આ દાદી આપના વચ્ચે નથી. અને રાજેશ કાકા ની આંખ માંથી ચોધાર આશુ વહેવા લાગ્યા અને માત્ર એટલુજ બોલી શક્યા ગજબ છે તમારો પ્રેમ સાથે જીવી નાં શક્યા તો કઈ નય પણ એક બીજાના હાથ પકડી અનંત ની યાત્રાએ જતા રહ્યા. ગજબ છે તમારો પ્રથમ પ્રેમ.

*****