Pret Yonini Prit... - 23 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 23

પ્રેત યોનીની પ્રીત
પ્રકરણ-23
સોમનાથથી પાછાં આવ્યાં પછી વિધુ આવીને રૂમમાં ભરાયો એ નાહીધોઈ ફ્રેશ થયો અને પહેલાંજ વૈદેહીને ફોન લગાવ્યો. બે-ત્રણ રીંગ મારી વૈદેહીએ ફોન ઉપાડ્યો નહીં. એ ખિન્ન થઇ ગયો. એ નીચે આવી માં પાસે બેઠો. માંએ દૂધ નાસ્તો આપ્યો એણે એ બધું નીપટાવીને માં ને કહ્યું "માં હું આજે 4.00 વાગ્યા પછી નિરંજન અંકલને મળવા જવા વિચારું છું એક એક દિવસ હવે ગણતરીનો લાગે છે મને... મારે નોકરી સ્વીકારી સેટ થઇ જવું છે અને પાપાને ધીમે ધીમે બધી જવાબદારીમાંથી મુક્ત કરવાં છે પછી તમારે લોકોએ પણ ચારધામ કે કોઇ બીજી યાત્રા જ્યાં તમારે જવું હોય મારે મોકલવાં છે.
માં બધું સાંભળીને ખૂબ આનંદીત થઇ એણે કહ્યું વાહ મારાં વિધુ તું આજે જાણે સાચેજ મોટો થઇ ગયો લાગે મને. સોમનાથ જઇ હજી હમણાં આવ્યો છે અને તારામાં કેટલો બધો બદલાવ આવ્યો છે. મારાં મહાદેવ કૃપા કરી છે. પણ અમે કોઇપણ જાત્રાએ જઇએ કે ના જઇએ એ પહેલાં મારે ઘરમાં વહુ લઇ આવવી છે જે તારો ખૂબ ખ્યાલ રાખે અને મને એ જવાબદારીમાંથી મુક્ત કરે તમને બંન્નેને જોઇને પછી મારી આંખ ઠરશે.
વિધુ કહે "માં હું એકવાર નોકરી લઇ લઊં પગ પર ઉભો રહ્યું પછી વાત. અને તને ખબર જ છે છોકરી કોણ છે તમારે શોધવા જવાની પણ જરૂર નથી. બસ પછી તારે અને પાપાએ વાત આગળ ચલાવવાની છે. ઓરડામાં બેઠેલાં વિધુનાં પાપા બહુ સાંભળી રહેલાં એ બોલ્યાં તું નિરંજનભાઇને આજે મળી આવ એવું લાગે તો હું એમને ફોન કરી દઊં પછી જા સમય પહેલાં માંગીલે. અને બીજી ખાસ વાત છોકરીવાળા તારું માંગુ કરવા આવે વરપક્ષ ના જાય. એટલે એ લોકોની તૈયારી છે કે નહીં ખબર પડે.
વિધુએ કહ્યું "પાપા એ જમાના ગયાં હવે આપણે જઇએ કે એ લોકો આવે શું ફરક પડે ? અને નિરંજન અંકલ સામે હું જ સમય લઇને જઇ આવીશ તમે ફોન ના કરતાં હું બધુ કરી લઇશ.
વિધુની માં એ કહ્યું "સાચી વાત છે હવે એ જમાનો નથી રહ્યો. આપણે જઇશું એમાં કંઇ નાના બાપનાં નથી થઇ જવાનાં મારે તો મારાં વિધુની પસંદગીનો સવાલ છે અને મને વૈદેહી ખૂબ ગમે છે મારાં વિધુને સાચવશે બંન્નેની જોડી જામે છે પણ કેવી... વિધુનાં ફોનમાં રીંગ આવી એ પાછો ઉપર ગયો.
વિધુ વૈદેહીનો ફોન રીસીવ કરીને તાડૂક્યો "ક્યારનો ફોન કરું છું એકે વાર ઊંચક્યો નહીં મને કેટલાં વિચારો આવી ગયેલા કે તું ઘરે પહોચીને કેવું રહ્યું ? તારાં પાપા આવી ગયેલાં ? કોઇ ચર્ચા ? બહુ સેફ હતું ને ના તે મેસેજ લખ્યો ના ફોન કર્યો. સવાર સવારમાં પરવારવાનું હોય એટલે રાહ જોઇ.
વૈદેહીએ કહ્યું કેટલો ગરમ થાય ? આવીને જોયું તો પાપા આવી ગયેલાં. માસી અને માં ચા નાસ્તાની તૈયારી કરતાં હતાં. પાપા જસ્ટ ઉઠીને આવેલાં.. મે પગે લાગીને કહ્યું પાપા લો આ પ્રસાદ બધાંને પ્રસાદ આપ્યો પછી પાપાએ ઇન્ટરવ્યુ લેવો ચાલુ કરેલો.બધાં જવાબ એવાં આયાં કે પછી કંઇ પૂછવાનું જ ના રહ્યું. મેં ફોન સાયલન્ટ કરેલો. નાહી ધોઇ પરવારીને આવી તને મેસેજ જ લખવા જતી હતીને તારાં મીસ કોલ જોયાં મને થયું જ અકળાયો હોઇશ પણ શું કરુ ફોન જોવાય એવોજ નહોતો અને બધાની સામે તારી રીંગ આવે તો ? એટલે સાયલન્ટ મોડ પર રાખેલો.
વિધુ કહે "ઓકે ઓકે તારાં વિનાં એક પળ જાય નહીં અને તું ફોન જુએ નહીં પછી અકળામણ જ થાય ને... અને તને ખબર છે આજથી અહીં ઘરમાં ચર્ચા થઇ મેં કહ્યું છે કે માં તમે લોકો વૈદેહીનાં ઘરે જજો મારી જોબનું નક્કી થાય પછી માં કહ્યું હાં અને જઇશું અને ખાસ વાત હું આજે હમણાં નિરંજન અંકલને ફોન કરીશ સાંજની એમની એપોઇન્ટમેન્ટ લેવા અંગે. બધુ જે કંઇ નક્કી થશે તને જણાવીશ.
વૈદેહી કહે "ઘરમાં મારી ગેરહાજરીમાં મારાં લગ્ન અંગે કંઇ વાત ચોક્કસ થઇ લાગે છે જે રીતે માસીએ માં સાથે કંઇક વાત કરી એનાં પરથી મને વહેમ લાગે છે જે હશે એ હું પણ સ્પષ્ટ ફરી જ દઇશ અને કંઇક એવું લાગશે તો ત્યાં સુધી કહી દઇશ કે હું પરણીશ તો માત્ર વિધુ ને જ. પણ જ્યારે વાત સામે આવે ત્યારે જ કહીશ.
કંઇ નહીં વિધુ તું માંબાબાનું નામ લઇને મળવા જઇ આવ અને મને ખુશખબર આપ હું એની જ રાહ જોઇશ.
વિધુએ કહ્યું "છુટો પડ્યો ત્યારથી જાણે મારો જીવ જ બળ્યાં કરે છે વહીદુ અંદરથી કંઇક અગમ્ય ભણકારાં આવ્યા કરે છે ખબર નહીં કેમ ?
વૈદહી કહે "વિધુ હું પણ તારાથી છુટી પડ્યાં પછી જાણે ચેતન વિહીન હોઊં એવું લાગે છે કોઇ મૂડ જ નથી જાણે પણ તું આવી ચિંતા ના કર સરસ ઉત્સાહથી મળવા જા વિધુ. આપણે આટલો સમય સતત સાથે ને સાથે રહ્યાં એકબીજાની હૂંફમાં રહ્યાં ગાંધર્વ લગ્ન કરી બધી જાતનો આનંદ કર્યો. અ મન જીવ-તન બધુ જ વિધીવત જાણે એક થયું પહેલાનાં આપણાં તન મિલન અને આ વખતનામાં ખૂબ ફરક હતો વિધુ હવે બસ એકમેકમાં જ પરોવાઇ ગયાં બધી રીતે ઇશ્વર સાક્ષીએ એની અસર ખૂબ ઊંડી થઇ છે.
વિધુ તું ચિતા વિના પહેલાં જોબનું નિપટાવ તું આમ પણ કોલેજમાં ખૂબ હોંશિયાર હતો રીઝલ્ટ એવું આવેલું છે મહેનતુ અને ગ્રેડસ વાળો છે તને કોઇ ના જ ના પાડે હુ પણ માં બાબાને ખૂબ પ્રાર્થના કરીશ ખૂબ સારાં સમાચાર આવશે એ બધું નાકી થાય પછી આપણા લગ્ન અંગે ઘરે વાત કરીશું.
"ઓકે વૈદેહી ચાલ હું ફોન મૂકું અને નિરંજન અંકલ સાથે કામ અંગે વાત કરી લઊં પછી જે હશે તને જણાવીશ.
વિધુએ ફોન મૂક્યો પછી પાછો નીચે ગયો. નીચે જઇને પૂજા રૂમમાં જઇને માંબાબા સામે હાથ જોડી ઉભો રહી પ્રાર્થના કરીને જીવનનાં આગળનાં પડાવ માટે આશીર્વાદ લીધાં અને પુજારુમમાંથી આવીને એ હીંચકે બેઠો અને નિરંજન ઝવેરીને ફોન લગાવ્યો.
વિધુએ ફોન કનેક્ટ થતાંજ કહ્યું "હેલો અંકલ હું વિધુ ગુડ આફ્ટરનૂન સર આપણે વાત થઇ હતી એ મુજબ હું આજે કેટલા વાગે મળવા આવું ? રૂબરૂ વાત થાય એટલે... સામેથી નિરંજન ઝવેરીએ કહ્યું "તું આવી ગયો સોમનાથ થી ? તારાં પાપા સાથે વાત થઇ ત્યારે એમણે મને કીધેલું તું સોમનાથ ગયેલો છે.
કંઇ નહીં તું આજે 5.00 વાગે ઓફીસે આવીજા તારી નોકરી અહીં પાકી જ છે બસ કામ કયું કેવી રીતે સોપવું એ તારી સાથે ચર્ચા કરીને નક્કી કરીશ. અને પાર્ટનર્સ છીએ પણ બધાં નિર્ણય હું જ લઊં છું બાકીનાં પાર્ટનર સ્લીપીંગ પાર્ટનર છે એટલે તું નિશ્ચિંત થઇને પાંચ વાગે આવીજા પછી નક્કી કરીએ ઓકે ? એમ કહીને ફોન મૂક્યો.
*************
સાંજનાં 4.30 થવા એ વિધુ તૈયાર થઇ પૂજા ઘરમાં માંબાબાનાં આશીર્વાદ લીધાં. માં અને પાપાનાં પણ આશીર્વાદ લીધાં માં એ કહ્યુ "ખૂબ સફળતા મળશે તને તારાં કામમાં નોકરી આપવા કીધુ છે તો ખૂબ ખંત અને વિશ્વાસ પૂર્વક કામ કરજે બેટાં. આવાં સમયમાં નિરંજનભાઇ જેવાં માણસો નથી મળતાં. એમ કહીને આશીર્વાદ આપ્યા. ગોળની કાંકરી ખાઇ વિધુ ઘરની બહાર નીકળી બાઇક લઇને નીકળી ગયો. એણે વૈદેહીને મેસેજ કરી દીધેલો કે મળવાં જાય છે. વિચાર્યું કે બધુ નક્કી થાય પછી ત્યાંથી નીકળીને ફોન કરશે.
નિરંજન ઝવેરીની આધુનીક અને ભવ્ય ઓફીસે વિધુ પહોચ્યો. અને પ્યુનને કહ્યું "સરને કહે વિધુત અજયભાઇનો દીકરો આવ્યો છે. પ્યુનને બેસવા કીધું. વિધુએ જોયુ કે ભવ્ય રીસેપ્શન કાઉન્ટર છે પણ ત્યાં કોઇ બેઠું નથી એટલે પ્યુનને કહ્યું એ વિચાર્યુ રીશેપ્નીસ્ટ નહીં હોય ? હજી વિચારો આગળ ચાલે એ પહેલાં જ કાચની કેબીન ખૂલી એમાંથી એસીનો ઠંડો પવન ફૂંકાયો અને અંદરથી અપટ્રેકટ યુવતી બહાર નીકળી એ એટલી સુંદર હતી કે આવી કંપનીઓમાં આવી જ હોય. એ એનાં અંગે પણ આગળ વિચારે પહેલાં પેલી મીઠાં સ્મિત સાથે બોલી. મી.વિદ્યુત આપ અંદર જઇ શકો છો સર તમારી જ રાહ જુએ છે.
વિધુએ થેંક્યુ કહીને એ બતાવેલી ચેમ્બરમાં ગયો એણે પૂછ્યું "મેં આઇ કમીંગ સર ? અને સામે બેઠેલાં નિરંજન ઝવેરીએ એની સામે જોયાં વિના જ કહ્યું "યસ યસ કમ ઇન વિધુ પ્લીઝ બી સીટેડ પછી
પેપર્સમાંથી આઁખો ઊંચી કરીને કહ્યું યસ વિધુ બોલ શું લઇશ ?
વિધુએ હસતાં હસતાં કહ્યું "સર નોકરી... અને નિરંજનભાઇ હસી પડ્યાં" એ બોલ્યોં એ તો નક્કી જ છે એની વે કોફી પીશ કે જ્યુસ ? કે ચા ?
સર કોફી પીશ, નિરંજનભાઇએ પ્યુનને બોલાવી બે કોફી લાવવા ક્યુ અને પછી વિધુને કંપનીનું કામ ધંધાની વિગત સ્કીમો વિગેરે વિશે સંક્ષિપ્તમાં બધુ જણાવ્યું પછી કહ્યું "બોલ કહ્યું કામ ફાવશે ? અને વિધુ આશ્ચર્યમાં ડૂબ્યો.
વધુ આવતા અંકે પ્રકરણ-24