badlo - 2 books and stories free download online pdf in Gujarati

બદલો - ભાગ - 2

પત્ર વાંચી ને વિનય ડરી ગયો અભય ને તો તે ઓળખતો હતો પણ પત્ર માં જે જયેશ ના નામનો ઉલ્લેખ હતો તે કોણ હશે ઍ બાબતે તેણે ઘણો વિચાર કર્યો પણ તેને કઈ યાદ ન આવ્યું અભય અને તેના મિત્રો ને ફસાવવા નું કામ પોતે જ કર્યું છે એવી અભય ને કઈ રીતે ખબર પડી ગઈ પોતે તો એવુ પ્લાનિંગ કરેલું કે કોઈ ને ખબર જ ન પડે અને પોતે જૂનાગઢ પણ મૂકી દીધું હતું હાલ પોતે સુરત છે એવુ અભય ને કોણે કીધું હશે? આવા અનેક સવાલો થી વિનય નું માથું દુઃખી ગયું અને તેણે તાત્કાલિક સુરત છોડવા નો નિર્ણય લઇ લીધો
તેણે ઘરે જઈ ટૂંક માં રાજવી ને બધી જ વાત જણાવી દીધી અને સુરત છોડવા નો પોતાનો નિર્ણય પણ જણાવી દીધો ત્યારે રાજવી ઍ કહ્યું આ બધું તો ઠીક પણ સુરત ના વરાછા રોડ પણ આપણી દુકાન વિશે તેને કોણે કહ્યું? વિનય કહે : અત્યારે ઍ બધું વિચારવા નો સમય નથી આપણી પાસે .
રાજવી : ઍ વાત સાચી પણ આપણે ક્યાં જવું? આવી હાલત માં તને તો ખબર છે કે હું પ્રેગનેંટ છું આપણી દુકાન ના માલ સામાન નું શુ કરવું આ ભાડા ના મકાન નું તો ઠીક કે ફર્નિચર સાથે જ ભાડે લીધું હતું
વિનય : મારો એક જાણીતો ફર્નિચર નો વેપારી છે એને વેચી દઈશું આપણી દુકાન નો માલ પડતર કિંમતે... અને અહીં બધા ને એમ કહી દેશું કે મને મુંબઈ માં એક સારી નોકરી મળી એટલે ત્યાં રહેવા જઈએ છીએ ઍ જે પૈસા લઇ ગયો ઍ તો નફા ના હતા મૂળ રકમ ચાર લાખ તો હજી આપણી પાસે જ છે એટલે તુ ચિંતા ન કર
રાજવી : પણ આપણે જઈસુ ક્યાં?
વિનય :અહીં થી ટ્રેન માં હરિદ્વાર
રાજવી :ત્યાં જઈ ને શુ કરવું?
વિનય :ઍ બધું મેં વિચારી જ લીધું છે મારા પર વિશ્વાસ છે કે નહિ?
રાજવી :ઓકે
*******

અભય ને સજા થયા પછી તેને સુરત જેલ માં મોકલાયો. જયેશ ઍ અભય નો જેલ માં નવો બનેલ ખાસ દોસ્ત હતો ગમે તેવા તાળા ખોલવા માં તેની માસ્ટરી હતી અભય અને જયેશ બન્ને જેલ ની એક જ કોટડી માં સાથે હતા ને સાથે જ જેલ માંથી છૂટેલા. બન્ને પ્રથમ વખત જ જેલ માં આવેલ હતા જયેશ મજૂરી કરતી માતા નું સંતાન હતો તેના પિતા તો તે ત્રણ વર્ષ નો હતો ત્યારે સૌરાષ્ટ્ર ના એક નાના ગામડા માં ખેતર માં મજૂરી કરતી વખતે સર્પ કરડતા મૃત્યુ પામ્યા હતા પછી એની માં એને લઇ ને સુરત આવી ને ઈંટો ઉપાડવા ની મજૂરી કરતી હતી પછી જયેશ પંદર વર્ષ નો થયો ત્યાં ટી. બી. માં મૃત્યુ પામી હતી તે બાદ જયેશ જે ઓરડી માં પોતે ભાડે રહેતા તેની બાજુ માં એકલા રહેતા અને ગમે તે તાળા ની ચાવી ખોવાઈ હોય તો પણ નવી ચાવી બનાવી શકે અથવા તોડ્યા વિના તાળું ખોલી શકે એવા કેશવજી બાપા પાસે કામ શીખ્યો બંને વચ્ચે પિતા પુત્ર જેવા સબંધો હતા
જયેશ કેવી રીતે ચોર બન્યો અને કેવી રીતે પોલીસ માં પકડાયો વિનય અને રાજવી હરિદ્વાર જઈ ને શું કરશે બંને સાથે બદલો લેવા અભય તેનો પીછો કરશે કે નહિ? અભય અને તેના મિત્રો ને વિનય અને રાજવી ઍ શા માટે ખોટા કેસ માં ફસાવ્યા ઍ જાણવા આગળ નો ભાગ વાંચો
અને યોગ્ય પ્રતિભાવ આપો...