badlo - 5 books and stories free download online pdf in Gujarati

બદલો - 5

લલિત ને મળી ને વિનય ને પોતાનો ધંધો કરવા ની ઈચ્છા થઇ હતી તે જાણતો હતો કે પોતાની પાસે પૈસા નથી પણ તે લલિત ની વાતો થી અંજાઈ ગયો હતો અમુક ની વાત કરવા ની સ્ટાઇલ જ એવી હોય ગમે એને આંટી માં લઇ લે મીઠુ મીઠુ બોલી ને તમારું કામ પડે ત્યારે એવી રીતે બોલાવે જાણે તમારો સૌથી મોટો શુભ ચિંતક હોય અને કામ પતિ ગયા પછી કદાચ સામો મળે તો પણ તમને બોલાવવા ન પડે એટલે મોઢું ફેરવી લે આપણે ત્યાં માણસો ને બાહ્ય દેખાવ થી માણસો વિશે ધારણાઓ બાંધવા નો જે રિવાજ છે ઍ સાવ ખોટો છે બધા કાબેલ માણસો ને જોઈતી તક નથી મળતી જે કાબેલ માણસો ને તક નથી મળતી તે પ્રગતિ ન સાધી શકે
ઘણું વિચર્યા પછી વિનય ના મગજ માં એક ભયાનક પ્લાન આવ્યો બે કે ત્રણ વર્ષ પહેલા વિનય રાજ્ય કક્ષા ની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માં ભાગ લેવા ગયો હતો એનો નંબર તો ન તો જ આવવા નો પણ એણે મજા કરવા જ ભાગ લીધો હતો બાકી ઘણા ય છ છ મહિના થી પ્રેક્ટિસ કરી આ સ્પર્ધા ની રાહ જોતા હોય સ્ત્રી પુરુષ તરુણ યુવાન એમ અનેક વિભાગ પ્રમાણે વિજેતા જાહેર થાય જે ઓછા સમય માં સ્પર્ધા પુરી કરે તે વિજેતા પ્રથમ અને બીજા નંબર વચ્ચે એક એક સેકન્ડ નો જ ફેર રહે એવી રસાકસી ભરી સ્પર્ધા હોય દર વર્ષે ઘણા ઓછા લોકો ને જાણ હશે કે રાજ્ય સરકાર ની પોલીસ અને વનવિભાગ અને કેન્દ્ર સરકાર ની પોસ્ટ વિભાગ રેલવે વિભાગ જેવી અમુક નોકરીઓ માં અલગ સ્પોર્ટ્સ ક્વોટા હોય એમાં ક્રિકેટ હોકી જેવી અનેક રમત ના રાજ્ય કક્ષા ના ખેલાડીઓ જુદી જુદી યુનિવર્સીટી તરફ થી રમેલ ઘણા રમતવીરો ને આ કોટા માંથી સરકારી નોકરી મળે છે. દર વર્ષે આ સ્પર્ધા ની શરૂવાત માં મ્યુન્સિપલ કૅમિશનર કલેક્ટર જેવા અધિકારીઓ એ સ્પર્ધા ની માહિતી આપે છે અને પછી સફેદ ઝબ્બો લેંઘો પહેરેલ ગળા માં રુદ્રાક્ષ ની મોટી માળા ધારણ કરેલી બે હાથ ની બધી જ આંગળીઓ માં અલગ અલગ નંગ ની સોના ની વીંટીઓ ભારે શરીર અને દાઢી મુંછ ધરાવતા શહેર ના એક સ્થાનિક નેતા કે જે શાસક પક્ષ ના વરિષ્ઠ કોર્પોરેટર હતા તે બોલવા ઉભા થયા મધ્યમ ઉંચાઈ ધરાવતા આ નેતા એક ઉદ્યોગપતિ પણ હતા હોટલ બાંધકામ જેવા ઉદ્યોગ સાથે સંકળાયેલ હતા એક કોલેજ ના ટ્રસ્ટી હતા હાથ માં સોના ના કડા હતા આવા નેતા માઈક માં પોતાના બુલંદ અવાજે બોલ્યા કે "એક ગૂડ ન્યૂઝ છે તમારા બધા માટે તમને જુદા જુદા વિભાગ માં એક થી ત્રણ નંબર લાવનાર ને ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ ઇનામ તો મળશે જ સાથે સરકારી નોકરી ના સ્પોર્ટ્સ ક્વોટા ની અનેક સ્પર્ધા ની લિસ્ટ માં રાજ્ય સરકાર આ સ્પર્ધા પણ સામેલ કરે એવી તમારા જેવા સાહસિક યુવાનો ની વર્ષો જૂની માંગ હતી જે અંગે આપણી જૂનાગઢ મહાનગરપાલિકા ના એક પ્રતિનિધી મંડળે આપણા ગુજરાત ના લોક લાડીલા માનનીય મુખ્ય મંત્રી શ્રી ને રૂબરૂ મળી ને થોડા દિવસ અગાઉ જ રજુવાત કરેલ જેનો મુખ્ય મંત્રી શ્રી એ સ્વીકાર કર્યો છે માટે બેસ્ટ ઓફ લક યુવાનો "તાળીઓ ના ગડગડાટ થી યુવાનો એ આ જાહેરાત નો સ્વીકાર કર્યો
ખુબ વિચાર્યાં પછી આ વાત માંથી જ વિનય એ પૈસા મેળવવા ની એક યોજના બનાવી હતી