badlo - 6 books and stories free download online pdf in Gujarati

બદલો - 6

બેરોજગાર યુવાનો સરકારી નોકરી ની તીવ્ર ઈચ્છા રાખે છે તે વિનય એ જોયું અને અનુભવ્યું હતું એટલે સ્પોર્ટ્સ ક્વોટા માં નોકરી અપાવી દેવા ના બહાને તેણે બેરોજગાર યુવાનો ને છેતરવા નો પ્લાન બનાવ્યો છગન મગન અભય અને લાલજીભાઈ તેની રમત ના મોહરા બન્યા હતા પ્લાનિંગ મુજબ વિનય પેલા લાલજીભાઈ ni દુકાને ટોપી અને ચશ્માં પેહરી નાટક માં કામ કરતા એક મિત્ર ની દાઢી મુંછ લગાવી હાથ માં અપંગ જેવી લાકડી લઇ જુના ઈસ્ત્રી કર્યાં વિના ના કપડા પહેરી પગ માં જૂની તૂટેલી ચપ્પલ પહેરીને એક ગરીબ લાચાર અપંગ યુવાન બની ને લાલજીભાઈ ની દુકાને ગયો મોબાઇલ નું સિમ કાર્ડ લેવા આવ્યો હતો મૂળ વાત એ હતી કે વિનય જાણતો હતો કે લાલજીભાઈ કોલેજ ની પ્રેમીઓ અને પ્રેમિકાઓ ને ડમી સિમ કાર્ડ આપતાં હતા એટલે જ એ અહીં આવ્યો હતો એને એક મોબાઇલ ફોન અને ડમી સિમ કાર્ડ ની ખાસ જરૂર હતી એટલે લાલજીભાઈ ની દુકાને જઈ ને એણે નાટક ચાલુ કર્યું તેણે ત્યાં જઈ ને સિમ કાર્ડ માગ્યું તેનો વેષ જોઈ ને લાલજીભાઈ ને દયા આવી ગઇ હતી લાલજીભાઈ એ આધાર કાર્ડ ની ઝેરોક્ષ અને ફોટો માંગ્યો વિનય એ કમ્પ્યુટર ગ્રાફિક્સ થી બનાવેલ પોતાનો જ દાઢી મુંછ વાળો ફોટો તો આપ્યો પણ આધાર કાર્ડ ખિસ્સા માં ખોટે ખોટું શોધવા નો દેખાવ કર્યો અને હે ભગવાન હવે શું થશે? આધાર કાર્ડ તો ગામડે ભુલાઈ ગયું છે નું બહાનું બનાવ્યું તેની પાસે એક મોટો બગલ થેલો પણ હતો સામે ની કોલેજ માં ત્યારે નવા એડમિશન ની પ્રોસેસ ચાલતી હતી એટલે લાલજીભાઈ ને થયું એડમિશન ને લગતા પ્રમાણ પત્રો વગેરે બગલ થેલા માં હશે કદાચ લાલજીભાઈ એ નામ પૂછ્યું તો નામ પરિમલ કુમાર કહ્યું ગામ પૂછ્યું તો જૂનાગઢ થી થોડા જ દૂર ના મજેવડી ગામ નો એક ગરીબ ખેતમજુર નો દીકરો છે અને પગ માં પોલિયો હોવાનું જણાવ્યું લાલજીભાઈ ને દયા આવી ગઇ દુકાન પાસે એક નાનકડા ટેબલ પર બેસાડી ઠંડુ પાણી પણ પાયું પોતાની દુકાન માં રહેલ ઠંડા પાણી ના જગ માંથી. વિનય પણ બનાવટી કથા આગળ વધારે છે બે ત્રણ દિવસ માં આધાર કાર્ડ આપી દઈશ અમારા ગામ માંથી એક દૂધ વાળા ભાઈ જૂનાગઢ દૂધ દેવા દરરોજ આવે જ છે તેની સાથે ગામડે થી મંગાવી લઈશ કોલેજ ની જ હોસ્ટેલમાં રહેવા જમવા ની વ્યવસ્થા થઇ ગઇ છે બધું જ સરકારી હોવા થી અને થોડી શિષ્યવૃત્તિ તેમજ અપંગ પેન્શન આવતું હોવા થી આર્થિક તકલીફ નહિ પડે કોલેજ ની 6 માસિક ફી માત્ર નવસો રૂપિયા જ છે પણ ઘરે માં બાપુ ચિંતા ન કરે તે માટે સવાર સાંજ રોજ ફોન માં વાત કરવી પડે આ વાત સાંભળી લાલજીભાઈ એ પોતાનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને આધાર કાર્ડ ની ઝેરોક્ષ વાપરી ને માત્ર સાઈઠ રૂપિયા માં જ નવું સીમકાર્ડ ચાલુ કરાવી દીધું અને પોતાનો ખાસ દોસ્ત અભય કે જે મોબાઇલ રીપેરીંગ અને જુના મોબાઇલ લે વેંચ કરતો હતો તેની મદદ થી માત્ર પાંચસો રૂપિયા માં જ એક જૂનો સાદો મોબાઇલ પણ વિનય ને મેળવી આપ્યો
જો કે લાલજીભાઈ ને ત્યારે ક્યાં એવી ખબર હતી કે પોતે જેને મદદ સમજે છે તે તો તેમની જિંદગી ની સૌથી મોટી ભૂલ છે લાલજીભાઈ ગુનાહિત કાવતરા નો અજાણતા જ હિસ્સો બન્યા અને તેની સાથે અભય પણ અજાણતા જ જોડાયો