A Silent Witness - 2 books and stories free download online pdf in Gujarati

A Silent Witness - 2


((ભાગ ૧ માં આપણે જોયું કે મિસ્ટર અવસ્થીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું છે એવું પી. એમ. રિપોર્ટ માં મળે છે. ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી રોહિત અને અન્ય લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવે છે. હવે આગળ .........))

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- મિસ્ટર રોહિત! તમારા અને તમારા ભાઈ ના સબંધો કેવા હતા? તમારા વચ્ચે કઈ એવી ઉગ્ર બોલાચાલી થઇ હોય? અને આવેશ માં આવી જઈને ક્યાંક તમારાથી જ તમારા ભાઈ નું.........

રોહિત :- (વચ્ચે થી જ અટકાવીને ) કેવી વાત કરો છો સર! ભાઈ જ મારો પરિવાર હતો. મમી પાપા અને ભાભીના ગયા પછી ભાઈ જ તો એક હતા મારા પરિવાર માં. ભાઈ તો હંમેશા મારાથી ખુશ જ હતા. ઈન ફેક્ટ હું તો એમને મારી સાથે એબ્રોડ લઇ જવા માગતો હતો. છેલ્લે મારી એમની સાથે ફોન પર વાત થઇ એ વખતે મેં એમને સમજાવેલા કે તમે મારી સાથે ત્યાં જ શિફ્ટ થઇ જાઓ. બિઝનેસ તો તમે ત્યાંથી પણ સંભાળી જ શકશો. પણ એમને તો ઇન્ડિયા માં જ રહેવું હતું.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- તમારી એમની સાથે છેલ્લે ક્યારે વાત થઇ હતી?

રોહિત :- હજુ આગલા દિવસે સવારે જ વાત થઇ હતી. અને પછી હું આજે એમને મળવા આવાનો હતો.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- મિસ્ટર અવસ્થી એ તમને કાઈ એવી અણબનાવની વાત કરી હોય? કે એવું કશું બનેલું એમની સાથે?

રોહિત :- એવું તો કશું લાગ્યું નહિ. નોર્મલ જ વાત થઇ હતી. જેમ રોજ વાત થાય છે એમ જ.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- શું એમનો કોઈ સાથે પૈસા બાબતે ઝઘડો થયો હોય કે પછી કોઈ પાસેથી પૈસા ની ઉધારી બાબતે કોઈ દિવસ કઈ થયું હોય?

રોહિત :- ના સર! ભાઈ નો સ્વભાવ જ માયાળુ હતો. એમણે ક્યારેય કોઈ સાથે ઉંચા અવાજે બોલ્યા પણ નહિ હોય. લોકો ની હાલત સમજીને ઉધારીનું લેણું કરતા હતા, કોઈ ઉધારીમાં લીધેલ પૈસા પાછા ના આપી શકે એમ હોય તો માગતા પણ નહિ.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- ઓકે, ઓલ રાઈટ! તમને કોઈના પર શક છે?

રોહિત :- ના સર એવું તો કોઈ મારા ધ્યાન માં નથી કે જેને મારા ભાઈ થી પ્રોબ્લેમ હોય.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- ઓકે મિસ્ટર રોહિત, અમે કોશિશ કરી રહ્યા છીએ. ખૂની લાંબો સમય દૂર ભાગી શકશે નહિ. હાલ તો તમારે ઇન્ડિયા માં જ રહેવું પડશે જ્યાં સુધી ખૂની પકડાઈ ના જાય. અમને જાણ કર્યા વગર તમે ઇન્ડિયા બહાર ક્યાંય જશો નહિ.

રોહિત :- યસ સર! તમે જલ્દી થી જ ખૂની ને પકડીને જેલ ભેગો કરો.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- તમે નિશ્ચિંત રહો.હવે તમે અત્યારે જઈ શકો છો. અમે તમને જરૂર પડશે તો ફરી પૂછપરછ માટે બોલાવીશું.

રોહિત :- ઓકે. (ઘેર જવા નીકળી જાય છે)

સબ ઇન્સ્પેક્ટર પાંડે આવે છે. અને કેસ બાબતે રિપોર્ટિંગ કરે છે..

સબ ઇન્સ્પેક્ટર પાંડે:- સર! મિસ્ટર અવસ્થીના કોલ રેકોર્ડ્સ ચેક કર્યા એમાં કોઈ એવો શંકાસ્પદ નંબર કે કોલ જણાતો નથી.તેમની સાથે રોહિતની ફોન પર વાત ખૂન થયું એના આગળના દિવસે થઇ હતી.રોહિત ખૂન થયું એ દિવસે ઇન્ડિયા આવાનો હતો આ રહી એની ટિકિટ્સ.એમના સ્ટાફ તેમજ અન્ય કંપનીના મેનેજર સાથે પણ વાત થઈ એ લોકોના કોઈ નેગેટિવ પોઇન્ટ નહોતા કે કોઈ સાથે ઝઘડો થયો હોય એવુંય જણાયું નથી. ઘરના નોકર ચાકર ની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે દિવસે રોહિત ઇન્ડિયા આવાનો હતો અને બંને ભાઈયો બે દિવસ માટે બહાર જવાના છે એટલે રોહિતે બે દિવસ બધાને રજા આપી હતી.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- પાંડે જી! આ કેસ થોડો જટિલ બનવા લાગ્યો છે પણ સાવ "અંધા- કાનૂન" નથી. ખૂની વધુ સમય સુધી પોલીસ થી ભાગી નહિ શકે....(લેન્ડલાઈન ફોન ની રિંગ સંભળાય છે.....સબ ઇન્સ્પેક્ટર પાંડે રિસીવ કરીને વાત કરે છે)

સબ ઇન્સ્પેક્ટર પાંડે:- (હળવી મજાક ના ટોન માં )સર લાગે છે તમારી વાત ફોરેન્સિકએ સાંભળી લીધી, લેબ માંથી ફોન હતો, મિસ્ટર અવસ્થીના હાથ ની આંગળીયો પરથી એક ડી.એન. એ. મળ્યું છે.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- ગ્રેટ! હવે ખૂની ને પકડતા વાર નહિ! જોયું મિસ્ટર પાંડે, ખૂનીએ ઘણું ધ્યાન રાખ્યું કે તે પી.એમ. રિપોર્ટમાં ના પકડાઈ પણ એકાદ સબૂત તો મૂકીને જ જાય છે. તમે આજે જ જઈને રિપોર્ટ્સ લઇ આવો.

સબ ઇન્સ્પેક્ટર પાંડે:- યસ સર! (સલામ આપીને નીકળી જાય છે)

(ક્રમશ:)

.....વાંચતા રહેજો ને પ્રતિભાવ અને ટિપ્પણી આપતા રેજો....મને સમય બહુ ઓછો મળે છે એટલે રોજ થોડું થોડું લખતી રહીશ....ભૂલચૂક થાય તો માફ કરશો કેમકે હું હજુ શીખી રહી છું....આભાર!