A Silent Witness - 3 books and stories free download online pdf in Gujarati

A Silent Witness - 3


(( ભાગ ૨ માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી રોહિત ની પૂછપરછ કરે છે પણ કઈ એવું શંકાસ્પદ લાગતું નથી. ત્યારબાદ
સબ ઇન્સ્પેક્ટર પાંડે બાકીની તપાસ નું રિપોર્ટિંગ કરવા માટે આવે છે. તે વખતે ફોરેન્સિક લેબ માંથી ફોન આવે છે કે મિસ્ટર અવસ્થી ના હાથ ની આંગળીયો પરથી એક ડી. એન. એ. મળ્યું છે......હવે આગળ.......))

ડૉક્ટર સાળંકે:- (ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રીને પોતે જ રિપોર્ટ લેવા માટે આવતા જોઈને) શું વાત છે આ તો ઇન્સ્પેક્ટર સાહેબ પોતે આવ્યા છે ફોરેન્સિક રિપોર્ટ લેવા માટે? લાગે છે કેસ ઇન્સ્ટ્રેસ્ટિંગ થઇ ગયો છે!

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- હા આજે મિસ્ટર પાંડેને જરા બીજા કેસની તપાસ માટે મોકલ્યા છે. અને હા આ કેસ પણ ઇન્ટરેસ્ટિંગ છે પણ અઘરો નથી. હવે ખૂની જલ્દી પકડાઈ જાશે .

ડૉક્ટર સાળંકે:- હા. બોડી પર એક ખરોચ પણ નથી આવી કે નથી કોઈ દવા કે પોઇઝન જેવી વસ્તુ આપવામાં આવી કે જેથી ઇન્ટરનલ નુકસાન થાય. ખૂનીએ પી. એમ. રિપોર્ટ નું તો ધ્યાન રાખ્યું જ હતું પણ એને ડી. એન. એ. રિપોર્ટ વિશે પણ થોડી ઘણી માહિતી હશેજ એવું લાગી રહ્યું છે.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- તો શું ડી. એન. એ. નથી મળ્યું? તો કાલે જે તમે કોલ કરેલો?

ડૉક્ટર સાળંકે:- ના, શરૂઆત માં આખા બોડીની, ઘરના ઓરડાની, બધા જ પુરાવાની તપાસ કરી ત્યારે એક પણ જગ્યા પરથી ડી.એન. એ. નથી મળ્યું, રૂમ કે ઘર માં કોઈ જગ્યા પરથી ફૂટપ્રિન્ટ, વાળ કે પછી કોઈ એવી વસ્તુ નથી મળી કે જેમાંથી ડી એન એ રિપોર્ટ લઇ શકાય. એટલે અમારે માટે પણ થોડું અઘરું હતું. ત્યાં ઓરડા ની બાજુમાં રહેલ રસોડાની વોશબેસિન અને સાબુ પણ પાણી થી પલળેલા હતા એટલે જાણે કે ખૂનીએ બધી નિશાનીઓ ધોઈને સાફ કરી નાખી હોય એમ લાગી રહ્યું હતું. જેથી ડી. એન. એ. પણ શોધવાનું અઘરું બની ગયું હતું. ફરીથી અહીં લાવ્યા પછી બોડીની બીજીવાર તપાસ કરતી વખતે બોડી ના હાથ ની આંગળીયોના નખમાંથી મળી ગયું.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- ગ્રેટ વર્ક! મિસ્ટર સાળંકે.

ડૉક્ટર સાળંકે:- આ રહ્યો રિપોર્ટ. બધાના બ્લડ સૅમ્પલ લઈને મેચ કરી જોઈએ એટલે ખૂની પકડાઈ જશે.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- ચોક્કસ. (રિપોર્ટ લઈને નીકળી જાય છે)

ઇન્સ્પેક્ટર મિસ્ટર અવસ્થીના નજીકના બધા સબંધીઓ, રોહિત, નોકરો, પાડોશીઓ વગેરેના બ્લડ સેમ્પલ લઈને લેબમાં મોકલે છે. પણ આમાંથી કોઈના પણ ડી એન એ મેચ નથી થતા. હવે શું કરવું? ફરીથી ઇન્સ્પેક્ટર એકવાર એ આખા ઘરની તપાસ માટે નીકળે છે. ઘરમાં કોઈ એવી વસ્તુ નથી મળતી. આવડા મોટા ઘરમાં સી.સી.ટી.વી. પણ નહોતા. કારણ પૂછ્યું તો રોહિત ઉડાવ જવાબ આપે છે કે "ભાઈને આટલી બધી પાબંદીમાં રહેવાનું ગમતું નહોતું અને આમેય એમને એકલાજ રહેતા હતા એટલે ક્યારેય જરૂર પણ ના લાગી." હવે એક રસ્તો ઈન્સ્પેક્ટરને દેખાતો હતો. ઈન્સ્પેક્ટરે આખા એપાર્ટમેન્ટમાં રહેતા બધાજ લોકોના બ્લડ સેમ્પલ લીધા અને સાથે નજીકમાં આવેલા બીજા બે એપાર્ટમેન્ટના બધા લોકોના પણ બ્લડ સેમ્પલ લઇ લીધા. આશરે ૨૦૦-૨૫૦ જેટલા સેમ્પલ મોકલી દીધા. બે દિવસ પછી રિપોર્ટ આવ્યો.

તેમાંથી એક વ્યક્તિનું ડી.એન.એ મેચ થઈ ગયું છે. ઇન્સ્પેક્ટર અને એમની ટીમની મહેનત રંગ લાવી. આખરે ખૂની ને પકડી લીધો. તે બાજુના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. નામ એનું યશ પરમાર. ઉમર - ૨૬ વર્ષ. ૬ ફુટ ઉંચો બાંધો, ગોરો વાન, વાંકડિયા વાળ, મોહક વ્યક્તિત્વ. પણ કોઈ માની જ ના શક્યુ કે આ આટલો શાતીર ખૂની હશે. પકડી લાવ્યા પોલીસ સ્ટેશનમાં. થોડી પૂછપરછ કરવામાં આવી. સીધી રીતે બોલ્યો નહિ. ઇન્સ્પેક્ટર સાહેબે તો એક બે લગાવીય દીધી પણ એ સ્વીકારવા તૈયાર જ નહોતો કે ખૂન એણે જ કર્યું છે. જેલમાં બેસાડી દીધો. બીજા દિવસે સવારે કોર્ટમાં હાજર કરવાનો હતો.

સવારે યશને કોર્ટમાં લઇ જવામાં આવે છે. યશ પરમાર (મિત્રમંડળમાં "ચકલી" નામે મશહૂર!) તેને મુંબઈના નામાંકિત ઇન્વેસ્ટર મિસ્ટર રેહાન અવસ્થીના ખૂનના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યો હતો. એના પર રેહાન અવસ્થીનું ખૂન કરવા અંગે કેસ ચાલ્યો. અન્ય કોઈ પુરાવા હતા નહિ પણ ડી. એન. એ. એટલે એકદમ સચોટ સબૂત આપતું ફોરેન્સિક વિજ્ઞાન એ યશના ડી એન એ ને મેચ થઇ જતા એ ખૂની છે એવું સાબિત કરવામાં આવ્યું. યશને પોતાના બચાવમાં કઈ કહેવું હોય તો બોલવાનો મોકો આપવામાં આવ્યો. એણે ફરી ફરીને એક જ વાત કહ્યા કરી કે હું નિર્દોષ છું. મેં આ ખૂન નથી કર્યું. એ કોઈ હાલત માં પોતાનો ગુનો સ્વીકારતો નહોતો. કોર્ટે એની રિમાન્ડનો આદેશ કરી દીધો.

યશ પરમાર:- (ઘણી માર ખાધા પછી પણ એ એક જ વાત પકડીને બેઠો હતો) મેં આ ખૂન નથી કર્યું. હું આ માણસને કદી મળ્યો પણ નથી કે નથી હું કોઈ દિવસ એમના ઘરે ગયો.

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- તું ત્યાં ગયો નથી તો તારા ડી.એન.એ ના નિશાન મિસ્ટર અવસ્થીની બોડી પર ક્યાંથી આવ્યા? સીધી રીતે બોલી દે!! (સાટ! કરતી બીજી બે લાગી ગઈ)

યશ પરમાર:- (માર ખાતા ખાતા ) પણ હું શા માટે એમનું ખૂન કરીશ?

ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- (યશને કોલરેથી જોરથી પકડીને) પૈસા માટે. તે પૈસા માટે આ ખૂન કર્યું છે. મિસ્ટર અવસ્થીની હત્યા કરીને એની તિજોરી માંથી પૈસા અને દાગીના ની ચોરી કરીને ભાગ્યો છે તું. બોલ ક્યાં છે એ પૈસા અને દાગીના?

યશ પરમાર:- મારી પાસે કોઈ ચોરીના પૈસા કે દાગીના નથી સાહેબ. મેં આ ખૂન પણ નથી કર્યું. મને ખરેખર નથી ખબર કે મારા ડી.એન.એ ના નિશાન મિસ્ટર અવસ્થીની બોડી પર ક્યાંથી આવ્યા. (રડતા રડતા.....લાચાર બનીને)

બે દિવસ ની રિમાન્ડ હતી યશે ખુબ જ માર ખાધી. આખરે યશે શરણાગતિ સ્વીકારી લીધી. મુદત પર ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કેસ ચાલ્યો. સામેસામા વકીલોની દલીલો ચાલી.બધા ડોક્યુમેન્ટ્સ રજુ થયા. કેટલાક યશના મેડિકલ સર્ટિફિકેટસ પણ હતા. તેમ છતાં યશ પોતાની નર્દોષતા સાબિત ના કરી શક્યો. ડી. એન. એ. ના આધારે સાબિત કરી દેવામાં આવ્યું કે યશે જ મિસ્ટર અવસ્થી નું ખૂન કર્યું છે. તેને છેલ્લી વાર બચાવની દલીલ માટે પૂછવામાં આવ્યું પણ એ શારીરિક અને માનસિક રીતે તૂટી ગયો હતો. આ બધાથી હારી થાકીને એણે કહ્યું કે "બ્રેઈન સ્ટ્રોકના કારણે મારી યાદશક્તિ કમજોર થઈ ગઈ છે એટલે મને એ દિવસનું કશું યાદ નથી!" દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આખરી સુનાવણી પુરી કરી.યશને મિસ્ટર રેહાન અવસ્થીના કેસમાં ગુનેગાર હોવાથી ખૂન અને ચોરીના કેસમાં 3 લાખ રૂપિયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

"ઇન્વેસ્ટર રેહાન અવસ્થીનો ખૂની પકડાયો........3 લાખ રૂપિયાના દંડ સાથે ઉમર કેદ ની સજા...."

"રેહાન અવસ્થીના શાતીર ખૂની.......યશ પરમાર ને ઉમર કેદ ..."

બીજા દિવસે ટીવીમાં બધી જ ન્યૂઝ ચેનલોની બ્રેકીંગ ન્યૂઝ અને અખબારોની હેડલાઈન .......

".................ક્યાં છે તમારા ઇન્સ્પેક્ટર સાહેબ? આ રીતે નિર્દોષોને સજા ફટકારવામાં આવશે તો આખા દેશમાં હોબાળો કરીને રાખી દઈશ. ના કોઈ સબૂત ના કોઈ શાક્ષી ....ખાલી ડી.એન.એ. ના આધાર પર સીધી ઉમર કેદ.....??"

એ જ પોલીસ સ્ટેશનમા થોડા દિવસોમાં એક રૂપાળી છોકરી આવે છે....

(ક્રમશઃ)

મોજ આવે તો મસ્ત પ્રતિભાવ આપજો..... ને કઈ ભૂલ હોય તો મેસેજ કરી દેજો ..... જલ્દીથી પાછા આવીયે. ...ત્યાં સુધી ...વાંચતા રહો. .... ...
સ્ટોરી વાંચતા રહો સજેશન આપતા રહો થેન્ક્યુ