gumraah - 3 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 3

વાંચકમિત્રો આપણે બીજા ભાગમાં જોયેલું કે ઇન્સ્પેકટર જયદેવ સૂરજ દેસાઈને ગિરફ્તાર કરી લે છે અને સૂરજ દેસાઈ ઇન્સ્પેકટર જયદેવને ધમકી પણ આપે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!

ગુમરાહ - ભાગ 3 શરૂ

"એ..ઇન્સ્પેકટર તમે મને આવી રીતે ગિરફતાર ના કરી શકો મારી પહોંચ ખૂબ જ ઉપર સુધી છે મને અત્યારે જ છોડી દો નહિતર આ ખાખી વરદી ઉતરાવતા મને વાર નહિ લાગે." સૂરજ દેસાઈ એકદમ ગુસ્સેથી જયદેવને ધમકાવતા બોલ્યા.

"એક ઓન ડ્યુટી પોલીસ ઇન્સ્પેકટરને ધમકાવવાના ગુનામાં શું સજા થઈ શકે તેની કદાચ ખબર નથી લાગતી તમને!તમે હું જેવો બહાર ગયો તમે જનકને ધમકાવી રહ્યા હતા અને મેં તમારી એ બધી વાતો સાંભળી લીધી છે અને હવે મને ખાતરી છે કે આ નેહાના કેસ સાથે તમારો કોઈ તો સંબંધ છે.એટલે જ હું તમને ગિરફ્તાર કરીને તમને પોલીસ સ્ટેશન લઈ જાવ છું" ઇન્સ્પેકટર જયદેવ સૂરજ દેસાઈને સમજાવતા બોલ્યા.

સમય વીતતો જતો હતો એટલે જયદેવે વધારે વાર ના લગાડતા જનકને સાથે લઈને તેઓ કોલેજ ના CCTV ચેક કરવા જાય છે.

"હા તો મને તારીખ ૧૪-૧૧-૧૯ નું સવાર ના સમયનું CCTV ફૂટેજ બતાવો" જયદેવે CCTV ઓપરેટરને કહ્યું.

"ઓકે સર એક મિનિટ" કહી ઓપરેટરે જયદેવને ફૂટેજ બતાવી.આ ફૂટેજની અંદર જનકે જેવી રીતે કહ્યું હતું કે તેવી જ રીતે મયુર નેહાને પ્રપોઝ કરતો હતો અને ત્યારબાદ નેહા મયુરને લાફો મારી દે છે આ બધી ઘટના જયદેવ CCTV ફૂટેજમાં જોવે છે.

"અરે આ CCTV કેમેરા ઓડિયો સેન્સરવાળા નથી?" જયદેવે કોમ્યુટર ઓપરેટરને પૂછ્યું.

"ના સર આ કેમેરા એકદમ સાદા કેમેરા છે" કોમ્યુટર ઓપરેટરે જવાબ આપ્યો.

"ઓકે તો વરુણ તું એક કામ કરને લીપ રીડિંગ એક્સપોર્ટ ને બોલાવી લે" જયદેવે વરુણને કહ્યું.

"પણ સર મેં તમને જે ઘટના કિધી તેની ઉપર તમને ભરોસો નથી?" જનકે ઉદાસ થઈને ઇન્સ્પેકટર જયદેવને પૂછ્યું.

"બેટા તું તો ખાલી ગવાહ થયો કે મયુર અને નેહા વરચે આવી વાત થઈ હતી પણ સાથે સાથે સબૂત પણ જોઇશે અને એ સબૂત માટે જ હું લીપ રીડિંગ એક્સપોર્ટને બોલવું છું" જયદેવ જનકને સમજાવતા બોલ્યા.

"સર તમને શું લાગે છે કોણ હશે આ નેહાનો કાતિલ?" જનકે જયદેવ ને પૂછ્યું.

"અરે જનક અત્યારે તો શક ની સોય મયુર તરફ જ છે પછી મને નથી ખબર કે કોણ કાતિલ હોઈ શકે! બની શકે કદાચ તે જ નેહા ને મારી હોય!"

"અરે ના સર મેં નેહાને નથી મારી હું નિર્દોષ છું હો"

"અરે કુલ ડાઉન જનક હું તો મજાક કરતો હતો"

"હા તો ઠીક" હજુ ઇન્સ્પેકટર જયદેવ આટલું બોલ્યા ત્યાં તો પેલા લીપ રીડિંગ એક્સપોર્ટ ત્યાં ઘટના સ્થળે આવી જાય છે.ત્યાં રહેલા કોમ્યુટર ઓપરેટર તે લીપ રીડિંગ એક્સપોર્ટને પૂરી ફૂટેજ બતાવી અને પેલો લીપ રીડિંગ એક્સપોર્ટ નેહા અને મયુર બોલેલા એક એક શબ્દો બોલીને જણાવ્યા.હવે ઇન્સ્પેકટર જયદેવ ને પહેલું સબૂત મળી ગયું હતું અને આ સબૂત જયદેવે પેન ડ્રાઈવમાં લઇ લીધું.

"ઓકે તો ચાલો આ સબૂત તો મળ્યું હવે હું શું કહું છું જનક મને આજ સવાર નું આ કોર્નર ના ક્લાસરૂમ નું ફૂટેજ બતાવ ને જ્યારે આ નેહાનું મોત થયું હતું!" જયદેવે જનક ને કહ્યું.

"હા એક મિનિટ.. સર .. અરે આજ સવારનું તો આમાં કાંઈ રેકોર્ડ જ નથી થયું કદાચ કોઈ ટેક્નિકલ ખામી આવી ગઈ હશે" જનક બોલ્યો.

"હા એમ પણ આ CCTV કેમેરાઓમાં વારદાતના સમયે કોઈ ને કોઈ ખરાબી આવી જ જતી હોય છે કાંઈ નહિ તો હવે ચાલો આ કેસ સાથે જોડાયેલ વ્યક્તિ મયુરને બોલાવી લઈએ તેના સાસરિયામાં" જયદેવ ગુસ્સે થઈને બોલ્યા.

"ઓકે સર.. તો ચાલો હું નીચે ગાડી કાઢું છું તમે જલ્દી આવો" આટલું કહીને કોન્સ્ટેબલ વરુણ ગાડી કાઢવા નીચે ગયો.

"ઓકે તો જનક સહકાર માટે આભાર પોલીસ ને જરૂર પડશે તો પાછો તને યાદ કરશે અને હા સુરજ દેસાઈને અમે અમારી સાથે લઈ જઈએ છીએ લોક અપ માં બંધ કરવા" ઇન્સ્પેકટર જયદેવ જનકને આટલું કહીને ગાડીમાં બેસ્યા અને સીધા પોલીસ સ્ટેશન ગયા.પોલીસ સ્ટેશનમાં આવીને ઇન્સ્પેકટર જયદેવ પોતાની ખુરશી ઉપર બેસ્યા અને વરુણને બોલાવ્યો.

"વરુણ હવે આ સૂરજ દેસાઈને લોક અપ માં બંધ કરી દો"

વરુણ જેવો સુરજ દેસાઈ ને લોક અપ માં બંધ કરવા જાય છે સૂરજ દેસાઈ વરુણને ગાળો આપવા લાગે છે અને મારી નાખવાની ધમકીઓ પણ આપે છે.અને આ સાંભળીને વરુણ થોડોક ગભરાઈ ગયો.

"જયદેવ સર આ સૂરજ દેસાઈ મને મારી નાખવાની ધમકીઓ આપે છે" વરુણ બોલ્યો.

અત્યારે ઇન્સ્પેકટર જયદેવ એમ પણ આ નેહા મર્ડર કેસને લઈને ટેંશન માં હોય છે અને ઉપરથી વરુણની વાત સાંભળી ને તેઓ એકદમથી ભડકી ગયા અને તેઓ પોતાની ખૂરશીથી તરત જ ઉભા થઈને લોક અપ માં જઈને પોતાના તાકાતવર પંજા થી સૂરજ દેસાઈ નું ગળું પકડી લીધું અને જોરથી બે થપ્પડ મારી.

"સાલા હવે એક શબ્દ પણ વધારે ના બોલતો આ તારી કોલેજ નથી આ પોલીસ સ્ટેશન છે એમ પણ હવે રાત નો સમય છે એન્કાઉન્ટર કરી નાખીશ ને કહી દઈશ કે આ તો સુસાઇડ હતું તો કોઈને ખબર પણ નહીં પડે એટલે હવે સાવ શાંતિથી આ ખૂણામાં બેસી જા" ઇન્સ્પેકટર જયદેવે સૂરજ દેસાઈ ને કહ્યું.

હવે રાત થઈ ચૂકી હતી. રસ્તા ઉપર એકદમ સન્નાટો હતો. ચારેય બાજુ ઠંડક છવાઈ ગયેલી હતી પણ ઇન્સ્પેકટર જયદેવ નું મગજ હજુ પણ આ કેસ ને લઈને ગરમ હોય છે જેથી તેઓએ રાતે પણ પોલીસ સ્ટેશનમાં રહીને ઇન્વેસ્ટિગેશન કર્યું.તેઓએ પંચનામાની અંદર દરેક લોકોએ આપેલા સ્ટેસ્ટમેન્ટને ફરીથી વાંચ્યા અને આ સ્ટેટમેન્ટ ફરીથી વાંચતા તેમાં એક શબ્દ પર તેમની નજર આવીને અટકી ગઈ.


ગુમરાહ - ભાગ 3 પૂર્ણ

હવે જોવાનું એ રહે કે શું આ સૂરજ દેસાઈ જેલમાં કોઈ નવો કાંડ કરશે?ઇન્સ્પેકટર જયદેવની નજર કેમ એક શબ્દ ઉઓર અટકી ગઈ?એ સ્ટેટમેન્ટ શું હશે?શું ઇન્સ્પેકટર જયદેવ સાચા ગુનેગારને પકડી શકશે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા "ગુમરાહ"!

તમને જો આ નવલકથા નો ત્રીજો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને તમારો પ્રતિભાવ આપજો જો કોઈ ખામી જણાય તો પણ જરૂરથી સૂચન આપજો.