gumraah - 9 books and stories free download online pdf in Gujarati

ગુમરાહ - ભાગ 9

વાંચકમિત્રો આપણે આઠમા ભાગમાં જોયું હતું કે પ્રવીણ ઇન્સ્પેકટર જયદેવની હત્યા કરી નાખે છે અને ત્યારબાદ નવા ઇન્સ્પેકટર સૂર્યા આ કેસને હાથમાં લઈ છે અને તે દસ વર્ષ પહેલાંની ફાઇલ ઓપન કરીને બધા સબુતો વાંચે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!

ગુમરાહ - ભાગ 9 શરૂ

જેનાથી એ સ્પષ્ટ થતું હતું કે એક સગા ભાઈ ભાવેશ ટંડેલે પોતાની બહેન સાથે એક નીચ હરકત કરી હતી અને જેની સજારૂપે ભાવેશ ટંડેલને ફાંસી થઈ.આ કેસ જ્યારે સોલ્વ થયો ત્યારે તેના ઇન્વેસ્ટિગેશન માં વરુણ પણ સામેલ હતો.એટલે ઇન્સ્પેકટર સૂર્યાએ વરુણને પૂછ્યું.

"આ કેસમાં એક સગાભાઈએ જ તેની બહેનો સાથે આવું દુષ્કર્મ કરીને મારી નાખી હતી?" સૂર્યાએ વરુણને પૂછ્યું.

"હા સર આ કેસ ખૂબ જ જટિલ હતો અને આ કેસ સોલ્વ કરવામાં અમારા જયદેવ સર ને પૂરું એક વર્ષ લાગ્યું હતું." વરુણે ઇન્સ્પેકટર સૂર્યાને કહ્યું.

"પણ તમારા જયદેવ સરે જે રીતે આ કેસને સોલ્વ કર્યો છે તે રીતે જોતા તો આ કેસ સાવ ખોટી રીતે જ સોલ્વ થયો હોય એવું લાગે છે મને"ઇન્સ્પેકટર સૂર્યાએ વરુણને કહ્યું.

"અરે સર પણ આટલા જુના કેસને શું કામ જોઈ રહ્યા છો આ દસ વર્ષ જુના કેસ ને ગોતીને થોડો આ નેહા નો કેસ સોલ્વ થશે એટલે મારું માનો આ જૂનો કેસ મુકો અને આ હાલના કેસ ઉપર ફોક્સ કરો." વરુણે ઇન્સ્પેકટર સૂર્યાને કહ્યું.

"ના વરુણ આ જૂનો કેસ તો હું રીઓપન કરાવીશ કારણ કે આ જુના કેસમાં પણ તમારા જયદેવ સરે કાંઈક તો ઊંધું કર્યું જ છે અને મને એવું લાગે છે કે આ નેહા સુસાઇડ કેસનો આ દસ વર્ષ પહેલાના કેસ ના ગુનેગાર ભાવેશ ટંડેલ સાથે તો સંબંધ છે જ!અને આ નેહાના કેસ વિશે તે મને કહ્યું કે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મયુરને એક ગુલાબમાં લેટર આપવામાં આવ્યો તે લેટર પાછો નેહાને આપવાનું કહેવામાં આવ્યું મતલબ કે તે વ્યક્તિ પહેલેથી જ જાણતો હતો કે મયુર નેહાને ઓળખે છે અને બીજી વાત એ કે તે અજાણ્યા વ્યક્તિએ લેટર મયુર ને જ કેમ આપવાનું કહ્યું ત્રીજી વાત એ કે લેટર ને ગુલાબમાં આપ્યો સાથે આયોતિ વખતે આઈ લવ યુ નો કોડ બોલવાનું કહ્યું ચોથી વાત એ કે નેહાને મારવાનો પ્લાન પણ આ વ્યક્તિએ જ બનાવેલો હોવો જોઈએ." ઇન્સ્પેકટર સૂર્યા કંઈક વિચારતા વિચારતા બોલ્યા.

"પણ સર તમારી વાત સચી પણ ઇન્સ્પેકટર જયદેવને પેલા ભાવેશે કેમ ચપ્પુના ઘા માર્યા હશે?" વરુણે ઇન્સ્પેકટર સૂર્યા ને પૂછ્યું.

"તે લેટરમાં નામ હતું ભાવેશ ટંડેલનું અને મને લાગે છે કે કદાચ તેના દ્વારા જ જયદેવ ને મારવાની કોશિશ થઈ હોવી જોઈએ અને મને લાગે છે કે આ ભાવેશ ટંડેલ અને નેહા નું કોઈને કોઈ કનેક્શન તો હોવું જ જોઈએ! અને એટલે જ મારે આ દસ વર્ષ પહેલાંનો કેસ રીઓપન કરવો છે જેનાથી હું આ નેહા નો કેસ સોલ્વ કરી શકું" ઇન્સ્પેકટર સૂર્યાએ વરુણને કહ્યું.

"ઓકે સર કાંઈ વાંધો નહિ હવે કાળથી આપણે આ દસ વર્ષ જુના નિકિતા અને માનસી રેપ કેસ પર પણ ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દઈશું." વરુણ બોલ્યો.

હવે ઇન્સ્પેકટર સૂર્યા આ કેસની પૂરેપુરી ફાઇલ ને વાંચીને સમજે છે અને અચાનક બોલે છે.

"ઓહો! વરુણ ખૂબ જ જોરદાર વલણક આવ્યો આ કેસમાં તો?" ઇન્સ્પેકટર સૂર્યા આશ્ચર્યચકિત થઈને બોલ્યા.

"ઓહો સર મને પણ જણાવો શું થયું?" વરુણે પૂછ્યું.

"વધારે નહિ કહું તું હવે ખાલી જોતો જા પણ આ દસ નિકિતા અને માનસી રેપ કેસ રેપ નો કેસ છે જ નહીં તે હું સાબિત કરીને રહીશ અને સાથે આ નેહા મર્ડર કેસ ને પણ સોલ્વ કરી દઈશ" ઇન્સ્પેકટર સૂર્યાએ વરુણને કહ્યું.

હવે ઇન્સ્પેકટર સૂર્યા એ માનસી અને નિકિતા રેપ કેસમાં જે જે લોકોએ પોતાના સ્ટેટમેન્ટ આપેલા એ લોકોને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા.

"હા તો કેમ છો તમે બધા?" ઇન્સ્પેકટર સૂર્યાએ બોલાવેલ બધાને પૂછ્યું.

"સર અમે બધા એકદમ ફાઇન છીએ પણ સર અમને અહીંયા પોલીસ સ્ટેશન બોલાવવાનું કોઈ ખાસ કારણ?" તેમાંથી એક વ્યક્તિએ પૂછ્યું.

"હા એક ખાસ કારણથી જ મેં તમને લોકોને અહીંયા બોલાવ્યા છે તમને નિકિતા અને માનસી રેપ કેસ તો યાદ જ હશે!"

"હા ઇન્સ્પેકટર એ કેસને અમે કેવી રીતે ભૂલી શકીએ" બધાએ ઇન્સ્પેકટર સૂર્યાને કહ્યું.

"હા તો તમને બધાંને શું લાગે છે કે આ માનસી અને નિકિતાનો રેપ થયો હતો?" ઇન્સ્પેકટર સૂર્યાએ બધા લોકોને પૂછ્યું.

"સર માનસી અને નિકિતાએ ઉપર રેપ થયો જ નહોતો અને મને તો એવું પણ લાગે છે કે પોસ્ટમાર્ટમ રિપોર્ટ સાથે પણ ઘણી ગોલમાલ કરવામાં આવી હતી બધાને ગુમરાહ કરવા માટે"

"મતલબ તમને એમ લાગે છે કે એ કેસ પોસ્ટમાર્ટમ રિપોર્ટ ખોટો હતો?" ઇન્સ્પેકટર સૂર્યાએ પૂછ્યું.

"અરે સર મને બધી ખબર છે હું તમને બધી વાત કરું સાંભળજો"જ્યારે નિકિતા અને માનસી નું જ્યારે ખૂન થયું ત્યારે તેઓ સિંગાપોરમાં હતા અને જે બેગુનાહ વ્યક્તિને ઇન્સ્પેકટર જયદેવ દ્વારા ગુનેગાર બતાવવામાં આવ્યો તે તો માનસી અને નિકિતાના મર્ડરના દિવસે બિચારો મુંબઈમાં હતો અને તેનું સબૂત પણ તે વ્યક્તિ પાસે હતું" એક વ્યક્તિ બોલ્યો.

"અને જે વ્યક્તિને તમે બેગુનાહ કહો છો તેનું નામ ભાવેશ ટંડેલ છે?" ઇન્સ્પેકટર સૂર્યાએ પૂછ્યું.

"હા સર એ વ્યક્તિનું નામ ભાવેશ ટંડેલ જ હતું અને માનસી અને નિકિતા તેની સગી બહેન હતી અને મને નથી લાગતું કે કોઈ પોતાની સગી બહેન સાથે આટલી ગંદી હરકત કરી શકે!"

હવે ઇન્સ્પેકટર સૂર્યાએ બીજા વ્યક્તિ સાથે પૂછતાછ શરૂ કરી.

"તમને શું લાગે છે આ નિકિતા/માનસી મર્ડર કેસ વિશે?" ઇન્સ્પેકટર સૂર્યાએ પૂછ્યું.

"સર તમને ના ખબર હોય તો કહી દવ કે રિયા અને પ્રિયાનું જ્યારે મોત થયુ તેના દસ દિવસ પહેલાંજ નિકિતાના બે છોકરાઓનું મોત થઈ ગયું હતું." તે બીજા વ્યક્તિએ ચોંકાવનારો ખુલાસો કર્યો.

"શું કીધું મતલબ નિકીતાને બે છોકરા પણ હતા?" ઇન્સ્પેકટર સૂર્યાએ પૂછ્યું.

"હા સર અને એવું પણ કહેવામાં આવે છે કે નિકિતા ના પતિનું અફેર કોઈ બીજી છોકરી સાથે હતું અને તે બીજી છોકરી બીજી કોઈ નહિ પણ નિકિતાની નાની બહેન માનસી જ હતી." તે વ્યક્તિએ કહ્યું.

ગુમરાહ - ભાગ 9 પૂર્ણ

હવે સવાલ એ થાય કે ઇન્સ્પેકટર સૂર્યા આ નેહાના કેસને સોલ્વ કરવાને બદલે આ દસ વર્ષ જૂનો કેસ શું કામ સોલ્વ કરે છે?શું આ બન્ને કેસનું કોઈ કનેક્શન હશે?આ દસ વર્ષ પહેલાના કેસમાં વરુણ પણ ઇન્વેસ્ટિગેશનમાં હતો તો શું વરૂણને આ કેસ વિષે જાણકારી હશે?ભાવેશ ટંડેલ નિર્દોષ હતો કે દોષી અને તેનો આ નેહાના કેસ સાથે શું સંબંધ છે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા "ગુમરાહ"!

તમને જો આ નવલકથાનો નવમો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને તમારો પ્રતિભાવ આપજો જો કોઈ ખામી જણાય તો પણ જરૂરથી સૂચન આપજો.