Mansi books and stories free download online pdf in Gujarati

માનસી

"માનસી " " જો મોહિત ,આપણે હવે લાંબો સમય સાથે રહી શકીએ એમ નથી.આવતા સોમવાર થી તું તારા માટે રહેવાની વ્યવસ્થા કરી લેજે.આ ઘર મારા નામે છે. હું મારા વકીલ ને ડાયવેર્સ ના કાગળો તૈયાર કરવાનું કહી દ ઉ છું." માનસી બોલી. " "ઓકે,માનસી. હું પણ આ રોજ રોજ ની કકરાટ થી કંટાળી ગયો છું.મારા રહેવાની વ્યવસ્થા કરી લઈશ.આ તારું ઘર તને મુબારક." ખીજાઈ ને મોહિત બોલ્યો.અને બીજા રૂમમાં જતો રહ્યો. માનસી અને મોહિત ના લગ્ન ને ફક્ત ત્રણ જ વર્ષ થયાં હતાં.પરંતુ ધીમે ધીમે બંને નાની નાની બાબતોમાં ઝઘડી પડતા. મોહિતે એના મિત્ર અવિનાશ ને ફોન કર્યો.. અવિનાશ એનો ખાસ મિત્ર અને એ શહેર માં એકલો રહેતો. " હેલ્લો, અવિનાશ.. આવતા સોમવાર થી હું તારી રૂમ નો પાર્ટનર થવા માંગુ છું..અમે બંને જુદા પડીએ છીએ.." મોહિત બોલ્યો. " પણ, મોહિત હું તો મારા વતન ગામડે જવા નિકળ્યો છું.. થોડું સમાધાન કરી આખી જીંદગી નો સવાલ છે.ઉતાવળ ના કર.હુ પાછો આવું ત્યારે આ વિશે વાત કરીશું."અવિનાશ બોલ્યો. " કેમ કેમ? શું થયું? ". " અરે તને ખબર નથી તું ટીવી પર સમાચાર જો.આ કોરોના વાયરસ ના લીધે આખા દેશમાં મધરાતથી એકવીસ દિવસ માટે લોક ડાઉન જાહેર થયું છે. હવે તો ઓફિસ ખુલશે ત્યારે જ આવીશ.બાય..take care.." અવિનાશ બોલ્યો. મોહિત વીલા મોઢે માનસી પાસે આવ્યો.અને બોલ્યો,"અવિનાશ તો ગામડે જતો રહ્યો છે.કોરોના વાયરસ ના કારણે આજ રાત થી દેશ માં ૨૧ દિવસ માટે લોક ડાઉન જાહેર થયું છે. હું મારા રહેવાની બીજી વ્યવસ્થા કરી લઈશ." " હવે રહેવા દે..હજુ પણ તું ટેડુજી જ રહ્યો.આ સમયે જવાતું હોય!. હું પણ સમજુ છું.મારા માં હજુ માનવતા છે" માનસી બોલી. આ સાંભળી ને મોહિત થોડો રાજી થયો અને ઘર ની બહાર આંટો મારવા નિકળ્યો. એકાદ કલાક પછી મોહિત ઘરે આવ્યો સાથે જરુરી ચીજવસ્તુઓ લાવ્યો હતો. " મોહિત આ તું શું લાવ્યો?". " આ લોક ડાઉન છે એટલે જીવન જરૂરિયાતની થોડી વસ્તુઓ લાવ્યો છું મેગી, પાસ્તા, થોડો નાસ્તો,બ્રેડ બટર.આ એકવીસ દિવસ તો સાથે રહેવાનું જ છે ને." મોહિત બોલ્યો. " થેંક્યું. મોહિત..હજુ પણ તું ઘર નો ખ્યાલ રાખે છે જાણી ને આનંદ થયો..અને હા.. રસોઈ વાળી બાઈ અને કામવાળી નો ફોન આવી ગયો છે કાલ થી આવવાના નથી.આપણે બંને એ કામ વહેંચી લેવાનું છે.હુ એકલી બધું કામ કરી શકીશ નહીં." માનસી બોલી.... " ઓકે....". બીજા દિવસ થી માનસી અને મોહિતે ઘર ના કામ ની વહેચણી કરી લીધી.. બંને ને આ કામ કરવાનો આનંદ આવ્યો અને ધીરે-ધીરે મતભેદો ઓછા થતા ગયા. પાંચ દિવસ પછી... "મોહિત, તને લાગતું નથી કે તું હવે પહેલા જેવો હેન્ડસમ થયો છે.. હવે તો તું મને પહેલા ની જેમ ગમવા લાગ્યો." માનસી બોલી. " મને પણ એવું લાગે છે.તારો સ્વભાવ સુધરી ગયો..જો કે હું તો પહેલે થી..જ.... હું તો મજાક કરું છું..અરે..જો સફાઈ અભિયાન વાળા આવ્યા લાગે છે.. હું વેસ્ટ આપી આવું". મોહિત બોલ્યો..... .. ઓકે...... " આ શું! માનસી આ ટાઈપ કરેલા કાગળો ફાડી ને વેસ્ટ માં નાખ્યા છે?. આતો divorce માટે તૈયાર કરેલા કાગળો!!!" મોહિત બોલ્યો.. " હવે એ કાગળ ની જરૂર નથી..અને તારે હવે બીજું રહેઠાણ શોધવા જવાનું નથી...થોડી મારી ભુલ.....થોડી તારી ભુલ....." માનસી બોલી....... એ દિવસ થી માનસી અને મોહિત પાછા પ્રેમ માં એક થ ઇ ગયા............ પ્રેમ ના વાદળો વરસે છે,
જ્યારે અહમ્ અહીં ઓગળે છે,

ભુલી જુના મતભેદો,
એકડે એક ઘુંટે છે,,, Stay Home, Stay SAFE....ઘર માં રહો.. સુરક્ષિત રહો.. @ કૌશિક દવે