The last wish - 4 books and stories free download online pdf in Gujarati

અંતિમ ઈચ્છા - ભાગ ૪

અધ્યાય ૪


ફરી રહયા છે !

ફરી રહયા છે !

ફરી રહયા છે !


પ્રાણવાયુનો જથ્થો નિરંતર ઘટતો જ જતો હતો અને અવકાશમાં સાવ વજનરહિત અવસ્થામાં કલાકો સુધી તરતો રહેલો ઋષિ માનસિક અને શારીરિક રીતે સાવ ભાંગી પડયો હતો.

બેભાન જેવી હાલતમાં, પોતાના આખરી સમયમાં, ગોમતીબાએ કહેલી એ સપ્તર્ષિ-કથા વાગોળતા વાગોળતા ઋષિ લવી રહ્યો હતો.

ફરી રહયા છે !

ફરી રહયા છે !

ફરી રહયા છે !


ઋષિ એના સ્પેસશૂટમાં અધમૂઆ જેવો જ પડયો હતો અને કોઈ જ નામ-સરનામા વગરની અવકાશયાત્રા કરી રહયો હતો. કાયમ બધા સાથે હળી-મળીને સંપથી રહેતા ઋષિને એકલતા જાણે અંદરથી કોરી ખાવા લાગી હતી.

જો એને કાંઈ જીવાડી જ રહયુ હતુ તો એ બાળપણમાં પૂરી દુનિયા થકી નિર્દોષ ભાવે લીધેલો સપ્તર્ષિ નક્ષત્રની સહાયતા કરવાનો એ પ્રણ જ હતો.

ન જાણે કેમ પણ ઋષિનુ અંતરમન એવી પ્રાર્થના કરી રહયુ હતુ કે જીવનના અંતિમ સમયમાં જ્યારે એ આ તારલાઓથી ભરેલા અવકાશમાં જ છે તો એનો ભેટો એકવાર એ સાત વિરલ તારલાઓ સાથે થઈ જાય અને ઋષિમાતાની અંતિમયાત્રાના પાવન દર્શન એ કરી શકે.

એના ગોમતીબા અને આ સમગ્ર વિશ્ચ થકી એક સામાન્ય માણસ તરીકે એ પૂછવા માંગતો હતો કે આટલા મહાન ઋષિઓ આમ વરસોવરસથી સતત કેમ ભટકી રહયા છે?

શુ એમણે કદી કોઈ પણ સ્થળે એકવાર થોડા સમય માટે પણ વિસામો લીધો હશે?

શુ આ મહાન શવયાત્રા એના ગંતવ્ય સ્થાન સુધી ક્યારેય નહી પંહોચે?

શુ તેઓના માતૃશ્રીની અંત્યેચ્છા સફળ કરવાનો એમને હજુ કોઈ કાયમી ઉપાય મળ્યો નહી હોય?

શુ આ ૫૧૦ મિલિયન કિલોમીટર^૨ જેટલો વિશાળ વિસ્તાર અને અનેક અલૌકિક પ્રદેશો ધરાવતી આ ધરતી પર સાચેમાં જ આ ઋષિદેવોને એક તસુ જેટલી કુંવારી ભોમ પણ ના મળી જ્યાં સુ:ખ કે દુ:ખનો કોઈ બનાવ બન્યો જ ન હોય?

શુ એમની સાથે પોતે વિચારી રાખેલા ઉપાયો વિશે ચર્ચા કરતા-કરતા ઋષિ પોતે એમને કોઈ યોગ્ય રસ્તો સૂઝાડી શકશે કે નહી?

શુ અવકાશયાત્રી તરીકેનો એનો બહોળો અનુભવ, પૃથ્વીના ભૌગોલિક વિસ્તાર વિશેની એની સમજ અને એના સ્પેસશૂટના જાત-જાતના યાંત્રિક અને તાર્કિક ઉપકરણો એ મહાન વિભૂતિઓની કોઈ પણ પ્રકારે મદદ કરવામાં સફળ થશે?

સામી છાતીએ આવનારા મૃત્યુ નો સ્વીકાર કરી લીધા બાદ ઋષિ ભૌતિક અને માનસિક બંને રીતે તો સાવ જ હલકા એક ફૂદાં સમાન બની ગયો હતો.

આવી વજનરહિત અવસ્થામાં પણ જો કોઈ ભાર ઋષિ અનુભવ કરી રહયો હતો તો એ એના હ્ર્દયમાં સતત ઉઠી રહેલા આવા કેટલાય પ્રશ્ર્નોના ન મળેલા જવાબોના ખમી ન શકાય એવા વજનિયાઓનો જ હતો.

મનોમન ઋષિ આ શવયાત્રાનુ અંતિમ સ્થળ નક્કી કરવા ધરતીના ભૂગોળનુ ફરી ફરીને અવલોકન કરી રહયો હતો, અને એની આંખો હેલ્મેટના ધૂંધળા કાચની પેલે પાર સાત ટમટમતી, ચમકતી વિભૂતિઓને શોધી રહી હતી.

અવકાશના આ રણમાં મૃગજળ ગણો કે જળ, પણ એક તારાજૂથ અત્યારે ઋષિની જીજીવિષાને પોષી રહયુ હતુ.

અચાનક જ ઓક્સિજન ના જથ્થાનુ માપ બતાવતા મીટર પર જોરજોરથી બીપ-બીપ અવાજ સાથે લાઈટો થવા લાગી.

ઋષિની નજર ચાલુ બંધ થતી લાલ લાઈટ બતાવતા એ મીટર પર ગઈ.

નીચે ઉતરતો જતો મીટરનો કાંટો એક માપ પર આવીને ઉભો રહી ગયો હતો.

માપ દર્શાવતુ હતુ : ૨૦ પ્રતિશત ઓક્સિજન.


ઋષિના ભીતરનો કવિ ફરી જાગી ઉઠ્યો અને એના પાણી વગર સૂકાઈ ગયેલા હોઠ ફફ્ડયા ને એ આછુ મરક્યો.

કદાચ એટલે જ,
ઘડીભર એ ટકતો નથી,

માણસની જેમ,

સમયનો પણ,
જપનો પૈસો મૂકયો નથી.
-શૂન્યમનસ્ક