The last wish - last part books and stories free download online pdf in Gujarati

અંતિમ ઈચ્છા - અંતિમ ભાગ

અધ્યાય ૯

"And I think it's gonna be a long long time,

Till touch down brings me round again to find,

I'm not the man they think I am at home,

Oh no no no I'm a rocket man....

Rocket man burning out his fuse up here alone"

રોકેટ મેન દ્વારા એલ્ટન જ્હોન(Rocket Man" - Elton John) ગીતના આ બોલ ગુંજી ઉઠ્યા.

ઋષિએ સવારે વહેલા જાગવા માટે અલાર્મની ધુન તરીકે અવકાશયાત્રીના જીવન વિશેનુ આ ગીત પસંદ કર્યુ હતુ. એક અવકાશ યાત્રી બનવુ એ ઋષિના જીવનનુ એકમાત્ર લક્ષ્ય હતુ અને એ માટે એ તનતોડ મહેનત પણ કરી રહ્યો હતો. દરરોજ આ ગીત સાંભળી સવારે એ એક અવકાશયાત્રી તરીકે જ દિવસ શરૂ કરતો હતો.


આજે પણ સવારે સાડા પાંચના સેટ કરેલા સમયે અલાર્મમાં "રોકેટ મેન"નુ ગીત જોરજોરથી વાતાવરણમાં રેલાવા લાગ્યુ. એકદમ જ ચમકીને ઋષિ પથારીમાં સફાળો બેઠો થઈ ગયો. જાણે મૃત્યુલોકમાં યમરાજને મળી એનો આત્મા શરીરમાં પાછો ફર્યો હોય એવી ધ્રુજારી એણે અનુભવી.

એરકન્ડિશનરની ઠંડી હવાની લહેરો વચ્ચે પણ એ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. વાળ એના સાવ ફેંદાયેલા હતા અને ઘણા વખતથી ગુરૂત્વાકર્ષણ-રહિત સ્થિતિમાં રહ્યો હોય એમ એ હજુ પણ આંશિકપણે વજનરહિતતા અનુભવતો હતો. એના હ્ર્દયના ધબકારાની ગતિ સામાન્ય થતા પણ થોડી વાર લાગી. થોડી ક્ષણો પછી જરાક સ્વસ્થતા જેવુ લાગતા પલંગ પરથી ઉભા થઈ, હાથ-પગ ને મોઢુ ધોઈ, જ્યારે અરીસામાં એણે પોતાનું પ્રતિબિંબ જોયુ તો એને પોતાની ઉંચાઈ જરા વધી ગઈ હોય એવુ લાગ્યુ.

જરા કળ વળતા એને સમજાયુ કે એણે જે જોયુ એ આખુયે એક સ્વપ્ન માત્ર હતુ. સ્વપ્નની દરેકેદરેક ઘટનાઓ તો એને યાદ નહોતી, પરંતુ સપ્તર્ષિ સાથેની મૂલાકાત અને એમને પોતે સૂચવેલા આખરી ઉપાય વિશે એને બધુ જ યાદ હતુ.

હજુ પણ સવારનો સૂરજ ક્ષિતિજ પાછળ જ ક્યાંક છુપાયેલો હતો અને આકાશમાં ચંદામામાની રોશની સિવાય અંધકાર સર્વત્ર પથરાયેલો હતો.


ઋષિ દોડીને પોતાના અભ્યાસ રૂમમાં ગયો. એણે ટેલિસ્કોપ બરાબર સેટ કર્યુ અને આકાશના તારલાઓ એણે સાવ નજીક લાવી આણ્યા. સૌથી પહેલા એણે ધ્રુવનો સૌથી તેજસ્વી તારો શોધી કાઢ્યો અને ત્યાંથી સીધી લીટી દોરી સપ્તર્ષિ નક્ષત્ર સુધી પંહોચવા ગયો, પરંતુ એના આશ્ચર્ય વચ્ચે ત્યાં કોઈ નક્ષત્ર નહોતુ.

હવે એનુ મન વિચારોના ચકડોળે ચડ્યુ અને એના મનમાં વિધવિવિધ સવાલો ઉદ્બવવા લાગ્યા.

શુ ગોમતીબાએ કીધેલી એ લોકકથા સાચી હતી?શુ એ સ્વપ્નમાં સાચે જ છેક સપ્તર્ષિ સુધી જઈ આવ્યો?
શુ એણે સાચે જ સાત મહાન ઋષિઓના દર્શન કર્યા?
શુ સપ્તર્ષિએ સાચે જ એનો ઉપાય અજમાવ્યો હશે?
અને જો એનુ મૃત્યુ થઈ ચૂકયુ છે તો હું હજુ પણ એ જીવિત કઈ રીતે છે?

અમુક ક્ષણો સુધી ઋષિ આમ જ વિચારોમાં શૂન્યમનસ્ક બની ખોવાયેલો રહયો. થોડા સમય પછી એણે ફરીથી એકવાર સપ્તર્ષિને શોધવાનો પ્રયત્ન કરી જોવાનુ વિચાર્યુ.



ફરીથી એણે ટેલિસ્કોપનો લેન્સ સેટ કર્યો. અને ધ્રુવના તારલાથી લીટી ખેંચતા જ એને દેખાયા,

સાત તેજસ્વી ટમટમતા તારલા.
"સપ્તર્ષિ"

એણે ટેલિસ્કોપ આંખો પરથી હટાવી નરી આંખે આકાશ તરફ જોતા જ એને સમજાણુ કે એક નાની વાદળડી વચ્ચે આવી જવાથી એ સપ્તર્ષિને શોધી શક્યો નહોતો.

પોતાનો બાળપણનો જીવનમાં એકવાર સપ્તર્ષિ સુધી પંહોચવાનો પ્રણ મનોમન યાદ કરી "સપ્તર્ષિ પર અભ્યાસ" નામના પોતાના પીએચડી રિસર્ચના કામમાં એ વધુ જોશથી જોતરાઈ ગયો.

"સ્વપ્ન એકાદ જીવી જાઉ, છે ઘણુ,
જીવનમાં અડચણો નો કયાં છોછો છે,

બાકી, જીવુ છુ સ્વપ્ન ઘણાય સ્વપ્ન માં,
નિંદ્રા નો ઉપકાર માનુ એટલો ઓછો છે.
-શૂન્યમનસ્ક