God's wonderful key books and stories free download online pdf in Gujarati

ભગવાનની અદભુત ચાવી

જીવનની અદભુત ચાવી..

આપણું જીવન ખબર છે ભગવાનના હાથમાં છે જેવી રીતે એ આપે છે જેવી રીતે એ કરે છે ખૂબ ઓછા લોકોને ખબર છે કે આપણા જીવનની ચાવી આપણી આત્મા ના સરકાર પાસે છે જ્યારે એ ચાવી લગાડી ત્યારે આપણી કોઈ પણ ચાવી કામ નહિ કરે,

કોઈ પૂછે છે કે જીવનમાં મોજ શોખ કરી લેવા જોઈએ ઉપર જઈને શું થવાનું એ ક્યાં કોઈને ખબર જ છે પણ માણસ એમ નથી વિચારતો કે અત્યારની તકલીફ પણ આત્મા જ સહન કરે છે ના કે શરીર,
શરીર તો માત્ર દેખાવ માટે છે આત્માને ઢાંકવા માટે આપેલું છે બાકી વાગે તો પણ આત્મા સહન કરે છે દુઃખ પણ આત્મા સહન કરે છે અને મર્યા બાદ પણ આત્મા જ સહન કરશે.

મોજ શોખની વિચારતો માનવી કેમ બીજા વિચાર એમ નથી કરી શકતા કે પૃથ્વી પર કોઈનું ગમે એટલું સારું કરવા પર પણ જો જહ ના મળતો હોઈ તો આપણે ભગવાન નું કરીએ ધર્મ વિશે લોકોને આગળ લાવીએ કેમ કે જ્યારે ભગવાન નું કરીએ છીએ ને ત્યારે આપણું જ નામ આગળ નીકળે છે અને ભગવાન નું કરીએ એટલે પછી બીજામાં રસ નથી લાગતો.

મોજ શોખનું વિચારતો માણસ કેમ એમ નથી વિચારી શક્તિ કે પૃથ્વી પર દુઃખી થઈએ છીએ તો હું પણ કંઇક એવું કરીને જાવ કે મારી આ આત્માને ઉપર જઈને કષ્ટ ના ભોગવવાના થાય હું કંઇક એવું ભેગુ કરીને જાવ કે હું ઉપર જઈને શાંતિથી રહી શકું ત્યાં પણ જિંદગી છે અને એકલા જ તો છીએ સાથ વગર પણ અને સાથ આપ્યા બાદ પણ છતાં માણસ બીજું બીજું વિચારે છે અને જે વિચારવાનું છે એના થી માણસ વિમુખ છે.

રડવાથી આંખ દુઃખાય છે પણ લુછનાર કોઈ નથી
પ્રેમ કરવાથી સાથ મળે છે પણ તડપ નથી જતી
ચાલવાથી હાથમાં હાથ છે પણ મૃત્યુમાં એકલા જ છીએ
અહીંયા કરો છો મોજથી રહો છો ખોટું કરો છો
પણ નોંધ ઉપર એમની થાય જ છે.
ભક્તિ કરો છો પૂજા કરો છો આ લોક નહિ દરેક લોક જોવે છે સાથ મળે છે વ્યાજ પણ મળે છે આંસુ લુછનાર પણ મળે છે હાથ પકડનાર પણ મળે છે અને અંતે માણસ મોક્ષને પાર પણ નીકળે છે.


જિંદગીમાં કર્મ આપણા હાથમાં છે
ખોટું સાચું બધું આપણા હાથમાં છે
મજબૂરીનો ફાયદો ઉઠાવવો આપણે હાથ છે
કોઈને જોઈ મોઢું ફેરવવું આપણે હાથ છે
પણ જીવનની ચાવી ઈશ્વર ના હાથ માં છે.

લોકોનું સારું કરો તો સારો લોક મળે
નહિતર દુઃખી તો આ યુગમાં પણ છીએ જ

ઈશ્વરે બનાવેલી આ દુનિયામાં ઈશ્વર શિવાય કોઈ મોટું છે જ નહિ માટે એમની પર ભરોસો કરો વિશ્વાસ રાખો પ્રેમ રાખો..
જ્યારે આ દુનિયા ખિલાફ હોઈ ત્યારે સાથ એ જ આપે છે
જરૂર સમયે હાથ પકડનાર સાથી તો સાચો એ જ છે

મહત્વ:- માણસને જ્યારે જરૂર પડે છે ને ત્યારે એ હાથ જોડે છે અને ખુશી ના સમયમાં ભગવાનની સામું પણ નથી દેખાતો.

આ ચાવી જ્યારે ફેરવાશે ત્યારે તમારે હાથ કઈ નથી,
ઈશ્વરની બનાવેલી અદભુત ચાવી માત્ર ઈશ્વરને હાથ છે
ચાવી ગુમાવ્યા બાદ સગ્ગા ને પારકા કોઈને હાથ કઈ નથી
તમારું કરેલું ખોટું અભિમાન ઈશ્વર સમાન તુચ્છ છે કઈ નથી
કોઈની સામે કરેલી દાદાગીરી ઈશ્વર સમાન તુચ્છ છે કઈ નથી
ઈશ્વર સમાન તમારું શરીર પણ કઈ નથી તમે પણ કઈ નથી

કારણ ?????
ઈશ્વરની બનાવેલી અદભુત ચાવી માત્ર ઈશ્વરને હાથ છે

લેખક ધવલ રાવલ
TRUST ON GOD