Sukhad medaap - 2 books and stories free download online pdf in Gujarati

સુખદ મેળાપ - 2

બપોરના ૩ વાગી રહ્યા હતા, સ્મૃતિને ૩:૧૫ ના આવવાનુ કહેવામાં આવ્યું હતું. મિહિર ત્રિપાઠી ક્યારના તૈયાર થઈને બેઠા હતા અને વિચારી રહ્યા હતા કે સ્મૃતિના સવાલ કેવા હશે. એ એમના વ્યક્તિગત જીવન વિશે પૂછી લેશે તો પોતે શું જવાબ આપશે? પોતે એ સવાલને ટાળી પણ શકે છે પણ કદાચ એ એમનાથી થશે કે નહિ. આ વિચારોમાં જ ૧૫ મિનિટ ક્યાં ગઈ એ ખબર જ ના પડી ત્યારે જ બહારથી નીતીશનો અવાજ આવ્યો.

નીતીશ : પપ્પા ચાલો, મિસ સ્મૃતિ આવી ગયા છે અને નીચે તમારી રાહ જુએ છે.

આ સાંભળી મિહિર ત્રિપાઠી બહાર આવ્યા. નીતીશ હજી પણ ત્યાં જ ઊભો હતો જાણે કઈક કહેવા માંગતો હોય. નીતીશ કઈ બોલે એ પહેલા મિહિર ત્રિપાઠી સીધા નીચે આવી જાય છે. નીતીશ પણ એમની સાથે સાથે નીચે આવે છે અને બને એટલું દૂર બેસે છે. જ્યાંથી એ એના પપ્પાને આરામથી જોઈ શકે અને બધું સાંભળી શકે.

જેવી જ સ્મૃતિ કેબિનમાં આવે છે એટલે મિહિર ત્રિપાઠી એમની જગ્યા પરથી ઉભા થાય છે અને સ્મૃતિને આવકાર આપે છે પણ નીતીશ એની જગ્યાએથી હલતો પણ નથી. આજે પહેલીવાર એવું બન્યું કે ઘરે કોઈ મહેમાન આવે અને નીતીશ સામેથી આવકાર ના આપે એવું બન્યું નથી પણ આજે કંઇક તો છે એ આજે આવો વ્યવહાર કરે છે. એ બધા વિચાર છોડી મિહિર ત્રિપાઠીએ શરૂઆતી ઔપચારિકતા નિભાવી.

થોડીવાર માટે સ્મૃતિ ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરતી રહી ત્યાં સુધી એ કઈ જ બોલી નહિ. ઓફિસમાં ૩ લોકો હતા પણ બધા જ ચૂપ, ત્રણેય પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. સ્મૃતિ પોતે શું પૂછે એ વિચારી રહી હતી, તૈયારી કરી હતી પણ બધું જ ભૂલી ગઈ, મિહિર ત્રિપાઠી વિચારી રહ્યા હતા કે હવે શું કરવું અને નીતિશની ઉગ્રતા વધતી હતી હતી કેમકે એણે લાગતું હતું કે ખબર નહિ સ્મૃતિ શું પૂછશે.

સ્મૃતિ : મિસ્ટર ત્રિપાઠી, આપને ઇન્ટરવ્યુ શરૂ કરીએ? જો તમારી પરવાનગી હોય તો.

મિહિર ત્રિપાઠી : હા. જરૂર

સ્મૃતિ : તો તમારા માટે મારો પહેલો સવાલ છે "તમે એન્જીનીરીંગ કર્યા બાદ લેખક બનવાનું કેમ નક્કી કર્યું?"

આ પ્રશ્નની અપેક્ષા હતી મિહિર ત્રિપાઠીને એટલે પહેલા તો એમના ચહેરા પર સ્મિત આવી ગયું. એ જાણી ગયા હતા કે આ છોકરી સીધી જટિલ પ્રશ્નો પર નહિ આવે એટલે એમણે એટલી જ સહજતાથી જવાબ આપ્યો જેટલી સહજતાથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

મિહિર ત્રિપાઠી : એન્જીનીરીંગ કર્યા પછી મે સાહિત્યનો પણ અભ્યાસ કર્યો છે એટલે જ કદાચ એ પછી મને લાગ્યું કે લેખક બનવા માટે છું.

આ સાંભળી સ્મૃતિ પોતાની બુકમાં નોટ બનાવી નવા પ્રશ્ન તરફ વળી.

સ્મૃતિ : તમારા લેખક બનવા પાછળ કોઈ પ્રેરણા કે પછી પોતાની આવડ પર ભરોસો હતો?

ફરીથી પહેલા જેવો જ સાદો પ્રશ્ન, આ વખતે પણ મિહિર ત્રિપાઠીએ આરામથી જવાબ આપ્યો.

મિહિર ત્રિપાઠી : એમ તો બંને કહી શકાય, લખવાની આવડત તો હતી જ અને શોખ પણ હતો. જીવનમાં ઘણી એવી ઘટનાઓ બની જેણા કારણે મને વધુ લખવાની પ્રેરણા મળી અને એની પ્રેરણાથી આજે મારો વ્યવસાય અને લેખન બંને સાંભળું છું.

સ્મૃતિ : શું એ સાચું છે કે મિસ્ટર નીતીશ ત્રિપાઠી તમારું પોતાનું સંતાન નથી?

આ સાંભળી મિહિર ત્રિપાઠી પોતાને રોકી ના શક્યા અને અચાનક પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. કારણ કે આટલ વર્ષો પછી આ વાત ફરીથી યાદ કરાવવામાં આવી હતી અને સૌથી મોટી વાત એ હતી કે નીતીશ બધું જ સાંભળી રહ્યો હતો. એના સાંભળતા આ બાબત પર ચર્ચા કરવામાં આવે એવું મિહિર ત્રિપાઠી નહોતા ઇચ્છતા પણ પ્રશ્નનો જવાબ આપ્યા વિના છૂટકો નહોતો.

મિહિર ત્રિપાઠી : હા, એ વાત સાચી છે કે નીતીશ મારું પોતાનું સંતાન નથી પણ એ મારા માટે પોતાના સંતાન કરતા પણ વધારે છે અને હવે આ વિષય પર હું વધારે કઈ કહેવા માંગતો નથી.

નાછૂટકે પણ મિહિર ત્રિપાઠીથી કડકાઈથી જવાબ અપાઈ ગયો. એ પોતાના પર કાબૂ ના રાખી શક્યા, એટલામ નીતીશ એમની બાજુમાં આવી ગયો એના ચહેરા પર ગર્વના હાવભાવ હતા. એણે મિહિર ત્રિપાઠીને પાણી આપ્યું અને શાંત થવા કહ્યું. નીતીશ તો ઇન્ટરવ્યુ પૂરું કરવા માટે જ કહેવા જતો હતો પણ સ્મૃતિ નવા પ્રશ્ન તરફ વળી.

- કિંજલ પટેલ (કિરા)