Premrog - 24 books and stories free download online pdf in Gujarati

પ્રેમરોગ - 24

દિવસો ઝડપ થી પસાર થવા લાગ્યા. ઓફિસ ,કોલેજ અને મોહિત આ ત્રણેય વચ્ચે મીતા નું આખું અઠવાડિયું ઝડપ થી પસાર થઈ ગયું. અને રવિવાર આવી ગયો. શનિવાર રાતે જ મોહિતે મીતા ને એનું પ્રોમિસ યાદ કરાવ્યું. હા, મને યાદ છે આપણે કાલે ચોક્કસ મળીશું.
રવિવાર સવારે મીતા તૈયાર થઈ. એને વાળ દરરોજ ની જેેે મ બાંધ્યા નહિ. ડ્રેસ ની જગ્યા એ જીન્સ ટી શર્ટ પહેર્યા. હળવો મેક અપ કર્યો. એટલી વાાર માં જ જીગર નો મેસેજ આવ્યો તને મળવા આવું છું. એ વાંચતા ની સાથે જ રીપ્લાય કર્યો કે હું મોહિત સાથે બહાર જઈ રહી છું.
એટલા માં તો મોહિત નો કોલ આવી ગયો.હું આવી ગયો છું. નીચે તારી રાહ જોઈ રહ્યો છું. મીતા ફટાફટ મમ્મીને સાંજે પાછી આવીશ કહી ને નીકળી ગઈ.
જીવન ના વળાંકો ને તે સમજી નહોતી શકી રહી. બસ, દિલ થી મજબૂર બની રહી હતી.
મોહિત એને જોઈ રહ્યો. વાહ! મીતા તું ખૂબ જ સુંદર લાગી રહી છે. મારા માટે તૈયાર થઈ ને આવી છે. મને ઇમ્પ્રેસ કરવાની જરૂર જ નથી.હું તો ઓલરેડી તારા પર ફિદા છું. ચાલ, હવે મોડું નથી થતું. સાંજે વહેલા પાછા પણ આવાનું છે.
હા, ચાલ નીકળીએ. બંને જણા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા માં ગાડી બગડી. મોહિતે પ્રયત્ન કર્યો પણ ગાડી સ્ટાર્ટ જ નહોતી થઈ રહી. કંટાળી ને બંને જણા ગાડી ની બહાર નીકળ્યા. મોહિત ગાડી નો પ્રોબ્લેમ જોવા મથી રહ્યો. પણ તેને કઈ સમજાઈ નહોતું રહ્યું. એને ડ્રાઇવર ને ફોન કર્યો પણ એને આવતા પણ ઓછા માં ઓછો 1.5 કલાક થાય એવો હતો.શું કરવું એ સમજ માં નહોતું આવી રહ્યું.? અને એટલા માં જ સુદેશ ની ગાડી ત્યાં થી નીકળી.
મીતા ને આવી રીતે તૈયાર થઈ ને જે છોકરો એને ગોવા માં હેરાન કરતો હતો એની સાથે જોઈ ને એને થોડી નવાઈ લાગી.પણ વધુ વિચાર્યા વગર એને ગાડી ઉભી રખાવી અને મીતા ને મળવા માટે ગયો.
મીતા તમે આમ રોડ પર આવી રીતે કેમ ઉભા છો? શું આ છોકરો તમને હેરાન કરી રહ્યો છે? સુદેશ ને જોઈ મીતા મૂંઝાઈ ગઈ. તેના પ્રશ્નો ના શું જવાબ આપવા એ સમજાયુ નહિ. પણ મોહિત વચ્ચે કુદી પડ્યો.
હું કઈ એને હેરાન નથી કરી રહ્યો. એ મારી પણ ત્યાંજ મીતા વચ્ચે બોલી સર , તમે અહીં કેવી રીતે? અહીં મારુ ફાર્મ હાઉસ છે. તો હું ત્યાં થી પાછો ઘરે જઈ રહ્યો હતો. ચાલો, હું તમને ઘરે મૂકી જાઉં. લાગે છે કે આ ગાડી બગડી ગઈ છે. અને અહીં રસ્તા પર આવી રીતે ઉભા રહેવું સેફ નથી.
મીતા એ મોહિત ની સામે જોયું. મોહિત ની ઈચ્છા નહોતી પણ સુદેશ ની વાત સાચી લાગતા એને આંખો થી મીતા ને સંમતિ આપી અને મીતા સુદેશ જોડે ઘરે પાછી ફરી.
ગાડી માં મીતા ચૂપચાપ બેઠી બારી માં થી બહાર જોઈ રહી હતી. સુદેશ અસમંજસ માં હતો.કે મીતા ની સાથે કેવી રીતે વાત કરવી?

આખરે એને વાત ચાલુ કરતા કહ્યું કે મીતા, i hope you know what you are doing? Yes ,sir i know. તમને જેને આટલું હેરાન કર્યું એની જોડે તમે ફરવા નીકળ્યા. મને બહુ અચરજ થયું.
સર, જે કારણ હતું એ જતું રહ્યું છે . માટે એની સાથે હતી. Don't mind મીતા તમારી ઉંમર માં વિજાતીય આકર્ષણ બહુ કોમન છે. પણ તેને સંભાળવું જરૂરી છે. કારણકે એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગી ને અસર કરે છે. અને આમા, છોકરીઓ ને જ વધારે ભોગવવું પડે છે. જાણું છું આ બધું મને કહેવાનો હક નથી.