Sky Has No Limit - 16 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - 16

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-16
નવાં ઘરમાં શીફ્ટ થયાં પછી મોહીત અને મલ્લિકા ખુબ જ ખુશ અને આનંદમાં હતાં... મોહીતે ઓફીસેથી આવીને મલ્લિકાને બે વખત એટલે કે સમય જોયાં વિનાં ખૂબ પ્રેમ કરી લીધાં અને પછી જ પેટ ભરીને જમ્યો. એ જમીને ઉઠ્યો અને એનાં મોબાઇલમાં રીંગ આવી એણે જોયું માં નો ફોન છે એને થોડું આશ્ચર્ય થયું. એણે મોબાઇલ તરત જ ઉપાડ્યો અને પૂછ્યું "માં અત્યારે ફોન ? બહુ ત્યાં ઓકે છે ને ? ત્યાં તો હજી પરોઢ પણ નહીં થયું હોય કેમ આટલાં વહેલાં ઉઠી ગઇ ?
અરે દીકરા એક સામટું કેટલું પૂછીશ ? આખી રાત ઊંઘ નથી આવી થોડી વિચારે ચઢી ગઇ હતી અને મળસ્કુ થવાની રાહ જોવાઇજ નહીં મારી ધીરજ જ ના રહી એટલે તરતજ ફોન જોડી દીધો. અહીંથી ફોન કરવાની તે બધી વ્યવસ્થા કરીજ આપી છે એટલે જ્યારે થાય ત્યારે વાત કરી લેવાય બસ એટલીજ કાળજી રાખવી પડે કે તમે લોકો કામ પર કે નોકરી પર હોય ત્યારે ફોન ના કરું.
બીજું શું છે દીકરા ? બધો સામાન ગોઠવાઇ ગયો ? મને તારાં પાપાએ કહ્યું "તારો ફોન એમનાં પર આવી ગયેલો તમે શીફ્ટ થઇ ગયાં ગોઠવાઇ ગયુ અને તું જોબ પરથી ધરે જઇ રહ્યો છે. તારી સફળતાથી અહીંયા બધાં જ ખૂબ ખુશ છે ભગવાન તને ખૂબ સફળતા અને સુખ આનંદ આપે એજ ઠાકોરજીને પ્રાર્થના કરું છું.
મોહીતે કહ્યું "હાં પાપા સાથે તો વાત થઇ હતી પણ તારી સાથે વિચારેલું ઘરે જઇને શાંતિથી વાત કરીશ ત્યાં સવારનાં 8 થી 9 વાગે ત્યારે. ત્યાં પાપાનો જ ફોન આવી ગયો. પણ માં તારી તબીયત તો સારી છે ને ? કેમ તું આમ ઉજગરા કરે ? તને આખી રાત ઊંઘ કેમ ના આવી ? ક્યા વિચાર વંટોળમાં ચઢી ગઇ હતી ?
માં એ કહ્યું "જો સાંભળ દીકરા.... પહેલાં તો મારી તબીયત એકદમ સારી છે કોઇ ચિંતા નથી બધી દવાઓ પણ નિયમિત દઊં છું પણ ખાસ વિચારો તારાં જ આવ્યા છે દીકરાં. તેં તારો જીવનમાં અત્યારે ખૂબ સફળતા મેળવી છે અને તને બધી રીતે ઠાકોરજીએ આશીર્વાદ આપ્યાં છે. અમારું શું અમે તો બધી જાતની આશાઓ રાખીએ જાણે બધું જલ્દી જલ્દી મળી જાય... ક્યારેક અને માં-બાપ પણ સાવ સ્વાર્થી થઇ જઇએ છીએ તમારાં જુવાનીયાઓનું કંઇ વિચારીએ જ નહીં.. એ બધાં વિચારોમાં ઊંઘ ગાયબ થઇ ગઇ.
મોહીતે કહ્યું "માં તમે આમ ઉખાણામાં અને ગોળગોળ વાતો કેમ કરો છો ? તમે શું સ્વાર્થી થયાં ? અને અમે ક્યા સુખમાં વંચિત રહ્યાં તમે અમને બહું જ આવ્યું છે હવે તો અમારી ફરજમાં આવે છે કે અને તમને શાંતિ સુખ આપીએ તમારી સેવા કરીએ પણ નસીબમાં અમેરીકા લખ્યું હતું તે અહીં આવી ગયો હવે પાપા રીટાયર્ડ થઇ જાય એટલે તમને લોકોને અહીં જ બોલાવી લેવાનો છું અમારી સાથે જ રહેવાનું છે.. તમારી સેવા કરી શકું તમારું ધ્યાન રાખી શકું સાચુ કહુ તો હું કંઇ જ નથી કરી શકતો. પણ તમે શું વાત કહેવા માંગતા હતાં એ સ્પષ્ટ કરો.
માં એ કહ્યું "મોહીત દીકરા તને ગોળગોળ વાત નહીં કરું પણ બહુ જ વિચાર્યા પછી મેં નક્કી કર્યું કે તને ફોન કરીને સમજાવીશ કે હમણાં બાળકનું પ્લાનિંગ ના કરો તમે હજી ઘણાં નાનાં છો બધી સફળતા અને સુખ સાહેબી મળી છે સારી રીતે ભોગવો જયાં જવું હોય ત્યાં હરો ફરો અને મજા કરો... 2-4 વરસ પછી પણ બાળક કરી જ શકો છો ને અમે તો જૂનવાણી માણસો મુદૃલ કરતાં વ્યાજ વ્હાલું હોમ એટલે અમને મને થયાં કરે કે પૌત્રનું મોઢું જઇએ તો સારું એને રમાડાય અને..
માં ને વચ્ચે અટકાવીને મોહીતે કહ્યું "માં તમે આ શું બોલો છો ? પછી એણે મલ્લિકાની સામે જોયું પણ મલ્લિકા જાણે કંઇ સાંભળતી ના હોય એમ ટીવી જોયાં કરતી હતી પણ એનાં કાન વાતો સાંભળવા સરવા જ હતાં. મોહીતે કહ્યું "માં મને એવાં કોઇ શોખ નથી અને કોઇ એવી ભૂખ કે અધૂરપ નથી. હું પણ મારું બાળક થવાનું જાણીને ખૂબ ખુશ છું.. પણ માં સાચો જવાબ આપીશ ? તને આવાં વિચાર આવવાનું શું કારણ છે ? માં મને એ કહે કે ક્યાં પરીબળ કામ કરી ગયાં છે ? તારે કોની સાથે આ અંગે ચર્ચા થઇ છે કે તું આજે મને બાળક ના કરવા સમજાવી રહી છે ?
માં એ કહ્યું "અરે મારે કોની સાથે ચર્ચા થવાની ? આતો હું વિચારું છુ કે તારાં ખાસ મિત્રો-હિમાંશુ, ફાલ્ગુન હજી ક્યાં કોઇએ બાળક કર્યું છે બધાં મોજમજા જ કરે છે ને તો તું પણ શા માટે ઉતાવળ કરે છે દીકરા ? બસ આજ વિચારે તને ફોન કર્યો છે.
મોહીત શાંતિથી સાંભળી રહેલો પરંતુ એનું મન બીજે વિચારી રહેલું છેવટે એણે માં ને કહ્યું "માં એક વાત કરુ ? માં કહે બોલને દીકરા"...
મોહીતે કહ્યું "માં આ તમારાં વિચાર છે જ નહીં આ કોઇનાં ઉધાર વિચાર તમારાં મનમાં જમા થયા છે તમે મારાં સમ ખાઇને કહો તમારાં આવાં વિચાર આવવાનું કારણ કોણ છે ? માં મારાં સમ છે તમારાં એકનાં એક દીકરાનાં સમ છે બોલો ?
મલ્લિકા કાન સરવા કરીને સાંભળી રહેલી એણે મોહીતે સમ આપ્યા જાણીને ખૂબજ ગભરાઇ ગઇ એને થયુ હવે તો મંમી કહીજ દેશે મોહુને બધુ પછી ?
મોહીતની મંમીએ કહ્યું "એમાં સમ શું આપવાનાં ? કેમ મને કોઇ કહે તો જ સમજ પડે ? મને પણ આવાં વિચાર ના આવી શકે ? એમાં તારું જ સુખ સમાયેલું છે ને.
મોહીતે કહ્યું "માં આ તમારાં વિચાર નથી જ તમે મને સાચુ જણાવો નહીંતર મારું મરેલું મોં જુઓ.
માં બોલી "અરે તું આ શું બોલે છે ? દીકરાં આમ આવા તારાં સમ અપાય ? દીકરાં તારી સાસુનો ગઇ કાલે ફોન હતો અમે એમ જ વાતો કરતાં હતાં અને તમારી આ સફળતાની વાતો અમને આનંદ આપી રહી હતી અને એમણે કહ્યું "કેટલી સારી વાત છે કે આટલી સુખસાહેબી ભોગવવા એમનાં ઘરે પારણું બંધાવવાનું છે હા તો ખૂબ જ ખુશ છું ભગવાને ચારે હાથ આશીર્વાદ આપ્યાં છે અને મોહીતે જેવો જમાઇ મળ્યો અમારાં તો ભાગ્ય ખૂલી ગયાં છે પણ એકજ વિચાર આવે છે કે આ છોકરાએ અત્યાર સુધી દોડભાગ-મહેનત અને સ્ટ્રગલ કરતાં આવ્યાં છે એમણે પોતાનું કોઇ સુખ નથી ભોગવ્યુ બધુ મળ્યુ ત્યારે પાછી બીજી જવાબદારીમાં બંધાઇ જવાનાં... ભલે એ સુખની આનંદની જવાબદારી છે પણ 4-5 વરસ પછી જો બાળક આવે તો શું ફરક પડે ? પછી આખી જીંદગી એજ કરવાનું છે ને ? જન્મ પછી એને ઉછરવાનો - ભણાવવાનો બસ અને બધાં મોજ સમય જશે પોતે ક્યારે મજા કરશે ? આવો પણ વિચાર વેવણ મને આવેલો પણ મને ચિંતાં સંકોચ થતો હતો કે ક્યાંક તમે ખોટું ના લગાડી દો કે ઘરમાં આનંદ અને ઉલ્લાસનો પ્રસંગ શેર માટીની ખોટ પૂરતું બાળક આવવાનું છે અને હું આવું કહું છું.
મોહીત એમનાં ગયાં પછી મને પણ આખી રાત બસ આજ વિચાર આવ્યાં.. પછી તારાં પાપાએ મને પૂછ્યું પણ ખરુ કે મોનિકા તું ઉંઘવા આવી ત્યારથી શેનાં વિચારો કર્યા કરે છે ક્યારની પડખા ફરે છે નીંદર નથી શું ચાલે છે મનમાં ? કોઇ ચિંતા છે કે કાલે કીટીપાર્ટી છે એમાં શું વાનગીઓ બનાવીશ એ વિચારો ચાલે છે ?
છોકરાનાં વિચાર કરતી હોય તો કહી દઊં. મારે મોહીત સાથે વાત થઇ ગઇ છે એ લોકો સરસ રીતે શીફ્ટ થઇ ગયાં છે અને સામન ગોઠવાઇ ગયો છે ખૂબ સરસ મોટાં બંગલા જેવું ઘર મળ્યું છે એ લોકો ખૂબ ખુશ છે અને એ જોબ પરથી ઘરે જતો હતો ત્યારે જ વાત થઇ છે.
મેં તારાં પાપાને કહ્યું "હાંશ ચલો સારું થયું પણ મોહીતનાં પપ્પા મને મોહીત માટે આવો વિચાર આવ્યો છે કે બાળક માટે ઉતાવળ ના કરે તો ? પછી પણ થાય જ છે ને હમણાં એ લોકોને હરવા ફરવાનાં મોજ કરવાનાં દિવસો છે ભલે મજાં કરતાં એમણે કહ્યું "એ મોહીત પર છોડ...
મોહીત બધી જ વાત સમજી ગયો એને ખ્યાલ આવી ગયો કે આ મલ્લિકા એની મંમીનો ચીપેલો ગંજીફો છે અને એમાં એ લોકો મારી માં ને રમતમાં ઉતારી રહ્યાં છે એણે કહ્યું "માં તું મારું કેટલું વિચારે છે ? પણ તું ચિંતા ના કર.. હું જે કંઇ નિર્ણય લઇશ એ વિચારીને લઇશ.. લે મલ્લિકાને આપું ફોન કર વાત એની સાથે... બાકી માં હું જે નિર્ણય લઊં પછી એમાં પાછી પાની નથી કરતો. તારો જ સ્વભાવ મારામાં આવ્યો છે.. લે મલ્લિકાને આપું કર વાત...
વધુ આવતા અંકે -- પ્રકરણ-17