samay sathe maja books and stories free download online pdf in Gujarati

સમય સાથે મજા

આજે પહેલી વખત હું મારા શબ્દોને સાહિત્યનું રૂપ આપવાજઈ રહ્યો છું ત્યારે આપના સહકારની આશા રાખું છું. વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે અને મારા શબ્દોમાં લખાયેલી છે. વાર્તામાં આવેલા તમામ પાત્રો કાલ્પનિક છે. આ વાર્તાનો ઉદ્દેશ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી તેમ છતાં કોઈની લાગણીઓને ઠેસ પહોંચે તો ક્ષમા ચાહુ છું. આ વાર્તા એવા દરેક વ્યક્તિની છે જે હમેશા પોતાની શાળાના સમયને યાદ કરતા રહે છે. ક્યારેક એ યાદો હસાવે પણ છે અને રડાવે પણ છે. આપને આ વાર્તા ગમશે એવી આશા રાખું છું. આભાર.
-યુવરાજસિંહ જાડેજા
શિયાળાની કાળજું કંપવી નાખે એવી ઠંડી અને અંધારી રાત એવા સમયે નયન પોતાની ડાયરી લઈને તાપણું પ્રગટાવી તેની પાસે શિયાળાની ટાઢી રાતને માણવા બેઠો છે. તે પોતાની મીઠી સ્મૃતિઓને વાગોળતા પોતાની ડાયરીમાં લખે છે…..
આજના જ દિવસે વિસ વર્ષ પહેલાં મારુ એડમિશન એક શાળામાં થયું હતું. હું ત્યાં ખુશી ખુશી ગયો હતો અને પાટલી પર બેઠો હતો. ત્યારે તે મારુ પહેલુ વર્ષ હતું. મારા શરૂઆતના દિવસો હતા તેથી મારુ કોઈ મિત્ર બન્યું ન હતું. એ વર્ષ ખૂબ અણગમુ રહ્યું પણ મને ક્યાં ખબર હતી કે આ તો બસ શરૂઆત છે. આખી ફિલ્મ તો હજી બાકી હતું!
એ જ જૂની શાળામાં મારુ બીજું વર્ષ શરૂ થયું પણ હા આ વખતે મારા ઘણા મિત્રો બની ગયા હતા. ફરી નવા ધોરણના નવા સત્રનો પહેલો દિવસ અને ફરી હું નવા વર્ગની નવી પાટલી પર બેઠો એવી જ રીતે જે પ્રથમ વખત આ શાળામાં પહેલા દિવસે બેઠો હતો. એ સમયે અમારી સાથે કોઈ નવો વિદ્યાર્થી અભ્યાસ કરવા આવેલો. તેનો સ્વભાવ ખૂબ તોફાની હતો અને સાથે એ ઘણો રમૂજી પણ ખરો. એ હમેશા વર્ગમાં બીજા વિદ્યાર્થીઓને સતાવતો રહેતો, હંમેશા તેઓની મશ્કરી કરતો રહેતો જાણે તેણે એડમિશન આ પ્રવૃત્તિ કરવા જ લીધું હોય. મારે શાળામાં એક વર્ષ થઈ ગયું હતું અને આ સમય દરમિયાન હું શિક્ષકોથી માંડીને આચાર્યની નજરમાં પણ સારો વિદ્યાર્થી બની ચુક્યો હતો. થોડા દિવસ પછી મારા વર્ગ શિક્ષકે તેને મારી પાટલીમાં મારી બાજુમાં બેસવાનું સૂચવ્યું. એ સમયે મારા શિક્ષકને એવો ભ્રમ હતો કે તે મારી આસપાસ રહેશે તો તે મારા જેવો શાંત થઈ જશે અને ભણવામાં ધ્યાન આપશે. પણ સાહેબનો ભ્રમ સંપૂર્ણ ખોટો તો ન જ હતો.
એક વખત તેણે મારી પર મશ્કરી શરૂ કરી. મને મશ્કરી જરા પણ પસંદ ન હતી તેથી મેં બીજા બાળકોની જેમ સહન કરવાને બદલે તેને ચોખ્ખા શબ્દોમાં મશ્કરી બંધ કરવા જણાવી દીધુ. એ દિવસે હું પહેલી વાર કોઈક પર ગુસ્સો કરી રહ્યો હતો. એ દિવસે એ ચૂપ રહ્યો પણ મને વિશ્વાસ હતો કે આ એક દિવસમાં સુધરી જાય તેવો વ્યક્તિ તો છે જ નહીં. પણ મને ક્યાં ખબર હતી કે મારો એ દિવસ જ મારા જીવનનો મોટો વળાંક સાબિત થશે! ઈશ્વર જાણે એને એ દિવસથી શુ થઈ ગયું પણ એનામાં ઘણો બદલાવ આવી ગયો હતો. તે મારી દરેક વાતો માનવા લાગ્યો. તે પણ મારી જેમ જ બની ગયો અને પછી શુ? અમે મિત્રો બની ગયા એ પણ પાક્કા! સમય જતો ગયો અને અમારી મિત્રતા મજબૂત બનતી ગઈ. અમારી મિત્રતાએ અમારા વર્ગમાં અલગ જ પ્રભાવ પાડ્યો હતો. બીજા વિદ્યાર્થીઓ પણ અમારા મિત્રો બની ગયા અને અમારી સાથે રહેવા લાગ્યા. શાળાના દરેક કર્યો અમે બધા સાથે જ કરતા.
ફક્ત રાજુમાં જ પરિવર્તન આવ્યું હતું એવું ન હતું. એ મારો મિત્ર બન્યો એટલે એનો અર્થ એવો નથી કે બસ એને જ પોતાને મારી જેવો સ્વભાવ રાખવો મારી વાતો માનવી. હા એ હું જરૂર ચાહતો હતો કે રાજુ પણ તોફાનો ન કરે. તેની પણ સારા વિદ્યાર્થી તરીકે છાપ પડે પણ સાથે હું એ પણ ન હતો ચાહતો કે રાજુ પોતાને જ ભૂલી જાય. હું ચાહતી હતો કે રાજુની અંદરનો બાળક હમેશા જીવતો રહે ભલે પછી એ તોફાની જ કેમ ન હોય! અમે પણ તોફાની બની ગયા હતા. ખૂબ તોફાનો કરતા. સમય જતાં મારી ગણતરી પર તોફાની વિદ્યાર્થીઓમાં થવા લાગી પણ મને એનાથી કોઈ પ્રોબ્લેમ ન હતો. સમય જતાં અમારો પૂરો વર્ગ જ શિક્ષકોની નજરમાં આવી ગયો અને આખા વર્ગને તોફાની વર્ગનું સુંદર લેબલ લાગી ગયું. જ્યારે અમે તોફાનો કરતા ત્યારે લાગતું કે અમે જીવીએ છીએ.
અમે ચાલુ વર્ગમાં વાતો કરતા. પાટલી ખખડાવી અવાજ કરતા. પેન્સિલ નીચે પાડી પેન્સિલ લેવા બહાને આગળની પાટલીવાળાના પગ પકડી ગલગલીયા કરતા. રમતો રમતી વખતે લડતા જગડતા અને સમય જતાં ફરી મિત્રો બની જતા.
એક દિવસ અમારા વર્ગ શિક્ષકે પ્રવાસ ગોઠવેલો. અમે બધા મિત્રોએ અને બીજા વિદ્યાર્થીઓએ પ્રવાસે જવા માટે નામ નોંધાવ્યું. પ્રવાસનું સ્થળ પણ અમેં પસંદ કરેલું તેથી સાહેબને નક્કી થઈ ગયું હતું કે પ્રવાસ નક્કી જ છે. અમે બધાએ ફી પણ ભરી દીધી. સાહેબે બસ પણ બુક કરી નાખી. પ્રવાસ જવાની તૈયારી દરમિયાન અમારા મનમાં કઈક બીજી જ ખીચડી પાકી રહી હતી.
પ્રવાસની તારીખ આવી અને અમે બધા બસ પાર્ક કરી હતી ત્યાં ગયા. અમે બધા બસમાં ચઢ્યા અને થોડીવારમાં ઉતરી ગયા અને સાહેબ સાથે ફીના પૈસા પાછા આપવા માટે દલીલો કરવા લાગ્યા. સાહેબે કારણ પૂછ્યું તો બસ બરાબર નથી. સુવિધા સારી નથી. દૂર સુધી આ બસમાં નહિ બાવે વગેરે કારણો આપી પ્રવાસ રદ કરાવી સાહેબ પાસેથી ફીના પૈસા પાછા લઇ લીધા. એ દિવસે સાહેબ ખૂબ હેરાન થયા. બધા શિક્ષકો અમારાથી નારાજ થયા પણ એ સમયે અમારા આનંદનો પાર ન હતો. પ્રવાસ તો માત્ર બહાનું હતું. અમેં બધા મિત્રોનો ઈરાદો સાહેબને પજવવાનો હતો. એ અમયે અમારું ગ્રુપ વિદ્યાર્થીના ગ્રુપની જગ્યાએ કોઈ ગલીની ગેંગ હોય એવું જ લાગતું. એ તોફાનો અમને શાળાની યાદ આજે પણ અપાવે છે. એ તોફાનોને આજે યાદ કરું છું તો આંખો ભરાઈ આવે છે. આંસુ બંધ નથી થતા. રાજુ યાર તુ અને શાળાના એ દિવસો ક્યાં ખોવાઈ ગયા? રોજ શોધું છું પણ એ મને મારી સ્મૃતિઓ સિવાય ક્યાંય નથી મળતા.
બસ આ જ રીતે અમે અમારા સમયમાં મજા કરી પણ સાથે વાત એ પણ સાચી છે કે અમે માત્ર તોફાની જ ન હતા. અમે સમય પ્રમાણે ચાલતા વિદ્યાર્થીઓ હતા. અમે મજા કરવાના સમયે મજા કરી લેતા અને ભણવાના સમયે ભણી લેતા માટે એ પરથી કહી શકાય કે અમે સમયની સાથે મજા કરેલી.
હવે એ દિવસોની મહત્વની વાત રહી જાત તો એ યાદોનું કોઈ મહત્વ ન રહે. અમેં અમારું ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું. અમે બધા સારા ગુણોએ પાસ થયા. અમે એ વિધાર્થીઓ હતા જેને બધા તોફાની કહેતા. એ સફળતા અમારા એકલાની ન હતી. અમારી આ સફળતા પાછળ અમારી શાળા જેણે અમને દુનિયાની બેસ્ટ સ્મૃતિઓ આપી છે અને એ શિક્ષકો જેણે અમારી ભૂલો હોવા છતાં અમને હંમેશા પ્રેમ કર્યો છે. શાળાની અને ખાસ રાજુ તારી સ્મૃતિઓ મને આજીવન યાદ રહેશે. હું ખૂબ ભાગ્યશાળી છું કે આજ પણ મને એ દિવસો યાદ આવ્યાં કરે છે. આજે પણ.. વિસ વર્ષ પછી પણ…..
નયન ડાયરીમાં આગળ કઈક લખે એ પહેલાં તેની આંખો નિંદ્રાથી ભારે થઈ ગઈ અને તેણે ડાયરીના પાના વચ્ચે સુકેલા ઘાસનું તણખલું મૂક્યું અને ડાયરી બંધ કરી ત્યાં જ સુઈ ગયો.
(સમાપ્ત)
મિત્રો નયનને તેના શાળાના સમયમાં કર્યું એ બરાબર હતું પણ અમુક અંશે. તેણે જે તોફાનો કર્યા એ ન કરવા જોઈએ. કારણ કે પોતાના આનંદ માટે બીજાને સતાવવા અને તેઓની લાગણીઓને ઠેસ પહોંચાડવી એ જરા પણ યોગ્ય નથી. હા પણ નયન અને તેના મિત્રો એક બાબતમાં જરૂર સાચા અને સારા સાબિત થાય છે. એ બાબત છે સમય સાથે ચાલવાની. જે સમયે જે કામ જરૂરી છે તેને તે સમયે પૂરું કરવાની. મારા મતે આપણે બધાએ આ બાબતને અનુસરવી જોઈએ. જેથી આપણે પણ આપણા નિર્ધારિત ધ્યેયમાં સફળતા મેળવી શકીએ.
મિત્રો દુઃખની વાત એ છે કે નયન આજ વિસ વર્ષ પછી પણ તેની શાળાને અને રાજુ તથા બીજા મિત્રોને ભૂલી શક્યો નથી તેનું કારણ માત્ર એટલું જ છે કે એ લોકો ખરા અર્થમાં જીવી રહ્યા હતા. તેમની પાસે સુવિધાઓ નહતી પણ મિત્રતા હતી. તેઓ હમેશા એક બીજાની નજીક રહેતા, શિક્ષકોને પજવી હમેશા તેમની નજરમાં રહેતા અને તેમનો પ્રેમ મેળવતા(જરા જુદી રીતે- પજવીને) તેથી તેમની વચ્ચે લાગણીઓના સંબંધ હતા જે સાચા સંબંધ છે.
અત્યારે મોટા ભાગના યુવાનો ફેસબુક ફ્રેન્ડ જરૂર છે પણ એકબીજાના સુખ દુઃખને માણી શકે તેવા મિત્રો નથી. ઓનલાઇન સાથે પબજી જેવી રમતો રમે છે પણ ક્રિકેટ કે ફૂટબોલ જેવી શારીરિક વિકાસ થાય તેવી રમતો નથી રમતા. નયનની વાત એ સાબિત થાય છે કે જ્યારે સમય હોય ત્યારે આવી યાદો બનાવી લેવી જોઈએ જેથી ઘણા વર્ષો પછી પણ આપણા ચહેરા પર આ દિવસો યાદ કરતા સ્માઈલ હોય.
હું કોઈને આ બાબતમાં દોષ આપવા નથી માંગતો પણ આજે ઘણી જગ્યાએ માત્ર આખો દિવસ બાળકો ભણતા જ આવે છે. આખો દિવસ પોપટીયુ જ્ઞાન આપવાની જગ્યાએ તેમને થોડો આરામ કે રમત ગમત કરાવી જોઈએ. એમને એ બાબતો વધારે શીખવવી જોઈએ જે તેઓને જીવનમાં દરેક જગ્યાએ ઉપયોગી બને ખાસ કરીને સામાજિક બાબતો. આ એવુ કાર્ય છે જે અશક્ય નથી શક્ય છે જ છે પણ તેને સમય લાગે છે. સમય સાથે ચાલવામાં જ જીવનની મજા છે.
એટલે જ મારી વાર્તાનુ શીર્ષક છે “સમય સાથે મજા”
Thanks for reading 