Maryan books and stories free download online pdf in Gujarati

માર્યન- ફીલ્મ સમીક્ષા

આજે હું આપ સમક્ષ એક ફિલ્મ ની સમીક્ષા કરવા જઈ રહ્યો છું ત્યારે આપ સૌને તે પસંદ આવસે તેવી આશા રાખું છું.ફિલ્મ માં માર્યન નામનો યુવક કેવી રીતે પોતાના પર આવેલી મુશ્કેલી નું નિવારણ કરે છે તે જોવાલાયક છે.તો ચાલો જોઈએ.અહીં કોઈની પણ ભાવના દુભાય એવું જરા પણ ઈચ્છતો નથી .મને ફિલ્મ સમીક્ષા નું બહુ નોલેજ નથી.આથી મારા આ પ્રથમ પ્રયાસમાં ઘણી ભૂલ થશે એવું મને લાગે છે તો આપ સૌ મને માફ કરશો તેવી આશા રાખું છું.

:- યુવરાજસિંહ જાડેજા.;
આફ્રિકા ના સુડેન નામના શહેર માં માર્યન એક ફેક્ટરીમાં લેબરનું કામ કરે છે.ત્યાં તેનો એક મિત્ર છે સામી. તે બંને ત્યાં કામ કરવા ઇચ્છતા નથી પણ આર્થિક સ્થિતિ તેને આ કરવા મજબૂર કરે છે.સામી અને માર્યન બંને સાંજે કામ માંથી છૂટે છે અને બંને સિગારેટ પિતા પિતા પોતાના વતન ની વાતો કરે છે.સામી માર્યન સાથે બે વર્ષ થી હતો એટલે તે માર્યન વિશે ઘણું બધું જાણતો હતો.તે માર્યન ના પ્રેમ પની મલ્હાર તેમજ સકરાઈ અને માર્યન નું જૂનું અસ્તિત્વ જાણતો હતો.જે બાબત દરેક મિત્રો ને જાણ હોવી જોઈએ ,જે પાક્કા મિત્રો છે.ત્યાં બીજા દિવસે માર્યનને પનીમલ્હાર નો ફોન આવે છે .બંને એકબીજા સાથે વાત કરે છે.માર્યન કહે છે,"બે વર્ષ ,બે વર્ષ" થઈ ગયા પની માત્ર હવે બેજ અઠવાડિયા બાદ હું ત્યાં આવું છું.ત્યારે પની તેના જવાબ માં કહે છે. હું પણ તને જોવા ઈચ્છું છું.પછી ફોન બંધ કરી માર્યન ફેકટરી માં જાય છે.ત્યાંથી તેને નવા લેબર આવવાના છે તેને વેન લઈને ત્યાં તેડવા જવાનું કામ સોંપાઈ છે.ત્યાં વેન માં લેબર ને લઈને આવતી વખતે સામી પનીની વાત શરૂ કરે છે,અને માર્યન પની અને ગામ ની યાદ માં ડૂબી જાય છે.


(ત્યાંથી ફિલ્મ નું ઈન્ટરવલ ચાલુ થાય છે. ) તેની શરૂઆતમાં નેરોળી નામના એક માછીમારોના દરિયા કિનારે વસતા લોકોના નાના એવા ગામ નું દ્રસ્ય બતાવવામાં આવે છે.માર્યન ત્યાંનો મશહૂર માછીમાર હતો તે કલાકો સુધી દરિયાના પાણીમાં રહી શકતો અને માછલાં પકળતો.ત્યાં એક ક્રિસ્ટીઅન લોકોનું ચર્ચ હતું.જ્યાં પની નામની એક છોકરી રોજ આવતી અને તે માર્યન ને પસંદ કરતી હતી. ત્યા તેનો મિત્ર હતો સકરાઈ ,તે બંને પાક્કા મિત્રા હતા.સકરાઈ પની અને માર્યન ને મિલાવવા માટે અજીબો ગરીબ નુસ્ખા અપનાવતો.

એક વાર તે માર્યન અને પની બંનેને જઇ કહે છે કે તે તેના કોઈ દોસ્ત ને પૈસા દઈ આવ્યો છે અને હવે તે દોસ્ત પૈસા આપતો નથી.તે બહાને પની અને માર્યન બંને જુદા જુદા રસ્તે ગોતવા જાય છે ત્યાં બંને નો ભેટો થઈ જાય છે.સકરાઈ ખૂણા માં જઇ તેને બંને ને ભેગા કરી દીધા એવું વિચારી સ્મિત કરે છે.પરંતુ માર્યનને આ વાત બિલકુલ ગમતી નથી અને માર્યન સકરાઈ ને ઝાપટ મારી ચાલ્યો જાય છે,પછી પની પણ સકરાઈ ને ઝાપટ માંરી ચાલી જાય છે ,ત્યારે સકરાઈ મનમાં બોલે છે આ બંને કદી એક નઈ થઈ શકે.ત્યાં તે ચિત્ર પૂરું થાય છે.
તે જ સાંજે સકરાઈ માર્યનને પૂછે છે કે પોતે પની ને પસંદ કરતો હોવા છતાં પણ શા માટે તેને અપનાવતો નથી.ત્યારે માર્યન જવાબ આપે છે.સકરાઈ (દરિયા સામે આંગળી ચીંધતા)આ આપણી મા છે તેના પિતાજી પણ આજ કામ કરતા અને પોતે પણ આજ કામ કરી આજ જગ્યા એ એક દિવસ મરી જશે . તેથી હું પની ને જોતા પ્રમાણે ખુશ નહીં રાખી શકું.અને પનીનું જીવન નિરશ થઈને રહી જશે.પછી બધા પોતાના ઘરે જાય છે.સવારે માર્યન ચર્ચમાં પનીને જોવા માટે જાય છે.પની ચર્ચ માંથી બહાર આવી માર્યનને પોતે પની ને જોવા માટે ચર્ચ આવ્યો હતો એવું કહી હશે છે.ત્યારે માર્યન પણ પની સામે જોઈ હશે છે અને બંને સ્વીકારી લે છે કે પોતે એકબીજાને પ્રેમ કરે છે.બંને સાથે સમય ગાળે છે .થોડા દિવસ થાય છે. એવામાં નેરોળીનો એક ગંદી નિયતનો માણસ ઠીકુરસી પની નો હાથ માંગવા માટે પનીના ઘરે જાય છે .ત્યારે પનીના પિતા એન્થની એ ઠીકુરસી પાસેથી પૈસા લીધા હોઈ છે.આથી ઠીકુરસી પનીનો હાથ આપવા મજબૂર કરે છે.ત્યારે માર્યન પણ ત્યાં પહોંચે છે અને ત્યાં ઠીકુરસી અને માર્યન વચ્ચે ઝઘડો થઈ જાય છે.ઠીકુરસી આ વાત થી ગુસ્સે થઈ ને એન્થનીને કહે છે હવે મારે તારી દીકરી નહીં પણ મારા પૈસા જોઈએ છે.ત્યારે એન્થની મૂંઝવણ માં મુકાઈ છે.પરંતુ માર્યન ત્યારે તે શહેરથી વિદેશમાં કામ કરવા મોકલનારી સંસ્થામા જય પોતે બે વર્ષ કામ કરશે એવાં લખાણ માં સાઈન કરી એડવાન્સ ના પૈસા લઈને એન્થનીને આપે છે અને કહે છે હું બે વર્ષ પછી આવીને પની સાથે લગ્ન કરીશ.ત્યારે એન્થનીતેના વળતા ઉત્તરમાં હા કહી માર્યન ને પ્રશ્ન કરે છે.શુ તું પની અને મા સમાન દરિયા વિના રહી શકીશ!ત્યારે માર્યન હા માં માથું હલાવી કશું બોલ્યા વિના ચાલ્યો જાય છે.પછી તે પની પાસે થોડીવાર બેસી અને ચાલ્યો જાય છે.આટલું થતા જે વેન માં માર્યન ઊંઘ કરી ચુક્યો હતો તે ઉભી રહે છે(એટલે કે ફ્લેશ બેક માંથી પાછા આવે છે.)ત્યાંથી ટ્રેન પસાર થઈ રહી હોય છે.વેન નો ડ્રાઈવર બહાર ઉતરી ટ્રેન જવાની રાહ જોવે છે .પણ જેવીજ ટ્રેન પસાર થાય છે કે તરત જ ત્યાંના અમુક ચોરો હથિયારો સાથે આવે છે અને ડ્રાઈવરને ગોળી મારી, મારી નાખે છે.અને તે માર્યન ,સામી,અને જેને માર્યન અને સામી તેડવા ગયા હોય છે તે લેબરને ઉપાડી જાય છે.તે ચોરો ફેકટરીના મજૂરોનું અપહરણ કરી તે મજૂરોનો જેટલો પગાર ફેક્ટરી માં જમા હોઈ છે તે પગાર ફેક્ટરીમાં ફોન કરી મંગાવવા મજબૂર કરે છે અને પૈસા મેળવે છે.પૈસા મળ્યા બાદ તે વ્યક્તિને મારી નાખે છે.
આજે પણ આ દુનિયામાં આવા ઘણા માણસો છે જે પૈસા માટે કોઈ પણ વ્યક્તિને હાની પહોંચાડી શકે છે.તેવા માણસો થી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે.
એટલા મા પનીને સુડેન થી ફોન આવે છે.તે જણાવે છે .હું માર્યન જે ફેક્ટરીમાં કામ કરતો તેનો મેનેજર બોલું છું.આગળ તે જણાવે છે કે,માર્યન અને તેના સાથીઓને અહીંના ચોરો પકડી ગયા છે.અમે તેને ગોતવા માટે ટીમ પણ મોકલી દીધી છે.જેવા જ તે મળશે તેમને અમે ઘરે પહોંચાડી દઈશું.એટલી વાત થઈ ફોન કટ થઈ જાય છે.
પની રડવા લાગે છે.તેને એ વાત ની ખુશી હતી કે માર્યન બે અઠવાડિયામાં ઘરે મારી નજર સમક્ષ હશે,તે ખુશી ક્ષણ માત્રમાં દુઃખમાં ફેરવાઈ ગઈ .હવે પની માત્ર આખો દિવસ માર્યન આવશે એવી આસ રાખી બેસે છે.અને દિવસ પૂરો થતાં માર્યન ના આવ્યો તેના દુઃખથી રડે છે

બીજી બાજુ માર્યન અને તેના મિત્ર સામી ને લઇ ગયા પછી ચોર તે બન્ને ને ખૂબ જ મારે છે.તેમજ કાઈ પણ ખાવા માટે આપતા નથી.તે માર્યનને પૈસા લાવવા ફોન કરાવે છે.

ત્યારે પોતે ફોન ફેક્ટરીમાં કરે છે એવું બહાનું કાઢી પનીના ઘરે ફોન કરે છે.સતત માર્યન ની રાહ જોતી પની તરત જ ઉભી થાય છે અને ફોન ઉપાડે છે.ત્યારે માર્યન કહે છે.સર હું કદાચ હોવી પાછો નહીં આવું સર.મને મારા પૈસા આપો.સર આ મને મારી નાખશે.,(ચોરોને ખબર ના પડે એટલે માર્યન પની ને સર કહે છે.)ત્યારે પની સમજી જાય છ.અને માર્યન ને સામે જોવા તરસે છે એવું કહે છે.ત્યારે ત્યાંના એક ચોરને સ્ત્રી ની અવાજ આવતા કહે છે. કે માર્યન તો તેની પ્રેમીકા સાથે વાત કરે કહે.ત્યારે બીજો ચોર માર્યન ને ખૂબ મારે છે .માર્યન હસતા હસતા કહે છે હવે મેં પનીને જણાવી દીધું છે કે હું નહીં આવું એટલે તએ મારી રાહ ના જુએ.ખૂબ જ માર ખાવાથી તે બેહોશ થઈ જમીન પર પડે છે.
ચોર તે જગ્યા છોડી બધાને બીજી જગ્યા એ લઇ જાય છે.માર્યન બેહોશ હતો એટલે તેઓ તેને માત્ર બાંધી દરવાજો બંધ કર્યા વિના ચાલ્યા જાય છે.સાંજે એક ચોરો નો ફૂડ ટ્રક આવે છે.તેના અવાજ થી માર્યન જાગી જાય છે.તે સામી ને પણ જગાડે છે.બંને ત્યાંથી હાથ છોડાવી ભાગવામાં કામયાબ થઈ જાય છે.તે ફૂડ ટ્રકમાં નીચે લટકાઈ અને જ્યાં તે ટ્રક ઉભો રહે છે .ત્યાં સુધી લટકાઈ છે.અને ઉતરી જાય છે.માર્યન આજુ બાજુમાં નઝર કરે છે પણ ક્યાંય સામી દેખાતો નથી.એટલે તે સમજી જાય છે કે સામી કયાંક ટ્રકમાંથી નીચે પડી ગયો હશે.
પણ અહીં વાત એ હતી કે માર્યનની મુશ્કેલી ઓનો અંત આવ્યો ન હતો.હાજી પણ પેલા ચોરો માર્યનને ગોતતા હતા.સામી ને તેઓ એ શોધી અને મારી નાખ્યો હતો.તેમ જ તે માર્યન ને પણ ગોતે છે કારણ કે તેને મારી શકે.પણ માર્યન સંતાઈ સંતાઈ ને ગમે તે રીતે બચીને સતત 11 દિવસ સુધી ચાલે છે.અને અંતે તે એક દિવસ ભૂખ્યો અને તરસ્યો ચાલતો ચાલતો એક પાર ચડે છે.અને તે ખૂબ જ રાજી થઈ જાય છે.કારણ હતું દરિયા કિનારો,તેને તેની મા ના દર્શન થાય છે.પણ એટલા માં જ એક ચોર આવે છે .બંને વચ્ચેબઝઘડો થઈ છે.પણ માર્યનને ખુશી હતી હતી કે પોતે દરિયામાં છે.અને પોતે દરિયાનો બાદશાહ છે.એટલા માટે તે ચોર ને દરિયા માં લઇ જાય છે.પોતે દ4ઇયા ખૂબ લાંબો સમય શ્વાસ રોકી શકતો આથી તે ફહોર ને લઈને દરિયામાં ઊંડે ગરકાવ થઈ જાય છે.અને અંતે શ્વાસ રૂંધાઇ જતા ચોર મરી જાય છે.અને માર્યન નિરાંતે થોડો સમય બેસે છે.અને પછી દરિયા કાંઠે થઈ દરિયામાં ચાલ્યો જાય છે.
પછી અચાનક એક દિવસ પની પાસે જાય છે.પની ને ભલે માર્યને ફોન કર્યો હોય પણ પનીને પૂરો વિશ્વાસ હતો કે માર્યન જરૂર આવશે.આથી તે માર્યન ના આવવાની રાહ જોતી હતી અને જે સાચું પડ્યુ.અને અંતે માર્યન બસ એટલું જ કહે છે.જે પની મલ્હાર ને પોતે પેહલા જોવા પણ નતો માંગતો.તેનાલીધે આજે પોતે 14 દિવસ ભૂખ્યો અને તરસ્યો રહી અંતે મળ્યો છે.
બસ,આ ફિલ્મ સમીક્ષા ના અંતમાં એટલું જ કેહવા માંગીશ કે જો તમારો પ્રેમ સાચો છે.તો તમે કોઈ પણ મુશ્કેલી નો માર્યનની જેમ સામનો કરી શકો છો.અને ભૂખ્યા રહીને પણ તેના પાસે પહોંચવાની આશ માં જીવતા રહી શકો છો .

અને હા વતન જેવી કોઈ પણ સુરક્ષિત જગ્યા નથી.


હું કોઈ નો વિરોધ કરવા નથી ઈચ્છતો પણ જો મેં લખેલી ઉપરની વાર્તામાં એવું કંઈક લખાય ગયું હોય તો મને માફ કરજો.અને તમને મારો આ પ્રયાસ કેવો લાગ્યો એ મને જણાવશો.

Thank you for reading. 🤓🤓🤓😊🤓