cheernindra books and stories free download online pdf in Gujarati

ચીરનિંદ્રા


" પપ્પા... તમે શા માટે ચિંતા કરો છો એકવાર સાજા થઈ જાઓ એટલે બસ.."
" દીકરા.... તું ક્યાં નથી જાણતો આ તારો નાનો ભાઈ એને હરેક પળે સાચવવો પડે એમ છે.."
" જાણો છું પપ્પા.. તમે ચિંતા ના કરશો હું છું ને... "
" તું તો છે જ દીકરા પણ તું આખો દિવસ એની સાથે ન રહી શકે.. "
" હું સમજુ છું પપ્પા તમે આરામ કરો હું પ્રિયા સાથે આ બાબતે વાત કરીશ.. "
( સુબોધરાય આંખ મીંચી ઊંઘવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા... આંખ બંધ કરતાં જાણે સમય નજર સામેથી પસાર થઈ રહ્યો હતો સુમન સાથેનું સુખમય લગ્નજીવન ને એ દરમ્યાન ખીલેલું ફૂલ પારિતોષ અમે એક બાળક થી સંતુષ્ટ હતા પણ બા ની જીદ સામે બંને હાર્યા.. સુમન ને આ વખતે ગર્ભાવસ્થાના સમયગાળામાં અમુક મુશ્કેલીઓ પડેલી ની સમય કરતા વહેલી ડિલિવરી થવાના કારણે અને ડિલિવરી સમયે અમુક પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે એનું મૃત્યુ થયું મેં મારી જાતને કઈ રીતે સંભાળેલી એ મારું મન જાણે છે ની એક બાજુ બે બાળકોની જવાબદારી નાનુ દીવ બે વર્ષનો થયો ત્યાં સુધી તો બા હતા અને દરરોજ એક જ વાત કહેતા " પરણી જા સુબોધિયા... ક્યાં સુધી આ છોકરા ના ઢહરડા કરે જઈશ ને તુ એ ક્યાં મોટો સો ગગા.. ".. પણ હું ક્યાં મારી સુમન ને ભૂલ્યો હતો કે બીજા કોઈને મારા જીવનમાં જગ્યા આપી શકું અને કદાચ પત્ની મેળવી લેત પણ મારા પારિતોષ અને દેવ માટે મા થોડો મેળવી શકવાનો હતો..!!.. ને બસ હું જુતી ગયેલો મારા ફુલડાઓને સંભાળવામાં... પણ હજુ એ યાદ છે એક દિવસ જ્યારે બંને બાળકોને બગીચામાં રમાડતો હતો અને દેવ હીંચકા પરથી પડી ગયેલો અને માથામાં વાગેલું હું ને પારિતોષ કેવા દોડેલા એનું ફૂટેલું માથું ને નીકળતા લોહીને રોકવા મથતા.. એ ચાર દિવસ અમે કેમ કાઢેલા એ તો મારું મન જાણે છે અને એમાંય જ્યારે ડોક્ટરે કહ્યું કે દેવ માનસિક રીતે હવે પાંચ વર્ષની ઉંમરમાં જ જીવશે ત્યારે મારા પગ તળેથી જાણે ધરતી જ નીકળી ગયેલી કેટકેટલી બાધા આખડીઓ પણ બધું વ્યર્થ ને દેવ મારા માટે પ્રાથમિકતા બની ગયેલો એના માટે જ જાણે જીવતો હોઉં પારિતોષ ખૂબ મહેનતુ અને હોશિયાર અને સ્વભાવે મળતાવડો ઉંમરલાયક થયો એટલે સારા સારા લગ્ન પ્રસ્તાવ પણ આવવા લાગેલા પણ મેં એને પોતાની પસંદગી અનુસાર જ લગ્ન કરવાની છૂટ આપેલી કેટલો ખુશ થયેલો એ મારા વિચારો જાણીને ને એક જ વર્ષમાં પ્રિય સાથે લગ્ન પણ કરાવી આપ્યા જાણે મારું ને સુમન નું સપનું પૂરું થયું હોય પ્રિયાને દેવ વિશે ખબર હતી એ એને સાચવતી સૌથી વધુ હું ખુશ ત્યારે થયેલો જ્યારે મારો પારિતોષ પિતૃત્વ ના ઉંબરે ઉભેલી ને હું મારું વ્યાજ મેળવવા નો હતો ની એ દિવસેય આવી ગયો જાણે દેવને રમકડું મળ્યું બીપી ખૂબ સંભાળ લેતું પણ આખરે હતો એય બાળક જ ને ભલે ને શરીર થી મોટો થયો હોય તેથી હું હંમેશા એની સાથે જ રહેતો પણ એક દિવસ જે મારો ડર હતો એ સાચો પડી ગયો ચાર વર્ષનો મારો પૌત્ર વિવેક ને ૨૩ વર્ષનો મારો દેવ લડી પડ્યાં ને દેવ નો ધક્કો વાગી જતા વિવેક નો હાથ દિવાલે અથડાયો ને એને આંગળીએ હેર લાઇન ફેક્ચર આવ્યું ને પ્રિયા નો મગજ ગયો એ દેવને જેમતેમ બોલવા લાગી ને પારિતોષ ને તેને ઘરમાંથી કાઢી નાખવા કહેવા લાગી ની જાણે મારી અંદર છુપાયેલી માં જાગી ગઈ દેવ નો પક્ષ લઇને પ્રિયાને સાસુ ની જેમ પહેલીવાર ઝાટકી નાખી બિચારી કેવી ગભરાઇ ગયેલી... !! મારું આવું સ્વરૂપ જોઈને પણ પછી એનો વ્યવહાર પણ દેવ પ્રત્યે બદલાતો રહ્યો જે મારી આંખમાં ખટકતો હતો... દેવ ને ફરી સંપૂર્ણ રીતે મેં મારા હસ્તક કરી લીધો પણ આ જીવલેણ બીમારી.. શું થશે મારા દેવ નું..??.. સુમન તું તો જતી રહેલી પણ મારા તો પ્રાણ દેવમાં અટક્યા છે ને આમ વિચારતા વિચારતા સુબોધરાય ઊંઘી ગયા )
" પ્રિયા.. પપ્પા નો જીવ દેવ માં અટવાયો છે એકવાર જો તું એમની સાથે વાત કરે તો એમને ધરપત થશે.. "
" પારિતોષ મને દેવ થી કોઈ વાંધો નથી પણ હું એ એક માં છું તો સમજ મને વિવેક માટે સતત ડર લાગે છે તું તો જાણે છે ને તેને ફેક્ચર આવ્યા પછી હું બને ત્યાં સુધી તો બંનેને પાસે આવા જ નથી દેતી આ ડર એક માનો છે કેમ કરી બાપુજીને ધરપત આપું કઈ રીતે સમજાવું...?? "
" તું પ્રયત્ન તો કર.. "
" પરિતોષ... વિવેક ક્યાં..??.."
" અહીંજ ક્યાંક રમતો હશે.. "
" એ... દેવભાઈ પાસે તો નહીં ગયો હોય ને.. ??.."
( ને બંને દેવના રૂમ તરફ દોડ્યા ને દરવાજે જ અટકી ગયા દેવ વિવેકના ખોળામાં માથું રાખીને રડી રહ્યો હતો... )
" ચાચુ તમે ચુપ થઇ જાવ હું હવે ક્યારેય તમારી સાથે નહીં લડુ પ્રોમિસ મારી ચોકલેટ પણ આપીશ ને રમકડા પણ પ્લીઝ તમે રડો નહીં ને..... "
" વિવેક.. મને રમકડાં અને ચોકલેટ નથી જોતી મને પપ્પા જોઈએ છે તારી પાસે તો તારી મમ્મી પપ્પા બંને છે પણ મારી પાસે તો મારા પપ્પા એ જ મારી મમ્મી છે ને એમનેય ભગવાનજી લઈ જશે તો હું શું કરીશ મને તારી મમ્મી ઘરમાંથી કાઢી મૂકશે ને તારા પપ્પાએ મને મારશે.. હું શું કરું... તુ પ્લીઝ ભગવાનજી ને કહેજે ને કે મારા પપ્પાને ના લઈ જાય..."
" હું.. જરૂર કહીશ.. "
( ત્યાં પ્રિયા દોડીને વિવેકની બાજુમાં બેસી ગઈ ને દેવ ને પોતાના ખોળામાં લઈ બેસી ગઈ.. )
" દેવ તું ચિંતા ના કરીશ આજ થી વિવેકની મમ્મી એ જ તારી મમ્મી ને પ્રોમિસ હું તને ક્યારેય નહીં મારું.."
( પારિતોષ પણ ભાવુક બની ગયો ને પપ્પા પાસે આવ્યો પણ પપ્પાને સૂતેલા જોઈએ પાછો વળી ગયો સવારે એ પપ્પા ને ચા પીવડાવો આવ્યો પણ સુબોધરાય ચિર નિદ્રામાં પોઢી ગયેલા પ્રિયા ને જાણ થઈ ત્યારે એ બોલી પડી .. )
" પપ્પા તો સવારે છ વાગ્યે વિવેક ના રૂમ માં આવેલા અને મને દેવભાઈ અને વિવેકને સાથે સુતેલા જોઈ એમનો ચહેરો ચમકી ગયેલો ને મેં પૂછેલું કે કંઈ જોઈએ છે તો કહે ના બેટા બસ હવે સુઈ જવું છે હવે શાંતિથી નીંદર આવશે મારા વિવેકને દેવભાઈ ના માથે હાથ ફેરવી ચાલ્યા ગયેલા.. "
( ત્યાં સુધી આવી પહોંચેલા ફેમિલી ડોક્ટર અનુસાર સુબોધરાય વહેલી સવારે ચાર વાગ્યે દેહ છોડી ચૂકેલા... પ્રિયા ને પારિતોષ દુઃખદ આશ્ચર્ય વચ્ચે દેવને સંભાળી રહ્યા હતા... )

હેતલબા વાઘેલા 'આકાંક્ષા'