triveni - 2 books and stories free download online pdf in Gujarati

ત્રિવેણી ભાગ-૨


ત્રિવેણી કોલેજમાં લંચ ટાઈમ પતાવીને લાઇબ્રેરીમા બુક લઇને બેઠી.સ્નેહા આજે પોતાના કામ ખાતર ગેરહાજર હતી એટલે એકલી જ બેઠી હતી.એ જે ટેબલ પર બેઠી હતી એની પાસે જ પુસ્તકોનુ સ્ટેન્ડ હતું જેમા મોસ્ટ રીડેડ પુસ્તકો રહેતા.ત્રિવેણી પોતાની બુક વાંચતા વાંચતા એ તરફ નજર ફેરવતી હતી.બાજુના ટેબલ પર મિ.સોજીત્રા આવીને બેઠા.ત્રિવેણીની નજર એના સામે મળતા ત્રિવેણીએ સ્માઈલ આપીને આદરભાવ બતાવ્યો.
ત્રિવેણી બાજુમાં રહેલા સ્ટેન્ડ માં મુકેલા પુસ્તકો જોવા ઊભી થાય છે.એટલામા જ બીજા સ્ટુડન્ટ પાસે આવીને એ જ સ્ટેન્ડમાં મુકેલી બુકો જોવે છે.ત્રિવેણીને અચાનક કોઈનો સ્પર્શ થાય છે.કોણ હતું એ નક્કી કરે એ પેલા એ ટોળકી જતી રહે છે.પાછળ ફરીને જોયું તો મિ.સોજીત્રા પણ નથી.થોડુંક અજુગતું લાગ્યું.સ્ત્રી સહજ સ્વભાવે ત્રિવેણી એ સ્પર્શને સમજી ના શકે એટલી નાદાન નહોતી‌.એ સ્પર્શ નક્કી કોઈક પુરૂષનો જ હતો.ત્રિવેણીને એ ના ગમ્યું એમ છતાં પોતાના રૂપ ઉપર એને અભિમાન થયું.કોઈક હતુ જેને એનું આ ખીલતું રૂપ ગમ્યું હતુ.ટેબલ પર બેઠી બેઠી વિચારોના વંટોળે ચડી‌.એણે ફરિયાદ કરવાનું ટાળ્યું‌.ખુદ છે જ એવી કે ભલભલા પાણી ભરે‌.બુકમા માથું માર્યુ-પોતાને પણ એ બુકમાં વર્ણવેલી ગોવિંદની પ્રેમિકા વિદ્યાની જેમ જોવા લાગી‌.કોઈક તો છે જેને એ પોતે પસંદ છે‌‌.કોણ હશે??? આવનાર ટોળકીમાં માત્ર ત્રણ છોકરાઓ હતા-અક્ષય મનોજ અને સાવન.અક્ષય અને મનોજને બાદ કરતાં સાવન પોતાને પણ પસંદ હતો.વિચારતી વિચારતી પોતાના ક્લાસરૂમ તરફ આગળ વધી.જે લેક્ચર ભરવાનો હતો તે લેક્ચરની બુક કાઢી.બુકનુ પાનુ ઉથલાવીને જોયુ તો બુકના ફ્રન્ટ પેજ પછીના પાના પરથી એક ચિઠ્ઠી લખેલી મળી-
"વાહ.. પરી લાગે છે....."
બસ.. આટલું જ લખેલુ હતું.ત્રિવેણીને પોતાના વખાણ કરનાર કોઈ મળી ગયું હતું.કોઈ એના વખાણ કરે એ એને ખૂબ ગમતું‌.મનોમન ખુશ થવા લાગી.એના દિલમાં છુપાવી રાખેલા સ્વપ્ન સાચું થવા જઈ રહ્યું હતું... કદાચ.
ત્રિવેણીને અવારનવાર આવી નાની નાની ચબરખી મળવા લાગી.આ વાતની જાણ હવે સ્નેહાને પણ થઇ ગઈ હતી.ત્રિવેણી પોતે સ્યોર નહોતી છતાં તેણે મળતી ચિઠ્ઠીઓમાં સાવનનુ નામ જોડી દીધું હતુ અને સ્નેહાના મનમાં પણ સાવનનુ નામ ઠસાવી દીધું હતું .સાવન જ પોતાને ચોરીછૂપીથી ચિઠ્ઠીઓ લખે છે એવું સ્નેહાને પણ સમજાવી દીધું.અવારનવાર સાવન પણ લાઈબ્રેરીમા આવતો.બીજુ કશું બોલતો નહીં,માત્ર ત્રિવેણી સામે સ્માઈલ આપતો. ત્રિવેણી જ્યારે એ સ્ટેન્ડમાં બુક મુકવા જતી ત્યારે જ પોતિકા લાગતા એ પુરુષનો સ્પર્શ ક્યારેક થતો પરંતુ ત્રિવેણીને એ સ્પર્શ માત્ર પીઠ પર જ થતો હતો‌.સ્પર્શ કરનાર હાથને એ પોતાની પીઠ પર સ્પર્શ થતા ક્યારેય જોઈ શકી ન હતી.અનુભવતી ચોક્કસ હતી અને મજા લેતી.સાવ નજીક આવેલા ટેબલ પર સાવન બેસતો.એ મનોમન માની લેતી કે એમ નજીક બેસવાથી કદાચ અનુકુળતા રહેતી હશે.જ્યારે સ્પર્શ થતો ત્યારે મિ.સોજીત્રા અચુક એ સ્ટેન્ડ ની આજુબાજુમાં દેખાતા.મિ.સોજીત્રાને કશી ખબર નથી એવું માની ત્રિવેણી મનોમન હરખાતી.મિ.સોજીત્રા પણ લાઈબ્રેરી માં અવારનવાર આવતા‌.પરંતુ ત્રિવેણીએ ક્યારેય ફરિયાદ જ ના કરી.ધીમે ધીમે નિત્યક્રમ થઈ ગયો હતો.ત્રિવેણી વધુને વધુ ટાઈમ લાઈબ્રેરીમા ગાળવા લાગી...માત્ર સાવનને જોવાના ઈરાદાથી અને પીઠ પર ફેરવાતા એ આંગળીઓના ટેરવાંના સ્પર્શની રાહ જોતી.
જ્યારે જ્યારે સાવન આવતો‌ ત્યારે ત્યારે સ્પર્શ થતો જ એવું નહોતું...પણ આ તો ક્યારેક!! ઘણી વખત તો આંખો એને જોવા તલપાપડ થતી....ગમે તોય એકતરફી પ્રેમનુ બીજ રોપાય ગયું હતું.પ્યારમે ઈન્તજાર તો હોતા હી હૈ! પણ એની પણ હદ હોય ને?! છેલ્લા ત્રણ દિવસથી દેખાતો નથી?ક્યાં ગયો હશે?? ત્રિવેણીની બેચેની વધતી જતી હતી.....કેમ મને એટલી એની ચિંતા થાય છે? અક્ષય અને મનોજને ખબર હશે??પૂછીશ તો મારી મજાક કરશે?પૂછી જોઉ???
ફોન નંબર પણ નથી..અરે પણ‌‌ હજુ ક્યાંથી હોય?? કઈક તો કરવું પડશે....આઈ એમ વેઈટિગ હિઅર ફોર યુ....યુ નો યાર!!!