Triveni - 5 in Gujarati Horror Stories by Urmi Chetan Nakrani books and stories PDF | ત્રિવેણી ભાગ-૫

Featured Books
Categories
Share

ત્રિવેણી ભાગ-૫

નશામાં ધૂત થયેલા અક્ષયની આંખો ખુલે છે.થોડીકવાર સુધી કશું દેખાતું નથી.સરખી નજર કરીને જોયું તો બ્લેક ફિલમ લગાવેલી ગાડીમાં પોતે પડ્યો છે.દરવાજો ખોલવાની કોશિશ કરી પણ મહેનત વ્યર્થ જાય છે.દરવાજો કોઈએ કંઈ રીતે લોક કર્યો એ સમજાતુ નહોતું.થોડીવાર મથ્યા પછી ફરી પાછો આડો પડ્યો.ઘેન હજુ પુરું ઉતર્યું નહોતું એટલે ઉંઘ ચડી ગઈ.થોડીવાર થઈ ત્યા નિરવ અને સાવન બને આવી ચડ્યા. તપાસ કરી ગાડી જેમ મૂકી ગયા હતા તેમજ છે.એટલે ચૂપકીદીથી ગાડી ચાલુ કરી અને હંકારી ગયા એક અવાવરું જગ્યા તરફ જ્યાં ન કોઈ અવર જવર હતી ના તો કોઈ અવાજ. એકદમ શાંત જગ્યાં. અક્ષયને એક રૂમમા ઉઠાવીને લઈ ગયા. જ્યાં માત્ર આછુ અજવાળુ દેખાતું હતું. જાણે ટમટમિયાં સમું અજવાળું હતું. ધીમે ધીમે અક્ષય ભાનમાં આવે છે. એ જ કીકીયારીઓ ફરી સંભળાઈ. ડરનો માર્યો અર્ધ જાગૃત અવસ્થામાં ભાગવાની કોશિશ કરી પણ આ શુ ? પોતે બધાયેલ હતો. બાજુમાં કઈક હોય એવો ભાસ થયો. પરંતુ કોણ છે એ ખબર ન પડી. નક્કી આ ભૂતડી જ છે એમ માની ડરનો માર્યો પરસેવે રેબઝેબ થઈ ગયો. બારીમાંથી આવતો પવન ઠંડો હોવા છતાં આખા શરીરમાં આગ લાગી હતી.એક તો નશા પછીની ભૂખ અને બીજું ડર. શરીરમા જાણે જીવ જ નથી એવું લાગી રહ્યું હતું. ફરી આંખો ઢળી ગઈ. કઈ સમજાતુ નહોતું કે આખરે આ શુ થઈ રહ્યું છે.?
'ઉંહ ! ઉંહ !' - ઉંહકારા કાને પડ્યાં. અરે આ શું? બાજુમાં પડેલો માણસ ઉહકારા નાંખી રહ્યો છે. જોરથી ચીસ નીકળી ગઈ - કોણ?.હું ... હું ... મનોજ .અરે! તુ? તું અહીં ક્યાંથી આવ્યો? મનોજ અક્ષયનો અવાજ ઓળખી ગયો -અરે અક્ષય તું? હા હું. આપણને ત્રિવેણીનું ભૂત અહીં લાવ્યું !!?.બંને ડરે છે. ફરી ઝાડના પાંદડાં ખખડવાની સાથે સ્ત્રીની કીકીયારી સંભાળાઈ. બંને ફરી પાછl ડરના માર્યા ઢળી પડ્યાં.
સવાર થયું. શીતળ પવન જાણે વાતાવરણને વધારે તાજું બનાવી રહ્યો હતો. બારીની બહારથી વાતો પવન મનોજ અને અક્ષયને તાજગી લઈને સ્પર્શી રહ્યો હતો. અજવાળાના શેરડા મો પર પડતાની સાથે ઉંઘ ઉડી. આંખો ખોલીને જોયું. મનોજ હજુ એમ જ પડ્યો છે. જાણે જીવ વગરનું શ્વાસ ભરતું મડદું .અક્ષયે ઉઠાડવાની કોશિશ કરી. માંડ જાગ્યો. અવાજ કાને પડે તો જાગે ને !!
બંને બારીની સામુ જોઈ રહ્યાં. કોઈ કદાચ પસાર થાય તો મદદ માંગીએ એમ વિચારીને. નિરવ, સાવન અને ત્રિવેણી એક સાથે પસાર થયાં. બંનેની ચીસ નીકળી ગઈ. કઈ સમજાય એ પહેલા દરવાજો ખૂલ્યો.ત્રિવેણી !!!? બમણાં જોરથી મનોજથી ચીસ નીકળી ગઈ. આ વખતે ત્રિવેણીએ જવાબ આપ્યો. હા...હું. સાવન અને નિરવ બંને બાજુમાં આવ્યાં અને ઉભા રહ્યાં.હા આ જ ત્રિવેણી જે હજું મરી નથી.
બંનેના મનમાં કેટલાય સવાલ ઉચાળા મારી રહ્યાં હતા જે હવે પૂછી શકાય એમ નહોતા.
ત્રિવેણીએ જ શરૂઆત કરી - એ ગોજારો દિવસ જે દિવસે તમે બંનેએ મારા પર દાનત બગાડી.એ દિવસ હું ક્યારેય નહી ભૂલું.અને યાદ રાખજો જો ત્રિવેણી ભૂત બનીને તમારા બંનેના આવા હાલ કરી શકતી હોય તો જીવતી જાગતી શુ ના કરી શકે? હું ત્રિવેણી છું ત્રિવેણી. ગુસ્સાથી થરથરતી એ નવયૌવનાએ આજે સાક્ષાત જગદંબાનુ રૂપ ધારણ કર્યું. સૂર્યનો ચહેરા પરનો લાલ રંગ ત્રિવેણીના ગુસ્સાને સમર્થન આપતો હતો. સાવને ત્રિવેણીને શાંત કરી - "બસ, જોગમાયા શાંત થાઓ.
સાવન, નિરવ અને ત્રિવણીના અટ્હાસ્યથી પૂરો રૂમ ગુંજી ઉઠ્યો.
સાયરન વાગતી ગાડી આવી પહોંચી અને ત્રિવેણીની હિંમતને દાદ આપતી તેમાની વ્યક્તિ અક્ષય અને મનોજને ઉઠાવીને લઈ ગઈ.
- સમાપ્ત