triveni - 3 books and stories free download online pdf in Gujarati

ત્રિવેણી ભાગ-૩

ત્રિવેણીએ સાગરના બન્ને મિત્રોને પણ‌ પૂછી જોયુ.તો પણ સાગરની ભાળ ન મળી.ફોન નંબર લઈને ફોન લગાવવાની ટ્રાય કરી.ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.ચિન્તા વધતી જતી હતી.શુ કરવું એની કંઈ ગતાગમ‌ પડતી નહોતી.આખરે સ્નેહાને વાત કરી.એણે‌ પણ‌ દિલાસો આપ્યો-
"ચિન્તા ના કર આવી જશે.આજ કાલના છોકરાવ એવા જ હોય.એને ક્યાં ખબર છે કે અહીં કોઈ એની રાહ‌ જોઈ રહ્યું છે.નહીતર તો કહીને જાય ને!."
"બસ યાર! તને પણ મજાક સુુુઝેે છે.અહી મને ટેેન્શન થાય છે."
"બાય ધિ વે...આવતી કાલે આપણી કોલેજનુ એન્યુઅલ ફંક્શન છે એટલે આવશે જ"
"સાચ્ચે?"
"હા"
"તો...હું રાહ જોઈશ"
"હા... એના માટે..એમને?"
"હા...કાલે આવી જાય તો...."
"તો? શુ?"
"હું સામેથી પ્રપોઝ કરી દઈશ."
"બહુ ઉતાવળી"
"હા...હવે રાહ નથી જોવી...આ લેટર આપી દઈશ"
લેટર બિડેલો..ખોલ્યા વગર બતાવે છે.
"શુ લખ્યું છે આમાં તે?"
સ્નેહા લેટર એના હાથમાંથી છીનવી લે છે.
વાચવા લાગે છે......
"સાવન....!
તારા નામની આગળ શું સંબોધન લગાવુ એની મને નથી ખબર.મને તો એય નથી ખબર તને શું નીકનેમ આપું.પ્રેમની શરૂઆત તો આવી ઘેલછાથી જ થાય ને!.મેં તો ઘણાય નામ તારા માટે વિચારી રાખ્યા છે.પણ‌ હું રૂબરૂ મુલાકાત થાય ત્યારે તને એ નામથી બોલાવીશ.તારા એ સ્માઈલ અને ટચને હું ફીલ કરું છુ.તુ ક્યાં ગયો એ ય કે'વાની ફૂરસત ના મળી?પણ મેં જ ક્યાં તને એવો મોકો આપ્યો.છોકરી ક્યારેય પહેલ ના કરે.તારે જ મને પૂછવુ જોઈએ ને?!.હુ તો તારા બંધનમા બંધાવા તૈયાર છું.બસ તું મને બાંધી દે.જો આજે તો હું તારા માટે પરી બનીને જ આવી છું...એ ચિઠ્ઠીમાં તે આલેખેલી એના કરતાંય રૂપાળી.
મને તો સજવુ ધજવુ ખુબ ગમે.પણ કોઈ જોનાર નહોતુ.કોઈના માટે સ્પેશ્યલ તૈયાર થવામાં પણ મજા છે.આજે મને તૈયાર થવાની ખુશી છે.બસ,જોનારની નજર પડી જાય.તારી પરીને પાંખો ફૂટી નીકળી છે જાણે.બસ હવે મારે ઉડવું છે..મારા સાવન સાથે... ઉડીને ઢળતા સૂરજની સાથે મારેય એ ક્ષિતિજની ઉષાના રંગે રંગાઇ જવું છે....ઉડાડીશને?
તારી આતુરતાથી રાહ જોતી ત્રિવેણી...ના ના પરી‌......!
"વાહ!સરસ... મને જ સાવન બનાવી લે ને‌.મારી પરી‌‌."
"તુ મને પ્રેમ કરી જો"
"કરૂં જ છું ને...પાગલ!"
"હા...તુ મારી પ્રેમિકા બસ...સાવન પ્રેમી"
"એ તો એ" સાવનની જગ્યા તો મને ક્યાંથી મળવાની.....
"તુ તારા નિરવને સંભાળ"-નિરવ એ સ્નેહાનો બોયફ્રેન્ડ.
"તુ પણ સંભાળજે‌...મિસિસ સાવન ..સાવન પટેલ"
બન્ને ખડખડાટ હસી પડી.
***
ધીમા મ્યુઝિક સાથે લોકોની એન્ટ્રી ચાલુ થઈ ગઈ હતી.મઘમઘતા ફુલોની સોડમ સાથે ધીમો વાતો પવન વાતાવરણને ખુશ્બુદાર બનાવતો હતો.દૂરના થાંભલા પરથી આવતી પાર લાઈટના શેરડાઓમા બધી કામિનીઓના ચહેરા વધુ ચમકતા હતા.ફરજિયાત પાર્ટી વેરમાં આવેલીએ કોલેજીયન યુવતીઓને ઘુરતા છતાંય સાથે ઊભેલા છોકરાઓ પણ ઠીક લાગતા હતા.મેદાનની વચ્ચે ટેબલો ગોઠવેલા હતા.છેવાડે કોકટેલ માટેના ટેબલ ગોઠવેલા હતા‌.પીળા ,લાલ, જાંબલી કલરની કોકટેલની બોટલો પાર લાઈટના રંગે રંગ બદલતી હતી.ટેબલ પર પાથરેલા સફેદ રંગના કપડાં પણ એ લાઈટના રંગે રંગાઈ રહ્યા હતા.શાવરની ઝીણી છાંટ વાતાવરણમાં પવન સાથે ફેલાતી જતી હતી.બે-ત્રણ પગથિયાં જેટલા ઊંચા બનાવેલા સ્ટેજ પાસે કેટલાક એકબીજાની નજરમાં વસી ગયેલા કોલેજીયન કપલો સેલ્ફીના ક્રેઝને વધુ બળવત્તર બનાવતા હતાં.
મેદાનની બોર્ડર લાઈનને અડીને ઊભા કરેલા ટેબલો પર લાઈવ પોટેટો ચિપ્સ,સિઝલરના કાઉન્ટર ઊભા કરેલાં હતાં.એના ફરતે કોલેજીયન યુવા-યુવતીઓ ગોઠવાઈને હસી મજાક કરતાં કરતાં બે ડિશની ગરજ સારતી એક જ ડિશમાં નાસ્તો કરતા હતા‌.સ્નેહા અને નિરવ પણ આમાંથી અલગ નહોતાં....
આમ છતાં બોટમલેસ રેડ ટોપવાળી એ યુવતીને ભીડમાં પણ એકલતા લાગતી હતી‌.લાબા ઈયરીગ ડોકને અડકીને ગળે મળવાની રાહ જોતા હતા.સફેદ સુવાળા પગ સ્પષ્ટ દેખાતા હતા.કપાળે ચોડેલી ટીલડી પ્રકાશનું પરાવર્તન કરતી હતી...એમ છતાય એ રૂપકડી છોકરી અસ્વસ્થ લાગતી હતી... પર્સમાં પડેલો લેટર પણ કહેતો હતો-"ત્રિવેણી હજુ કેટલી વાર?'
આંગળાના ટેરવાઓ એ લેટરને અડીને બહાર આવી જતાં હતા.......
સાવન ક્યાંય દેખાતો નહોતો.મનોજ અને અક્ષય પણ હજુ આવ્યા નહોતા.ત્રિવેણીની ચિંતા વધતી જતી હતી.