Saransh - shraddha nae vastvvaad no books and stories free download online pdf in Gujarati

સારાંશ - શ્રદ્ધા અને વાસ્તવવાદ નો

आसमां है वही और वही है ज़मीं,
है मक़ाम गैर का, गैर है या हमीं
अजनबी आंख सी आज है ज़िन्दगी
दर्द का दूसरा नाम है ज़िन्दगी....

"पार्वती, तुम्हारे चेहरे की झुर्रियों में मेरे जीवन का सारांश है... "

"हिम्मत आत्महत्या के लिए नहीं ज़िन्दगी जीने के लिए चाहिए... "

ઉપરોક્ત પંક્તિઓ તથા ડાયલોગ્સ હિન્દી સિનેમા જગત ની સુપ્રખ્યાત, લાગણી સભર મુવી "સારાંશ "ના છે. હમણાં આ જ વર્ષે સારાંશ ચલચિત્ર એ 35 વર્ષ પુરા કર્યા. "સારાંશ " એક સાહિત્યિક અને સુંદર નામ પ્રમાણે જ ગૂઢ સમજણ સમાવતી ફિલ્મ. શરૂઆત જ એટલી સુંદર અને આગળ જોવા પ્રેરે તેવી છે.
સામાન્ય થી લઇ ને અતિ સામાન્ય તથા તવંગર દંપતી નું સ્વપ્ન એક લાડલુ સંતાન હોય છે. પોતાનું સંતાન શું છે પોતાના માટે એ એક માતા પિતા સિવાય કોણ સમજી શકે? સારાંશ પણ આવા જ દંપતી ની કથા છે જેણે પોતાના એક ના એક પુત્ર ની સાથે પોતાના જીવન ને એવુ તો વણી લીધું હોય છે કે તેના અપમૃત્યુ જેવી કડવી વાસ્તવિકતા પચાવી નથી શકતા તેઓ માની જ નથી શકતા કે પુત્ર અજય હવે ક્યારેય પાછો નહીં આવે એવી દુનિયામાં જઈ ચુક્યો છે. સ્વાભાવિક રીતે જ સંતાન માતા પિતા માટે પોતાના પ્રાણ થીય અધિક હોય છે જે આ મુવી માં બખૂબી દર્શાવ્યું છે.

60 વર્ષ વટાવી ચૂકેલા રિટાયર્ડ હેડ માસ્ટર બી બી પ્રધાન ની અદ્ભૂત ભૂમિકા માં છે શ્રી અનુપમ ખેર જેમણે માત્ર 28 વર્ષ ની વયે એક પુત્ર ગુમાવી ચૂકેલા વાસ્તવવાદી પિતા ની આબેહૂબ ભૂમિકા નિભાવી છે. તેમની અર્ધાંગિની ની ભૂમિકા એટલે કે બી બી પ્રધાન ની પત્ની પાર્વતી ની ભૂમિકા રોહિણી હટંગડી એ નિભાવી છે જે એવી માતા છે જે એક જ આશા પર જીવ્યે જાય છે કે પોતાનો પુત્ર અજય કોઈ બીજા સ્વરૂપે તેમની પાસે આવશે જ.
પ્રધાન સાહેબ નો એક નો એક દીકરો અજય ને નોકરી અર્થે ન્યૂયોર્ક રહે છે. એકવહેલી સવારે પ્રધાન સાહેબ અચાનક ઉઠી ને પોતાના વિદેશ માં વસતા દીકરા અજયને પત્ર લખવા બેસે છે. જેમાં અતિઉત્સાહ થી આશીર્વાદ સાથે ઔપચારિક વાતો લખે છે. લખતા લખતા અચાનક એમની પેન અટકી જાય છે. યાદ આવે છે એ ફોન અને એની અંદર નો અવાજ જે જાણ કરી રહ્યો હતો કે કોઈ અસામાજિક તત્વો એ થોડા પૈસા ના નજીવા કારણોસર અજય નું ન્યુયોર્ક માં ખૂન કર્યું હતું. એક ધક્કા સાથે એ વિચલિત થઈ ફરી પથારી માં આવી જાય છે. એમની આંખો કશુક અમંગળ થયાં ના આઘાત માં ડૂબેલી છે. એક નો એક દીકરા ના મૃત્યુ સાથે તેની માટે સેવેલા સુખી સંપૂર્ણ ભવિષ્ય ના સ્વપ્નાઓ નું પણ મૃત્યુ એક જનેતા કેમ સ્વીકારી શકે? અહીં વાસ્તવવાદી પિતા અને પુત્ર વિરહ માં વિલાપ કરતી માતા નો અભિનય બખૂબી નિભાવ્યો છે.

પોતાનું એક નું એક સંતાન, પિતાનો આશાસ્પદ હોનહાર લાડકો, વૃદ્ધાવસ્થા ની લાકડી તથા માતા ના કાળજા ના કટકા ના મૃત્યુ ની વાસ્તવિકતા પ્રધાન દંપતી સ્વીકારતા ડરે છે. એની છટપટાહટ બખૂબી દર્શાવાયી છે. તો સામે માતા પાર્વતી તો વાસ્તવિકતા થીય પર વિચારીને કોઈ સ્વામીજી ની વાતો પર વિશ્વાસ કરી ને અજય ની રાહ જુવે છે. નિવૃત હેડ માસ્ટર પાસે આવક નું સાધન મર્યાદિત હોવાથી અજય નો રૂમ ભાડે આપવાની જાહેરાત કરે છે. ભાડુઆત તરીકે અભિનેત્રી સુજાતા આવે છે જેનું પાત્ર સોની રાઝદાન નિભાવે છે. સુજાતા નું અફેર શહેર ના નામી રાજકારણી ના પુત્ર વિલાસ સાથે હોય છે. જેનાથી પ્રધાન દંપતી અજાણ હોય છે. પ્રધાન સાહેબ અને પાર્વતી ઘણા સુલજેલા અને પ્રેકટીકલ હોય છે એનો એક દાખલો એમ મળે કે એક અભિનેત્રી ને સમાજ ઉતરતી નજરે જુવે છે એવામાં સુજાતા એક સંઘર્ષ કરતી અભિનેત્રી છે એવું જાણ્યા છતાંય પ્રધાન સાહેબ એ સહર્ષ ભાડુઆત તરીકે સ્વીકારી.
અજય ના અસ્થિ લેવા એરપોર્ટ પર જતી વેળા અને એ પહેલા અસ્થિ માટે નો પત્ર પ્રધાન ના હાથ માં આવતા એક પિતા નો હાથ કંપી ઉઠે છે. અસ્થિ લેવા નું દ્રશ્ય યાદ કરતા આંખો આજેય ભીની થાય છે.

" मै कोई टीवी लेने नहीं... अपने बेटे की अश्थिया लेने आया हूं "

ઉપરોક્ત સંવાદ ખુબ જ પીડા ઉત્પન્ન કરે છે. એક પિતાને પોતાના જ આત્મજ ની અસ્થિ લેતી વખતે કેવું અનુભવ્યું હશે તેની તો કલ્પના જ કરવી રહી. તો બીજી બાજુ પોતાના અજય ના અસ્થિ કળશ ને છાતી સરસોંચાપી ને પૂજા કરતી પાર્વતી નું દ્રશ્ય જોનાર ને અંદર થી હચમચાવી મૂકે છે. પાર્વતી અજય ના અસ્થિ કળશ ને એ રીતે પૂજા માં પકડે છે કે જાણે એક માં પોતાના નવજાત ને દૂધ પીવરાવી ને બાથ માં ભરતી હોય. એ માં ની લાચારી, વેદના અને મજબૂરી જાણે ઈશ્વર નેય કંઈક ખોટું થયાં નો એહસાસ કરાવતી હોય. વાહ !! વાર્તા ની સમાંતરે પ્રધાન સાહેબ ઈશ્વર પર ખાસ શ્રદ્ધા નથી ધરાવતા તો પૂજા માં સામેલ ના થઈ ને બહાર બાંકડે બેસે છે તો ત્યાંય ઉપર થી જતા વિમાન ને જોઈ ને અજય ને યાદ કરે છે. મહેશ ભટ્ટ સાહેબ ના નિર્દેશન અને ટાઈમિંગ દાદ માંગી લે એવું છે. અસ્થિ માંથી થોડી રાખ લઇ એ પ્રધાન સાહેબ બગીચા તરફ જાય છે. બાંકડે બેસી ને મુઠ્ઠી ખોલી નાંખે છે અને નીચે રાખ નો ઢગલો થાય છે. એ દ્રશ્ય ખરેખર વિચલિત કરે છે.
અજય ના જવા થી જીવન નો કોઈ ઉદ્દેશ નથી એવું સમજી ને પ્રધાન સાહેબ અનેક વાર આત્મહત્યા ની કોશિશ કરી ચુક્યા છે. પાર્વતી પૂછે છે,

तुमने ये करने से पहले एकबार भी मेरे बारेमे नहीं सोचा?

પ્રધાન સાહેબ નો સીધો અને તટસ્થ જવાબ,

"नहीं "
પછી થોડું મસાલા થી ભરપૂર આવે છે કે સુજાતા વિલાસ ના અવૈધ સંબન્ધ થી ગર્ભવતી બને છે. પાર્વતી ની શ્રદ્ધા વિશ્વાસ માં પરિવર્તિત થાય છે કે અજય સુજાતા દ્વારા જ પુનર્જન્મ લેશે. પાર્વતી સુજાતા નો પૂરો ખયાલ રાખે છે તો સામે પ્રધાન સાહેબ સુજાતા ને વિલાસ ના રાજકારણી પિતા ના ષડયંત્ર થી બચાવવાં પ્રયત્નશીલ રહે છે. એમ કરતા એમને જીવન નું લક્ષ્ય મળે છે. અનેકો પ્રયત્નો પછી વિલાસ અને સુજાતા મળે છે. પણ પ્રધાન સાહેબ અગાઉ કહ્યું તેમ વાસ્તવવાદી બની વિલાસ અને સુજાતા ને પોતાનુ જીવન જીવવા જવા કહે છે. પાર્વતી અજય ને ફરીથી ગુમાવવા નથી માંગતી એટલે એ રોકકળ અને વિરોધ કહે છે. હકીકત સમજતા પાર્વતી બોલે છે,

"हमारा अजय कभी वापस नहीं आएगा? "

અને એ પ્રધાન સાહેબે લાવેલું ઝેર પીવા તૈયાર થાય છે કે પ્રધાન એનેઅટકાવી ને કહે છે,

"हिम्मत आत्महत्या के लिए नहीं ज़िन्दगी जीने के लिए चाहिए... "

વાહ શું ડાઈલોગ છે. પછી પાર્વતી ને સમજાવતા કહે છે,

"पार्वती, तुम्हारे चेहरे की झुर्रियों में मेरे जीवन का सारांश है..."

વાહ ઝીંદગી ની રૂપરેખા કંઈક આવી જ છે... જેણે જવાનું છે એ જશે જ... મને ક્યારેક વિચાર આવે છે કે જનારા ની સાથે સાથે એની લાગણીઓ, યાદોં વિગેરે લઇ જતા હોય તો. ખોટું રિબાવું, યાદ કરી ને રડવું, દુઃખી થવું? આજે રોતી કકળતી પાર્વતીને લઇ પ્રધાન બગીચે આવે છે તો જુએ છે એજ બાંકડો અને એની નીચે અજય ની મુઠ્ઠી ભર રાખ માંથી નાના પુષ્પો ઉગ્યા છે.
પ્રધાન સાહેબ હર્ષભેર કહે છે,

"देखो पार्वती, अजय की राख ने क्या रूप धरा है !! ये छोटे फूल जी रहे है, सास ले रहे है... "

નિરાશા ના આંસુ લૂછતી પાર્વતી હર્ષ થી એ ફૂલો પર પ્રેમ થી હાથ ફેરવે છે જાણે દીકરા અજય ને પ્રેમથી વ્હાલ કરતી હોય....

આ ચલચિત્ર મને એટલે પ્રભાવિત કરે છે કારણ કે હું પણ એક માં છું... પાર્વતી ની સ્થિતિ હું સમજી શકું છું કે મારાં દીકરા ની નાની અમથી પીડા મને ધરમૂળ થી હલાવી મૂકે છે. દુનિયાના દરેક માતા પિતા પોતાના સંતાનો માટે આવું જ અનુભવે છે.
ફરી એકવાર, અદ્ભૂત... અવર્ણનીય અને લાગણીઓનું સચોટ વર્ણન એટલે ચલચિત્ર "સારાંશ ".