Pustak-Patrani sharato - 1 books and stories free download online pdf in Gujarati

પુસ્તક-પત્રની શરતો - 1

પુસ્તક-પત્રની શરતો

ભાગ-૧

ગોવામાં જુના દેવળની પાસે એક શરાબ પીણાનો જૂનો-પુરાણો બાર હતો. બાર માલીક જોસેફ ભાડાનાં ઘરમાં રહીને કંટાળી ગયો હતો.તેને એક ઘર ખરીદવાની ખુબ જ ઈચ્છા હતી કિન્તુ તેની પાસે ઘર ખરીદવા માટે પૂરતા પૈસા ન હતાં.

જોસેફ આંગળીનાં વેઢાથી પોતાની બચત ગણતો હતો.

તેવામાં એક બ્લેક સૂટમાં સજ્જ વ્યક્તિ બારમાં પ્રવેશી.ઉચ્ચ વર્ગનાં ધનવાન કહી શકાય તેવા સજ્જન આજ પહેલાં કદાપિ આ બારમાં ન આવેલા, તેથી કુતુહલ વશ જોસેફની આંખો એ અજાણી વ્યકિત પરથી ખસી ન શકી.

એ સજ્જન જોસેફ જ્યાં ઉભો હતો ત્યાંથી એકદમ સમીપનાં ટેબલ પર બેસ્યા.થોડી વાર રહીને સજ્જને કોઈકને ફોન જોડ્યો.

સામે છેડેથી ફોન ઉપાડતા સજ્જને કહ્યું, " હેલ્લો...હા, પછી શું વિચાર્યું... કેમ?...પણ તમે તો વાયદો કર્યો હતો કે ઘર તમે ખરીદી લેશો...એમ કે? ... જો પૈસાનો વાંધો હોય તો...સારું તમારા ધ્યાનમાં કોઈ એવી વ્યકિત હોય જેને મકાનની જરૂર હોય તો મારો સંપર્ક સાધજો...ના, ના એમાં દુ:ખી ન થશો ઘર ન ખરીદવા પાછળ તમારી કઈ ક મજબૂરી હશે, એમ હું માનું છું... હંઅઅ... સારું. ભાવિમાં કામ પડે તો યાદ કરજો." જોસેફ સતેજ કાને સજ્જનની વાત સાંભળી રાહ્યો હતો.

ફોન પર વાત પૂર્ણ કર્યાં બાદ એ સજ્જન ઉદાસ થઇ ગયાં હતાં. આમ તો શરાબ-પીણાનો ઓર્ડર લેવા પગારદાર યુવતીઓ જતી પણ આ વખતે પીઠાનો માલિક જોસેફ પોતે ટેબલ પર ઓર્ડર લેવા ગયો.-'ઘર' શબ્દ સાંભળીને સ્તો.

"સર, -"ઓર્ડર લખાવવાં માટે જોસેફે એ સજ્જનને ઉદ્બોધન કર્યું.

"એક લાર્જ પેક કોલડીઝ વિસ્કી."સજ્જને કહયું.

ઘરની ડીલ ન થવાથી ઉદાસ બની બેસેલાં સજ્જન પોતાનાં બંને હાથોને માથાના ભાગે ટેકવી, કોણીનો ભાગ ટેબલને અઢેલીને, આંખોની પાંપણો ઢાળીને બેસ્યાં હતાં.

ઓર્ડર લખાવી દીધો તો પણ જોસેફ ટેબલ આગળ ઉભો છે એમ જોઈને સજ્જન જે ભોંય ભણી જોઈ રહયાં હતાં તેમને ઉપર જોસેફની સામે જોઈને પૂછયું, "શું છે?" સજ્જનનાં અવાજમાં એક અણગમો હતો. અવાજમાં ઝલકતાં અંણગમાંનું કારણ તેમની ઉદાસીનતા હતી.

"માફ કરજો સાહેબ, પણ એક વાત પૂછવા માંગું છું."જોસેફે કહયું.

એક આજ માણસ બાકી રહી ગયો છે પૂછવા માટે એવા ભાવ સાથે નિસાસો નાખતાં અવાજે સજ્જને કહ્યું, "બોલો ભાઈ, શું પૂછવું છે?"

"તમે હમણાં ફોન પર ઘરની-"

"હા, તે એનું શું?"ડૂબનારને સહારો મળી ગયો હોય તેમ, આતુરતાથી સજ્જને પૂછયું.

"હું એક મકાન શોધી રહ્યો છું.ફોન પર આપની વાતથી એટલું તો હું સમજી ગયો કે આપ ઘર વેચવા ઈચ્છો છો."

"બરાબર સમજ્યાં. ફોન પર મેં જેમની સાથે વાત કરી તે માણસે મને, તે ઘર ખરીદી લેશે એવી ખાતરી આપેલી અને છેલ્લી ઘડીએ હવે તે ફ્સ્કી પડ્યો.ઘરની કિંમત પણ મે નજીવી રાખેલી.આમ તો આટલી ઓછી કિંમતે ઘર લેવા પડા-પડી થાય તેવું ઘર છે.પરંતુ આવતીકાલે સાંજે મારે હંમેશ માટે લંડન જતું રહેવાનું હોવાથી ઘર ખરીદાર શોધવો, તેની સાથે કાગળિયા કરવા જેટલો મારી પાસે સમય નથી.તમે જો ઘર ખરીદવામાં રસ ધરાવતાં હોય તો હું તમને ઘર વેચવાં આતુર છું, બોલો શું વિચાર છે, ખરીદવું છે?"

ન વિચારવાનો સમય, ન વાતને સમજવાનો સમય મળતા જોસેફ અબૂધની જેમ, સજ્જનના હવામાં ફેલાંયેલાં શબ્દોને પકડવાં પ્રયત્નો કરતો હોય તેમ કહ્યું, "પણ-"

"પણ ને બણ.ખુબ સરસ મકાન છે.ત્રણ વર્ષ પહેલાં પૈસાનાં રોકાણ અર્થે ખરીદેલું-તે પડ્યું છે.આમ જુઓ તો ઘર ખુબ જૂનું હતું પરંતુ મેં જેનાં પાસેથી ઘર લીધેલું તેમને ઘરનું સરસ રિનોવેશ કરાવેલું."સજ્જન કોઈ યૌવનાને વ્હાલથી સ્પર્શ ન કરતાં હોય તેમ ટેબલને હાથતાળી આપીને, પોતે અગત્યની વાત ભૂલી ગયા હોય એવાં મનો-ચિત્તનાં હર્ષ સાથે કહયું, "અને હા, ઘર તમારાં બારથી નજીક જ છે."

"ક્યાં વિસ્તારમાં?"

"વિંગ્સ્ટન એરિયામાં, બોમ્બે ટુ ગોવા હાઇવે પર."

"હા, નજીક તો ખરું પણ, જરા અવાવરું."

"જુવાન તું પણ કેવી વાત માડી બેસ્યો છે?"સજ્જન જોસેફનાં મગજમાં ઉદભવેલા પ્રશ્નોનું સમાધાન સુજવતાં હોય એમ કહ્યું, "આજ કાલ લોકો ભાગ દોડવાળા જીવનથી કંટાળીને આવી નીરવ-શાંતિમય શોધતાં હોય... અને તું....ચાલ તારી વાત માની લઉં કે ત્યાં અવાવરું છે, પણ તું મને એક વાત કહે કે તારે બૈરી છોકરાં છે, "

"પત્ની છે.સન્તાનનાં આગમનમાં એક મહિનો બાકી છે, મારી પત્નીને આઠમો મહિનો ચાલે છે."

"હંઅ...એમ કહે કે તું ઘર ખરીદ્યા પછી ત્યાં જ રહેવાનો છે કે પછી રોકાણાર્થે ઘર લઇ રહો છે."

"ના, ના.જીવન ભર આપણે તો જ્યાં ઘર ખરીદ્યું ત્યાં જ રહેવાના."

"હા, તો બસ.વિન્ગ્સ્ટન વિસ્તારનો વિકાસ ધીર-ધીરે થઇ રહ્યો છે-બોમ્બે અને ગોવાને જોડતો વિસ્તાર ખરો કે ને. તારો છોકરો ત્રણ-ચાર વર્ષનો થશે ત્યાં તો કીડીયારામાં કિડી ઉભરાય તેમ આખો વિસ્તાર ઉભરાતો હશે, અને વળી તારા ઘરની કિંમત પણ સારી એવી ઉપજશે...હાલ તને વહેંચું છું એ ભાવ કરતાં બમણી કદાચ ત્રણ ઘણી પણ થઇ જાય."

"પણ ઘર તો જોવું પડશે ને.કેવું છે?પોસાય એમ છે કે નહીં-."

"સાચું કહું તો હું ઘર જોવ ગયો જ નથી.બહારથીજ જોઈને ઘર ખરીદી લીધેલું.તારેં જે કરવું હોય તે કર પરંતું તારી પાસે કાલ સવારનાં નવ વાગ્યા સુધીનો સમય છે."

બારમાં થયેલી મુલાકાતના અંતે એ અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું કે તે આવતી કાલે નવનાં ટકોરે બારમાં હાજર હશે. ખૂબ જ સસ્તા ભાવમાં મળતાં ધરની ખુશખબર કહી શકાય તેવો સંદેશો લઈને જોસેફ ઘરે ગયો.જીનીને સજજન સાથે થયેલી મુકાલાતની વાત જોસેફે માંડીને કહી. જીની પણ જોસેફની જેમ જ ભાડાના ઘરમાં રહીને ખૂબ જ કંટાળી ગઈ હતી.તેથી જોસેફના મોઢેથી નવા ઘર ખરીદવાનાં સમાચાર સાંભાળ્યા ત્યારે જીની ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ.

ઘરને જોવાની આતુરતાને બન્ને પતિ-પત્ની રોકીં ન શક્યાં. વિન્ગ્સ્ટન વિસ્તાર તરફ જવા ગાડી હંકારી.જોસફે જોયું કે ખાસ એકલતા સાલે તેવો વિસ્તાર પણ ન હતો, કેમ કે બીજા ધર પણ હતા- મોટા ભાગનાં બંધ પડેલાં.

છેવટે એક ઘર ચૌદ કલાક પછી તેમનું થવાનું હતું.પોતાનું એ પોતાનું જ હોય.-તેનો આનંદ અનેરો જ હોય.

કારની હેડલાઈટથી જીની-જોસેફે ઘરને જોયું.બન્ને પતિ-પત્ની ઘરને નીરખી સ્વપ્નની દુનિયામાં ભૂલા પડી ગયાં."

*****