Pustak-Patrani sharato - 3 books and stories free download online pdf in Gujarati

પુસ્તક-પત્રની શરતો - 3

પુસ્તક-પત્રની શરતો

ભાગ-3

ગતરાત્રીના થાકને કારણે જોસેફ સવારના નવ વાગ્યા સુધી પથારી વશ રહ્યો.જીનીએ જોસેફને ઢઢોંળતા કહ્યું, "ચાલ ડિયર, ઉઠી જા.સવારનો નાસ્તો તૈયાર છે."

નાસ્તો કરતી સમયે જોસેફના મગજને અજાણ્યા પત્રનાં જ વિચારો બાઝીને બેઠા હતા. નાસ્તો કર્યો પછી જોસેફે ડ્રોવર ખોલ્યું જેમાં તેણે અજાણ્યો પત્ર સાચવીને રાખ્યો હતો.

-પત્ર તેના સ્થાને ન હતો.જોસેફે બરાબર જોયું હતું.

"અહીં ડ્રોવરમાં રાખેલો પત્ર તે લીધો છે, જીની." જોસેફે રસોડામાં કામ કરતી જીનીને પૂછ્યું.

"તમે ક્યા પત્રની વાત કરો છો. મને ખબર છે ત્યાં સુધીતો આ ધરની એક પણ વસ્તુને મેં ખસેડી નથી.પણ પત્ર શાને લગતો હતો?" રસોડામાં વાસણ લૂછતી જીનીએ મોટા અવાજે કહ્યું.

"કંઈ ના બસ અમસ્તો-" વાત અધૂરી રાખીને જોસેફે વાતને અવળે પાટે ચડાવી દિધી. તે દિવલે જોસેફ બારમાં ન ગયો અને આખો દિવસ તે ફક્ત પત્ર વીશે જ વિચારતો રહ્યો.

પત્ર ગયો તો ગયો ક્યાં?

રાત્રીનું જમતી સમયે જીનીએ પૂછ્યું, "આ ડબામાંની પુડિંગસ તમે ખલાસ કરી દીધી?"

"યાદ કર તે જ ખાધિ હશે."જોસેફે પ્રફુલ્લ વદને કહ્યું.

"ખરેખર મેં આ પુડિંગસ નથી ખાધી.મને ખાતરી છે ત્યાં સુધી તમે પણ નહીં જ લીધી હોય."જીની પુડિંગ વિશે મૂંઝવણ અનુભવી રહી હતી.

ક્યાંક જીની આ ઘટાનાનો ઉંધો અર્થ ન નિકાળે એમ જોસેફને હતું-જો કે પોતે તો એમ માનતો થઈ ગયો હતો કે ઘરમાં કંઈક તો.. છે? 'ઘર ખરીદવામાં ક્યાંક પોતે ઉતાવળતો નથી કરી ને?' એમ વિચારતું જોસફનું મનડું વિચારોના ખુલ્લા આકાશમાં ધૂમવા લાગ્યું.

જીનીને પુંડિંગસ ગાયબ થયાની ઘટના જોયા પછી ઉદાસ દેખી જોસેફે જીનીને કહ્યું, "અરે ગઇ કાલ રાત્રે મેં જ પુંડિંગસ ખાધેલી. બહુ ભૂખ લાગેલી"આમ કહીને જોસેફે વાતને વાડી લીધી.

જોસેફ માટે નવું ઘર એક કોયડો બની રહ્યું- વિસ્મય ભર્યો એક અટપટો કોયડો!

પુડિંગસવાળી ઘટના પછી રાત્રે પત્નીને સૂવડાવી જોસેફ બેસમેન્ટમાં ગયો. તેણે બેસમેન્ટની લાઈટ ચાલુ કરી.

બેસમેન્ટના એક ખૂણામાં જૂનાં મકાન માલિકોનો સમાન પડેલો હતો તો બીજી તરફ જોસફનો સામાન હતો.

-જોસેફનાં સામાનમાં ત્રણ બોકસ હતાં, જે એકના ઉપર એક એમ ગોઠવ્યાં હતાં. લાઈટનાં પ્રકાશમાં જોસેફ ઓરડાનાં ખૂણાં ખાંચરાને જોઇ રહ્યો. બેસમેન્ટમા જેટલી પણ વાર જોસેફ જતો તેટલી વાર તેણે કોઈ બીજી વ્યક્તિ પણ તેની પાસે ઉભી છે એમ તેને અનુભવાતું.

બેસમેન્ટમાં કંઈ ગડબડી ન હતી."બસ થઇ ગઇને ખાતરી." એમ કહીને બેસમેન્ટમાં કંઈ જ ગડબડ નથી અને કદાચ પોતે જ પત્રને ક્યાંક ભૂલી ગયો હશે અને પુંડિંગસની બાબતમાં જીનીની કોઈ ગેરસમજ થઈ હશે.

-સંયોગ થયો હશે.

પત્રતો કોઈએ અમથો જ લખી દીધો હશે એમ વિચારતો જોસેફ બેસમેન્ટની સિડીયો ચઢવા લાગ્યો.બેડરૂમ તરફ જોસેફ થોડું ચાલ્યો હશે ત્યાં તો બેસમેન્ટમાંથી વિચિત્ર આવાજો આવ્યાં.પહેલાં તો જોસેફને થયું ઉદર કે બિલાડીની ખણ-ખોતર ચાલતી હશે.બેડરૂમમાં ગયો એટલે બેસમેન્ટમાંનાં અવાજ વધવા લાગ્યા.

-અને ધડામ લઈને જોરથી કંઈક વસ્તુ પડવાનો બેસમેન્ટમાંથી અવાજ થયો.

જોસેફ ઉતાવળે ચાલીને બેસમેન્ટમાં ગયો અને લાઇટ શરૂ કરી.જોસેફના સામાનમાં જે ત્રણ બોક્ષ હતાં તેમાંનું ઉપરવાળું બોક્ષ નીચે પડી ગયું હતું.

બોક્ષમાં ભરેલો સમાન ભોંય પર અસ્ત-વ્યસ્ત પડ્યો હતો.તો કેટલાક કાચના ફ્રેમવાળા ફોટા ટૂટી ગયાં હતાં જેથી કાચના ટૂકડા વેર-વિખેર પડ્યાં હતાં.જોસેફે જમીન પર પડેલા ફોટાને બરોબર જોયાં તો તેણે જાણ્યું કે જે પણ ફોટા નીચે પડ્યા હતા તેમાં ઓછામાં ઓછું એક બાળકનું હાજરી પણું હતું. તેનાથી એ વાત નિરિક્ષણ બહાર ન રહી કે જે ફોટામાં એક પણ બાળક ન હતું તે સઘળા ફોટા બોક્ષમાં પહેલાની જેમ જ ગોઠવાયેલા હતાં.એક સમય માટે ફોટામાં જે બાળકોની હાજરીની સામ્યતા હતી તે વિસરી જઈએ તો પણ બોક્ષ નીચે પડ્યું કેવી રીતે? કેમ કે જોસેફને ગળા સુધી વિશ્વાસ હતો કે બે બોક્ષ પર ગોઠવેલું એ ત્રીજું બોક્ષ કોઇના કારસ્તાન વીના તો નીચે પડી શકે તેમ ન હતું. જોસેફે આજુ-બાજુ નજર ફેરવી એ જોવા સાટું કે ક્યાંક કોઈ બિલાડીએ તો બોક્ષને નીચે નથી પાડ્યું ને!

- આખાય બેસમેન્ટમાં જોસેફ સિવાય બીજી કોઈ જીવંત વસ્તુ હોય તે પછી બિલાડી કે ઉંદર, તેની લગીર પણ સંભાવના ન હતી.

" ટ૫... ટ૫પ્..."કોઈનાં પગલનો અવાજ જોસેફને સંભળાયો.જોસેફે અવાજની દિશમાં કાન માંડયા તો જોસેફને સમજાતા વાર ન લાગી કે અવાજ ઉપરથી આવી રહ્યો હતો.

-બેડરૂમની નજીકથી.

જેટલી ઝડપે દોડી શકતો હતો તેટલી ઝડપે દોડીને જોસેફ પગલાંના અવાજની દિશામાં પહોંચ્યો.

- ત્યાં કોઈ ન હતું.

બેસમેન્ટનાં એકિ સાથે બે-બે પગથિયાં લાંધતો જોસેફ જ્યારે પગલાનો અવાજ જયાંથી આવ્યો હતો ત્યાં પહોંચ્યો ત્યારે તેનો શ્વાસ ફુલાઈ ગયો હતો.જોસેફે હળવેકથી બેડરૂમનું હેન્ડલ ફેરવ્યું.

હેન્ડલ ટસથી મસ ન થયું.બીજી બે વાર શરીરને ભાર આપ્યાં વગર હેન્ડલને ફેરવી જોયું. દરવાજો ના ખૂલ્યો."આ થઈ શું રહ્યું છે?" જોસેફનાં મોઢેથી આવા શબ્દો નિકડી પડયા.

બેડરૂમના હેન્ડલને જોસેફે ભાર આપીને ખોલવાનો પ્રયત્ન કર્યો- પણ દરવાજો ખૂલે તો ને.

જ્યાં સુધી જોસેફને ખબર હતી ત્યાં સુધી બેડરૂમના દરવાજાને અંદરથી કે બહારથી લોક મારવું શકય ન હતું. દરવાજો હેન્ડલ ફેરવ્યાં છતાં નહતો ખૂલી રહ્યો એટલે કે જરૂર દરવાજાને કોઈએ અંદરથી હેન્ડલ પકડીને જકડી રાખ્યો હોય, એ સિવાય બીજી કોઈ સંભવનાં પણ ન હતી ને.

દરવાજો ન ખૂલતાં જોસેફને બેડરૂમમાં સૂતી જીનીની ચિંતા થવા લાગી. કેટલીય વાર બળપૂર્વક હેન્ડલ ફેરવ્યાં છતાં દરવાજો ન ખૂલતાં જોસેફ દરવાજો ખખડાવવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો, "જીની દરવાજો ખોલ"

કેટલીય વાર સુધી ચીસો પાડી છતાં દરવાજો ન ખૂલ્યો તેથી જોસેફ બારીનાં રસ્તેથી બેડરૂમમાં પ્રવેશ મેળવવા જવાનો વીચાર કરતો હતો ત્યાં તો ધીરેથી દરવાજો ખૂલ્યો.દરવાજો ખોલનાર જીનીએ જોયું કે તેનાં પતિ આકુળ-વ્યાકુળ થઇ ગયાં છે અને કપાડે ચિંતાની રેખાઓ તણાઈ આવી છે.

"શું થયું?" બગાસું ખાતાં તાજેતરમાં ઉંગમાંથી ઉઠેલી જીનીએ પૂછ્યું.

"કંઈ નહિ!-"

"શું કંઈ ના.હમણાં મેં તમારી ચીસો સંભળી.દરવાજો ખોલીને બહાર તમને શોધું એ પહેલાં તો તમે દરવાજા બહાર મળી ગયા." જોસેફને તાજેતમાં ઘટેલી ઘટનાઓ વિશે જીનીને કહેવું યોગ્ય ન જણાયું તેથી તેણે બહાનું કાઢેલું તથા વાતને લટકાવી દીધી.પથારી પર સૂતા સમયે જોસેફનું મગજ વધું ઝડપે ક્રિયાશીલ બન્યું અને અજાણ્યા પત્રની શરત અને બેસમેન્ટમાં ઘટેલી વાસ્તવિક ઘટનાનું તારણ શોધવા લાગ્યું.

*****

Share

NEW REALESED