bhutkal ni chap - 2 books and stories free download online pdf in Gujarati

ભૂતકાળ ની છાપ - 2

(આગળ આપણે જોયું જે રામભાઈ માયા ને હોસ્ટેલ પર લેવા જાય છે ,૬ વર્ષ પછી બધા ની મુલાકાત થાય છે અને માયા ને હોસ્ટેલ માંથી દિવાળી ની રજા માં ઘરે લઇ આવે છે.રામભાઈ માયા માટે એક બુક લઇને આવ્યા હતા તે માયા ને આપે છે ,પણ તે અત્યારે નથી વાંચવી એમ કહી તેની મા કેતુ ના હાથ માં આપે છે આગળ...)

કેતુ હાથ માં બુક ને ખોલવા નો પ્રયત્ન કરે છે ત્યાં જ રામભાઈ રોકે છે.

"આ તારે ....."

"આ તારે ખોલવા ની નથી એ જાદુઈ બુક છે,વાંચનાર ની જિંદગી બતાવે છે" ઉતાવળે થી કેતુ ના હાથ માંથી બુક લેતા રામભાઈ બોલે છે.

"હવે કઈ હોતું હશે એવું કાઈ,એ બધી તો જૂની વાર્તા ની વાતો છે.ને તમને વળી આવી બુક તમને કોણ આપે? થોડું હસતા હસતા કેતુ બોલે છે.

રામભાઈ બુક ને કેતુ સામે રાખીને કે "આ બુક મને એક સાધુ એ આપી છે.

બુક જોતા-જોતા કેતુ બોલી કે "રામ આ બુક માં તો બે ભાગ હોય એવું લાગે છે?

રામ ભાઈ પુરી વાત કરે છે "કેતુ આમ બે નય ત્રણ ભાગ છે ,એક જે વચ્ચે નો છે એ હાલ જે ચાલી રહ્યો તે છે .
જે એની આગળ અલગ કાળા જેવો કલર છે એ ભૂતકાળ અને બાકી નો સફેદ ભવિષ્ય કાળ બતાવે છે".

આગળ થોડી વાત કરતા કે "આ બુક પોતાના નામ પ્રમાણે કામ કરે છે"

"પણ આ બુક નું નામ તો પ્રતિબિંબ છે તો...." થોડા વિષમય સાથે કેતુ બોલી.

કેતુ ની સામે સ્મિત આપતા "હા આ માણસ ને પોતાની જાત સાથે રૂબરૂ કરાવે છે "."ચાલ હવે સુઈ જઈએ બાકી સવારે વાત કરીશુ" એમ કહી રામભાઈ ને કેતુ રૂમ તરફ જાય છે.

દિવાળી નો સમય છે . વહેલી સવારે રામભાઈ ને કેતુ બજાર માં ખરીદી કરવા જાય છે.માયા બજાર માં જવા ની ના પાડે છે,તો કેતુ અને રામભાઈ બજાર માં જય છે.

માયા એના રૂમ માં પડેલી બુક જોઈ છે તેને કોઈક નવીન લગે છે એ અડધી સફેદ ને અડધી કાળી બુક જોઈ ને.થોડીવાર વિચાર કરી બૂક હાથ માં લેછે.હવે કયો ભાગ પેલા ખોલું એની મથામણ માં એ બને ની વચ્ચે રહેલ પાનું ખોલે છે.

"માયા બુક વાંચતા"

આજે હું એકલી ઘરે હતી.એ પોતાના પિતા એ આપેલી બુક વાંચી રહી હતી.ત્યાંજ ઘર ના દરવાજા પર કોઈક આવ્યું.

ઘર ની સાંકળ ખખડાવવા નો અવાજ આવેછે..

માયા તરત બુક બંધ કરી ને દરવાજો ખોલવા જાય છે ત્યાં તેના માં ને પાપા બજાર માંથી પાછા આવી ગયા હતા.બુક ને ભૂલી ને તે માં-પાપા સુ લય આવ્યા તે જોવા બેસી જાય છે.

બપોર ના સમયે વળી તેને યાદ આવે છે કે બુક વિશે.એટલે રૂમ માં જય ને બુક ફરીથી હાથ માં લેછે.બીજી વાર એ બુક ની સફેદ ભાગ ને વાચવા એક પનું ખોલે છે .

"બુક વાંચતા"

મારા પિતા મને મેળા માં ફરવા માટે બોલાવા આવે છે,મારા બાજુ માં રહેતી મારી સખી પણ અમારી સાથે મેળા માં આવે છે.

"બુક માંથી બહાર"

એટલું વાંચતાં નીચેથી રામભાઈ અવાજ કરે છે" બેટા માયા ચાલ નીચે આવ આપડે મેલા માં જવાનું છે.

માયા ને થોડું નવાઈ લાગે છે.થોડીવાર કાઈ બોલતી નથી વળી યાદ આવે છે કે એની પેલા પણ આવું જ કંઈક થયું હતું.એ કોઈ ને કહેતી નથી ને .પાપા ની સાથે મેલા માં જાવા માટે નીચે આવે છે.

"ચાલ હોવી જલ્દી કર માયા " બાજુ માં રહેતી માયા ની સખી બોલી.

નીચે ઉતરી ને માયા ની નવાઈ નો પાર ના રહ્યો બુક માં વાંચેલું એ બધી ઘટના પોતાની સાથે થતી હતી.માયા બધા સાથે મેળા માં જય છે.

રાત ના મેળામાં થી આવ્યા પછી ઘણા વિચાર કરી ને માયા ફરીથી બુક હાથ માં વાંચવા માટે લે છે.

ક્રમશ...

શુ થશે માયા નું...?

ભૂલકાળ માં શુ બતાવશે માયા ને આ બુક.

આગળના રહસ્યો જાણવા માટે બન્યા રહો "ભૂતકાળ ની છાપ" ની રોમાંચક સફર સાથે.

લી. પારસ બઢીયા
મો.૯૭૨૩૮૮૪૭૬૩.