bhutkal ni chap - 9 books and stories free download online pdf in Gujarati

ભૂતકાળ ની છાપ - ૯

પ્રજા પણ રાજા ના કાર્યમાં પુરી સહાયતા કરતી. આ રાજ્ય ની બીજી એક વાત એ હતી કે કોઈ બીજું રાજ્ય આ રાજ્ય ને હરાવી નથી શક્યું. આ રાજ્ય ની સેના સૌથી નાની હતી પણ આ રાજ્ય પર કોઈ દિવસ બીજા રાજ્યની સેના વિજય બની નથી એની પાછળ નું એક જ કારણ હતું.... અઘોરી...

અઘોરી રાજ્યના સ્મશાનમાં રહેતો. કાળી શક્તિ નો ઉપાસક અને અસીમ વિદ્યાનો માલિક. અઘોરી આ રાજ્યની પૂરતી મદદ કરતો. આજ દિન સુધી અઘોરી રાજ્ય ને વફાદાર રહ્યો હતો. વર્ષો થી એ આ રાજ્ય અને રાજાઓ ની મદદ કરતો હતો. રાજ્યમાં માત્ર થોડાજ લોકો એ અઘોરીને જોયો છે, બાકી લોકો એ માત્ર એનું નામ જ સાંભળ્યું છે.

અઘોરીને પોતાની સાધના પુરી કરવા આ રાજ્ય ની એક રાજકુંવરીને રાજાએ હસતા મુખે આપી હતી. ત્યારથી અત્યાર સુધી અઘોરી આ રાજ્યની સેવા કરે છે. પોતાના જીવનમાં એક જ લક્ષ હતું કે આ વિદ્યા એક યોગ્ય વ્યક્તિને આપી ને આ જીવન ટુકવી દેવું. પણ આજ દિન સુધી આવો કોઈ માનવ મળ્યો નથી.

જયરાજસિંહ પોતે રાજ્યના વિસ્તાર વધારા માં માનતા નહીં. જેથી અત્યાર સુધીમાં જેટલા રાજા યુદ્ધમાં હાર્યા એ બધાને પોતાના રાજ્ય પાછા આપી દેતા. બદલા માં રાજ્ય ની તરફ થી જે ભેટ સોગાદ આવે એ બે ભાગ કરીને વેચી દેતા. પેલો ભાગ રાજ-કોશ માં અને બીજો ભાગ પ્રજામાં.

જયરાજસિંહ નો રાજકોશ એટલો વિશાળ હતો કે આજીવન સિત્તેર પેઢી બેઠી-બેઠી પણ વાપરે ને તો પણ વધે. આ રાજકોશ ને અઘોરી નું રક્ષણ હતું. અઘોરી એ આ રાજકોશ ને મંત્રો થી સુરક્ષિત કર્યું હતું. જેથી કોઈ પણ વ્યક્તિ ચોરીના કરી શકે.

રાજા ના જન્મદિવસ નજીક હતો. રાજ્યમાં ખૂબ ઉત્સાહ થી રાજાના ભવ્ય જન્મદિવસ ની તૈયારી ચાલુ હતી. આ દિવસે આજુબાજુના બધા રાજ્યોને આ ખુશીના પર્વ નિમિત્તે આમંત્રણ પાઠવવામાં આવ્યા. રાજ્યની જન સંખ્યા કરતા પણ વધારે બહાર ની પ્રજા આ ઉત્સવને જોવા અને માણવા આવી હતી.

આજ તૈયારી ની વચ્ચે એક યુવક વિરાટ અને એનો મિત્ર ચંદન બને સ્મશાને રાત્રીના સમયે પહોંચ્યા. ખૂબ દૂર થી આવ્યા હોવાથી રાત્રી સ્મશાનમા જ રોકાવાનું નક્કી કર્યું. હવે આગળ ચાલવાની હિંમત પણ હતી નહીં. પોતાની સાથે લાવેલા થોડા ભોજનથી પેટ ને રાહત દેવા એક ઓટલા પર જમવા માટે બેઠા.

થોડીવાર માં ત્યાં અઘોરી સ્મશાનમાં દાખલ થયો. યુવાન ની પાસે જવા જતો હતો ત્યાંજ અઘોરીને એક અલોકીક શક્તિનો ભાસ થયો. અઘોરી થોડો ચેતી ગયો, પોતાનું રૂપ બદલીને પાસે જઈને પૂછ્યું,"બેટા ક્યાંથી આવો છો ?"

ત્યાંજ સામેથી વિરાટે જવાબ આપતા કહ્યું,"અઘોરી તમને જ મળવા આવ્યા છીએ."

વિરાટે એક જ ઘડીમાં ઓળખી જવાથી અઘોરી પોતના મૂળ રૂપ માં આવી ગયો.

"તમને કેમ ખબર પડી કે હું જ અઘોરી છુ?"

"એટલા બિહામણા સ્મશાન માં અઘોરી નો હોય તો બીજું કોણ હોય?".

અઘોરી ઘણા સમય બાદ કોઈ માનવ ની સાથે વાત કરી હતી. વળી એ સાહસી અને બુદ્ધિમાન પણ લાગતો હતો. અઘોરી ને મળવા આવ્યો છે તો કોઈ ખાસ કામ હશે અઘોરી એના વિચારમાં હતો ત્યાંજ વિરાટ અઘોરીની પાસે ગયો અને કહ્યું,"અમારે તમારી મદદ જોઈએ છે?"

અઘોરી થોડા વિચાર બાદ હા કહી પણ એક શરત રાખતા કહ્યું,"પેલા તમારે પોતાની યોગ્યતા સિદ્ધ કરવી પડશે, પછીજ આ અઘોરી તમારી મદદ કરશે."

"મંજુર છે,બોલો તમારી શરત શુ છે?"

"તમારે રાજા જયરાજસિંહના હાથ માં પહેરેલી પંચધાતુ ની વીટી ચોરીને લઈ આવવાની છે, જો વીટી લઈને આવો તો તમારી મદદ કરીશ."

"મંજુર છે, તમને એ વીટી આપીશ. તમારે પણ વચન આપવું પડશે કે તમેં અમારી મદદ કરશો."

"વચન આપું છું." અઘોરી એ વચન આપતા બને એ જ ઘડીએ રાજમહેલ તરફ રાહ પકડી.

અઘોરીને ખબર નહતી કે આ મહાન કહેવાય એવા ચોર છે. આ કામ માટે તો એને કોઈ માયાવી વિદ્યાની જરૂર નહી પડે. રાત નો બીજો પ્રહર ચાલુ થયો. મહેલ માં ઘણા ખરા પહેરેદારો સુઈ ગયા હતા. વિરાટ હળવે થી રાજાના રૂમમાં ઘુસી ગયો. રાજા ની હાલત જોઈને એ વીટી લઈને ત્યાંથી બહાર નીકળીને સીધો અઘોરી પાસે આવ્યો.

અઘોરી પણ એનાથી ખૂબ ખુશ થયો અને વિરાટને કહ્યું,"માંગ શુ જોઇએ છે તારે."

વિરાટ રડતા-રડતા અઘોરીના પગ માં પડી ગયો. અઘોરી પણ એની દશા જોઈને એને શાંત કરતા કહ્યું,"તને મારી શક્તિ પર ભરોસો નથી ?"

"અઘોરી તમારી શક્તિ પર ભરોસો છે એટલેજ તમારી પાસે આવ્યો છું" વિરાટ પોતાના સાથે લાવેલ એક પુસ્તક બહાર કાઢીને અઘોરી ને આપ્યું.

અઘોરી પણ પુસ્તક ને જોઈને ખૂબ ખુશ થયો. બીજી બાજુ મહેલ માંથી જ્યારે વિરાટ આવ્યો હતો ત્યારે એક માણસ એનો પીછો કરી રહ્યું હતું.

"અઘોરી તમારે આ પુસ્તક ને આગળનો રક્ષક ના મળે ત્યાં સુધી ગુપ્ત રીતે સાચવીને રાખવાનું છે, મને વચન આપો કે આ પુસ્તક કોઈને નહીં આપો."

અઘોરી એ વચન આપ્યું અને કહ્યું,"પણ આ પુસ્તક માં છે શુ કે તું મારી પાસે લઈને આવ્યો?"

"અઘોરી આ પુસ્તક માં માયા-જાળ,કર્મકાંડ, જાદુની વિધિ કાલી શક્તિ ની સાધના અને ઘણા અગણિત મંત્રો છે, વળી આ કોઈ પણ વ્યક્તિ હોય કે પશુ કે પક્ષી એનું ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન પણ કહી શકે છે."

"પણ વિરાટ તું આ મને કેમ સોંપવા આવ્યો છે." અઘોરી એ પુસ્તક ને પોતાના હાથમાં લેતા બોલ્યો.

"અઘોરી મારી પાછળ અને મેળવવા ઘણા લોકો પડ્યા છે, અને થોડા જ દિવસોમાં મને કોઈ કેદ કરવાનું છે, માટે તમારે એક વિધિ કરવાની છે, આ બુક નુ 'પ્રતિબિંબ' બનાવવા નું છે."

અઘોરી અને વિરાટની વાત સાંભળતા ગુપ્તચરે એક સંદેશો મોકલવા કબૂતર ને બોલાવવા નો અવાજ કર્યો. અવાજ ની સાથે જ અઘોરીને ખબર પડી ગઈ.

એને શોધવામાં ઘણો સમય વીતી ગયો પણ મળ્યું નહીં. કાલી રાતમાં સફેદ કબૂતરે એના મલિક ની જાણ કરી દીધી. કબૂતર સંદેશ લઈને તો જતું રહ્યું પણ એનો મલિક અઘોરી અને વિરાટ ના હાથે મોતને રસ્તે ચાલતો થયો.

એ જ રાતે બધી વિધિ પૂર્ણ કરીને વિરાટ એને એનો મિત્ર ચંદન ત્યાંથી નીકળી ગયા. એ કબૂતર રાજા જયરાજસિંહના નાના ભાઈ સંગ્રામસિંહ પાસે સંદેશો લઈને પહોંચ્યું. સંદેશા માં લખ્યું હતું.

"આજે મહેલ માં આવેલ ચોર પાસે એક પુસ્તક છે જે વાંચવા થી બધા કાળનું ભાન થાય છે."

પણ આ સંદેશો વાંચતાજ એ કાગળ જમીન પર ફેંકીને એકલાજ એને પકડવા મહેલ ની બહાર જતા રહ્યા.

સતત પંદર દિવસ બાદ રાજાના જન્મદિવસે ભવ્ય મહોત્સવ ચાલુ થયો. આ દિવસ રાજા જયરાજસિંહ નો આખરી દિવસ બની ગયો. રાજા જયરાજસિંહને સંતાનોમાં માત્ર એક પુત્રી હતી. રાજાની ઇચ્છા હતી કે એનો જમાઈ કે પુત્રીનો પતિ આ રાજ ગાદી પર બિરાજે.

સવાર પડતાજ એક વાત વાયુ વેગે પ્રજામાં ફેલાઈ ગઈ.

'રાતના સમયે મહેલ માં કોઈ ચોર આવીને રાજા જયરાજસિંહ ને મારી નાખ્યા છે, એની પુત્રીને ઉઠાવીને લઈ ગયો છે. સંગ્રામસિંહે રાજકુંવરીને બચાવવામાં પોતાના પ્રાણ ની આહુતી આપી છે."

ક્રમશઃ

કોણ હશે આ વ્યક્તિ ?

જે રાજા અને એના ભાઈને મોને ઘાટ ઉતારી દીધા...
જાણવા માટે બન્યા રહો અમારી રચના સાથે.

નોંધ.

મારી રચના દાવતે-એ-બિરયાની વાંચીને પ્રતિભાવ આપજો. કેવી લાગી તમને એ સ્ટીરી એ મને કોમેન્ટ માં જણાવશો.. ...મને આશા છેકે આપને વાંચવી ગમશે..


લી. પારસ બઢીયા 💐
મો.૯૭૨૩૮૮૪૭૬૩.