Operation Delhi - 24 books and stories free download online pdf in Gujarati

ઓપેરેશન દિલ્હી - ૨૪

ત્યારબાદ સુનીલ,રાજ અને કેયુર તેમજ બીજા માં રાજદીપ,પાર્થ અને અંકિત ત્યાંથી ગોડાઉન ના દરવાજાની અલગ-અલગ સાઈડ ની દીવાલ બાજુ છુપાતા છુપાતા આગળ વધ્યા. રાત નો સમય હતો. એથી ત્યાં અંધારું પણ હતું. ગોડાઉન ની બહાર ની બાજુ લાઈટ નું અંજવાળું બહુ નહોતું. જેનો લાભ આ બધાને મળતો હતો. દરવાજાની બંને બાજુ ગોઠવાયા બાદ એક બીજાને ઓલ ઓકે નો ઈશારો કર્યો. રાજ્દીપે ધીમે રહી સાવચેતી પૂર્વક દરવાજામાંથી અંદર જોવાનો પ્રયત્ન કર્યો તેમાં તેને દેખાય કે દરવાજા ની નજીક એક ઓરડી જેવું છે. જ્યાં બે માણસો ઉભા છે ત્યાંથી થોડે દુર એક બીજી ઓરડી જેવું છે. જે ગેરેજ જેવું દેખાતું હતું ત્યાં રાજદીપ ને બે-ત્રણ વાહનો પહેલા દેખાયા. રાજ્દીપે ઈશારામાં પેલા બે માણસો વિશે સુનીલને જણાવ્યું..સુનીલ પણ I.B. માં હોવાથી તેને સાઈન વિશે નું થોડું જ્ઞાન હતું રાજ્દીપે પાર્થ તેમજ અંકિતને દીવાલ ની આડશે ચાલી થોડે દુર જવા કહ્યું.

એ બંને ના થોડે દુર ગયા બાદ રાજ્દીપે થોડો અવાજ કર્યો. જે સાંભળી પેલા બંને ચોક્યા અને દરવાજા તરફ ચેક કરવા આગળ વધ્યા. અવાજ કરી રાજદીપ પણ થોડો દુર જતો રહ્યો હતો. જેથી પેલા બંને ને થોડે દુર સુધી આવવું પડે. પેલા બંને જેવા દરવાજા થી બહાર નીકળી થોડે દુર ગયા. ત્યાં વારા ફરતી થોડો અવાજ થયો અને પેલા બંને વ્યક્તિ ઢળી પડ્યા. એ ઢળી પડે એ પહેલા પાર્થ તેમજ અંકિતે બંનેને જીલ્યા જેથી એના પડવાનો અવાજ ન આવે.ત્યારબાદ રાજ્દીપે એ બંને ની તલાશી લીધી. એ લોકો પાસે માત્ર બે AK-૪૭ ગન હતી.તેમજ તેના બે એક્સ્ટ્રા મેગઝીન હતા. આ સિવાય બીજી કઈ ખાસ હતું નહિ. રાજ્દીપે એ બંને ગન લીધી.

ત્યારબાદ તે પેલા વ્યક્તિઓના કપડા પહેરી એ ગન પોતાના ખભા પર લટકાવી તે દરવાજામાં દાખલ થયો. બહુ અજવાળું ન હોવાથી તેના ઓળખાઈ જવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. તે ઓરડી પાસે જઈ ઉભો રહ્યો. તેણે આજુ બાજુનું બધું ધ્યાનથી જોયું. ત્યારેતેને દેખાયું કે દીવાલની ફરતે ત્રણ ગાર્ડ દ્વારા ચોકી કરાય છે. આ સિવાય તેને ગોડાઉન ની અગાશી પર પણ ગાર્ડ દેખાયા. આ બધું જોતા એ ઝડપથી મગજ માજ ગણતરી કરી રહ્યો હતો. એ ની ગણતરી પ્રમાણે હાલ બહારની બાજુએ તેમજ અગાશી ઉપર થઇ દસેક જેટલા ગાર્ડની ગણતરી કરેલ. ત્યારબાદ તેને ગોડાઉન ના ગેઇટ પર નજર રાખી ત્યાં પણ તેને એક ગાર્ડ દેખાય. આ બધું ધ્યાનમાં રાખી તે ધીમે થી ફરી બહારની બાજુએ આવ્યો અને ત્યાં રહેલ બધા ને અંદરની માહિતી આપી.

“ દીવાલ ફરતે ત્રણ ગાર્ડ ચોકી કરે છે. પણ ફરતા ફરતા તેથી આપણે એ લોકોને તો આસાનીથી પહોચી વળીશું. પણ ત્યાં અગાશી પર રહેલ ગાર્ડ ની નજરે જો આવીશું તો આપણે નહિ બચી શકીએ.” રાજદીપે માહિતી આપતા કહ્યું.

“આપણે પણ એ લોકોની જેમ એમના કપડા પહેરી નીચેના ગાર્ડને તો સાંભળી લઈશું. અત્યારે ચાર વાગવા આવ્યા છે. થોડી વારમાં અજવાળું થવાનું શરુ થશે આપણે અત્યારે જ કંઇક કરવું પડશે. હું હેડ ક્વાટર પર મેસેજ કરી અહિયાં બેક આપ મોકલવા માટે જણાવી દઉ છું.” સુનીલ

ત્યારબાદ સુનીલ થોડો દુર જઈ હેડ ક્વાટર પર આ જગ્યાનું લોકેશન મોકલી અહિયાં મદદ મોકલવાનું જણાવે છે એ ફોન પર વાત કરી પરત ફરે છે “મેં વાત કરી બેકઅપ માટે કહ્યું છે પણ એ લોકો ને આવતા લગભગ કલાક જેટલો સમય લાગશે.”

“ ત્યાં સુધી આપણે રાહ થોડી જોઈશું? આ લોકો તો વહેલી સવારેજ નીકળી જશે તો? રાજે કહ્યું.
બરાબર એજ સમયે અંદર ની બાજુ એ થોડી ચહલ-પહેલ શરુ થઇ. એ સાંભળી પાર્થે કહ્યું ” લાગે છે કે આ લોકો જવાની તૈયારી કરી રહ્યા છે. આપણે અત્યારે જ કંઇક કરવું પડશે. અત્યારે નહિ તો ક્યારેય નહિ.”

બધા પાર્થની વાતમાં સહમત થયા કેમ કે જો એક કલાક ની રાહ જોવામાં આવે તો ત્યાં સુધીમાં તો ઘણું બધું બની શકે. આથી જે થશે એ જોયું જશે એમ માની આગળ વધ્યા રાજ્દીપે એટેક પ્લાન સમજાવ્યો. સુનીલ,રાજ અને પાર્થ તમે ત્રણેય દીવાલની ચોકી કરતા ગાર્ડ ની ઉપર એટેક કરજો અને ત્યાર બાદ ગેરેજ ની બાજુ એ આવી જજો.

એટલું કહી બધા ત્યાંથી અંદર દાખલ થયા સુનીલ અને રાજ દરવાજામાં દાખલ થઇ જમણી બાજુ એ ગયા જયારે પાર્થ ઓરડી ની પાછલ ની બાજુ એ થી ગેરેજ બાજુ ગયો. રાજદીપ કેયુર અને અંકિત થોડી વાર પછી દાખલ થાય. રાજ્દીપે કેયુર અને અંકિતને સાવચેતી થી ગેરેજ ની અંદર જવાનું કહ્યું અને એ પેલી ઓરડીમાં દાખલ થયો કે જ્યાંથી એ ગોડાઉનના એન્ટ્રી પરના દરવાજાનું ધ્યાન રાખી શકે.

@@@@@@@@

જયારે સુનીલે પેલા બંને ને ગોળી મારી બરાબર એજ સમયે અંદર નાસીર એજાજ અને તેમની સાથે જનારા માણસો ની ટુકડી પોતાના કામ ને અંજામ આપવા માટે નીકળવાની તૈયારી કરવા લાગ્યા એજાજે બધાને સુચના આપી. “ અંદર રૂમમાં રહેલ સમાન ટ્રકો માં રાખી દો આપણે અડધી કલાક પછી અહીંથી નીકળીશું અને આપણા મિશનને ફતેહ કરીનેજ આવીશું.”

બધા માણસો ધીમે ધીમે સામાન ભોયરા ના રૂમ માંથી કાઢી ટ્રક માં ગોઠવવા લાગ્યા. થોડો સામાન ચડાવ્યા પછી એ લોકો ને બહાર થી ગોળી ઓ ચાલવાનો અવાજ આવ્યો. એ અવાજ સાંભળી એજાજે એક ગાર્ડ ને રૂમો લોક કરવાનું કહી એ ઉપર ચેક કરવા ગયો.”

@@@@@@@
સુનીલ અને રાજ દીવાલ ની જમણી બાજુ ચાલી હજી ગાર્ડ સુધી પહોચ્યાં પણ ન હતા. ત્યાં તેઓને ગોળી ના અવાજો સંભળાયા એટલે એ લોકો પહેલા ગોડાઉન ની દીવાલ ની ઓથે ઉભા રહ્યા જેથી તેઓ ઝડપથી નજરમાં ન આવે.

પાર્થ દીવાલ બાજુ ચાલી ને જતો હતો. એ ગાર્ડ થી માત્ર થોડા ડગલા જ દુર હતો. ત્યાં પેલા ગાર્ડ ની નજર તેના પર પડી પણ તે પાર્થને ઓળખવામાં થોડો મોડો પડ્યો તેને એમજ હતું કે આ તેનો સાથીદાર છે. એ હજી તેની બંદુક ઉપાડી ટ્રીગર દબાવે એ પહેલા પાર્થે તેની ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા તેની એક ગોળી ખભા પર તેમજ બીજી ગોળી તેની છાતી ચીરતી નીકળી ગઈ. ખભા પર ગોળી વાગવાના કારણે તેના ખભા પર સ્નાયુ માં ખેચાણ થવાથી તેની બંદુક નું ટ્રીગર ઓટોમેટીક ડાબી ગયું જેના કારણે તેની બંદુક માંથી ગોળીઓ ના છુટી પણ તેનું નિશાન ચોક્કસ ન હોવાથી પાર્થ ને કશું નુકશાન થયું ન હતું.આ ગોળીઓ ના અવાજ ને કારણે એક સાથે ત્રણ ઘટનાઓ આકાર લઇ રહી હતી.અવાજને કારણે અગાશી માં રહેલ ચારેય ગાર્ડ અવાજની દિશામાં બંદુક લઈને આગળ વધ્યા. એટલે એ બધા એક સાથે એકજ દિશામાં બહાર આવ્યા. આ તકનો લાભ રાજદીપ, કેયુર અને અંકિત ને લીધો. તેઓએ ચારેય ઉપર ગોળીઓ છોડી. રાજ્દીપે છોડેલી એક ગોળી એક ગાર્ડ ને માથા પર વાગી બીજી બંને ગોળી માંથી એક ગોળી ગાર્ડ ના હાથ પર તેમજ બીજી ખાલી ગઈ આથી એક ગાર્ડ ત્યાજ ઢળી પડ્યો તેમજ બીજા ગાર્ડ ના હાથ માંથી બંદુક છૂટી ગઈ.બીજા બંને ગાર્ડ દ્વારા ગેરેજ તરફ ગોળીઓ છોડાઈ,. પણ એ લોકોને પાક્કી ખબર ન હોવાથી એ ગોળીઓ કેયુર તેમજ અંકિતને કશું નુકશાન થયું નહિ. પરંતુ રાજ્દીપે વારાફરતી ગોળીઓ છોડી પેલા બંને ગાર્ડ ની તરફ ગોળીઓ છોડી જેથી એ બંને ત્યાં ઢળી પડ્યા.

@@@@@@@@