darek na manni vaat books and stories free download online pdf in Gujarati

દરેક ના મનની વાત

દરેક ના મનની વાત

આ સ્ટોરી દ્વારા કોરોના ના કારણે લોકો પર શી અસર થઇ રહી છે એનાથી રૂબરૂ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.


કોરોના ના કારણે દેશભરમાં આજે લોકડાઉન છે, આ લોકડાઉન આજે પાર્ટ – ૪ માં આવી ગયો છે. બિંદીયા દરરોજની જેમ જ એના લોકડાઉન ના દિવસો પ્રસાર કરી રહી હતી, જેમકે એને મનગમતા પુસ્તકો વાંચવા કે પછી યોગા કરવા અને રસોઈમાં નવા નવા પ્રયોગો કરવા ને કેટકેટલુય. ત્યાં એક દિવસ એના ફોન પર અંજાન નંબર પરથી કોલ આવે છે એ કોલ બીજા કોઈનો નહી પણ એની જ એક સહેલી અનું નો હતો. બંને પોતાના લોકડાઉન પેહલાના જીવનની યાદો નું સ્મરણ કરવા લાગ્યા.
ત્યાંજ અનું એ કહ્યું :- કેવું દોડધામ ભર્યું આપણું જીવન હતું, દરેક ને કશે પહોંચવાની ઉતાવળ હતી, રસ્તાઓ પર વાહનોની અવર-જવરથી જાણે રસ્તાઓ જીવંત લાગતા હતા, આપણને કદાચ આ કલરવ ની આદત પડી ગયી હતી. આ દોડધામ ભર્યા જીવનમાંથી બે – ત્રણ દિવસની છુટી લઇ એકાંતવાળી જગ્યાએ જવું જ્યાં કોઈ નો પણ કલરવ નહિ બસ પ્રકૃતિનો સુંદર એહસાસ. એમ થાય કે થોડીવાર પ્રકૃતિના ખોળે બેસી જઈ હુંફ ભરેલી શાંતિ નો અનુભવ કરીયે, કોઈ જ ચિંતા નઈ. અને આજે જયારથી આ લોકડાઉન થયું છે ત્યારથી સતત આ જ દોડધામ ભર્યું જીવન યાદ આવે છે, ક્યારે લોકડાઉન પૂરું થાય અને પાછા આપણા અધૂરા રહી ગયેલા ટાર્ગેટ પુરા કરવા એક દોડ ભરીયે એનો જ ખ્યાલ આવે છે. રસ્તા ફરી પાછા વાહનોના અવાજથી ઝગમગી ઉઠે.
ત્યાંજ બિંદીયા એ કહ્યું :- હા, તારી વાત એકદમ સાચી છે, પણ આપણી પાસે જે છે એનો આનંદ લઈએ ને, આ લોકડાઉનના સમય ને આપણા જીવનના અમુલ્ય પળ માંથી એક બનાવીયે.આ સમયમાં આપની પાસે બેજ વિકલ્પ છે, એક કે આપણી પાસે જે નથી એને યાદ કરી કરીને સમય પ્રસાર કરીયે અથવા તો બીજો કે જે આપણી પાસે છે એનો આણંદ લઈએ. આ જ એ સમય છે કે જયારે આપણે આપણા પરિવાર ને પૂરતો સમય આપી શકીયે, અધૂરા રહી ગયેલા આપણા શોખ ને નવી વાંચા આપીએ જે સમયના અભાવે ભૂલાય ગયા હતા. અને હા, એ આપણે નહિ ભૂલવું જોઈએ કે લોકડાઉન શારીરિક રીતે છે મનનું નહિ. આ સમય માં આપણે કેટલાક ઓનલાઈન કોર્સ સાથે જોડાય આપણા જ્ઞાનને વધારી શકીયે છીએ, આપણી સ્કીલને પણ ડેવલોપ કરી શકીયે છીએ.
અનુંએ કહ્યું :- હા, યાર! તારી વાત ખરેખર ખુબ જ પ્રેરણાદાયક છે, પણ શું તે કોરોનાથી પીડાઈ રહેલા દર્દીઓ વિષે વિચાર્યું છે?, એમના પરિવારજનોની શું હાલત થતી હશે, અને જે આપણા કોરોના વોરીયર્સ છે એ લોકોને કેટલું જોખમ હોય છે, જે લોકો દરરોજ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એમની હાલત પણ આ સમયે કેટલી કપરી થઇ હશે, મને જયારે આ લોકોના ખ્યાલ આવે ત્યારે જાણે આખું શરીર કંપી ઉઠે છે, આ તે કેવી લાચારી?
બિંદીયા એ કહ્યું :- હા, મને ઘણીવાર એમના વિષે ખ્યાલ આવે છે, એમાં પણ ખાસ કરીને આપણા કોરોના વોરીયર્સની કે જે એમના જીવનની પણ પરવાહ નથી કરતા અને એમના પરિવારજનોથી દૂર રહીને કોરોના ના દર્દીની સારસંભાળ લે છે, જે અત્યારે લોકોને બચાવવામાં લાગેલા છે જયારે એમની પર પથ્થરમારાની કે પછી એમની સાથે થઇ રહેલા દુરવ્યવહાર ના સમાચાર સાંભળું છું ત્યારે મને ખુબ દુઃખ થાય છે અને વિચાર આવે છે કે ક્યાં ગઈ છે માનવતા? જો તમે કોઈને પ્રોત્સાહન નહિ આપી શકો તો કઈ નઈ પણ એનો હોંસલો તોડો તો નઈ.
અને કોરોના દર્દીના પરિવારજનોનો તો એક એક દિવસ કઈ રીતે પ્રસાર થતો હશે એની તો આપણે કલ્પના પણ નથી કરી શકતા. કોઈ એક વ્યક્તી કોરોનાથી પીડિત હોય ત્યારે એને હોસ્પિટલ લઇ જવાના સમયે તેની આસપાસના લોકો વિડિયો ઉતારે છે, આ જોઈ મને ખુબ જ દુઃખની લાગણી અનુભવાય છે, કારણકે એ સમયે એમના પરિવારજનો જે કપરા સમયમાંથી પસાર થાય છે કે જેનો આપણે વિચાર પણ નથી કરી શકતા, અને એ સમયે આપણે માહિતી એકબીજાને પહોચાડવાને બહાને મનોરંજન માનીયે છીએ.
અને હા, જે દરરોજ મહેનત કરીને એમનું ગુજરાન ચલાવતા હતા એમની માટે તો કેટલીક સેવાભાવી સંસ્થા આગળ આવી છે, ખરેખર જયારે આ લોકો વિશે સાંભળું ત્યારે મનમાં થોડોક સંતોષ થાય છે કે હજુ કશેક માનવતા બાકી છે. આ કોરોના ના સમયમાં આપણી સરકારે જે સહાયતા આપી છે અને લોકો ને માર્ગદર્શન આપીને જે સંચાલન કર્યું છે, ખરેખર એ ખુબ જ પ્રેરણાદાયક છે.
આશા રાખું છું કે, આ લોકડાઉન તમારા જીવનનો અમુલ્ય સમય બને.

Stay safe with your family and always respect corona warriors.


- આયુષી ભંડારી