Vidaay Samaroh in Gujarati Short Stories by Ayushi Bhandari books and stories PDF | વિદાય સમારોહ

Featured Books
Categories
Share

વિદાય સમારોહ

આમ તો આ શબ્દ સાંભળી મનમાં કેટલો ઉમંગ થાય છે પણ બીજી તરફ એટલો જ ડર લાગે છે. જે મિત્રો સાથે આપણા જીવનના અમુલ્ય પળો વિતાવ્યા એ મિત્રો આજે આ સમારોહ પછી દુર થશે. હા, એ તો ખરું કે મિત્રો ખાલી નજરો થી દુર થશે દિલ થી નહિ, આ સમારોહમાં કેટલાક વચનો લેવામાં આવ્યા, કોઈ એક દિવસ પસંદ કરવામાં આવ્યો કે એ દિવસે આખુ ગ્રુપ ફરી પાછુ ભેગું થશે, પણ દરેક એ વાત જાણે છે કે કદાચ આપણે પાછા ના પણ મળીયે. કદાચ આ સમારોહ આપણી છેલ્લી મુલાકાત હોય .પણ હા એ તો છે કે, મિત્રતા તો એ જ રેહશે, બસ હવે મળવાનું કોઈ ફંક્શન માં થાય.
આપણી શાળામાં કરેલી એ મસ્તી, ટીચર્સ ને સવાલો પૂછીને હેરાન કરવા, એક બીજાને ચોક મારવા, ખોટા અવાજો કરી ને ટીચર્સને ભણાવવા ના દેવું, ટીચર્સ ડે પર બોર્ડ શણગારવું , તે કેટ કેટલુય હવે માત્ર થોડી પળોમાં યાદો બની જશે. સ્કુલમાં વિદાય સમારોહની પહેલી શરૂઆત થાય છે કે જ્યાં આટલા વર્ષો ની મિત્રતા હવે ફક્ત યાદો બનીને રહી જશે એનો ડર લાગવા માંડે છે.
આ સમારોહમાં મોજ કરવાનો આનંદ તો એટલો થાય છે પણ એની સાથે હૃદયના કોઈક ખૂણામાં જાણે અજાણ્યો ડર જાગે છે. એ ડર વિરહનો કહી શકાય. એ મિત્રો કે જેની સાથે આટલું નિખાલસ પણે હસ્યા, ઝગડ્યા, અને રોયા પણ ખરી, અને એ ટીચર્સ કે જેમને સવાલ પૂછી પૂછી ને હેરાન કર્યા અને એમને જે પ્રેમ, વાત્સલ્ય, અને હુંફ આપી એનાથી દુર જવાનો ડર . કોઈને ખબર નથી, હવે ક્યારે?, કઈ રીતે?, અને ક્યાં મળશું? પણ છતાં વિદાય સમારોહ પૂરો થતા દરેક એક બીજાને છુપાયેલા આશું સાથે એક જ વાક્ય કેહતા આપણે ફરી મળીશું. અરે ફોને તો છે જ ને આપણે એકબીજાથી જોડાયેલા રહેશું. અને મનમાં તો એ જ ડર છે. આ ડરને સંતોષવા મન છેલ્લી પળોમાં જાણે આખું જીવન જીવી લેવા માંગે છે, જેટલી યાદો ભેગી કરી શકે એટલી યાદો ભેગી કરવા મથે છે.
હવે જયારે આપણા સ્વપ્નોને એક વાંચા આપવા માટે કોલેજમાં જઈએ છીએ ત્યારે એ આપણી માટે થોડું મુશ્કેલ બને છે અને સાથે નવા મિત્રો બનાવવાનું અવસર. સાવ અજાણ્યી જગ્યાએ , અજાણ્યા લોકો ની સાથે બેસવું અને પુસ્તકો એકબીજાને આપવાના બહાને મિત્રતા કરવી. અને ફરી પાછી એ જ મસ્તી , ટીચર્સને આડકતરા સવાલો પૂછી ને હેરાન કરવા, કલાસ બંક કરવા, એ જ રીતે નિખાલસ હાસ્ય.
આ સમયે હાસ્ય તો એ જ હતું પણ હસાવનારા અલગ હતા, એ સમયે જુના મિત્રો ની યાદ આવતી પણ એ આ નવી મિત્રતા માં કશેક છુપાતી ગયી,અને હજુ તો થોડી પળો ભેગી કરી હતી કે ત્યાં તો પાછું વિદાય સમારોહ આવી ગયો, હવે પાછી આ સફર ની થોડી પળો બાકી હતી અને યાદો બનાવવાની ખુબ જ બાકી હતી, પાછો એ જ વિરહનો ડર, પાછા એ જ વચનો, યાર આપણે ચોક્ક્સથી મળીશું , પણ દરેક એ જાણતા હતા કે કદાચ ના પણ મળી શકીએ, કેમ કે હવે ના સફર માં તો બધા એમની જવાબદારીઓ માં હજુ વધારે વ્યસ્ત થવાના છે, અને આ મિત્રતા ફરી એક એહસાસ બનીને રહી ગયી. અને મન પાછું જીવનના સફરમાં નવા મિત્રોની શોધ કરવા લાગ્યું.
તો ચાલો મિત્રો આ વિદાય સમારોહ પછીની જેટલી પણ પળો બાકી છે, એને ફરી જીવી લઈએ, અને બહુબધી યાદો ભેગી કરી લઈએ. એ જ મિત્રોની સાથે થોડું રડી લઈએ અને બહુ જ બધું હસી લઈએ, ફરી એક વખત કલાસ બંક કરીએ, ટીચર્સ ને સવાલો પૂછી છેલ્લી વાર હેરાન કરીએ અને હા ,મહત્વનું કે ટીચર્સ અને મિત્રોને સોર્રી અને થેન્ક યુ કહીયે.
ગઈ કાલની આપણી યાદો જીવનભર ટકી રહેશે અને ભવિષ્ય માં એ યાદો સ્મરણ કરતી વખતે એ જીવનનો શ્રેષ્ઠ સમય જણાશે.
- આયુષી ભંડારી